Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદમાં LCBના દરોડામાં 9 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 64 કારતૂસ ઝડપાયા: જમાલપુરના...

    અમદાવાદમાં LCBના દરોડામાં 9 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 64 કારતૂસ ઝડપાયા: જમાલપુરના શાહનવાઝ, સમીર, ફરાન સહિત 6ની ધરપકડ; સપ્લાયર આફતાબ વોન્ટેડ

    સમીર જણાવ્યું કે તે બાય રોડ ઈન્દોર જતો, ત્યાં આફતાબ તેને ટોસ્ટ, ખારી વગેરેના બોક્ષમાં હથિયારો છૂપાવીને ભરી આપતો હતો. જે લઈને સમીર બાયા રોડ જ અમદાવાદ પાછો આવતો હતો. આ માટે તેને દરેક વખતે 5000 રૂપિયા મળતા હતા.

    - Advertisement -

    ગુજરાતમાં જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ પણ વધુને વધુ સતર્ક થઈ રહી છે. આ સર્તકતા અને સઘન તપાસના કારણે ઘણા આરોપીઓ પકડાઈ રહ્યા છે. આ જ કડીમાં DCP ઝોન-7 LCB સ્ક્વોડને તપાસ દરમિયાન એક મોટી સફળતા મળી છે. વિશાલા હોટેલ પાસે પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપ્યો હતો.

    અહેવાલો અનુસાર LCB ની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદની વિશાલા હોટલ પાસે એક વ્યક્તિ હથિયાર લઈને આવવાનો છે. બાતમીના આધારે પોલીસે સફળ દરોડો પાડીને એક હથિયાર અને ૩ કારતૂસ સાથે શાહનવાઝ શેખને પકડી પાડ્યો હતો. આ હથિયાર ક્યાંથી આવ્યું તેની તપાસ દરમિયાન શાહનવાઝે સમીર પઠાણનું નામ આપ્યું હતું.

    પોલીસે માહિતીના આધારે આ સમીરને પણ પકડી પાડ્યો હતો જેની પાસેથી શાહનવાઝ હથિયાર લાવ્યો હતો. LCB દ્વારા સમીરની કડક પૂછપરછ કરાતા તેણે આ વાત કબૂલ કરી હતી. સાથે જ તેણે ખુલાસો કર્યો હતો કે બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે છે.

    - Advertisement -

    મોટાભાગના આરોપીઓ જમાલપુરના

    આમ એક બાદ એક આરોપીઓ પાસેથી પૂછપરછ કરીને LCBએ શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીર પઠાણ અને શાહરૂખ પઠાણ એક 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 9 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 64 કારતૂસ પણ કબજે લીધા હતા. નોંધનીય છે કે આરોપીઓમાં મોટા ભાગના જમાલપુર વિસ્તારના છે.

    ઈન્દોરનો આફતાબ મોકલતો હતો આ હથિયાર

    પોલીસ તપાસમાં સામે આવ્યું કે ધરપકડ કરાયેલા આરોપી સમીર પઠાણ મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરનો રહેવાસી છે. ઈન્દોરમાં તેના જ ગામના આફતાબ પાસેથી તે આ હથિયારો લાવીને અહીં ગુજરાતમાં ફરહાનને વેચવા લાવી આપતો હતો.

    તેણે જણાવ્યું કે તે બાય રોડ ઈન્દોર જતો, ત્યાં આફતાબ તેને ટોસ્ટ, ખારી વગેરેના બોક્ષમાં હથિયારો છૂપાવીને ભરી આપતો હતો. જે લઈને સમીર બાયા રોડ જ અમદાવાદ પાછો આવતો હતો. આ માટે તેને દરેક વખતે 5000 રૂપિયા મળતા હતા.

    અમદાવાદ આવીને સમીર આ હથિયારો ફરહાનને આપી દેતો હતો. ફરહાન આ હથિયારો ડબલ ભાવે વેચતો હતો. પ્રારંભિક તપાસમાં સમીરે કબૂલ્યું છે કે હમણાં સુધી તેણે આવી 15થી વધુ ટ્રીપ મારી છે.

    પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ લોકોએ હમણાં સુધી કુલ કેટલા હથિયાર અહીંયા વેચ્યા છે અને કોને કોને વેચ્યા છે. સાથે જ પોલીસ એ બાબતે પણ તપાસ કરી રહી છે કે આટલા મોટા જથ્થામાં હથિયારો ગુજરાતમાં લાવવા પાછળની આ લોકોની મનશા શું હોઈ શકે છે.

    ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલુપુરની શકરખાં મસ્જીદ ગલી, જુહાપુરા, ફતેહવાડી, દરિયાપુરમાં 9 હથિયારો સાથે આરીફ, રફીક, અસલમની ધરપકડ કરાઈ હતી

    તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સાથે રફીક અહેમદ અને અસલમ પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં કાલુપુરની શકરખાં મસ્જીદ ગલી, જુહાપુરા, ફતેહવાડી, દરિયાપુર, વગેરે જગ્યાઓથી પિસ્તોલો અને જીવતા કારતુસો મળી આવતા મોટાપાયે હથિયારના વેપાર થતો હોવાનું ઉજાગર થયું હતું. આ મામલે ઝડપાયેલા આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં