Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ઝારખંડના મુખ્યમંત્રીના જિલ્લામાં પણ શરિયત શાસન: રવિવારને બદલે શુક્રવારે રજા રાખવા...

    હવે ઝારખંડના મુખ્યમંત્રીના જિલ્લામાં પણ શરિયત શાસન: રવિવારને બદલે શુક્રવારે રજા રાખવા સરકારી શાળાઓના નામમાં ‘ઉર્દૂ’ ઉમેરવામાં આવ્યું

    ઝારખંડના જામતાડા બાદ હવે ખુદ મુખ્યમંત્રી હેમંત સોરેનના ક્ષેત્ર દુમકામાં પણ મુસ્લિમ બહુમતિ ધરાવતા પ્રદેશોમાં શાળાઓ પર કટ્ટરવાદીઓની દાદાગીરી વધી ગઈ છે.

    - Advertisement -

    ઝારખંડના મુખ્યમંત્રીના (Jharkhand CM) જિલ્લામાં શરિયત શાસન હવે અજગરની માફક ભરડો લેતું જોવા મળી રહ્યું છે. ઝારખંડના જામતાડા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેનના ગૃહ જિલ્લા દુમકામાં પણ કેટલીક શાળાઓને ઉર્દૂ શાળાઓમાં પરિવર્તિત કરવાનો મામલો સામે આવ્યો છે. એવી 33 થી વધુ શાળાઓ મળી આવી છે જે સરકારી હોવા છતાં રવિવાર નહીં પણ શુક્રવારે એટલે કે જુમ્માની રજા આપે છે. ઝારખંડના મુખ્યમંત્રીના જિલ્લામાં શરિયત શાસન લાગું થતું નજરે પડે છે.

    હિન્દુસ્તાનના અહેવાલમાં પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે ઝારખંડના જામતાડામાં શાળાઓને ઉર્દૂ શાળાઓમાં પરિવર્તિત કરવાના મામલા બાદ તેણે દુમકામાં (Dumka) પોતાની રીતે તપાસ કરી હતી. અહીં તેમને ખબર પડી કે આવી 33 થી વધુ શાળાઓ છે જે સંપૂર્ણ પણે ઉર્દૂ શાળાઓમાં ફેરવાઈ ગઈ છે.

    તેમના મધ્યાહન ભોજનના મેનૂ પર એવું પણ લખેલું છે કે બાળકોને ત્યાં રવિવારે પણ ભોજન આપવામાં આવે છે અને શુક્રવારે તેમની જુમ્માની રજા હોય છે. રિપોર્ટ અનુસાર, પ્રશાસનને જાણ કર્યા વિના જે શાળાઓને ઉર્દૂ શાળાઓમાં (Urdu School) પરિવર્તિત કરવામાં આવી છે તે તમામ શાળાઓ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી છે.

    - Advertisement -

    તેમાંથી 10 ઉર્દૂ શાળાઓ શિકારીપાડામાં છે જ્યારે જામા, જાર્મુંડી, કાઠીકુંડ અને દુમકામાં 2-2 શાળાઓ છે. એ જ રીતે સરૈયાહાટમાં 7 અને રાણેશ્ર્વરમાં 8 ગેરકાયદેસર ઉર્દૂ શાળાઓની ઓળખ કરવામાં આવી છે.

    સરકારી શાળાઓમાં (Government School) કરવામાં આવેલા આ ફેરફાર અંગે જિલ્લા શિક્ષણ અધિક્ષક સંજય કુમાર દાસે કહ્યું છે કે તેમણે દરેક બ્લોકમાંથી રિપોર્ટ મંગાવ્યો છે. તે જાણવામાં આવી રહ્યું છે કે કયા સંજોગોમાં આ રીતે સરકારી શાળાઓમાં શુક્રવારે રવિવારની રજા આપવામાં આવી છે અને આ શાળાઓ સાથે ઉર્દૂ કેવી રીતે જોડાયેલું છે. સંજય કુમાર દાસે કહ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ તેઓ આ મામલે પોતાની રીતે તપાસ કરશે અને ત્યારબાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે દુમકામાં જે શાળાઓમાં આ ફેરફારની ફરિયાદ કરવામાં આવી છે તે સરકારી શાળાઓ છે મદરેસા નથી. આ પહેલા ઝારખંડના જામતારામાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. દુમકાના સાંસદે જ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને (Dharmendra Peadhan) પત્ર લખીને જણાવ્યું હતું કે કેવી રીતે જિલ્લાની 100 થી વધુ મુસ્લિમ બહુમતીવાળી શાળાઓને રવિવારના બદલે શુક્રવારે રજા આપવામાં આવે છે અને ઉર્દૂ શાળા ન હોય તેવી શાળાઓને પણ ઉર્દૂ શાળાઓ બનાવવાનું ષડયંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે.

    તેમના પત્રમાં તેમણે કહ્યું હતું કે દરેક સમુદાયના બાળકો આ શાળાઓમાં જાય છે. આવી સ્થિતિમાં તેની તેમના માનસ પર ખૂબ જ વિપરીત અસર પડે છે. એકરૂપતા જાળવવા માટે, તેમણે માંગ કરી છે કે શાળાઓમાં રવિવારને રજા તરીકે નક્કી કરવામાં આવે અને કેટલાક બ્લોકમાં શાળાઓ નિયમોનો ભંગ કેવી રીતે કરે છે તેની નોંધ લેવામાં આવે.

    રાજ્યના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોએ કહ્યું કે આ માહિતી મળતાં જ તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અને એક સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને સરકારની સૂચનાઓનું પાલન કરવામાં આવશે.

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ઝારખંડમાંથી જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં સ્થાનિક મુસ્લિમ લોકોએ તેમની વસ્તીને ધ્યાનમાં રાખીને શાળાના નિયમો બદલવા માટે શાળા પર દબાણ કર્યું હતું. આ પછી શાળાની પ્રાર્થના અને પ્રાર્થનાની રીત બધુ જ બદલાઈ ગયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં