Saturday, April 13, 2024
More
  હોમપેજસંપાદકની પસંદવડોદરા એરપોર્ટ પર પોતાના જ કાર્યકર્તા દ્વારા પોતાનું જ સ્વાગત થતું અટકાવતા...

  વડોદરા એરપોર્ટ પર પોતાના જ કાર્યકર્તા દ્વારા પોતાનું જ સ્વાગત થતું અટકાવતા રાહુલ ગાંધીએ નવા વિવાદને જન્મ આપ્યો

  દાહોદ ખાતે આદિવાસી રેલીને સંબોધન કરવા માટે જ્યારે વડોદરા એરપોર્ટ ઉતર્યા હતા ત્યારે તેમણે પોતાના જ કાર્યકર્તા પાસેથી સુતરની આંટી પહેરવાનો ઇનકાર કર્યો હતો, જેણે વિવાદને જન્મ આપ્યો હતો.

  - Advertisement -

  કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજે પોતાના ગુજરાત દરમિયાન વડોદરા એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા તેમના સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. સ્વાગત દરમિયાન એક કાર્યકર્તા દ્વારા તેમણે સૂતરની આંટી પહેરાવવાનો પ્રયત્ન કરાતા રાહુલ ગાંધીએ એમને સાઇડમાં કરી સૂતરની આંટી નકારી કાઢીને આગળ ચાલતા થયા હતા.

  કોંગ્રેસમાં શીર્ષ નેતૃત્વ સ્થાનિક પાયાના કાર્યકરોને અવગણે છે અને એમની તરફ દુર્લક્ષ સેવે છે એવી ફરિયાદો ગુજરાતમાંથી વારંવાર ઉઠતી હોય છે, એવામાં રાહુલ ગાંધીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચારે બાજુથી એમની ટીકા થઈ રહી છે.

  કોંગ્રેસનેતા રાહુલ ગાંધી આજે જ્યારે પોતાના ગુજરાત પ્રવાસ અંતર્ગત વડોદરા એરપોર્ટ પર ઉતાર્યા ત્યારે વડોદરાના સ્થાનિક કોંગ્રેસ નેતાઓ તેમના સ્વાગત માટે પહોચ્યા હતા. વાઇરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી સ્વાગત કરતી વખતે રાહુલ ગાંધીને સૂતરની આંટી પહેરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે રાહુલ ગાંધી એમને સ્પષ્ટ રીતે નકારી કાઢતા દેખાય છે.

  - Advertisement -

  ઉપરાંત એક મોટો વર્ગ આને ગાંધીજીના ગુજરાતમાં આવીને ગાંધીજીની સૂતરની આંટીના અપમાન એટ્લે કે સીધેસીધા ગાંધીજીના અને ગુજરાતના અપમાન સાથે જોડીને જોઈ રહ્યા છે.

  ભાજપના ગુજરાત પ્રદેશ સહપ્રવકતા અને વડોદરા શહેરના પૂર્વ મેયર ડો. ભરત ડાંગરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીજી ની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરીવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પુજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે ?? તે પણ ગુજરાત માં ???”

  ભૂતકાલમાં મોદીએ જ્યારે એક ધાર્મિક ટોપી પહેવાનું ના પડ્યું હતું ત્યારે બન્યા હતા સૌનું નિશાન

  ગુજરાતમાં 2011માં સદભાવના ઉપવાસ કાર્યક્રમ દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કથિત રીતે મુસ્લિમ ધર્મગુરુ દ્વારા અપાયેલ ધાર્મિક ટોપી પહેરવાની મનાઈ કરી દીધી હતી. જે બાદ મીડિયાથી લઈ રાજનેતાઓ સુધી દરેકે એમની નિંદા કરી હાતી અને આ કૃત્યને ઇસ્લામના અપમાન સાથે જોડ્યુ હતું. બાદમાં મોદીએ પોતાનો તર્ક આપતાં કહ્યું હતું કે ગાંધીજી ક્યારે કોઈ ધર્મની ટોપી પહેરી હતી.

  2011માં સદભાવના ઉપવાસ કાર્યક્રમ દરમિયાન આયાતો લખેલ સાલ ઓઢેલ તત્કાલિન મુખ્યમંત્રી મોદી (ફોટો : The Indian Express)

  નોંધનીય છે કે એ જ કાર્યક્રમ દરમિયાન મોદીએ એ જ મુસ્લિમ ધર્મગુરુ દ્વારા અપાયેલ લીલા રંગની આયાતો લખેલ સાલ સ્વીકારી પણ હતી અને ઓઢી પણ હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં