Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધર્મ પરીવર્તન માટે દબાણ કરનાર શાહિદ આફ્રિદીએ ભારતને ગણાવ્યો દુશ્મન દેશ, સાથી...

    ધર્મ પરીવર્તન માટે દબાણ કરનાર શાહિદ આફ્રિદીએ ભારતને ગણાવ્યો દુશ્મન દેશ, સાથી દાનિશ કનેરિયાએ આપ્યો વળતો જવાબ.

    દાનિશ કનેરિયા પાકિસ્તાની હિન્દુ છે જેઓ વારંવાર હિન્દુઓ પર થતાં અત્યાચારો બાબતે અવાજ ઉઠાવતા રહ્યા છે. હવે તેમણે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીના આરોપોનો જવાબ આપ્યો છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં ધર્મપરીવર્તન કરવા માટે દબાણ કરવું એ કોઈ નવાઈની વાત નથી. પરંતુ કળા કે ખેલ જગતનો ઉપયોગ ધર્મ પરીવર્તન માટે કરાવવો તે આઘાતજનક છે. જો કે પાકિસ્તાન ક્રિકેટ જગતમાં આવા કિસ્સાઓ વારે તહેવારે બહાર આવતા જ રહ્યા છે. ગત 29 એપ્રિલે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા એ પોતાના સાથી ક્રિકેટર શાહિદ આફ્રિદી પર આરોપ લગાવ્યો હતો કે “તેઓએ મારા પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા બાબતે દબાણ કર્યું હતું, મને મનાવવા માટે ખૂબ પ્રયત્નો પણ કરાયા હતા.” આ સાથે તેણે શાહિદ આફ્રિદીને જૂઠો અને ચરિત્રહીન પણ કહ્યો હતો. હવે આ વિવાદની આગલી કડી જોડાઈ છે શાહિદ અને દાનિશ સામ સામે આવ્યા છે.

    આ વિવાદ આગળ વધતાં વળતાં જવાબના ભાગરૂપે 6 મેના રોજ ‘ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ’ સાથે વાત કરતી વખતે, શાહિદ આફ્રિદીએ કનેરિયા પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે તે ‘દ્રઢ નિશ્ચય ધરાવતી વ્યક્તિ નથી’

    તેણે વધુમાં આરોપ લગાવ્યો કે “કનેરિયા મારા નાના ભાઈ જેવો હતો અને હું તેની સાથે ઘણા વર્ષો સુધી રમ્યો છું. જો મારું વલણ ખરાબ હતું તો તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે કોઈને ફરિયાદ કેમ ન કરી?”

    - Advertisement -

    આફ્રિદીએ દાનિશ કનેરિયા પર ‘દુશ્મન રાષ્ટ્ર’ ભારતને ઈન્ટરવ્યુ આપવાનો આરોપ લગાવતા કહ્યું કે “તે સસ્તી પ્રસિદ્ધિ માટે અને પૈસા કમાવવા માટે મારા પર આરોપ લગાવી રહ્યો છે, તે આપણા દુશ્મન દેશને ઈન્ટરવ્યુ આપી રહ્યો છે જે ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે. જો કે દરેક વ્યક્તિ તેના વિશે જાણે છે.” થોડા દિવસ પૂર્વે દાનિશ કનેરિયા એ Zee Englishને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો.


    જો કે શાહિદના આ ઇન્ટરવ્યુ બાદ દાનિશ કનેરિયાએ ટ્વિટર પર જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે “ભારત આપણું દુશ્મન નથી, આપણાં દુશ્મનોએ લોકો છે જે ધાર્મિક રીતે કટ્ટર છે અને લોકોને ધર્મપરીવર્તન માટે દબાણ કરે છે, જો તમે ભારતને દુશ્મન દેશ માનો છો તો હવે પછી કોઈ ભારતીય ટીવી ચેનલ પર જતાં નહીં.” સાથે તેમણે શોએબ અખ્તર બાબતે કહ્યું કે “તેઓ ખૂલીને વાત સ્વીકારતા હતા કે હિન્દુ હોવાના કારણે દાનિશ સાથે ગેરવર્તાવ થાય છે. પરંતુ શોહિબ અખ્તર પર ઉપરના અધિકારી દ્વારા દબાણ કરતાં તેઓ ચૂપ રહેતા હતા.”


    શાહિદ આફ્રિદી હમેશા ભારત વિરોધી અને હિન્દુ વિરોધી રહ્યો છે.

    શાહિદ આફ્રિદી એક કટ્ટર માનસિકતા ધરાવે છે તેવી ઘણીવાર સાબિત થઈ ચૂક્યું છે. ડિસેમ્બર 2019માં એક ટીવી કાર્યક્રમમાં તેને પોતાનો ટીવી સેટ તોડવાની વાત કરી હતી. જેનું કારણ તેણે ટીવીમાં ચાલતી ‘આરતી’નો કાર્યક્રમ આપ્યું હતું. હિન્દુ ધાર્મિક વિધિ પર કેટલો ગુસ્સો? આજ શાહિદ આફ્રિદીએ અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનોનું શાસન આવ્યું ત્યારે વખાણ કર્યા હતા.

    2020માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત દરમિયાન, શાહિદ આફ્રિદીએ ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ પછી ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને હરભજન સિંહ, જેમણે શાહિદ આફ્રિદીના એનજીઓને સમર્થન આપવા માટે વીડિયો પોસ્ટ કર્યો હતો, જો કે ભારતીય લોકોએ વિરોધ કરતા બંનેએ આફ્રિદીને સમર્થન આપવા બદલ માફી માંગવી પડી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં