Saturday, November 16, 2024
More
    Home Blog Page 1157

    પુલિત્ઝરના પાખંડ: કોરોનાના મૃતકોના મોતનો મલાજો ન રાખનાર અને તાલિબાન દ્વારા હણાયેલ દાનિશને ઍવોર્ડ, આ પહેલા પણ ભારતવિરોધીઓને મળેલા છે પુલિત્ઝર

    સોમવારે (9 એપ્રિલ), મૃતક રોઇટર્સ ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીને પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અદનાન આબિદી, સન્ના ઇર્શાદ મટ્ટુ અને અમિત દવે નામના 3 અન્ય લોકો સાથે ‘ફીચર ફોટોગ્રાફી’ માટે તેમને મરણોત્તર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાનિશને આ પુરસ્કાર બીજી વખત મળી રહ્યો છે.

    દાનિશ સિદ્દીકીએ તેની તસવીરો દ્વારા ભારતના કોવિડ -19 મૃત્યુની મજાક ઉડાવી હતી.

    કોવિડ -19 રોગચાળાના બીજા વેવ દરમિયાન, દાનિશ સિદ્દીકીએ તકવાદી રીતે પોતાના ફાયદા માટે લોકોના દુઃખને ટાંક્યું હતું. તેણે મૃતકોના પરિવારના સભ્યોની ગોપનીયતા અથવા લાગણીઓને ધ્યાનમાં લીધા વિના મૃત કોવિડ -19 દર્દીઓની ચિતા સળગાવવાની બહુવિધ છબીઓ પોસ્ટ કરી હતી.

    ગયા વર્ષે 22 એપ્રિલના રોજ એક ટ્વીટમાં, રોઇટર્સના ફોટો જર્નાલિસ્ટે લખ્યું હતું કે, “જેમ કે ભારતે કોવિડ કેસનો વિશ્વ રેકોર્ડ પાર કર્યો છે, જે લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા હતા તેમના અંતિમ સંસ્કારની ચિતાઓ 22 એપ્રિલ, 2021, નવી દિલ્હીમાં એક સ્મશાનભૂમિ ખાતે ચિત્રિત કરવામાં આવી હતી.”

    સિદ્દીકીએ રોગચાળાના તેમના અસંવેદનશીલ કવરેજ પર ગર્વ અનુભવ્યો હતો, જેણે આખરે દાનિશ સિદ્દીકીને પુલિત્ઝર પુરસ્કાર જીતાડ્યો. વુહાન કોરોના વાયરસ ફાટી નીકળયા બાદ ભારત સરકાર અને અગણિત ફ્રન્ટલાઈન કામદારો દ્વારા કરવામાં આવેલા સર્વશ્રેષ્ઠ પ્રયાસોને નકારી કાઢવા માટે તેમના ચિત્રોને હથિયાર બનાવવામાં આવ્યા હતા.

    કેવી રીતે રોઇટર્સે હિંદુઓના મૃત્યુમાં પણ તેમનું ગૌરવ નકાર્યું હતું.

    2020 માં કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારથી સમગ્ર વિશ્વમાં લોકો મૃત્યુ પામ્યા હતા, અને હજુ પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. પરંતુ તેમના અંતિમ સંસ્કાર માટે ગીધવાદ અને રોગિષ્ઠ વળગાડ કોઈક રીતે ફક્ત ભારતમાં જ જોવા મળ્યો હતો, એ પણ પાશ્ચાત્ય પ્રકાશનો માટે કે જેઓ ખરેખર ભારતીયોને, ખાસ કરીને, હિન્દુઓને ગૌરવ આપવાનું ધ્યાન રાખી શકતા નથી.

    જ્યારે ઘણા લોકોએ દાનિશની તેની વીરતા માટે પ્રશંસા કરી હતી, ત્યારે રોઇટર્સે હિંદુઓના અગ્નિસંસ્કારની છબીઓથી પૈસા કમાયા હતા. રોઇટર્સનો હિંદુઓને સળગતા જોવાનો આ રોગી શોખ લોકોને કોવિડ-19 વિશે કહેવા સાથે સંબંધિત ન હતો.

    કોવિડ-19 વિશે લખવા અને લોકોને જણાવવા માટે કે પરિસ્થિતિ કેટલી ચિંતાજનક હતી, કોઈએ તેમની વેબસાઈટ પર અને પ્રકાશિત થયેલા બહુવિધ લેખોમાં તેમના ફ્રન્ટ પેજ પર હિંદુઓને અગ્નિદાહ આપવાની તસવીરો સ્પ્લેશ કરવાની જરૂર નહોતી, પરંતુ રોઇટર્સ મૃત્યુમાં હિંદુઓની ગરિમાને નકારીને સ્મશાનગૃહની છબીઓને શણગારી હતી.

    તાલિબાનો દ્વારા દાનિશ સિદ્દીકીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી

    દાનિશ સિદ્દીકીની તાલિબાન દ્વારા 16 જુલાઈ, 2021 ના રોજ અફઘાનિસ્તાન જેવા યુદ્ધગ્રસ્ત દેશમાં એક અસાઇનમેન્ટ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. અફઘાન દળો અને ઇસ્લામવાદીઓ વચ્ચેની અથડામણોને આવરી લેવા માટે તેણે અફઘાન રાષ્ટ્રીય દળો સાથે સ્પિન બોલ્ડક પ્રદેશમાં મુસાફરી કરી હતી, જ્યાં તેનું મોત નીપજયું હતું.

    પુલિત્ઝર પુરસ્કાર માટે હમેશા ભારત વિરોધીઓને અગ્રતા

    નોંધનીય છે કે ન માત્ર દાનિશ સિદ્દીકી પરંતુ જે પણ પત્રકારોના વિચારો ભારત વિરોધી હોય છે એમને પુરસ્કાર માટે અગ્રતા અપાય છે. અને આ માટે હમેશા તેની નિંદા પણ થતી આવી છે.

    મેગ્નમ ફાઉન્ડેશન દ્વારા ‘2021 ફોટોગ્રાફી એન્ડ સોશિયલ જસ્ટિસ ફેલોશિપ’ માટે પસંદ કરાયેલા 11 લોકોમાં સન્ના ઇર્શાદ મટ્ટુ પણ સામેલ છે. આ કાર્યક્રમને જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે ટેકો આપવામાં આવે છે, જે મીડિયા અને ‘નાગરિક સમાજ’ દ્વારા ભારત વિરોધી કથાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે.

    સન્નાનું મોટા ભાગનું કામ ભારતીય સુરક્ષા દળોને કાશ્મીર ખીણમાં સ્થાનિક લોકો માટે ‘દમનકારી’ અને વિરોધી તરીકે દર્શાવવા પર કેન્દ્રિત હોય છે. આ પ્રદેશને ઇસ્લામિક ઉગ્રવાદીઓ તરફથી સતત ખતરો છે તે જોતાં, સુરક્ષા દળોએ હંમેશા હાઇ એલર્ટ પર રહેવાની જરૂર છે. આતંકવાદી હુમલાની શક્યતાઓને નિષ્ફળ બનાવવા માટે તેઓને સર્વેલન્સ કામગીરી હાથ ધરવા અને રાહદારીઓની વારંવાર પૂછપરછ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ બધું નિર્દોષ કાશ્મીરીઓની સુરક્ષા માટે છે તે જાણતા હોવા છતાં, સન્નાએ ‘રક્ષકો’ને ખલનાયક તરીકે રંગવાની તક ઝડપી લેતી હોય છે.

    પુલિત્ઝર પુરસ્કાર પર અનેક આરોપો લાગતાં આવ્યા છે.

    પુલિત્ઝર પુરસ્કાર પર વારંવાર અનેક ગેરનીતિના આરોપ લાગતાં આવ્યા છે. પુલિત્ઝર પુરસ્કારમાં ન્યુ યોર્ક ટાઈમ્સના પત્રકારોને અધિક મહત્વ આપવામાં આવે છે એ બાબત પર પ્રકાશ પાડતા ઈઝરાયેલના એક પત્રકારે પુરાવા આધારિત એક ટ્વિટર થ્રેડ રજૂ કરીને સાબિત કરવાનો પર્યટન કર્યો કે પુલિત્ઝર અને ન્યુયોર્ક ટાઈમ્સ વચ્ચે સાંઠગાંઠ છે.

    MSUની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં હિંદુ દેવી-દેવતાઓના વાંધાજનક ચિત્રો બનાવનાર વિદ્યાર્થીને હાંકી કઢાયો, ડીન સહિત છ અધ્યાપકોને શો કૉઝ નોટીસ

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી સ્થિત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલ પ્રદર્શન માટે હિંદુ દેવી-દેવતાઓનાં વાંધાજનક ચિત્રો બનાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવતા હવે યુનિવર્સીટીએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

    મંગળવારે (10 મે 2022) મળેલી સિન્ડીકેટ બેઠકમાં દેવી-દેવતાઓના વિવાદિત ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમાર યાદવને યુનિવર્સીટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તદુપરાંત, ડીન-વાઈસ ડીન સહિતના અધ્યાપકોને કારણદર્શક નોટીસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે.

    વિવાદ બાદ નવ સભ્યોની બનેલી સત્યશોધક સમિતિએ સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ રજૂ કર્યો હતો. જે બાદ સંકલન સમિતિએ ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, સત્તાધારી જૂથે કોઈ પણ અધ્યાપકને સસ્પેન્ડ કરતા પહેલાં તેમનો પક્ષ મૂકવાની તક આપવા માટે અપીલ કરી હતી. જે બાદ જવાબદાર લોકોને કારણદર્શક નોટીસ પાઠવીને ખુલાસો માંગવાનું નક્કી કરાયું હતું.

    અકિલ અહેમદ, ઇન્દ્રપ્રમિત રોય સહિત છ અધ્યાપકોને નોટીસ

    સિન્ડીકેટની બેઠક બાદ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલ, વાઈસ ડીન કશ્યપ પરીખ, સ્ક્પલ્ચર વિભાગના કાર્યકારી પ્રમુખ શાંતા સરવૈયા, ગ્રાફિક્સ પેઈન્ટીંગના અધ્યાપકો ઇન્દ્રપ્રમિત રોય, અકિલ અહેમદને કારણ દર્શક નોટીસ પાઠવીને ઘટના અંગે ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ તેમાંથી કોઈ દોષિત ઠરે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

    ડીન સહિતના છ અધ્યાપકોને પાઠવવામાં આવેલ નોટીસના જવાબો મળ્યા બાદ આ મામલે ફરીથી યુનિવર્સીટીને રિપોર્ટ સોંપવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, સમગ્ર વિવાદ બાદ ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા કોડ ઓફ કંડક્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    નિર્ણયનું સ્વાગત, સંડોવાયેલા તમામ લોકો પર કાર્યવાહી થાય : એબીવીપી

    સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિવેદન જારી કરીને નિર્ણયને આવકારવામાં આવ્યો છે. લેખિત નિવેદનમાં સંગઠને જણાવ્યું છે કે, ‘દેશની અસ્મિતા અને સંસ્કૃતિના થયેલા અપમાનને ન્યાય મળ્યો છે અને ફરી એક વખત સત્યનો વિજય થયો છે. સાથે હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા દરેક લોકો પર વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદે માંગ કરી હતી.’

    ડીન, અધ્યાપકોનાં નિવેદનોમાં વિરોધાભાસ

    વધુમાં, ફાઈન આર્ટ્સ ફેક્લ્ટીમાં થયેલા સમગ્ર વિવાદ મામલે નીમવામાં આવેલ નવ સભ્યોની સત્યશોધક સમિતિએ ગઈકાલે રિપોર્ટ રજૂ કરતાં નોંધ્યું હતું કે આ મામલે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી ડીન અને અધ્યાપકોએ સતત પોતાનાં નિવેદનો બદલ્યાં હતાં. જે બાદ પ્રકરણમાં શંકાઓ તેજ બની છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, સ્કપલ્ચર વિભાગના હેડ શાંતા સરવૈયાએ સમિતિને તપાસના પ્રથમ દિવસે જણાવ્યું હતું કે, વિવાદિત આર્ટ વર્ક જોયા બાદ સવારે કઢાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે બીજી વખત હાજર થતી વખતે જ્યુરીએ જોયા પછી તેમના કહેવાથી બપોરે આર્ટ વર્ક કાઢવાની સૂચના આપી હોવાનું કહ્યું હતું.

    વિવાદ સર્જાયો તેના પ્રથમ દિવસે ફેકલ્ટી ડીને નિવેદન આપીને અમારે ત્યાં ચિત્રો બન્યાં જ નથી અને વાયરલ તસવીરમાં દેખાતી દીવાલ ફેકલ્ટીની નથી તેમ કહીને બચાવ કર્યો હતો. પરંતુ સમિતિ સમક્ષ તેમણે કહ્યું હતું કે, “મને કેવી રીતે ખબર હોય કે ચિત્રો બની રહ્યા છે. જેને હવાલો સોંપવામાં આવ્યો હતો તેમણે પણ જણાવ્યું નથી.

    આ ઉપરાંત, પોલીસ ફરિયાદ પ્રમાણે વિવાદિત ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદનકુમાર યાદવે ફરી પણ આવાં ચિત્રો બનાવીશ તેવું જણાવ્યું હતું. પરંતુ સમિતિ સમક્ષ નિવેદન આપતા માફી માંગતા કહ્યું હતું કે, મારી ભૂલ થઇ ગઈ છે અને આવાં ચિત્રો ફરી નહીં બનાવું.

    હિંમત હોય તો તાજમહેલ, લાલ કિલ્લા ને મંદિર બનાવીને દેખાડો, મહેબુબા મુફ્તિનો પડકાર, આ પહેલા બોલ્યા હતા કે ધારા 370 હટશે તો કશ્મીર ભારતથી અલગ થશે

    વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે તાજમહેલના પણ સર્વેની માંગ ઉઠી છે. પક્ષકારોનું માનવું છે કે તાજમહેલના 20 બંધ ઓરડાને ખોલવામાં આવે, કારણકે તેમાં હિંદુ દેવી-દેવતાઓની મુર્તિઓ હોવાની સંભાવનાઓ છે, જેને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન પીડીપીની ચેરમેન અને જમ્મુ કશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ તાજમહેલને લઈને ભાજપ સરકારને મોટો પડકાર ફેંક્યો છે. મહેબુબા મુફ્તી ફરી વિવાદોમાં ઘેરાયા .

    મહેબૂબા મુફ્તિએ કહ્યું છે કે જો એમનામાં હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બનાવીને દેખાડે, પછી જોઈએ છીએ કે કેટલા લોકો ભારતમાં તેને જોવા આવે છે, મહેબૂબાએ કહ્યું હતું કે ભાજપ લોકોને નોકરીઓ નથી અપાવી શકતું, મોંઘવારી ઉપર પણ કાબુ નથી કરી શકતા. દેશની સંપતી વેચાઈ રહી છે, દેશ આજે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ચુક્યો છે, પરંતુ આ લોકોને આ વાતની જરા પણ ચિંતા નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે.

    મહેબુબાએ આગળ જણાવ્યું કે મુઘલોના સમયે જે વસ્તુઓ બની છે, જેમકે તાજમહેલ, મસ્જિદો, કિલ્લાઓ આલોકો તેની પાછળ પડીને તેને બગાડવા ઈચ્છે છે, તેનાથી તેમને કશું નથી મળવાનું. મહેબૂબાએ સરકાર પર આરોપ લગાવ્યો કે આ તમામ વિવાદો માત્ર ને માત્ર ધ્યાન ભટકાવવા માટે ઉભા કરવામાં આવી રહ્યાં છે, આ બાબતે મુફ્તિ કહે છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે મુસ્લિમોની પાછળ લગાવી દેવામાં આવ્યા છે. જે પૈસા લુટીને વિદેશ ભાગી ગયા છે તેમને પકડવાના બદલે એ જગ્યાઓનો વિરોધ કરવા માંગેછે જેનું નિર્માણ મુઘલો દ્વારા કરવામાં આવ્યું હતું.

    જણાવી દઈએ કે મંગળવાર (10 મે 2022) ના રોજ ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, આ દરમ્યાન હિંદુ સંગઠનોએ વિરોધ દર્શાવતા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની માંગ કરી હતી. ‘યુનાઇટેડ હિંદુ ફ્રંટ’ તરફથી કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની અપીલ કરવામાં આવી છે. યુનાઇટેડ હિંદુ ફ્રંટનું કહેવું છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે, આ મિનારનું નિર્માણ 27 જૈન અને હિંદુ મંદિરોને ધ્વસ્ત કરીને કરવામાં આવ્યો હતો.

    જોકે મહેબૂબા મુફ્તિ તરફથી આવા નિવેદનો પહેલાં પણ આવી ચુક્યા છે, કેન્દ્ર પર તે હંમેશા નિશાન તાકતાં રહેતા હોય છે. આ ઉપરાંત પણ ઘણી વાર તે વિવાદાસ્પદ નીવેદનો આપતા રહ્યાં છે. થોડા દિવસો પહેલાંજ પાકિસ્તાની તરફેણમાં રાગ આલાપતા કહ્યું હતું કે કશ્મીરમાં શાંતિ સ્થાપવા પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરુરી છે, અને એટલે સુધી પણ કહ્યું હતું કે ઘાટીમાં ફોજી કાફલા વધારવાથી કશું નથી થવાનું.

    જમ્મુ કશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ 2019 લોકસભા ચુંટણી વખતે ધમકી આપી હતી કે જો કોઈએ સંવિધાનની ધારા 370 હટાવી તો જમ્મુ કશ્મીર ભારતથી અલગ થઈ જશે, મહેબૂબા મુફ્તિએ એ પણ ધમકી આપી હતી કે જો કોઈ ધારા 370 અને 35 – A હટાવવાની કોશિશ કરશે, તેમના હાથ કાપી નાંખવામાં આવશે.

    આતંકવાદી યાસીન મલિકે આતંકવાદના આરોપોની કબૂલાત કરી, 19 મેના રોજ સજા પર સુનાવણી: એરફોર્સના અધિકારીઓ અને કાશ્મીરી હિંદુઓનો હત્યારો

    આતંકવાદી યાસીન મલિક દ્વારા (જેને અમુક મીડિયાવાળા અલગાવવાદી નેતા અથવા કાશ્મીરી નેતા તરીકે રજૂ કરે છે) મંગળવારે (10 મે, 2022) પોતાના પર લાગેલા તમામ આરોપોને સાચા માન્યા છે. પટિયાલા હાઉસ કોર્ટની NIA કોર્ટમાં યાસીન મલિકે પોતાની ભૂલ સ્વીકારીને કોર્ટ પાસે કાયદા મુજબ સજાની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટ 19 મેના રોજ કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિક પર લાગેલા તમામ આરોપો માટે સજાની સુનાવણી કરશે. મલિક પર કડક ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ (UAPA), રાજદ્રોહ અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    કોર્ટની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, “મલિકે કોર્ટને કહ્યું હતું કે તે કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું) અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનના સભ્ય હોવું) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 124-એ (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા નથી માંગતો.”

    કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટે ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહમદ ભટ, ઝહૂર અહેમદ શાહ વટાલી, શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના અન્ય કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો તૈયાર કર્યા છે.

    લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમને આ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

    જાણો કોણ છે યાસીન મલિક

    ઉલ્લેખનીય છે કે, યાસીન મલિક એક આતંકવાદી છે જે કાશ્મીરમાં કાશ્મીરી હિન્દુઓના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો. તે જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ અને પાકિસ્તાનના કટ્ટર અલગતાવાદી નેતા છે. તેના પર કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપવાનો આરોપ છે. આ સાથે ભારતમાં ટેરર ​​ફંડિંગ સહિતના અન્ય ગુનાઓમાં પણ તેની અટકાયત કરવામાં આવી હતી. આતંકવાદી યાસીન મલિક પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ છે.

    જાન્યુઆરી 1990માં એરફોર્સના 4 અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ યાસીન મલિક પર છે. યાસીન મલિકે JKLF આતંકવાદીઓ સાથે મળીને સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની હત્યા કરી હતી, જે ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓમાંથી એક છે. યાસીન મલિક ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે તે જાણીને, અગાઉની સરકારો અને મીડિયાએ હંમેશા તેને કાશ્મીરીઓના તારણહાર તરીકે રજૂ કર્યો છે. લોકોએ ટ્વિટર પર ભૂતકાળની સરકારો અને ત્યારના નેતાઓ સાથે આતંકવાદી યાસીન મલિકના સંબંધો વિષે પણ ચર્ચા છેડી છે.

    ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં પણ આ સત્ય દર્શાવાયું હતું

    નોંધનીય છે કે 11 માર્ચ 2022ના રોજ રજૂ થયેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી તથ્યો અને પુરાવાઓનો અભ્યાસ કરીને દર્શાવ્યું હતું કે યાસીન મલિક અને તેના સાથીઓએ જ કાશ્મીર ખીણમાં ભારતીય વાયુસેનાના 4 અધિકારીઓનાં મોતનો જવાબદાર હતો. જે બાદ મુસ્લિમ નેતાઓ, મુસ્લિમ ધર્મગુરુઓ, કોંગ્રેસ અને આપ નેતાઓ તથા મોટાભાગના મીડિયાએ ફિલ્મને ઇસ્લામોફોબિક કહેવા માંડી હતી અને કહ્યું હતું કે એમાં સિક્કાની એક બાજુ જ બતાવી છે.

    પરંતુ હવે જ્યારે 10 તારીખે આતંકવાદી યાસીન માલિક દ્વારા જ પોતાના પર લાગેલ આ તમામ આરોપ સ્વીકારી લેવામાં આવ્યા છે ત્યારે વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ સત્યની વધુ નજીક હોવાનું સાબિત થાય છે.

    10 તારીખે આ સમાચાર આવતા જ વિવેકે ટ્વિટ કરીને આનંદ વ્યક્ત કરતાં લખ્યું કે, “અંતે, ન્યાય થશે. આ વાર્તાની બીજી બાજુ છે. મારા ભાઈઓ અને બહેનોને ન્યાય અપાવવામાં નાની ભૂમિકા ભજવવા માટે હું ભગવાનનો આભાર માનું છું. હું આશા રાખું છું કે હવે નરસંહાર નકારનારાઓ અમને શાંતિથી જીવવા દેશે અને અમને સાજા થવા દેશે.”

    વિવેક અગ્નિહોત્રીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, “પ્રિય નરસંહાર નકારનારાઓ, હજુ પણ તેને (ફિલ્મને) ઇસ્લામોફોબિક અને અર્ધસત્ય કહેવા માંગો છો?” ફિલ્મ અને તેની પટકથા પર હસનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર તથા આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને ટાંકીને વિવેકે પુછ્યું કે, “પ્રિય શશિ થરૂર અને અરવિંદ કેજરીવાલ, હજુ પણ હસવાનું મન થાય છે?” અને અંતમાં અમુક અભિનેતાઓના પત્નીઓ દ્વારા વિવેકની આ ફિલ્મ અને ‘ફાઇલ્સ’ શીર્ષક અંતર્ગત આવેલ અને આવનારી ફિલ્મોનું મજાક ઉડાવતા કહેવાયું હતું કે ‘અમારે પણ અમારા નખ વિષે નેઇલ ફાઇલ્સ નામની ફિલ્મ બનાવવી છે’, એમને ટાંકતા વિવેકે લખ્યું કે, “પ્રિય સ્ટાર-વાઈફ, હજુ પણ નેલ-ફાઈલ્સ બનાવવા માંગો છો? हम देखेंगे…”

    મુસ્લિમ કાઉન્સિલમાં ભેગા થયા 150થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓ, તજજ્ઞોએ મુસ્લિમોને સલાહ આપી: પોતાના દેશને વફાદાર રહો, કટ્ટરવાદીઓનો વિરોધ કરો

    સંયુક્ત આરબ અમીરાતમાં વિશ્વ મુસ્લિમ કમ્યુનિટી કાઉન્સિલ (TWMCC)નો ચોથો વાર્ષિક સમારંભ યોજાયો હતો. આ બેઠકમાં વિશ્વના 150 જેટલા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમ્મેલનમાં ઇસ્લામિક દુનિયાની એકતા બાબતે પણ ચર્ચા થઈ, જેમાં મુસ્લિમ દેશોના 500થી વધુ ધાર્મિક અને રાજનૈતિક તજજ્ઞોએ ભાગ લીધો હતો. આ બેઠકના મુખ્ય મુદ્દાઓ ઈસ્લામિક જગતની એક્તાની અવધારણા, તક અને પડકારો હતા.

    આ આખુ આયોજન યુએઈના સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વ મંત્રી શેખ નાહ્વાાન બિન મુબારક અલ નાહ્વાાનના નેજા હેઠળ થયું હતું. આ TWMCCની ચોથી વાર્ષિક બેઠક હતી જે આઠ અને નવ મે ના રોજ અબુધાબીમાં યોજાઈ હતી.

    આ દરમિયાન સહિષ્ણુતા મંત્રી શેખ નાહ્વાાન બિન મુબારકે કહ્યું કે “મુસ્લિમ દુનિયાનો આધાર વિજ્ઞાન હોવો જોઈએ. હુ તજજ્ઞ તો નથી પરંતુ ઈસ્લામ જ્ઞાન અને વિજ્ઞાનનો મઝહબ છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે “માટે જ હુ કહુ છુ કે ઈસ્લામિક એકતાનો પાયો વિજ્ઞાન અને શોધ હોવો જોઈએ.”

    તેમના બોલ્યા બાદ મિસ્ત્રના ધાર્મિક વિષયથી જોડાયેલ મંત્રી ડોક્ટર મોહમંદ મુખ્તાર ગોમાએ એ વાત પણ ઘણું જોર આપ્યું કે “મુસ્લિમ વિશ્વ બે ભાગોમાં વહેંચાયેલું છે પહેલો ભાગ જે તાર્કિક છે જ્યારે બીજો ભાગ કાલ્પનિક છે આ કાલ્પનિક ભાગનો દુરપયોગ કટ્ટરપંથી અને આતંકવાદીઓ કરે છે.”

    તજજ્ઞોએ તર્ક આપ્યો કે દેશભક્તિ અને પોતાના દેશ માટેની વફાદારી મુસ્લિમોને એક ઝંડા નીચે એક ‘ખિલાફત’માં લાવવાની ધારણાને તોડવી જોઈએ, જે કામ વિસ્તારવાદી અને અતિહિંસક સંગઠન આઈએસઆઈએસ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

    સ્થાનિક મિડીયા રિપોર્ટ પ્રમાણે, ડોક્ટર મોહમંદ મોખ્તાર ગોમાએ કહ્યું કે “એક મુસ્લિમ વિશ્વની અવધારણા પર બે વિચાર હોઈ શકે. પહેલો એ જે તાર્કિક રીતે કાર્ય કરે જે આજે આપણે આ કોન્ફરન્સમાં પ્રતિનિધિઓ દ્વારા કરી રહ્યા છીએ અને બીજુ અશક્ય અને કાલ્પનિક છે જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનો કરી રહ્યા છે. જેઓનો મુખ્ય ઉદેશ્ય મુસ્લિમોને એક ઝંડા નીચે અને એક દેશમાં લાવવાનો છે.

    વધુમાં તેઓ એ કહ્યું કે “આજના સમયમાં, કોઈ પણ દેશમાં રહેનારા મુસ્લિમો પોતાની એકતા કરતા પોતે તે દેશને વફાદાર રહે તે ખૂબ જરૂરી છે. મુસ્લિમો એક રાષ્ટ્રમાં રહે તે બાબત મુસ્લિમો માટે ખતરનાક સાબિત થઈ રહી છે.” કુરાન બાબતે તેમણે કહ્યું કે “કુરાનને મૂળ સ્વરૂપે સમજવું જરુરી છે નહી કે ચરમપંથીઓ તેની આયાતોનો ઉપયોગ કરે છે તે સંદર્ભે.”

    મોહમંદ મોખ્તારે કહ્યું કે “દરેક મુસ્લિમે પોતાના દેશનું સન્માન કરવું જોઈએ ભલે તે દેશ મુસ્લિમ બહુસંખ્યક હોય કે ત્યા મુસ્લિમ અલ્પ સંખ્યક હોય. આ ઉપરાંત ફતવાઓ પણ જે તે દેશની પરિસ્થિતિ પ્રમાણે બદલવા જોઈએ. કોઈ કુરાનને બાળશે તેઓ સામે પણ આપણે મજબૂતીથી લડીશું પરંતુ સાથે સાથે જે લોકો કુરાનનો દુરપયોગ કરે છે તેઓનો પણ વિરોધ કરીશું. એ પણ અશક્ય છે કે મુસ્લિમો એક ઝંડા નીચે આવે, એક શાસન નીચે આવે.”

    આ સિવાય તેમને ઈશનિંદાનુ વધતું અપરાધિકરણ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા બાબતે જોર આપ્યું હતું. સાથે સાથે કટ્ટરપંથીઓ અને આતંકીઓ સામે એક થઈને લડવાની પણ વાત કરી હતી. તેઓએ ઈસ્લામના વિદ્વાનો ને અપીલ કરી હતી કે તેઓ કટ્ટરપંથીઓ ને ખુલ્લા પાડે.

    આ વિશ્વ મુસ્લિમ કમ્યુનિટી કાઉન્સિલ સેક્રેટરી જનરલ મોહમંદ બેચારીએ કહ્યું કે “ઈસ્લામિક દુનિયા ઘણા ભાગોમાં વહેંચાયેલી છે. આ અંતરને ઘટાડવું જરુરી છે.”

    વડોદરા એરપોર્ટ પર પોતાના જ કાર્યકર્તા દ્વારા પોતાનું જ સ્વાગત થતું અટકાવતા રાહુલ ગાંધીએ નવા વિવાદને જન્મ આપ્યો

    કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજે પોતાના ગુજરાત દરમિયાન વડોદરા એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા તેમના સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. સ્વાગત દરમિયાન એક કાર્યકર્તા દ્વારા તેમણે સૂતરની આંટી પહેરાવવાનો પ્રયત્ન કરાતા રાહુલ ગાંધીએ એમને સાઇડમાં કરી સૂતરની આંટી નકારી કાઢીને આગળ ચાલતા થયા હતા.

    કોંગ્રેસમાં શીર્ષ નેતૃત્વ સ્થાનિક પાયાના કાર્યકરોને અવગણે છે અને એમની તરફ દુર્લક્ષ સેવે છે એવી ફરિયાદો ગુજરાતમાંથી વારંવાર ઉઠતી હોય છે, એવામાં રાહુલ ગાંધીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચારે બાજુથી એમની ટીકા થઈ રહી છે.

    કોંગ્રેસનેતા રાહુલ ગાંધી આજે જ્યારે પોતાના ગુજરાત પ્રવાસ અંતર્ગત વડોદરા એરપોર્ટ પર ઉતાર્યા ત્યારે વડોદરાના સ્થાનિક કોંગ્રેસ નેતાઓ તેમના સ્વાગત માટે પહોચ્યા હતા. વાઇરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી સ્વાગત કરતી વખતે રાહુલ ગાંધીને સૂતરની આંટી પહેરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે રાહુલ ગાંધી એમને સ્પષ્ટ રીતે નકારી કાઢતા દેખાય છે.

    ઉપરાંત એક મોટો વર્ગ આને ગાંધીજીના ગુજરાતમાં આવીને ગાંધીજીની સૂતરની આંટીના અપમાન એટ્લે કે સીધેસીધા ગાંધીજીના અને ગુજરાતના અપમાન સાથે જોડીને જોઈ રહ્યા છે.

    ભાજપના ગુજરાત પ્રદેશ સહપ્રવકતા અને વડોદરા શહેરના પૂર્વ મેયર ડો. ભરત ડાંગરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીજી ની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરીવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પુજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે ?? તે પણ ગુજરાત માં ???”

    ભૂતકાલમાં મોદીએ જ્યારે એક ધાર્મિક ટોપી પહેવાનું ના પડ્યું હતું ત્યારે બન્યા હતા સૌનું નિશાન

    ગુજરાતમાં 2011માં સદભાવના ઉપવાસ કાર્યક્રમ દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કથિત રીતે મુસ્લિમ ધર્મગુરુ દ્વારા અપાયેલ ધાર્મિક ટોપી પહેરવાની મનાઈ કરી દીધી હતી. જે બાદ મીડિયાથી લઈ રાજનેતાઓ સુધી દરેકે એમની નિંદા કરી હાતી અને આ કૃત્યને ઇસ્લામના અપમાન સાથે જોડ્યુ હતું. બાદમાં મોદીએ પોતાનો તર્ક આપતાં કહ્યું હતું કે ગાંધીજી ક્યારે કોઈ ધર્મની ટોપી પહેરી હતી.

    2011માં સદભાવના ઉપવાસ કાર્યક્રમ દરમિયાન આયાતો લખેલ સાલ ઓઢેલ તત્કાલિન મુખ્યમંત્રી મોદી (ફોટો : The Indian Express)

    નોંધનીય છે કે એ જ કાર્યક્રમ દરમિયાન મોદીએ એ જ મુસ્લિમ ધર્મગુરુ દ્વારા અપાયેલ લીલા રંગની આયાતો લખેલ સાલ સ્વીકારી પણ હતી અને ઓઢી પણ હતી.

    ધર્મ પરીવર્તન માટે દબાણ કરનાર શાહિદ આફ્રિદીએ ભારતને ગણાવ્યો દુશ્મન દેશ, સાથી દાનિશ કનેરિયાએ આપ્યો વળતો જવાબ.

    પાકિસ્તાનમાં ધર્મપરીવર્તન કરવા માટે દબાણ કરવું એ કોઈ નવાઈની વાત નથી. પરંતુ કળા કે ખેલ જગતનો ઉપયોગ ધર્મ પરીવર્તન માટે કરાવવો તે આઘાતજનક છે. જો કે પાકિસ્તાન ક્રિકેટ જગતમાં આવા કિસ્સાઓ વારે તહેવારે બહાર આવતા જ રહ્યા છે. ગત 29 એપ્રિલે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા એ પોતાના સાથી ક્રિકેટર શાહિદ આફ્રિદી પર આરોપ લગાવ્યો હતો કે “તેઓએ મારા પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા બાબતે દબાણ કર્યું હતું, મને મનાવવા માટે ખૂબ પ્રયત્નો પણ કરાયા હતા.” આ સાથે તેણે શાહિદ આફ્રિદીને જૂઠો અને ચરિત્રહીન પણ કહ્યો હતો. હવે આ વિવાદની આગલી કડી જોડાઈ છે શાહિદ અને દાનિશ સામ સામે આવ્યા છે.

    આ વિવાદ આગળ વધતાં વળતાં જવાબના ભાગરૂપે 6 મેના રોજ ‘ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ’ સાથે વાત કરતી વખતે, શાહિદ આફ્રિદીએ કનેરિયા પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે તે ‘દ્રઢ નિશ્ચય ધરાવતી વ્યક્તિ નથી’

    તેણે વધુમાં આરોપ લગાવ્યો કે “કનેરિયા મારા નાના ભાઈ જેવો હતો અને હું તેની સાથે ઘણા વર્ષો સુધી રમ્યો છું. જો મારું વલણ ખરાબ હતું તો તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે કોઈને ફરિયાદ કેમ ન કરી?”

    આફ્રિદીએ દાનિશ કનેરિયા પર ‘દુશ્મન રાષ્ટ્ર’ ભારતને ઈન્ટરવ્યુ આપવાનો આરોપ લગાવતા કહ્યું કે “તે સસ્તી પ્રસિદ્ધિ માટે અને પૈસા કમાવવા માટે મારા પર આરોપ લગાવી રહ્યો છે, તે આપણા દુશ્મન દેશને ઈન્ટરવ્યુ આપી રહ્યો છે જે ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે. જો કે દરેક વ્યક્તિ તેના વિશે જાણે છે.” થોડા દિવસ પૂર્વે દાનિશ કનેરિયા એ Zee Englishને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો.


    જો કે શાહિદના આ ઇન્ટરવ્યુ બાદ દાનિશ કનેરિયાએ ટ્વિટર પર જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે “ભારત આપણું દુશ્મન નથી, આપણાં દુશ્મનોએ લોકો છે જે ધાર્મિક રીતે કટ્ટર છે અને લોકોને ધર્મપરીવર્તન માટે દબાણ કરે છે, જો તમે ભારતને દુશ્મન દેશ માનો છો તો હવે પછી કોઈ ભારતીય ટીવી ચેનલ પર જતાં નહીં.” સાથે તેમણે શોએબ અખ્તર બાબતે કહ્યું કે “તેઓ ખૂલીને વાત સ્વીકારતા હતા કે હિન્દુ હોવાના કારણે દાનિશ સાથે ગેરવર્તાવ થાય છે. પરંતુ શોહિબ અખ્તર પર ઉપરના અધિકારી દ્વારા દબાણ કરતાં તેઓ ચૂપ રહેતા હતા.”


    શાહિદ આફ્રિદી હમેશા ભારત વિરોધી અને હિન્દુ વિરોધી રહ્યો છે.

    શાહિદ આફ્રિદી એક કટ્ટર માનસિકતા ધરાવે છે તેવી ઘણીવાર સાબિત થઈ ચૂક્યું છે. ડિસેમ્બર 2019માં એક ટીવી કાર્યક્રમમાં તેને પોતાનો ટીવી સેટ તોડવાની વાત કરી હતી. જેનું કારણ તેણે ટીવીમાં ચાલતી ‘આરતી’નો કાર્યક્રમ આપ્યું હતું. હિન્દુ ધાર્મિક વિધિ પર કેટલો ગુસ્સો? આજ શાહિદ આફ્રિદીએ અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનોનું શાસન આવ્યું ત્યારે વખાણ કર્યા હતા.

    2020માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત દરમિયાન, શાહિદ આફ્રિદીએ ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ પછી ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને હરભજન સિંહ, જેમણે શાહિદ આફ્રિદીના એનજીઓને સમર્થન આપવા માટે વીડિયો પોસ્ટ કર્યો હતો, જો કે ભારતીય લોકોએ વિરોધ કરતા બંનેએ આફ્રિદીને સમર્થન આપવા બદલ માફી માંગવી પડી હતી.

    શશિ થરૂરે સિંગાપોરમાં કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિબંધ પર કટાક્ષ કર્યો, વિવેક અગ્નિહોત્રીએ The Leela Hotel Files દ્વારા જવાબ આપ્યો

    વર્ષ 1990માં, વિવેક અગ્નિહોત્રીની બ્લોકબસ્ટર ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ, જે કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરત પર આધારિત હતી, તે સિનેમાઘરોમાં આવી. આ ફિલ્મને લઈને દુનિયાભરમાં ઘણી ચર્ચા થઈ હતી, થઈ રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સિંગાપુરમાં કાશ્મીર ફાઇલ્સ બેન કરવામાં આવી છે.

    કોંગ્રેસના નેતા શશિ થરૂરે ટ્વિટર પર આ સમાચાર શેર કરતા તેની મજાક ઉડાવી હતી. તેણે લખ્યું છે કે ભારતના શાસક પક્ષ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ફિલ્મ પર સિંગાપોરમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. શશિ થરૂરે તેની સાથે ચેનલ ન્યૂઝ એશિયાના અહેવાલની લિંક અને સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

    ન્યૂઝ એશિયા અનુસાર, સિંગાપુરમાં કાશ્મીર ફાઇલ્સ બેન કરવામાં આવશે. આનું કારણ ફિલ્મમાં બતાવવામાં આવેલી તોડફોડ હોવાનું માનવામાં આવે છે કારણ કે અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને શહેર અને રાજ્યની ફિલ્મ માર્ગદર્શિકાની બહાર માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં અધિકારીઓએ કહ્યું કે આ ફિલ્મમાં મુસ્લિમોનું ઉશ્કેરણીજનક અને એકતરફી ચિત્રણ છે. આ સાથે કાશ્મીરમાં ચાલી રહેલા હિંદુ-મુસ્લિમ સંઘર્ષમાં હિંદુઓ પર થઈ રહેલો અત્યાચાર પણ એકતરફી છે, જેને ત્યાંના નિયમો અનુસાર માનવામાં આવી રહ્યો નથી.

    અધિકારીઓએ અહેવાલમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી છે તેમાં વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાની અને તેમના સંકલિત અને બહુ-ધાર્મિક સમાજની સામાજિક એકતાને તોડવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે ફિલ્મ વર્ગીકરણ માર્ગદર્શિકા હેઠળ, સિંગાપોરમાં વંશીય અથવા ધાર્મિક સમુદાયોને બદનામ કરતી કોઈપણ સામગ્રીને પ્રેક્ષકો સુધી પહોંચવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે.

    ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ શશિ થરૂરના ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. થરૂરને “મૂર્ખ” અને “હંમેશા દરેક બાબતમાં ફરિયાદ કરતા” તરીકે સંબોધતા, તેમણે કહ્યું કે “સિંગાપોર વિશ્વમાં સૌથી પછાત સેન્સર બોર્ડ ધરાવે છે. તેણે ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઑફ જીસસ ક્રાઈસ્ટ’ (તમારા મેડમને પૂછો) પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.” અહીં મેડમ એટલે કોંગ્રેસ બોસ સોનિયા ગાંધી.

    આ સિવાય વિવેક અગ્નિહોત્રીએ પણ એક કાલ્પનિક ફિલ્મ ‘ધ લીલા હોટેલ ફાઇલ્સ’નું નામ લેતા થરૂર પર નિશાન સાધ્યું હતું. હકીકતમાં આ હોટલમાંથી થરૂરની પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે ‘ધ લીલા હોટેલ ફાઇલ્સ’ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. તો કૃપા કરીને કાશ્મીરી હિંદુઓના નરસંહારની મજાક ઉડાવવાનું બંધ કરો.

    શશિ થરૂરના પત્ની સુનંદા પુષ્કરનું 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીની હોટેલ લીલા પેલેસમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. મૃત્યુના થોડા દિવસો પહેલા સુનંદાએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ થરૂરનું પાકિસ્તાની પત્રકાર સાથે અફેર હતું. આ કેસમાં દિલ્હી પોલીસે શશિ થરૂર વિરુદ્ધ કલમ 306 અને કલમ 498-A હેઠળ કેસ નોંધ્યો હતો. થરૂર પર તેની પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને તેની સાથે ક્રૂરતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, ઓગસ્ટ 2021 માં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશિ થરૂરને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.

    નોંધનીય છે કે કાશ્મીર ફાઇલ્સમાં વર્ષ 1990માં કાશ્મીરી પંડિતો સાથે થયેલા નરસંહાર અને અત્યાચારનું હ્રદયસ્પર્શી અને હ્રદયસ્પર્શી નિરૂપણ છે. આમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે, જે ડંખ પણ આપે છે અને દુઃખી પણ કરે છે. તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. ખાસ કરીને કાશ્મીરી પંડિતો આ ફિલ્મ જોયા પછી ખૂબ જ દુઃખી થયા, તેમની પીડા યાદ આવી. તેણે ફિલ્મના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીની પ્રશંસા કરી અને તેમને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. લોકોએ અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી સહિતના અન્ય કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયની પ્રશંસા કરી.

    4 દિવસમાં 75000 ભક્તોએ કર્યા દર્શન: આ વખતે રેકોર્ડ સંખ્યામાં લોકોએ બાબા કેદારની મુલાકાત લીધી, કોરોના પછી પર્યટન પણ ચમક્યું

    આ વર્ષે બાબા કેદારના દર્શન કરવા માટે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ મંદિર ખાતે વધુને વધુ ભક્તો પહોંચી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે કેદારનાથ યાત્રાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર દિવસમાં લગભગ 75 હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી ચુક્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ ઘણું વધારે છે.

    અહેવાલો અનુસાર, આ વખતે દરરોજ હજારો ભક્તો ભોલેના દરબારમાં પહોંચી રહ્યા છે. વર્ષ 2019ની યાત્રામાં જ્યાં પ્રથમ દિવસે 9000 અને બીજા દિવસે 7000 અને ત્રીજા દિવસે 8000 ભક્તો પહોંચ્યા હતા. તે જ સમયે, પ્રથમ દિવસે 23,512 ભક્તોએ કેદારનાથના દર્શન કર્યા હતા, બીજા દિવસે 18,212 અને ત્રીજા દિવસે 17,749, જ્યારે ચોથા દિવસે એટલે કે સોમવારે બપોર સુધી, 16 હજારથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ માટે રવાના થયા હતા.

    કેદારનાથ મંદિરના દ્વાર આ વર્ષે 6 મેના રોજ સવારે 6.25 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. આ ચાર દિવસમાં 75 હજારથી વધુ ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે. દિનપ્રતિદિન શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને જોતા યાત્રા સ્ટોપમાં વેપાર કરતા વેપારીઓ પણ ભારે ખુશ જોવા મળી રહ્યા છે. કેદાર ઘાટીની 60 ટકા વસ્તી કેદારનાથ યાત્રા પર નિર્ભર છે. છેલ્લા બે વર્ષથી ચાર ધામ યાત્રા કોરોના રોગચાળાને કારણે ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે.

    એ નોંધનીય છે કે શિયાળાની રજાઓમાં ચાર ધામોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ એપ્રિલ-મેમાં ભક્તો માટે ખોલવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

    6 મેના રોજ કેદારનાથ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

    ઉત્તરાખંડનું કેદારનાથ મંદિર શુક્રવાર 6 મે 2022થી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું અને એ સાથે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી. કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગે સવારે 6.25 વાગ્યે બાબા કેદારના દ્વાર ખોલ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમની પત્ની સાથે સવારે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

    મંદાકિની નદીના કિનારે આવેલું, કેદારનાથ મંદિર એ ચાર પ્રાચીન તીર્થસ્થાનોમાંનું એક છે જેને ‘ચાર ધામ’ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં યમુનોત્રી, ગંગોત્રી અને બદ્રીનાથનો પણ સમાવેશ થાય છે. આઠમી સદીમાં જગદગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, કેદારનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

    શ્રીલંકા ચીનની ચુંગાલમાં સળગી રહ્યું છે: સાંસદે પોતાને ગોળી મારી, રાજીનામું આપનાર પીએમના ઘરને આગ લગાવી – 5 માર્યા ગયા, 200 થી વધુ ઘાયલ

    ચીનના દેવાની જાળમાં ફસાયેલ શ્રીલંકામાં ફરીથી લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી પછી મોટા પાયે હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ સોમવારે (9 એપ્રિલ 2022) દેશની બગડતી પરિસ્થિતિઓ અને દબાણ સામે ઝૂકીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 5ના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યાં ખાદ્યપદાર્થોની સાથે ઈંધણ, વીજળી અને પરિવહન બધું મોંઘું થઈ ગયું છે.

    મળતાં અહેવાલ અનુસાર, મહિન્દા રાજપક્ષે (76 વર્ષ)એ તેમના નાના ભાઈ અને દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પોતાનું રાજીનામું સોંપ્યું છે. જો કે, તેમના રાજીનામાથી દેશમાં હિંસાની ઘટનાઓ અટકી નથી. શ્રીલંકાના પીએમના રાજીનામાના કલાકો પછી, વિરોધીઓએ સરકાર વિરોધી દેખાવો દરમિયાન હમ્બનટોટામાં તેમના પૈતૃક ઘર ‘મેદામુલાના વાલાવાને’ સળગાવી દીધું. જેના કારણે તેનું ઘર બળીને રાખ થઈ ગયું હતું. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સિવાય કુરુનેગલામાં આંદોલનકારીઓએ મહિદ્રા રાજપક્ષના ઘરને આગ લગાવી દીધી હતી.

    પોતાના રાજીનામાના પત્રમાં મહિન્દા રાજપક્ષેએ કહ્યું કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે જેથી સર્વપક્ષીય વચગાળાની સરકાર રચી શકાય. પોતાના રાજીનામાના પત્રમાં તેમણે કહ્યું કે તેઓ આ સંકટમાંથી લોકો અને સરકારને બહાર લાવવા માટે કોઈપણ પ્રકારનો બલિદાન આપશે. આ સાથે તેમણે કેબિનેટનું વિસર્જન કર્યું હતું.

    વડા પ્રધાનના કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વર્તમાન સામાજિક-આર્થિક અને રાજકીય સમસ્યાઓના ઉકેલ માટે સંસદના તમામ પક્ષોના સભ્યોને રાષ્ટ્રીય એકતા સરકારમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. જો કે, સોમવારે સાંજે 7 વાગ્યાથી બુધવારે સવારે 7 વાગ્યા સુધી સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

    સાંસદે પોતાને ગોળી મારી

    હિંસક ટોળાએ સરકાર વિરોધી વિરોધ દરમિયાન પશ્ચિમી શહેર નિતામ્બુઆમાં શાસક પક્ષના સાંસદ અમરકીર્તિ અતુકોરાલા (57 વર્ષ)ને ઘેરી લીધા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. જો કે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા સાંસદની કારમાંથી પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ લોકોએ તેમને રોક્યા અને કારમાંથી નીચે ઉતાર્યા હતા.

    બધુ મફત આપવાની નીતિ કારણે આ પરિસ્થિતી સર્જાઈ

    તાજેતરમાં, શ્રીલંકાના નાણાપ્રધાન અલી સાબરીએ ખુલાસો કર્યો હતો કે 2019 માં રાજપક્ષે સરકાર દ્વારા તેના ચૂંટણી વચનને પૂર્ણ કરવા માટે મોટા પ્રમાણમાં કરવેરા ઘટાડા પછી દેશમાં કરદાતાઓની સંખ્યામાં લગભગ 10 લાખનો ઘટાડો થયો છે. જ્યારે દેશમાં કરદાતાઓની કુલ સંખ્યા માત્ર 1550000 હતી જે 2021ના અંત સુધીમાં ઘટીને 412000 થઈ ગઈ હતી.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા 1 એપ્રિલે દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી હતી. જો કે, થોડા દિવસો પછી 5 એપ્રિલે તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.