Tuesday, May 21, 2024
More
  હોમપેજગુજરાતઅમદાવાદમાં પોલીસનો ભય જ ના રહ્યો હોય એમ ખાનપુર દરવાજા પાસે જાહેરમાં...

  અમદાવાદમાં પોલીસનો ભય જ ના રહ્યો હોય એમ ખાનપુર દરવાજા પાસે જાહેરમાં હત્યા: અંગત અદાવતમાં શાહનવાઝે સાબીરને છરી હુલાવી

  ખાનપુર સહિતના અમદાવાદના અમુક વિસ્તારો જેવા કે જમાલપુર, દાણીલીમડા, દરિયાપુર, કાલુપુર, જુહાપુરા વગેરે ગુન્હાની દ્રષ્ટિએ કુખ્યાત છે. તાજેતરમાં જ LCBએ દરોડા પાડીને આ વિસ્તારોમાંથી જુદા જુદા આરોપીઓ પાસેથી અઢળક ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા હતા.

  - Advertisement -

  અમદાવાદમાં હવે અવારનવાર લૂંટ, મારપીટ, હત્યા અને હથિયારોની લે-વેચના કિસ્સા સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓ એટલી તીવ્રતાથી વધી રહ્યા છે કે જાણે હવે માથાભારે તત્વોમાં અમદાવાદ પોલીસનો કોઇ ભય જ નથી રહ્યો. આવો જ એક તાજો કિસ્સો ખાનપુર દરવાજા પાસેથી સામે આવ્યો છે. જ્યાં અંગત અદાવતમાં એક આરોપીએ જાહેરમાં જ અન્ય વ્યક્તિ પર છરી વડે હુમલો કરીને પતાવી દીધો હતો.

  અહેવાલો અનુસાર મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી પૈસાની લેવડદેવડને લઈને ઝઘડો ચાલી જ્યો હતો. તેવામાં બુધવારે રાતના સમયે બંને ખાનપુર દરવાજા ખાતે મળ્યા હતા. જેમાં મામલો બિચકતા પહેલા સાબીર બેન્જર નામના વ્યક્તિએ શાહનવાઝ ઉર્ફે શાનબાપુ સૈયદ પર પાઇપ વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

  પરંતુ બાદમાં શાહનવાઝ ઉર્ફે શાનબાપુ સૈયદે પોતાની પાસે રહેલી છરી નીકાળીને જાહેરમાં જ સાબીર બેન્જર પર હુલાવી દીધી હતી. જોતજોતામાં જ રસ્તા પર લોહીની નદી વહેવા લાગી અને ગણતરીની ક્ષણોમાં જ સાબીર ત્યાં ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

  - Advertisement -

  નોધનીય છે કે આ આખો ઘટનાક્રમ નજીકના એક CCTVમાં કેદ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે આ ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો ત્યારે ત્યાં ખાસી અવરજવર પણ ચાલુ હતી. પરંતુ કોઇ આ ઘટના અટકાવી શક્યું નહોતું. હત્યા કર્યા બાદ આરોપી શાહનવાઝ ત્યાંથી ચાલ્યો ગયો હતો.

  હાલ પોલીસ આ બાબતે તપાસ કરી કરી છે અને આરોપીને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કરી રહી છે.

  આ જ વિસ્તારોમાં મળી રહ્યા છે અઢળક ગેરકાયદેસર હથિયાર

  નોંધનીય છે ખાનપુર સહિતના અમદાવાદના અમુક વિસ્તારો જેવા કે જમાલપુર, દાણીલીમડા, દરિયાપુર, કાલુપુર, જુહાપુરા વગેરે ગુન્હાની દ્રષ્ટિએ કુખ્યાત છે.

  ઉલ્લેખનીય છે કે LCBએ દરોડા પાડીને આ વિસ્તારોમાંથી જુદા જુદા આરોપીઓ પાસેથી અઢળક ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા હતા. જેમાં LCBએ શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીર પઠાણ અને શાહરૂખ પઠાણ એક 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 9 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 64 કારતૂસ પણ કબજે લીધા હતા. નોંધનીય છે કે આરોપીઓમાં મોટા ભાગના જમાલપુર વિસ્તારના હતા.

  તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સાથે રફીક અહેમદ અને અસલમ પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી હતી.

  આ ધરપકડ બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં કાલુપુરની શકરખાં મસ્જીદ ગલી, જુહાપુરા, ફતેહવાડી, દરિયાપુર, વગેરે જગ્યાઓથી પિસ્તોલો અને જીવતા કારતુસો મળી આવતા મોટાપાયે હથિયારના વેપાર થતો હોવાનું ઉજાગર થયું હતું. આ મામલે ઝડપાયેલા આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં