Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલુપુરની શકરખાં મસ્જીદ ગલી, જુહાપુરા, ફતેહવાડી, દરિયાપુરમાં કાર્યવાહી;...

    અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલુપુરની શકરખાં મસ્જીદ ગલી, જુહાપુરા, ફતેહવાડી, દરિયાપુરમાં કાર્યવાહી; 9 હથિયારો સાથે આરીફ, રફીક, અસલમની ધરપકડ, દિલદાર ફરાર

    અસલમખાન ઉર્ફે નવાબખાન પાસે પણ હથિયાર હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર દરવાજા નીચેથી તેની ધરપકડ કરી તેની પાસેથી 2 પિસ્તોલ અને એક દેશી તમંચો જપ્ત કર્યો હતો. સાથે જ તેની પૂછપરછ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચને તેના ઘર પાસે સંતાડેલી અન્ય 2 પિસ્તોલ પણ મળી આવી હતી.

    - Advertisement -

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સાથે રફીક અહેમદ અને અસલમ પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસો થયા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં કાલુપુરની શકરખાં મસ્જીદ ગલી, જુહાપુરા, ફતેહવાડી, દરિયાપુર, વગેરે જગ્યાઓથી પિસ્તોલો અને જીવતા કારતુસો મળી આવતા મોટાપાયે હથિયારના વેપાર થતો હોવાનું ઉજાગર થયું છે. આ મામલે ઝડપાયેલા આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

    મળતી માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓ ગેરકાયદેસર હથિયારોની તસ્કરી કરીને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ વેચીને કમાણી કરતા હોવાનું સામે આવ્યું છે. દાખલ થયેલી ફરિયાદ અનુસાર ક્રાઇમ બાંચે બાતમી આધારે આરોપી આરીફખાન ઈબ્રાહીમખાન પઠાણની ધરપકડ કરી હતી. જેની પાસેથી 1 પિસ્તોલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ હથિયાર ક્યાંથી આવ્યું તેની પૂછપરછ બાદ પોલીસે રફીફ અહેમદ ઉર્ફે પંચોલી ઉર્ફે તીલ્લીની ધરપકડ કરી હતી જેની પાસેથી પણ 3 પિસ્તોલ એક મેગઝીન અને 6 કારતુસ મળી આવ્યા હતા.

    આ દરમિયાન અસલમખાન ઉર્ફે નવાબખાન પાસે પણ હથિયાર હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર દરવાજા નીચેથી તેની ધરપકડ કરીને તેની પાસેથી 2 પિસ્તોલ અને એક દેશી તમંચો જપ્ત કર્યો હતો. સાથે જ તેની પૂછપરછ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચને તેના ઘર પાસે સંતાડેલી અન્ય 2 પિસ્તોલ પણ મળી આવી હતી. આમ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાએથી કુલ 8 પિસ્તોલ એક દેશી તમંચો, એમ કુલ 9 હથિયાર તેમજ 19 જીવતા કારતુસ, સ્કુટર સહિત કુલ 3 લાખથી વધુની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    - Advertisement -

    ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે રફીક પાસે મળી આવેલા હથિયારો તેને અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણે આપેલ હતા અને તેમાંથી પોતે એક હથિયાર આરીફખાન ઇબ્રાહીમખાન પઠાણને મૂકી રાખવા આપેલું હોવાનું પણ કબુલ્યું હતું. અસલમને આ હથિયારો દિલદાર અંસારી નામના ઇસમે વેચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીઓએ આ હથિયારોને કોઇ જગ્યાએ ગુનામાં વાપર્યા છે કે કેમ અને હથિયારો શા માટે મંગાવ્યા હતા તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

    આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે રફીફ અહેમદ ઉર્ફે પંચોલી ઉર્ફે તીલ્લી અગાઉ વર્ષ 1999માં હત્યાના ગુનામાં કાલુપુર પોલીસ ખાતે ઝડપાયો હતો. તે સિવાય પણ તે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લુંટના અને જુગારના એક ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

    તો બીજી તરફ આરોપી અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણ વર્ષ 2010માં શાહપુર ખાતે મારામારીના એક ગુનામાં પકડાઇ ચુક્યો છે. હાલ પોલીસ હથિયાર પ્રકરણમાં બંને ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જયારે હથિયારો પહોંચાડનાર દિલદારને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં