Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતજામખંભાળિયાના વગદાર અહેમદે 12 વર્ષની હિંદુ સગીરા પર હુમલો કર્યો: આરોપીને બચાવવા...

    જામખંભાળિયાના વગદાર અહેમદે 12 વર્ષની હિંદુ સગીરા પર હુમલો કર્યો: આરોપીને બચાવવા પોલીસ સ્ટેશન રણકી ઉઠ્યું, છતાં પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો

    12 વર્ષની હિંદુ સગીરા છેલ્લા ઘણા સમયથી આરોપીથી હેરાન હતી. આરોપી સતત તેનો પીછો કરીને તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરી રહ્યો હતો. જોકે સગીરા કાયમ આ મામલે તેનો વિરોધ કરતી. તેવામાં થોડા સમય અગાઉ ફરી અહેમદ ઇકબાલે સગીરાને આંતરીને અભદ્ર માંગણી કરી હતી.

    - Advertisement -

    હિંદુ મહિલાઓ હોય, સગીરાઓ હોય કે નાની બાળકીઓ, છેલ્લા કેટલાક સમયથી બિન-હિંદુઓ તેમને પ્રતાડિત કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે દ્વારકાના જામખંભાળિયામાં માથાભારે અહેમદ ઇકબાલ બુખારીએ સરજાહેર હિંદુ સગીરા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આરોપી અહેમદ ઇકબાલ ઘણા સમયથી આ સગીરાની પાછળ હતો. તે અવારનવાર પીડિતાને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ તેમ કરવાની ના પડતા તેણે જાહેરમાં તેના પર હુમલો કરી દીધો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતના ગુના નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    અહેવાલો અનુસાર દેવભૂમિ દ્વારકાની 12 વર્ષની હિંદુ સગીરા છેલ્લા ઘણા સમયથી આરોપીથી હેરાન હતી. આરોપી સતત તેનો પીછો કરીને તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરી રહ્યો હતો. જોકે સગીરા કાયમ આ મામલે તેનો વિરોધ કરતી. તેવામાં થોડા સમય અગાઉ ફરી અહેમદ ઇકબાલે સગીરાને આંતરીને અભદ્ર માંગણી કરી હતી. આ વખતે પણ પીડિતાએ તેના તાબે થવાનું ના પડી દેતા તે ઉશ્કેરાઈ ગયો હતો.

    ઉશ્કેરાયેલા અહેમદ ઇકબાલ બુખારીએ જાહેરમાં જ સગીરા પર હુમલો કરી દીધો હતો. હુમલાથી ડઘાયેલી સગીરા તાત્કાલિક ઘરે ભાગી હતી. આ દરમિયાન તેણે પોતાના પરિવારને આખી ઘટનાની જાણ કરતા તેઓ પણ સમસમી ઉઠ્યા હતા. આરોપી વગદાર અને માથાભારે હોવાની છાપ ધરાવતો હોવાથી તેઓ તેનાથી ડરતા હતા, પરંતુ સગીરા ઘણા લાંબા સમયથી આરોપીથી હેરાન હતી. જેના કારણે અંતે પરિવારે પોલીસ પાસે રક્ષણ માંગવાનો નિર્ણય લઈને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી.

    - Advertisement -

    વગદાર આરોપીને બચાવવા રાત-ભર પોલીસ સ્ટેશનનો ફોન રણકતો રહ્યો

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર આરોપીનું પરિવાર સ્થાનિક લેવલે ખૂબ જ વગ ધરાવે છે. આરોપી પોતે પણ માથાભારે હોવાની છાપ ધરાવે છે. તેને પોલીસ કાર્યવાહીથી બચાવવા આખી રાત પોલીસ સ્ટેશનમાં ફોન રણકતો રહ્યો હતો. પરંતુ પીડિતાની સુરક્ષામાં પ્રતિબદ્ધ જામખંભાળિયા પોલીસે જરા પણ મચક આપ્યા વગર કાર્યવાહી ચાલુ રાખી હતી. અંતે ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

    દ્વારકાના જામખંભાળિયામાં માથાભારે અહેમદ ઇકબાલ બુખારીએ હિંદુ સગીરા પર હુમલો કરતા પોલીસે તેની ધરપકડ કરી પોક્સો તેમજ IPCની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. સાથે જ પોલીસે પીડિત પરિવારને નિર્ભય કરીને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં