Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'વાત નહીં કરે તો જાનથી મારી નાંખીશ, તારા પરિવારને પણ નહીં છોડું':...

    ‘વાત નહીં કરે તો જાનથી મારી નાંખીશ, તારા પરિવારને પણ નહીં છોડું’: અમદાવાદમાં વધુ એક હિંદુ યુવતી પીંખાઈ, કડીના અલ્ફાઝ કાઝીએ બળાત્કાર ગુજારીને ધમકીઓ આપી

    પીડિતા અમદાવાદના ચાંદલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે. 27 વર્ષીય પીડિતાના પહેલા લગ્ન થયા હતા અને બાદમાં તેના છુટ્ટાછેડા થઇ ગયા હતા. પતિથી અલગ થયા બાદ પીડિતા માનસિક રીતે ભાંગી પડી હતી અને દુખી રહેતી હતી. પિતાના ઘરે આવ્યા બાદ તે હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.

    - Advertisement -

    વધુ એક હિંદુ યુવતી બળાત્કારનો ભોગ બની છે. તાજી ઘટનામાં કડીના અલ્ફાઝ યુસુફ કાઝીએ અમદાવાદની હિંદુ યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતી કેટલાક મિત્રો દ્વારા અલ્ફાઝના સંપર્કમાં આવી હતી. બાદમાં અલ્તાફના ગુનાહિત ધંધાઓની જાણ થતા જ તેણે તેની સાથેથી સંપર્ક તોડી નાંખ્યો હતો. જેની દાજ રાખી આરોપીએ હિંદુ યુવતીની આબરૂ લૂંટી હતી. હાલ આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર પીડિતા અમદાવાદના ચાંદલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે. 27 વર્ષીય પીડિતાના પહેલા લગ્ન થયા હતા અને બાદમાં તેના છુટ્ટાછેડા થઇ ગયા હતા. પતિથી અલગ થયા બાદ પીડિતા માનસિક રીતે ભાંગી પડી હતી અને દુખી રહેતી હતી. પિતાના ઘરે આવ્યા બાદ તે હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. પીડિતાએ નોંધાવેલી FIR અનુસાર લગભગ દોઢ વર્ષ પહેલા તે તેની એક બહેનપણી દ્વારા અલ્ફાઝ કાઝીના સંપર્કમાં આવી હતી.

    આરોપી ગેરકાયદેસર કામ કરતો હોવાની જાણ થતા જ મિત્રતા તોડી

    પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર સંપર્ક થયા બાદ બંનેએ એક બીજાનો નંબર લીધો હતો અને નિર્દોષ મિત્રતાના ભાવે ક્યારેક વાત કરતા. લગભગ આઠ મહિના પહેલા જયારે તે અલ્ફાઝ સાથે ગાડીમાં જઈ રહી હતી તે સમયે અલ્ફાઝે કહ્યું હતું કે, તેની દારૂની ગાડી પકડાઈ ગઈ છે. આરોપી દારૂનો ધંધો કરતો હોવાની જાણ થતા જ પીડિતાએ અલ્ફાઝ સાથે મિત્રતા તોડી નાંખી હતી. આ વાતનો દ્વેષ રાખીને અલ્ફાઝે પીડિતાને ફોન કરીને મિત્રતા રાખવા ધમકી આપી હતી. ધમકી આપતા તેણે કહ્યું હતું કે, “તારે મને મળવા આવવું પડશે, નહીં આવે તો તારા ઘરે આવીને મારીશ.”

    - Advertisement -

    ગાડીમાં ઉઠાવી જઈ બળાત્કાર ગુજાર્યો

    ગત 17 મેના રોજ પીડિતા જયારે ઘરે હતી, ત્યારે અલ્ફાઝ ગાડી લઈને આવ્યો હતો અને પીડિતાને સાથે આવવા કહ્યું હતું. પીડિતાએ પહેલા ના પાડી, પરંતુ તે સોસાયટીમાં બદનામી કરશે તેવા ડરથી તેની સાથે ગઈ હતી. ત્યાર બાદ તે પીડિતાને કડી ખાતે આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગત 22 મેના રોજ પણ ઘર પાસે આવીને વિડીયો કોલ કરી પીડિતા અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઉઠાવી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.

    અંતે અલ્ફાઝથી થાકીને આ મામલે પીડિતાએ પરિવારને જાણ કર્યા બાદ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં અલ્ફાઝ યુસુફ કાઝી, રહે સિંધીવાડા કસ્બા કડી, મહેસાણા વિરુદ્ધ IPCની કલમ 376 (1) અને 508 (2) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી અલ્ફાઝની ધરપકડ નથી કરવામાં આવી. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    આરોપી નશાનો વેપારી, હત્યાના આરોપમાં જામીન પર બહાર આવ્યો છે: જ્વલિત મહેતા

    બીજી તરફ આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ હિંદુ સંગઠનના જ્વલિત મહેતા સાથે વાત કરી હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “બેનના પહેલા ડાઈવોર્સ થયા હોવાથી તે ડીપ્રેશનમાં રહેતા હતા.આ લીધે તેમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કરેલો. તેવામાં તેઓ કેટલાક મિત્રો દ્વારા આરોપીના સંપર્કમાં આવ્યા. આરોપીએ મિત્રતા કર્યા બાદ પીડિતાને માઉથ ફ્રેશનરમાં નશાકારક પદાર્થ ભેળવીને આપવાનું શરૂ કર્યું. ઘરની તકલીફો વચ્ચે આ પ્રકારના માદક દ્રવ્યોના સેવનથી તેમને સારું લાગ્યું હશે તો તેમની મીત્રતા આગળ વધી.”

    “આરોપી દારૂનો અને અન્ય નશીલા પદાર્થનો ધંધો કરતો હોવાની જાણ થતા પીડિતાએ તેની સાથે મિત્રતા ઓછી કરી નાંખી. આરોપો તેને ધાક ધમકી આપીને તેની સાથે મિત્રતા રાખતો હતો. એક વાર તેણે સરખેજ પાસેથી 50 ગ્રામ એમડી લીધું વેચવા. પીડિતાને જાણ થઈ જતા તેને ગુનાની ગંભીરતા ખ્યાલ આવી ગયો અને મિત્રતા તોડી નાખી. એટલે અલ્ફાઝે તેને ધમકાવવાનું શરૂ કર્યું. આરોપીએ પીડિતાના આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવીને તેને બ્લેકમેલ પણ કરી. એક કાર્યકર્તા દ્વારા પરિવારે સંપર્ક કર્યો હતો અને અમે બનતી તમામ મદદનું વચન આપ્યું છે.”

    જ્વલિત મહેતાના જણાવ્યા અનુસાર આરોપી મર્ડર કેસમાં જામીન પર બહાર આવ્યો છે, તે દારૂનો પણ ધંધો કરતો હતો અને ડ્રગ્સ પણ વેચતો હોવાનું સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પીડિતાનું મેડીકલ ચેક-અપ પૂર્ણ થઇ ગયું છે અને આરોપીની ધરપકડ કરવાની હજુ બાકી છે. બીજી તરફ કાર્યવાહી કેટલે પહોંચી તે જાણવા ઑપઇન્ડિયાએ સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો નહતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં