Saturday, November 16, 2024
More
    Home Blog Page 1069

    મહારાષ્ટ્ર: નવી એકનાથ શિંદે સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડ્યા, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ પણ મોકળો થયો

    મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઇંધણ પર લાગુ થતો ટેક્સ ઘટાડવાની જાહેરાત કરતાંની સાથે જ મહારાષ્ટ્રની જનતાને પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત, નવી સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પણ લીલીઝંડી આપી દીધી છે. 

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની જાહેરાત અનુસાર, રાજ્યમાં પેટ્રોલ પાંચ રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થશે. ગુરુવારે યોજાયેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નિર્ણયથી સરકારી ખજાના પર 6 હજાર કરોડનો બોજો પડશે. તેમણે એ પણ યાદ અપાવ્યું હતું કે, આ પહેલાં કેન્દ્ર સરકાર બે વખત ટેક્સ ઓછો કરી ચૂકી છે અને રાજ્ય સરકારોને પણ ટેક્સમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું. 

    હાલ મહારાષ્ટ્રમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડિઝલ 97.28 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. સરકારના નવા નિર્ણય બાદ હવે પેટ્રોલ 106.35 રૂપિયા અને ડિઝલ 94.28 રૂપિયા પ્રતિ લિટર વેચાશે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સરકારે આ નિર્ણય લોકોના કલ્યાણ ખાતર લીધો છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટી રાહત મળશે.

    ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ રાજ્યોને પણ ઇંધણ પર લાગતો વેટ ઘટાડવા માટે અપીલ કરી હતી. જોકે, મોટાભાગનાં ભાજપશાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોમાં ઇંધણ પર વેટમાં રાહત આપવામાં આવી ન હતી. જેના કારણે મહારાષ્ટ્રના સરહદ વિસ્તારમાં રહેતા લોકો પેટ્રોલ ભરાવવા માટે ગુજરાતમાં આવતા હતા. 

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સરકારની લીલી ઝંડી, હવે મહારાષ્ટ્રમાં પણ ઝડપથી કામ ચાલશે 

    બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ ઝડપથી આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. મુંબઈથી અમદાવાદ સુધી દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે હાલ કામ પુરજોશથી ચાલી રહ્યું છે અને ગુજરાતમાં જમીન સંપાદનથી માંડીને બાંધકામ પણ શરૂ થઇ ગયું છે. જોકે, મહારાષ્ટ્રમાં વિલંબ થઇ રહ્યો હતો અને જમીન સંપાદનનું પણ કેટલુંક કામ બાકી હતું. જોકે, હવે સરકારે આ તમામ ફાઈલોનો નિકાલ કરી બુલેટ ટ્રેન માટે માર્ગ મોકળો કરી આપવાની ઘોષણા કરી છે. 

    ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. બંને મોટાં શહેરો વચ્ચેનું 534 કિલોમીટર અંતર માત્ર 2 કલાકમાં જ કાપી લેશે. નોંધવું જોઈએ કે, બે શહેરો વચ્ચેની ટ્રેન મુસાફરી હાલ સાત કલાક લે છે, જ્યારે ફ્લાઇટમાં જતા એક કલાક લાગે છે. આ પ્રોજેક્ટનું ખાતમહૂર્ત વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ કર્યું હતું. 

    મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરને RSS પ્રમુખ મોહન ભાગવતના હસ્તે માનદ પદવી અપાતા ભડકી ઉઠ્યા લિબરલો, સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો 

    તાજેતરમાં જ કર્ણાટકના ચિકબલ્લાપુરા સ્થિત શ્રી સત્ય સાંઈ યુનિવર્સીટી ઑફ હ્યુમન એક્સલન્સ દ્વારા પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના પ્રખ્યાત ક્રિકેટર સુનિલ ગાવસ્કરને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન કરવામાં આવી હતી. જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલાક ડૉ. મોહન ભાગવતના હસ્તે ગાવસ્કરને પદવી આપવામાં આવતા ભારતના લિબરલો અકળાઈ ઉઠ્યા હતા. 

    આરએસએસના પ્રમુખના હાથે સુનિલ ગાવસ્કરને માનદ પદવી અપાતા લિબરલો અકળાઈ ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર બૂમરાણ મચાવી મૂકી હતી અને ગાવસ્કરની ટીકા કરી હતી તો અન્ય પણ ટિપ્પણીઓ કરી હતી. 

    એમિનેમ નામના એક યુઝરે કહ્યું કે, તેણે થોડા દિવસો પહેલાં વાંચ્યું હતું કે મુંબઈના રમખાણો વખતે ગાવસ્કરે મુસ્લિમ પરિવારની મદદ કરી હતી અને તેના માટે ગાવસ્કર વિશેની ઈજ્જતમાં વધારો થયો હતો. પરંતુ આ તસ્વીરે તેને વિચાર બદલવા માટે મજબુર કરી દીધો છે!

    એક યુઝરે ગાવસ્કરને પદવી મળવાની વાતને સીધી શ્રીલંકાના આર્થિક સંકટ સાથે જોડી દીધી હતી. તેમણે શ્રીલંકાના ક્રિકેટરો સાથે ગાવસ્કરને સરખાવીને કહ્યું કે, તેઓ તેમના લોકો સાથે ઉભા છે જ્યારે અહીંના ખેલાડીઓ સરકાર અને આરએસએસ જેવાં ફાસીવાદી સંગઠનો સાથે ભળી ગયા છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે ગત સપ્તાહે ત્યાંની જનતા રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગઈ હતી અને ઠેરઠેર પ્રદર્શનો થયાં હતાં. આ પ્રદર્શનોમાં શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યા પણ લોકોનો સાથ આપતા જોવા મળ્યા હતા. 

    અન્ય એક યુઝરે ગાવસ્કરને સંઘી માનસિકતા ધરાવનારા ગણાવી દીધા હતા અને કહ્યું કે તેમણે પોતે જ પોતાને ‘એક્સપોઝ’ કરી દીધા છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે મુંબઈમાં 1992માં થયેલાં તોફાનો દરમિયાન સુનિલ ગાવસ્કરે એક મુસ્લિમ પરિવારને બચાવી લીધો હતો. આ સમાચાર સામે આવતાં જ લિબરલોએ તેમને ‘હીરો’ ઘોષિત કરી દીધા હતા. 

    જોકે, ભારતના કથિત લિબરલોની એક આદત રહી છે કે કોઈ ખ્યાતનામ હસ્તી જ્યાં સુધી તેમના પક્ષે રહીને બોલે-લખે ત્યાં સુધી જ તેઓ તેને માથે ચડાવીને ફરતા રહે છે અને એક પણ શબ્દ વિરોધી વિચારધારાના પક્ષમાં બોલવાથી કે ઘણીવાર આ પ્રકારે કંઈ ન બોલીને માત્ર કાર્યક્રમોમાં સામેલ થવાથી પણ એ જ ‘લિબરલો’ તેમને ‘કેન્સલ’ પણ કરી દે છે. 

    2020માં જ્યારે દેશમાં સીએએ વિરોધી પ્રદર્શનો થઇ રહ્યાં હતાં ત્યારે સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે યુવાનોએ ભારતના નિર્માણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે કેટલાક યુવાનો અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવાની જગ્યાએ વર્ષ બરબાદ કરવામાં લાગ્યા છે. ત્યારે પણ તેઓ લિબરલો, ડાબેરીઓના નિશાને ચડી ગયા હતા. 

    મો.અબ્દુલે વિદ્યાર્થીને માર માર્યો, ઝારખંડના કટ્ટરવાદી મુખ્ય શિક્ષકે બોર્ડ પર ‘જય શ્રી રામ’ લખવાની આપી સજા

    ઝારખંડના ગિરિડીહમાં શાળાના મુખ્ય શિક્ષક મો.અબ્દુલે વિદ્યાર્થીને માર માર્યો કારણ કે તેણે બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઝારખંડમાં, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક સરકારી શાળાઓને બળજબરીથી ઉર્દૂ શાળાઓમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો, તો કેટલીકવાર શાળાની અંદર કરવામાં આવતી પ્રાર્થનાને પણ બદલી નાખવામાં આવી હોય, તેમજ હાથ મિલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવા સમાચાર વેગ પકડી રહ્યા છે. આ બધાં વચ્ચે ફરી એકવાર ગિરિડીહ જિલ્લાની પાલમો પંચાયતમાંથી આવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જે કહેવા માટે પૂરતા છે કે ઝારખંડમાં કટ્ટરપંથીઓનું મનોબળ સાતમા આસમાન પર છે.

    એક મીડિયા રીપોર્ટ પ્રમાણે 9 જુલાઈએ ગિરિડીહના સદર બ્લોક હેઠળની પાલમો પંચાયતની અપગ્રેડ મિડલ સ્કૂલની અંદર એક બાળકને માર મારવામાં આવ્યો હતો, કારણ કે તેણે 8 જુલાઈએ સ્કૂલના બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. મારપીટનો આરોપ શાળાના મુખ્ય શિક્ષક મોહમ્મદ અબ્દુલ કલામ પર છે. જોકે વધુ મારના ડરથી તે વિદ્યાર્થીએ તેના પરિવારજનોને ઘટના વિષે જણાવ્યું ન હતું, પરંતુ બાળકની માનસિક સ્થિતિ જોઈને જ્યારે પરિવારજનોએ તેની પૂછપરછ કરી તો તેણે બધી વાત જણાવી હતી.

    આ પછી 13મી જુલાઈના રોજ શાળામાં સ્થાનિક ગ્રામજનોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઈન્ચાર્જ હેડમાસ્ટર અબ્દુલ કલામ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સહિત તે પંચાયતના ઘણા અગ્રણી લોકો સહિત ડઝનેક લોકોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન ઘણા બાળકોના વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મુખ્ય શિક્ષક અબ્દુલ કલામ તેમના બાળકો દ્વારા શાળામાં સફાઈ કરાવે છે અને બાળકોને શૌચાલયના પાણીથી ધોઈ નાખવામાં આવે છે.

    એક ન્યુઝ એજન્સીના અહેવાલમાં જણાવ્યાં અનુસાર કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મુખ્ય શિક્ષકના આ કૃત્યથી લોકો ગુસ્સે થઈ રહ્યા હતા, પરંતુ ત્યાં હાજર ઘણા પ્રબુદ્ધ લોકોએ તેમને સમજાવીને શાંત કર્યા. મામલો વધતો જોઈને સ્થાનિક મુફસ્સીલ પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી, જેથી મામલો આગળ ન વધે. આ સાથે આ બાબતની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પુષ્પા કુજુરને પણ આપવામાં આવી હતી. આ પછી જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલાની તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

    આ બાબતે ઝારખંડ બીજેપીના પ્રદેશ પ્રવક્તા અવિનેશ કુમારે કહ્યું કે વર્તમાન રાજ્ય સરકાર જે રીતે સમગ્ર ઝારખંડમાં ઉગ્રવાદીઓનું મનોબળ વધારવાનું કામ કરી રહી છે તે જોતા કહી શકાય કે આવનારા સમયમાં ત્યાં પણ ઉગ્રવાદીઓનું મનોબળ વધારવાનું કામ કરવામાં આવશે. ઝારખંડમાં પણ તાલિબાન શાસન છે.

    નોંધનીય છે કે મુખ્યમંત્રી હેમંત સોરેનના ગૃહ જિલ્લા દુમકામાં શાળાઓને ઉર્દૂ શાળાઓમાં પરિવર્તિત કરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 33થી વધુ શાળાઓ મળી આવી છે જે સરકારી હોવા છતાં રવિવાર નહીં પણ શુક્રવારે એટલે કે જુમ્માની રજાઓ આપતી જોવા મળી હતી, આ પહેલા ગઢવામાં, મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ શાળાની પ્રાર્થના, કે જે વર્ષોથી કરવામાં આવે છે, તે બદલી નાખી છે. તેઓએ કહ્યું કે આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની 75% વસ્તી છે, તેથી પ્રાર્થના ‘તેમના અનુસાર’ હોવી જોઈએ. શાળા પ્રશાસને પણ દબાણને વશ થઈને પ્રાર્થના બદલી હતી.

    નિર્ઝરી સિન્હા, પ્રતીક સિન્હા અને મોહમ્મદ ઝુબૈર: ઑલ્ટ ન્યૂઝના ‘ફેક્ટચેકરો’એ જ ખોટા સમાચારો ફેલાવ્યા હોય તેવા અનેક કિસ્સાઓ

    હિંદુ વિરોધી ગતિવિધિઓ ઉપરાંત ડાબેરી પ્રોપેગેન્ડા વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝના સ્થાપકો અને સભ્યો ખોટા સમાચારો ફેલાવવામાં પણ અગ્રેસર રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ‘નિષ્પક્ષ’ અને ‘તટસ્થ’ ફેક્ટચેકના બહાને ઑલ્ટ ન્યૂઝ પક્ષપાતી અને વ્યક્તિગત પૂર્વગ્રહોથી યુક્ત ફેક ન્યૂઝ ફેલાવતું રહ્યું છે. 

    એક તરફ જ્યાં ડાબેરીઓ અને ડાબેરી વિચારધારા ધરાવતા રાજકારણીઓ ઑલ્ટ ન્યૂઝના સ્થાપકો અને સભ્યો નિર્ઝરી સિન્હા, પ્રતીક સિન્હા અને મોહમ્મદ ઝુબૈરને કથિત ઓનલાઇન માધ્યમો પર ફેલાતી ખોટી માહિતીઓને ઉજાગર કરનારા તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ જ લોકો ખોટા સમાચારો ફેલાવતા હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા છે.

    ઑલ્ટ ન્યૂઝ ડાયરેક્ટર નિર્ઝરી સિન્હા 

    ફેક ન્યૂઝ ફેલાવવામાં અને ખોટા દાવાઓ કરવામાં ઑલ્ટ ન્યૂઝના ડાયરેક્ટર નિર્ઝરી સિન્હાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તાજેતરમાં જ @Gujju_Er નામના ટ્વિટર હેન્ડલ દ્વારા એક લિસ્ટ શૅર કરવામાં આવ્યું હતું, જેમાં અનેક કિસ્સાઓમાં નિર્ઝરી સિન્હાએ ફેક ન્યૂઝ અને પ્રોપેગેન્ડા ફેલાવ્યા હતા. 

    પોતાને ‘ફેક્ટચેકિંગ વેબસાઈટ’ ગણાવતું ઑલ્ટન્યૂઝ ‘રિવર્સ ઇમેજ સર્ચિંગ’નો સહારો લઈને ફેક ન્યૂઝ ઉજાગર કરવાના દાવા કરે છે પરંતુ નિર્ઝરી સિન્હા પોતે જ વર્ષ 2016માં ગુજરાત ટૂરિઝમની જાહેરાતની મજાક ઉડાવવા માટે 12 વર્ષ જૂનો એટલે કે 2004નો ફોટો શૅર કરતાં જોવા મળ્યાં હતાં. 

    આ ઉપરાંત તેમણે અન્ય એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં ભગવાન શ્રીકૃષ્ણને તેમની સાથેના કેટલાક લોકોને આકાશમાં કશુંક બતાવતા દેખાડવામાં આવ્યા છે. આ તસ્વીર પોસ્ટ કરીને અપપ્રચાર ફેલાવવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન પણ મુસ્લિમો સાથે ઈદ મનાવી રહ્યા હતા. નિર્ઝરી સિન્હાએ આ ખોટી માહિતી ફેલાવ્યા બાદ ઑલ્ટ ન્યૂઝે નફ્ફટાઈપૂર્વક ફેક્ટચેક કર્યું હતું કે ખરેખર ભગવાન શ્રીકૃષ્ણે મુસ્લિમો સાથે ઈદની ઉજવણી કરી હતી કે નહીં. 

    અન્ય એક કિસ્સામાં, સિન્હાએ એક વિડીયો શૅર કરીને તમિલનાડુના મુખ્ય સચિવને ત્યાં દરોડા પડ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ત્યારબાદ સામે આવ્યું હતું કે આ વિડીયો દક્ષિણ દિલ્હીમાં એક ફર્મના ઠેકાણાં પર પડેલી રેડનો હતો. 

    આ ઉપરાંત, નિર્ઝરી સિન્હાએ ગુજરાત સરકાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરેલ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા શૅર કરી હતી, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ, મંત્રીઓ અને વડાપ્રધાનની તસ્વીરો હતી. આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ઝવેરચંદ મેઘાણીની તસ્વીર જ મૂકવાનું ભૂલી ગઈ હતી. પરંતુ સત્ય એ હતું કે આમંત્રણ પત્રિકાની અંદર ઝવેરચંદ મેઘાણીની કુલ 13 જેટલી તસ્વીરો સામેલ કરવામાં આવી હતી. 

    વામપંથી પ્રોપેગેન્ડાને આગળ ધપાવવા માટે ઑલ્ટ ન્યૂઝની સતત એ આદત રહી છે કે પહેલાં તેઓ ખોટા સમાચારો પ્રસારિત કરે છે અને ત્યારબાદ તેઓ પોતે જ તેનું ફેક્ટચેક કરે છે. નિર્ઝરી સિન્હાએ એક વખત ફેક ન્યૂઝ વેબસાઈટની લિંક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે પીએમ મોદી  દુનિયાના સૌથી ભ્રષ્ટ પીએમ છે. જે બાદ ઑલ્ટ ન્યૂઝ આ વેબસાઈટને ફર્જી ગણાવીને તેનું ફેક્ટચેક કર્યું હતું. 

    નિર્ઝરી સિન્હા કાયમ તેમની વિચારધારાને અનુરૂપ સમાચારો પ્રકાશિત કરતી ફેક ન્યૂઝ વેબસાઈટ પર આધારિત રહેતાં જોવા મળ્યાં છે. તેમણે એકવાર ફેક ન્યૂઝ શૅર કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપ નેતાઓ નક્સલીઓને હથિયારો પૂરાં પાડે છે. જે બાદ સમજાવવામાં પણ આવ્યું હતું કે શા માટે ભાજપ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જીતે છે.

    આ ઉપરાંત, નિર્ઝરી સિન્હાએ એક વખત એર ઇન્ડિયાના નામે ખોટી તસ્વીર શૅર કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરલાઈન દેશના મોટા એરપોર્ટ પર નવા કાઉન્ટર શરૂ કરવા જઈ રહી છે, જેથી આર્થિક ગોટાળા કરીને વિદેશ ભાગતા ભાગેડુઓને સરળતા રહે. 

    જોકે, નિર્ઝરી સિન્હાએ માત્ર રાજકીય ક્ષેત્રે જ ફેક ન્યૂઝ ફેલાવ્યા હોય તેમ નથી. એકવાર તેમણે બે તસ્વીરો શૅર કરીને તે ‘એવોર્ડ વિનિંગ પેઈન્ટિંગ્સ’ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તે પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ ડિજિટલ આર્ટ હતું. 

    ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક પ્રતીક સિન્હાનો પણ ફેક ન્યૂઝ ફેલાવવામાં સમાન ઇતિહાસ રહ્યો છે. 

    ડિસેમ્બર 2020માં ટ્વિટર યુઝર @BefittingFacts દ્વારા પ્રતીક સિન્હાએ ફેલાવેલ ખોટી અને ભ્રામક માહિતીઓની જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝરે જણાવ્યું હતું કે સ્વઘોષિત ફેક્ટચેકર પ્રતીક સિન્હાને વર્ષોથી ફેક ન્યૂઝ ફેલાવવાની આદત રહી છે છેલ્લા ઘણા વર્ષોમાં તેમણે નિયમિતપણે આ કામ કર્યું છે. સોશિયલ મીડિયા યુઝરે અમુક કિસ્સાઓ શૅર કર્યા હતા, જેમાં તથાકથિત ફેક્ટચેકર પ્રોપેગેન્ડા ફેલાવતો રંગેહાથ પકડાઈ ગયો હતો. 

    2016માં મોદી સરકારે નોટબંધી કર્યા બાદ પ્રતીક સિન્હાએ નાણાકીય સંસ્થાઓ સામે લાંબી લાઈનમાં ઉભેલા લોકોની તસ્વીર શૅર કરીને દાવો કર્યો હતો કે સરકારના આ નિર્ણયના કારણે લોકોએ ખૂબ હાલાકી ભોગવવી પડી હતી. જોકે, આ તસ્વીર વર્ષ 2014ની, એટલે કે નોટબંધીના 2 વર્ષ અગાઉની હોવાનું બહાર આવ્યું હતું. 

    અન્ય એક કિસ્સામાં, પ્રતીક સિન્હાએ ગુજરાતમાં ગાયોની સ્થિતિ દર્શાવવા માટે 12 વર્ષ જૂની તસ્વીરનો ઉપયોગ કર્યો હતો. સિન્હાએ વર્ષ 2016માં એક તસ્વીર શૅર કરી હતી જેમાં ગાયોને રસ્તા પર પડેલી બતાવવામાં આવી હતી, પરંતુ આ તસ્વીર વર્ષ 2014ની હતી. આ ઉપરાંત પ્રતીકે ગૌરક્ષકોની મજાક ઉડાવતા લખ્યું હતું કે, “ગુજરાતમાં ગૌમાતા સડી રહી છે અને કચરામાંથી ભોજન શોધવા મજબુર બની રહી છે. માતા પ્રત્યે અતૂટ પ્રેમ દર્શાવતા પુત્રો હવે ક્યાં છે?”

    સિન્હાએ શૅર કરેલી તસ્વીર વર્ષ 2004ની હતી, જયારે નાઇટ્રેટ પોઇઝનિંગના કારણે અનેક ગાયોનાં મોત થઇ ગયાં હતાં. પરંતુ પ્રતીક સિન્હાએ કોઈ પણ જાતના સંકોચ વગર 12 વર્ષ જૂની તસ્વીરનો ઉપયોગ કરવામાં કોઈ સંકોચ રાખ્યો ન હતો. 

    આ ઉપરાંત, પ્રતીક સિન્હાએ પીએમ મોદીના સત્તામાં આવવા પર દરેકના બેન્ક અકાઉન્ટમાં 15 લાખ ટ્રાન્સફર કરવાના કથિત દાવાને લઈને પણ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. જ્યારે અનેક વાર સાબિત થઇ ચૂક્યું છે કે વડાપ્રધાને આવો કોઈ વાયદો કર્યો ન હતો. 

    મોહમ્મદ ઝુબૈર 

    દેવી-દેવતાઓનું અપમાન કરતાં હિંદુવિરોધી ટ્વિટ્સના કારણે હાલ જેલમાં બંધ મોહમ્મદ ઝુબૈરે પણ અનેક વખત ફેક ન્યૂઝ અને પ્રેરિત અપપ્રચાર ફેલાવ્યા છે. સપ્ટેમ્બર 2020માં એક્ટિવિસ્ટ અંકુર સિંઘે કેટલાક કિસ્સાઓ શૅર કરીને કહ્યું હતું કે કઈ રીતે ઝુબૈર ફેક ન્યૂઝ ફેલાવવા માટેનું એક સાધન છે, જે ના માત્ર ભારતીય લોકશાહીને નષ્ટ કરી શકે છે પરંતુ તે માટે જોખમ પણ સર્જી શકે છે. 

    25થી વધુ ટ્વિટ્સ ધરાવતા આ ટ્વિટર થ્રેડમાં અંકુર સિંઘે મોહમ્મદ ઝુબૈરના ફેક ન્યૂઝ ફેલાવવાના ખેલને ઉજાગર કર્યો હતો અને ઘણીવાર તો વાયરલ થયા બાદ ટ્વિટ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા વગર ડીલીટ કરી દેવામાં આવતા હતા. આ રીતે અનેક ખોટા અને ભ્રામક સમાચારોના સ્ક્રીનશોર્ટ વાયરલ થઇ જતા હતા.

    ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના નામથી બનાવવામાં આવેલ એક પેરોડી ટ્વિટર અકાઉન્ટ દ્વારા મોહમ્મદ ઝુબૈરે અનેક વખત ખોટી અને અગાઉની માહિતી ફેલાવી હતી. તેમણે એ બાબત ઉપર પર પ્રકાશ ફેંક્યો હતો કે કોરોનાવાયરસ મહામારી વચ્ચે ઝુબૈર ખોટી માહિતી ફેલાવી રહ્યો હતો જેનાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પેદા થઇ શકતી હતી. તે શ્રીલંકા આતંકી હુમલા દરમિયાન ઇસ્લામવાદીઓના બચાવમાં પણ આવ્યો હતો. 

    10% મુસ્લિમો PFI માં જોડાઓ, કાયર બહુસંખ્યકો (હિંદુ)ને તેમના ઘૂંટણ પર લાવીને ઇસ્લામ કબુલ કરાવડાવો: બિહારમાં ચાલી રહી હતી ‘ઇસ્લામિક શાસન’ તાલીમ

    બિહારમાં ચાલી રહી હતી ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની રણનીતિ. બિહારની પટના પોલીસે ફુલવારી શરીફથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ 2 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝ તરીકે થઈ છે. આ બંને માર્શલ આર્ટ શીખવવાના નામે યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા. આ બન્ને જણા યુવાનોને ઘાતક હથિયાર કેવીરીતે ચલાવવા તે શીખવતા હતા. તેમનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને મુસ્લિમ દેશ બનાવવાની ગતિવિધિ બિહારમાં ચલાવવાનો હતો.

    ફુલવારી શરીફના એએસપી મનીષ કુમાર સિન્હાએ આ અંગે જણાવ્યું હતું કે, “ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 2 મહિનાથી લોકો તેને મળવા માટે અલગ-અલગ જગ્યાએથી આવતા હતા અને તેમની ટિકિટ અને હોટલ અન્ય નામથી બુક કરાવતા હતા.

    તેમણે માહિતી આપી હતી કે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે લોકોમાં મોહમ્મદ જલાલુદ્દીન ઝારખંડ પોલીસનો ભૂતપૂર્વ સબ-ઇન્સ્પેક્ટર રહી ચૂક્યો છે, જ્યારે અતહર પરવેઝ આતંકવાદી સંગઠન સિમીનો સભ્ય રહી ચૂક્યો છે અને હાલમાં PFI-SDPI સાથે સંકળાયેલો છે. તેઓ સાથે મળીને એક સંસ્થા ચલાવતા હતા. આ સંગઠન દ્વારા તે અભણ અને ભટકી ગયેલા યુવાનોને સંપર્કમાં લઈ આતંકવાદી ગતિવિધિઓની તાલીમ આપતો હતો.

    ટ્રેનિંગમાં તે માર્શલ આર્ટ અને ફિઝિકલ એજ્યુકેશનના નામે તલવારો અને છરીઓ ચલાવતા શીખવતો હતો. આ સિવાય તેઓ ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે તેમનું બ્રેઈનવોશ કરતા હતા. પોલીસે જણાવ્યું છે કે તેમની પાસે માત્ર સાક્ષીઓ જ નથી પરંતુ સીસીટીવી ફૂટેજ પણ છે. આ સાથે જ અતહર પરવેઝનો ભાઈ પણ 2001-02માં બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલ જઈ ચૂક્યો છે.

    એએસપી મનીષના જણાવ્યા અનુસાર પોલીસને તેમની પાસેથી 8 પાનાનો દસ્તાવેજ મળી આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાજ્ય બનાવવાનો હતો. આ દસ્તાવેજોમાં એવું લખવામાં આવ્યું હતું કે PFI માને છે કે જો 10 ટકા મુસ્લિમ વસ્તી તેમની સાથે જોડાય છે, તો તેઓ કાયર બહુમતીને ફરીથી તેમના ઘૂંટણિયે લાવશે અને તેમને ઇસ્લામ ધર્મ અપનાવવા મજબુર કરશે.

    હવે પોલીસ તેમના પાકિસ્તાની કનેક્શનને શોધી રહી છે. આ ઉપરાંત વધુ તપાસ માટે EDની મદદ પણ લેવામાં આવશે. પોલીસને શંકા છે કે પાકિસ્તાન તેમને ટ્રેનિંગ માટે પૈસા આપતું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો પાસે 14, 30 અને 40 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શનના પુરાવા પણ છે. પોલીસને જાણવા મળ્યું છે કે તેમને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને કેરળમાંથી પણ ફંડ મળતું હતું.

    પાકિસ્તાની પત્રકારના દાવા બાદ હામિદ અન્સારીએ દોષનો ટોપલો યુપીએ સરકાર પર ઢોળી મૂક્યો, કહ્યું- મહેમાનોને વિદેશ મંત્રાલયે આમંત્રણ આપ્યું હતું

    પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના આમંત્રણ પર ભારતમાં આવીને પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI માટે માહિતી એકઠી કરવાનો ખુલાસો કર્યા બાદ આ મામલે અન્સારીએ એક નિવેદન જારી કર્યું છે. હામિદ અન્સારીએ કહ્યું કે, તેમને આ વિવાદમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે અને તેમણે પોતે પાકિસ્તાની પત્રકારને આમંત્રણ આપ્યું હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, તત્કાલીન સરકારે જ તેમને આમંત્રણ આપ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ 11 ડિસેમ્બર 2011ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ અને માનવ અધિકારો મામલેની એક કાયદા નિષ્ણાતોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. નુસરત મિર્ઝાએ કહ્યું હતું કે આ કાર્યક્રમ માટે તેમને હામિદ અન્સારીએ આમંત્રણ આપ્યું હતું. 

    નિવેદનમાં હામિદ અન્સારીએ કહ્યું કે, ગઈકાલથી મીડિયાના કેટલાક વર્ગો અને ભારતીય જનતા પાર્ટીના અધિકારીક પ્રવક્તા દ્વારા મારી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને આમંત્રણ આપ્યું હતું અને તેમની સાથે મુલાકાત કરી હતી. તેમજ ઈરાનના રાજદૂત તરીકે મેં રાષ્ટ્રીય હિતો સાથે બાંધછોડ કરી હતી, તેવો આરોપ એક સરકારી એજન્સીના પૂર્વ અધિકારી દ્વારા લગાવવામાં આવ્યો હતો. 

    હામિદ અન્સારીએ કહ્યું કે, “ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિદેશી ગણમાન્ય વ્યક્તિઓને અપાતું નિમંત્રણ સામાન્ય રીતે વિદેશ મંત્રાલયના માધ્યમથી સરકારની સલાહ પર આપવામાં આવે છે. મેં 11 ડિસેમ્બર 2010ના રોજ મેં કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં સામાન્ય પ્રથા અનુસાર, આમંત્રિતોની યાદી આયોજકો દવારા તૈયાર કરવામાં આવી હશે. મેં તેમને ક્યારેય આમંત્રિત કર્યા નથી કે મુલાકાત કરી નથી. 

    ઈરાનના રાજદૂત તરીકેના તેમના કાર્યકાળ અંગે હામિદ અન્સારીએ કહ્યું કે, “ઈરાનના રાજદૂત તરીકે મારું કામ હંમેશા તત્કાલીન સરકારની જાણમાં રહેતું હતું. આવી બાબતોમાં હું રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની જવાબદારીઓથી બંધાયેલો છું અને આ મામલે ટિપ્પણી કરવાનું ટાળી રહ્યો છું. સરકાર પાસે તમામ માહિતી ઉપલબ્ધ છે અને સત્ય કહેવા માટેની એકમાત્ર સત્તા છે. એ પણ જગજાહેર છે કે તહેરાનમાં મારા કાર્યકાલ બાદ મને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં મારા કામની દેશ-વિદેશમાં પ્રશંસા કરવામાં આવી હતી.”

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે તેઓ ભારતની કેટલીક મુલાકાતોએ આવ્યા હતા ત્યારે જાસૂસી કરી માહિતી એકઠી કરી હતી. મિર્ઝાએ દાવો કર્યો હતો કે 2010માં તેમને તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ કોન્ફરન્સમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. જોકે, હામિદ અન્સારીએ નિવેદન જારી કરીને જવાબદારી તત્કાલીન યુપીએ સરકાર પર ઢોળી દીધી છે અને કહ્યું છે કે કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવનાર મહેમાનો નામો કેન્દ્ર સરકાર નક્કી કરે છે.

    સુપ્રીમ કોર્ટમાં લઇ જઈશું એ પુસ્તક પછી ખબર પડશે કે અસલી ‘હેટ મોંગર્સ’ કોણ છે?: નોટીસ બાદ હિંદુ શેર સેનાનું એલાન

    ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે (12 જુલાઈ, 2022) ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ નોંધાયેલા સાત કેસની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી. બીજી તરફ, સીતાપુર કેસ મામલે ઝુબૈર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે હિંદુ શેર સેના જિલ્લા પ્રમુખ ભગવાન શરણ, યૂપી સરકાર, એફઆઈઆર દાખલ કરનાર એસપી સહિત 5 લોકોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

    આ મામલે હિંદુ શેર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિકાસ હિંદુએ ઝુબૈરને સોશિયલ મીડિયાનો આતંકવાદી ગણાવતો વીડિયો જાહેર કર્યો હતો અને તેની સામે કાયદાકીય લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. નિવેદનમાં તેમણે કેટલાંક પુસ્તકોને ટાંકીને સાચા હેટ મોંગર્સનો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે મોહમ્મદ ઝુબૈરની હિંદુ સંતોનું અપમાન કરનાર અને દેશનું વાતાવરણ બગાડનાર ગણાવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે યુપીમાં મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ નોંધાયેલા સાત કેસમાંથી બે કેસ હાથરસ જિલ્લામાં નોંધાયેલા છે, જ્યારે સીતાપુર, લખીમપુર ખીરી, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર અને દિલ્હીમાં એક-એક કેસ નોંધાયેલ છે. હિન્દુ શેર સેનાએ આ મામલે વીડિયો નિવેદન સાથે એક પત્ર પણ જારી કર્યો છે. જેમાં વિસ્તારપૂર્વક પક્ષ રાખવામાં આવ્યો છે. 

    હિંદુ શેર સેનાનું નિવેદન, ભાગ-1

    સીતાપુરમાંનોંધાયેલ કેસમાં યતિ નરસિંહાનંદ અને બજરંગ મુનિને નફરત ફેલાવનારા કહેવા બદલ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને વચગાળાના જામીન આપ્યા છે તેમજ હિંદુ શેર સેના સહિત બીજા પક્ષના તમામને નોટીસ ફટકારી છે. 

    સીતાપુરમાં એફઆઈઆર કરનાર સંગઠન હિંદુ શેર સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આ કેસમાં અમે દુનિયાને વાસ્તવિક નફરત ફેલાવનારનો પરિચય કરાવીશું. જો યતિ નરસિંહાનંદ અને બજરંગ મુનિના કેટલાક નિવેદનો વાંધાજનક હોય તો હિંદુઓને કાફિર કહીને અમારી હત્યાનો આદેશ આપનાર પુસ્તકને પણ ‘હેટ મોંગર’ ઘોષિત કરી દેવું જોઈએ. 

    પોતાના વિડિયો નિવેદનમાં તેમણે કહ્યું કે, જે પુસ્તક વાંચીને હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, કમલેશ તિવારી, કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી, નુપુર શર્માને ધમકી આપવામાં આવી હતી, તે પુસ્તકના પાનાં અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકીશું.

    વિકાસ હિંદુએ તેમના નિવેદનમાં કહ્યું, “સુપ્રીમ કોર્ટમાં જવાબ સાથે એ વિશેષ પુસ્તકના પાનાંની ફોટો કૉપી લગાવીને સંતો પહેલાં એ પુસ્તકને હેટ મોંગર પુસ્તક ઘોષિત કરવા માટેની માંગ કરવામાં આવશે.” 

    હિંદુ શેર સેનાનું નિવેદન, ભાગ-2

    યતિ નરસિંહાનંદ, બજરંગ મુની સહિતના હિન્દુ સંતોને નફરત ફેલાવનારા કહેવા મામલે તેમણે ઝુબૈરને પ્રશ્ન પૂછ્યો કે, હિંદુઓ વિરુદ્ધ અનેક ભડકાઉ ભાષણો આપનાર ઓવૈસી, જાકિર નાયક, મદની વગેરેને કેમ ક્યારેય હેત મોંગર નથી કહ્યા? શું તેમના નિવેદનો નફરત ફેલાવનારા નથી?

    હિંદુ શેર સેનાએ આ લડાઈમાં તમામ સંતોને સાથ આપવાનું આહવાન કર્યું છે. અંતે તેમણે કહ્યું કે, “તેમનો જીવ પણ ચાલ્યો જાય તોપણ તેઓ સુપ્રીમ કોર્ટના માધ્યમથી દુનિયા સામે આ પુસ્તકની વાસ્તવિકતા ઉજાગર કરશે. તેમણે કહ્યું, “મને ખબર છે કે આ પુસ્તક પર સવાલ ઉઠાવવાથી મારી ઉપર પણ હુમલાઓ થશે પરંતુ હિંદુ શેર સેના ડરવાની નથી.”

    નોંધનીય છે કે ઝુબૈરને એક અઠવાડિયા પહેલાં દિલ્હી પોલીસે ધાર્મિક ભાવનાઓના ઉલ્લંઘનના આરોપસર હિરાસતમાં લીધો હતો. સીતાપુરના ખૈરાબાદ પોલીસ મથકે પણ તેની વિરુદ્ધ આઇપીસીની કલમ 295A અને આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    ઉત્તરપ્રદેશમાં સીતાપુર પોલીસે યતિ નરસિંહાનંદ અને બજરંગ મુનિ દાસ વિરુદ્ધ કથિત રીતે આપત્તીજનક ટ્વિટ કરવા મામલે પણ તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ઝુબૈરને રાહત આપી છે અને વચગાળાના જામીન આગામી આદેશ સુધી લંબાવી દીધા છે. આ મામલાની સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ થશે. 

    VIVO બાદ અન્ય એક ચીની પેટા કંપની OPPO આવી ભારતીય એજન્સીઓના સ્કેનર હેઠળ, જેમાં રૂ. 4,389 કરોડની કરચોરી મળી

    ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા, બુધવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, મોબાઈલ કંપની ઓપ્પો ઈન્ડિયાના પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું અને કંપની રૂ. 4,389 કરોડના કસ્ટમ ટેક્સની ચોરી કરતી હોવાના પુરાવા મળ્યા હતા. Oppo India ની માલિકી ચીનની કંપની ગુઆંગડોંગ ઓપ્પો મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન કોર્પોરેશન લિમિટેડની છે.

    તપાસ દરમિયાન, ડીઆરઆઈએ ઓપ્પો ઈન્ડિયાની ઓફિસ બિલ્ડિંગ અને તેના ટોચના મેનેજરોના રહેઠાણોની તપાસ કરી. આનાથી મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગ માટે Oppo ઈન્ડિયા દ્વારા આયાત કરવામાં આવેલી કેટલીક વસ્તુઓના વર્ણનમાં ઈરાદાપૂર્વકની ખોટી રજૂઆત દર્શાવતા ગુનાહિત પુરાવાની શોધ થઈ. આ ખોટી ગણતરીને કારણે, ઓપ્પો ઈન્ડિયાએ ખોટું બોલ્યું અને અયોગ્ય ડ્યુટી મુક્તિ લાભોમાં રૂ. 2,981 કરોડનો દાવો કર્યો.

    પૂછપરછમાં એ પણ બહાર આવ્યું છે કે કંપનીએ ચોક્કસ બ્રાન્ડની માલિકીની ટેક્નોલોજીના શોષણના અધિકાર, આઈપીઆર લાઇસન્સ વગેરેના બદલામાં ચીનમાં આવેલી કંપનીઓ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓને “રોયલ્ટી” અને “લાયસન્સ ફી”ની ચુકવણી માટે નાણાં મોકલ્યા હતા અથવા વ્યવસ્થા કરી હતી.

    “કંપની દ્વારા ચૂકવવામાં આવેલી ‘રોયલ્ટી’ અને ‘લાયસન્સ ફી’ તેમના દ્વારા આયાત કરાયેલા માલના વ્યવહાર મૂલ્યમાં ઉમેરવામાં આવી ન હતી, કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 14નું ઉલ્લંઘન કરીને, કસ્ટમ્સ વેલ્યુએશનના નિયમ 10 સાથે વાંચવામાં આવ્યું હતું. (આયાતી માલના મૂલ્યનું નિર્ધારણ) નિયમો 2007. આ ખાતા પર મેસર્સ ઓપ્પો ઇન્ડિયા દ્વારા કથિત ડ્યુટી ચોરી રૂ. 1,408 કરોડ જેટલી છે ” નિવેદન વાંચી શકાય છે.

    તપાસના નિષ્કર્ષ બાદ, Oppoને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી જેમાં રૂ. કસ્ટમ ટેક્સમાં 4,389 કરોડ. 1962ના કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓને અનુરૂપ, નોટિસ Oppo India, તેના કર્મચારીઓ અને ઓપ્પો ચાઈના પર દંડ લાદવાનું પણ સૂચન કરે છે.

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની-લોન્ડરિંગની તપાસના સંબંધમાં સમગ્ર ભારતમાં 40 થી વધુ સ્થળોની શોધ કર્યાના થોડા દિવસો બાદ જ આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. EDએ આરોપ મૂક્યો હતો કે 1,25,185 કરોડની કુલ વેચાણની આવકમાંથી, Vivo Indiaની લગભગ 23 સંલગ્ન કંપનીઓ, જેમાં ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ (GPICPL)નો સમાવેશ થાય છે, તેણે કંપનીને જંગી રકમ ટ્રાન્સફર કરી અને 62,476 કરોડ અથવા લગભગ 50% મોકલ્યા. ટર્નઓવર, ભારતની બહાર, ખાસ કરીને ચીન માટે.

    મુસ્લિમ-ટાર્ગેટ આક્ષેપની યોગી સરકારે હવા કાઢી, કહ્યું કોઈ ધર્મ નહિ પણ ‘ભારતીય’ એક માત્ર સમુદાય: સુપ્રીમ કોર્ટે બુલડોઝર પર પ્રતિબંધનો ઇનકાર કર્યો

    મુસ્લિમ-ટાર્ગેટ આક્ષેપની યોગી સરકારે હવા કાઢી નાંખી છે, ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી પર જમીયત ઉલમા-એ-હિંદના સ્ટેની માંગ કરતી અરજી પર સર્વોચ્ચ અદાલતે સર્વગ્રાહી આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. બુધવારે (13 જુલાઈ, 2022) કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને પીએસ નરસિમ્હાની બેન્ચે કહ્યું હતું કે, “નિયમનું પાલન કરવું જોઈએ. આમાં કોઈ વિવાદ નથી. જો નિયમો મુજબ બાંધકામ ગેરકાયદેસર હોય તો અમે ઓથોરીટીઝને ડિમોલિશન રોકવાનો આદેશ કેવી રીતે આપી શકીએ.” કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી માટે 10 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર , આ કેસમાં જમીયત ઉલેમા-એ-હિંદના વકીલ એડવોકેટ દુષ્યંત દવેએ તેમની દલીલમાં કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ પર કોઈ ગુનાનો આરોપ હોય, તો તેના ઘરને તોડી પાડવાની કાર્યવાહીને સમાજમાં સ્વીકારી શકાય નહીં. અમે કાયદાના શાસન મુજબ ચાલીએ છીએ.”

    દુષ્યંત દવેએ કોર્ટમાં સુનાવણી દરમિયાન એવો પણ આક્ષેપ કર્યો હતો કે , “સરકાર રમખાણોના આરોપીઓને ટાર્ગેટ કરીને પગલાં લઈ રહી છે. સમગ્ર સૈનિક ફાર્મજ ગેરકાયદેસર છે, પરંતુ છેલ્લા વર્ષોમાં તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હીમાં જ ગેરકાયદેસર ફાર્મ હાઉસ જોવા મળે છે. કોઈ કાર્યવાહી થઈ નથી. આ કેસોમાં એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

    આ દલીલ સામે સખત વાંધો ઉઠાવતા, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “દેશમાં અન્ય કોઈ સમુદાય નથી. એક જ સમુદાય છે, જેને આપણે ભારતીય કહીએ છીએ.”

    બીજી તરફ, યુપી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, “એક વ્યક્તિ એક કેસમાં આરોપી છે, માત્ર એટલા માટે કે તેના ગેરકાયદે બાંધકામને હટાવવાની કાર્યવાહી રોકી શકાય નહીં.” તેમણે કહ્યું કે આવા આરોપો સાચા નથી. તોફાનો પહેલા જ અધિકારીઓએ આ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે જેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તેમને નોટિસો આપીને કાર્યવાહી અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી.

    યુપી સરકારે તેના જવાબમાં કહ્યું હતું કે પ્રયાગરાજ ડિમોલિશન સ્થાનિક વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જે રાજ્ય સરકારની સ્વાયત્ત સંસ્થા છે અને શહેરને ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામથી મુક્ત કરવાના તેમના પ્રયાસોનો એક ભાગ છે.

    નોંધપાત્ર છે કે, જમીયત ઉલમા-એ-હિંદે તાજેતરમાં ભાજપના પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે કથિત રીતે રમખાણો અને હિંસા ફેલાવનારા લોકોના ઘરોને તોડી પાડવાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

    ઉદયપુર કન્હૈયા લાલ હત્યા: NIAએ ઇસ્લામી સંગઠન અંજુમન તાલીમુલ ઈસ્લામના ચીફ અને સેક્રેટરી સહિત અડધો ડઝન શકમંદોને કસ્ટડીમાં લીધા

    નેશનલ ઇન્વેસ્ટિંગ એજન્સી (NIA) એ મંગળવારે (12 જુલાઈ, 2022) ઉદયપુર હત્યા કેસમાં આશરે અડધો ડઝન શકમંદોને કસ્ટડીમાં લીધા હતા, જેમાં અંજુમન તલીમુલ ઇસ્લામ સંસ્થાના પ્રમુખ મુજીબ સિદ્દીકી અને સેક્રેટરી ફારૂકનો પણ સમાવેશ થાય છે. તમામ શકમંદોને જયપુર લાવવામાં આવ્યા છે અને નૂપુર શર્માને સમર્થન આપવા બદલ કન્હૈયા લાલની ભયાનક હત્યાના સંબંધમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. NIAની ટુકડી ગમે ત્યારે આ તમામની ધરપકડ કરવા માટે તૈયાર હોવાનું કહેવાય છે.

    મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ મુજીબ સિદ્દીકીને પકડતા પહેલા ગઈકાલે રાત્રે ઉદયપુરના મુખર્જી ચોક પાસેના ઘરની તલાશી લીધી હતી. એ જ રીતે, NIAએ ભૂતપૂર્વ ચીફ ખલીલ અહેમદ સહિત ઘણા વધારાના લોકોની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, બે એડવોકેટ અને એક મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, આરોપીના ઘરેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

    અંજુમન તલીમુલ ઇસ્લામ, મીડિયા અહેવાલો અનુસાર, ઉદયપુરના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતું અગ્રણી જૂથ છે. આ જૂથની સ્થાપના 116 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ઉદયપુરના તમામ મુસ્લિમો ત્યાંથી આપવામાં આવેલા ફતવાને અનુસરે છે. આ સંગઠનની આડમાં, પ્રોફેટ મોહમ્મદ પર નુપુર શર્માની ટિપ્પણીના જવાબમાં ઉદયપુરમાં પણ હિંસક વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠને કલેક્ટરને નુપુર શર્મા સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અરજી પણ કરી હતી.

    તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા મેમોરેન્ડમ અનુસાર, નુપુર શર્માની ટિપ્પણીથી મુસ્લિમ સમુદાય નારાજ થયો હતો. આ સમગ્ર મામલે મુસ્લિમોને ઉશ્કેરવાનો મામલો સામે આવ્યો હતો.

    નોંધનીય છે કે જ્યારે ગૌસ મુહમ્મદ અને રિયાઝ અત્તારીએ કન્હૈયાલાલનું માથું કાપી નાખ્યું હતું, ત્યારે તે જ સંગઠન, અંજુમન તાલીમુલ ઇસ્લામ, વ્યાપક જનતાને શાંતિ અને સંવાદિતા માટે અપીલ કરતી જોવા મળી હતી. જો કે, તેણે મુસ્લિમોને ઉશ્કેરવામાં પણ ભૂમિકા ભજવી હતી.

    અંજુમન તાલીમુલ ઈસ્લામના વૈધાનિક કાર્યો મુજબ, ઈદ અને અન્ય જેવા મુસ્લિમ તહેવારોની તારીખો આ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે. આ સંસ્થા મુસ્લિમ સમાજના બાળકોને શિક્ષિત કરવા, રમઝાન દરમિયાન ચાંદ જોવાના વિવાદનો ઉકેલ લાવવા, મદરેસાઓની સંખ્યા વધારવા, રાજ્યની મુસ્લિમ સંસ્થાઓને અંજુમન સાથે જોડવાનો અને મુસ્લિમ સમુદાયના અનાથ અને નિરાધારોને આર્થિક મદદ કરવાનો દાવો કરે છે.