Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરને RSS પ્રમુખ મોહન ભાગવતના હસ્તે માનદ પદવી અપાતા...

    મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરને RSS પ્રમુખ મોહન ભાગવતના હસ્તે માનદ પદવી અપાતા ભડકી ઉઠ્યા લિબરલો, સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો 

    આરએસએસના પ્રમુખના હાથે સુનિલ ગાવસ્કરને માનદ પદવી અપાતા લિબરલોએ સોશિયલ મીડિયા પર બૂમરાણ મચાવી મૂકી હતી અને ગાવસ્કરની ટીકા કરી હતી તો અન્ય પણ ટિપ્પણીઓ કરી હતી. 

    - Advertisement -

    તાજેતરમાં જ કર્ણાટકના ચિકબલ્લાપુરા સ્થિત શ્રી સત્ય સાંઈ યુનિવર્સીટી ઑફ હ્યુમન એક્સલન્સ દ્વારા પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના પ્રખ્યાત ક્રિકેટર સુનિલ ગાવસ્કરને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન કરવામાં આવી હતી. જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલાક ડૉ. મોહન ભાગવતના હસ્તે ગાવસ્કરને પદવી આપવામાં આવતા ભારતના લિબરલો અકળાઈ ઉઠ્યા હતા. 

    આરએસએસના પ્રમુખના હાથે સુનિલ ગાવસ્કરને માનદ પદવી અપાતા લિબરલો અકળાઈ ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર બૂમરાણ મચાવી મૂકી હતી અને ગાવસ્કરની ટીકા કરી હતી તો અન્ય પણ ટિપ્પણીઓ કરી હતી. 

    એમિનેમ નામના એક યુઝરે કહ્યું કે, તેણે થોડા દિવસો પહેલાં વાંચ્યું હતું કે મુંબઈના રમખાણો વખતે ગાવસ્કરે મુસ્લિમ પરિવારની મદદ કરી હતી અને તેના માટે ગાવસ્કર વિશેની ઈજ્જતમાં વધારો થયો હતો. પરંતુ આ તસ્વીરે તેને વિચાર બદલવા માટે મજબુર કરી દીધો છે!

    - Advertisement -

    એક યુઝરે ગાવસ્કરને પદવી મળવાની વાતને સીધી શ્રીલંકાના આર્થિક સંકટ સાથે જોડી દીધી હતી. તેમણે શ્રીલંકાના ક્રિકેટરો સાથે ગાવસ્કરને સરખાવીને કહ્યું કે, તેઓ તેમના લોકો સાથે ઉભા છે જ્યારે અહીંના ખેલાડીઓ સરકાર અને આરએસએસ જેવાં ફાસીવાદી સંગઠનો સાથે ભળી ગયા છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે ગત સપ્તાહે ત્યાંની જનતા રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગઈ હતી અને ઠેરઠેર પ્રદર્શનો થયાં હતાં. આ પ્રદર્શનોમાં શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યા પણ લોકોનો સાથ આપતા જોવા મળ્યા હતા. 

    અન્ય એક યુઝરે ગાવસ્કરને સંઘી માનસિકતા ધરાવનારા ગણાવી દીધા હતા અને કહ્યું કે તેમણે પોતે જ પોતાને ‘એક્સપોઝ’ કરી દીધા છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે મુંબઈમાં 1992માં થયેલાં તોફાનો દરમિયાન સુનિલ ગાવસ્કરે એક મુસ્લિમ પરિવારને બચાવી લીધો હતો. આ સમાચાર સામે આવતાં જ લિબરલોએ તેમને ‘હીરો’ ઘોષિત કરી દીધા હતા. 

    જોકે, ભારતના કથિત લિબરલોની એક આદત રહી છે કે કોઈ ખ્યાતનામ હસ્તી જ્યાં સુધી તેમના પક્ષે રહીને બોલે-લખે ત્યાં સુધી જ તેઓ તેને માથે ચડાવીને ફરતા રહે છે અને એક પણ શબ્દ વિરોધી વિચારધારાના પક્ષમાં બોલવાથી કે ઘણીવાર આ પ્રકારે કંઈ ન બોલીને માત્ર કાર્યક્રમોમાં સામેલ થવાથી પણ એ જ ‘લિબરલો’ તેમને ‘કેન્સલ’ પણ કરી દે છે. 

    2020માં જ્યારે દેશમાં સીએએ વિરોધી પ્રદર્શનો થઇ રહ્યાં હતાં ત્યારે સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે યુવાનોએ ભારતના નિર્માણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે કેટલાક યુવાનો અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવાની જગ્યાએ વર્ષ બરબાદ કરવામાં લાગ્યા છે. ત્યારે પણ તેઓ લિબરલો, ડાબેરીઓના નિશાને ચડી ગયા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં