Friday, November 15, 2024
More
    Home Blog Page 1063

    ગઝવા-એ-હિન્દનો પર્દાફાશ: ત્રણ વોટ્સએપ ગ્રુપ દ્વારા 2023માં ભારત વિરુદ્ધ જેહાદ છેડવાનો પ્લાન નક્કી કરવામાં આવી રહ્યો હતો

    2047 સુધીમાં ભારતને ઈસ્લામિક દેશ બનાવવાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ બિહાર પોલીસ દ્વારા મારગુવ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ કરવામાં આવી હતી. તે 2023માં જેહાદ કરવા માટે કાવતરામાં વ્યસ્ત હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ માટે ઘણા વોટ્સએપ ગ્રુપ્સ અને સ્લીપર સેલ બનાવ્યા હતા. તે સોશિયલ મીડિયા પર સતત ઉશ્કેરણીજનક પોસ્ટ કરતો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મરગુબ મૂળ પટનાની બાજુમાં આવેલા ફુલવારી શરીફની મુનીર કોલોનીનો રહેવાસી છે. તેના 3 વોટ્સએપ ગ્રુપ્સ હતા. તેમાં અનુક્રમે 181, 10 અને 11 સભ્યો છે. તેના જૂથમાં ઘણા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. ત્રણેય જૂથોનું નામ ગઝવા-એ-હિંદ હતું, જેમના પ્રોફાઇલ ફોટોમાં ભારતના ધ્વજને લીલો રંગ કરવામાં આવ્યો હતો. તેના પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો.

    મારગુબે ગઝવા-એ-હિંદ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. તેના દ્વારા મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવામાં આવ્યા હતા. દેશ સામે નફરત પેદા કરવામાં આવી રહી હતી. હિન્દુઓને નિશાન બનાવવાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો હતો. તેણે પોતાના સ્લીપર સેલમાં ઘણા યુવાનોની ભરતી પણ કરી હતી.

    અન્ય એક અહેવાલ અનુસાર, મારગુબ પાકિસ્તાનના તહરીક-એ-લબૈકના સંપર્કમાં પણ હતો. મારગુવની માતાના કહેવા પ્રમાણે, તેના પુત્રની માનસિક સ્થિતિ સારી નથી. તે કહે છે, “મારો દીકરો દિવસભર ફોન વાપર્યા કરતો હતો. જ્યારે પણ અમે તેની પાસેથી ફોન લેવાનો પ્રયાસ કરતા ત્યારે તે અમારી સાથે ઝઘડો કરતો હતો. અમને ખબર ન હતી કે તે ફોન પર શું કરી રહ્યો છે.” તેણે કહ્યું, “મારો પુત્ર માનસિક રીતે બીમાર છે. તે કપડાં પહેર્યા વગર બાથરૂમમાં ઘૂસી જતો હતો. તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. તે કંઈ ખોટું કરી શકે નહીં. તે ફોન પર ગીતો સાંભળતો હતો અને ગંદા વીડિયો અને ફોટા જોતો હતો.

    12 જૂન, 2022ના રોજ, મારગુવે ફેસબુક પર બોયકોટ ઈન્ડિયા નામનું અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં તેમણે તિરંગા પર ક્રોસ સાઈન લગાવીને પયગમ્બરને પ્રેમ કરવાના નામે ભારતીય સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તે ઘણીવાર રાષ્ટ્રવિરોધી ભાષા બોલતો હતો, જેમાં ભારતનું નામ ભૂંસી નાખવાની વાતો થતી હતી. આવી જ એક પોસ્ટમાં તેણે લખ્યું, “ભારત ખતમ થઈ જશે, મારા પયગમ્બરનું નામ હંમેશા ઉંચુ રહેશે, ઈન્શા અલ્લાહ… ઈન્શા અલ્લાહ.”

    મરગુબ અહેમદ મદરેસામાં ભણતો હતો અને સ્થાનિક બાળકોને કુરાન શીખવતો હતો. કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના વખાણ કરતા તેઓ તેમને શહીદ કહેતા હતા. તેણે પોતાના વોટ્સએપ ગ્રુપમાં એક પાકિસ્તાની એડમિન પણ બનાવ્યો છે. SSP પટનાના જણાવ્યા અનુસાર, “26 વર્ષીય મારગુબ 2016થી તેની તૈયારીઓમાં વ્યસ્ત હતો. તેણે વિદેશમાં પણ કામ કર્યું છે. પાકિસ્તાન ઉપરાંત તે કેટલાક કાશ્મીરી આતંકવાદી સંગઠનો સાથે પણ જોડાયેલો છે.”

    ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં પીએમનું અપમાન કરી શકાય નહીં’: અલાહાબાદ હાઇકોર્ટે મુમતાઝ મન્સૂરીની અરજી ફગાવી, પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ

    ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઇકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સરકારના અન્ય મંત્રીઓ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર મુમતાઝ મન્સૂરીને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને સાથે નોંધ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ વડાપ્રધાન કે મંત્રીઓને અપશબ્દો ન કહી શકાય. 

    મુમતાઝ મન્સૂરીએ પોતાના ફેસબુક આઈડી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓ અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈને તેની વિરુદ્ધ એક પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

    દાખલ થયેલ એફઆઈઆર વિરુદ્ધ મુમતાઝે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આ એફઆઈઆર રદ કરવા માટેની અપીલ કરી હતી. જે મામલે સુનાવણી કરતાં અલાહાબાદ હાઇકોર્ટની બે જજની ખંડપીઠે કહ્યું હતું કે, દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મળે છે, પરંતુ તેનો દુરુપયોગ પણ કરી શકાય નહીં. 

    કોર્ટે કહ્યું, “બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. પરંતુ આ અધિકારનો અર્થ એ નથી કે કોઈ નાગરિક વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે. તે પછી દેશના વડાપ્રધાન કે સરકારના અન્ય મંત્રી પણ કેમ ન હોય. 

    ખંડપીઠે કહ્યું, “એફઆઈઆર સ્પષ્ટપણે જણાવે છે કે સભાનપણે ગુનો આચરવામાં આવ્યો છે. કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરીને એફઆઈઆર રદ કરવા માંગતી નથી. આ મામલે સબંધિત વિભાગોને કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કોર્ટે વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. 

    એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 2020માં મન્સૂરીએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન, ગૃહપ્રધાન અને અન્ય મંત્રીઓને લઈને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જે બાદ તેની સામે આઇપીસીની કલમ 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદે જાણીજોઈને અપમાન કરવું) અને આઇટી એક્ટની કલમ 67 (ઇલેક્ટ્રોનિક રૂપમાં વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવી) હેઠળ મીરગંજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    આ મામલે એફઆઈઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને વડાપ્રધાન કે કોઈ પણ વ્યક્તિ વિશે આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓ કરી શકાય નહીં.

    પુત્ર પર મહિલાને વાંધાજનક ઈમેલ કરવાનો આરોપ, માતા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર: વિપક્ષે રોમન કેથોલિક પર વિશ્વાસ મૂક્યો

    પુત્ર પર મહિલાને વાંધાજનક ઈમેલ કરવાનો આરોપ છે તે માર્ગારેટ આલ્વાને વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે વિપક્ષ (યુપીએ)એ પણ આ જ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. યુપીએએ NDAના જગદીપ ધનકર સામે માર્ગારેટ આલ્વાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જેમના પુત્ર પર મહિલાને વાંધાજનક ઈમેલ મોકલવાનો આરોપ છે. NCPના વડા શરદ પવાર દ્વારા 17 જુલાઈ 2022 (રવિવાર)ના રોજ પત્રકાર પરિષદમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પણ હાજર હતા. આ બેઠક શરદ પવારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સ તરફથી સીતારામ યેચુરી, શિવસેનાના સંજય રાઉત હાજર હતા. બેઠક બાદ માર્ગારેટ આલ્વાના નામ પર સર્વસંમતિથી મહોર મારવામાં આવી હતી.

    શિવસેનાના સંજય રાઉતે માર્ગારેટ આલ્વાના નામ પર સહમતિ દર્શાવતા સમગ્ર વિપક્ષને આ નિર્ણય પર એકજૂથ હોવાનું જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે જગદીપ ધનકર હિંદુ ધર્મના જાટ સમુદાયના છે, જ્યારે માર્ગારેટ આલ્વા રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મના છે. તેઓ રાજસ્થાન સહિત ગોવા, રાજસ્થાન, ઉત્તરાખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2018 માં, એક મહિલાને અનેક વાંધાજનક મેઇલ મોકલવા બદલ ગુરુગ્રામ પોલીસ દ્વારા તેમના પુત્ર નિખિલ આલ્વા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જોકે, બાદમાં નિખિલે તેને નકલી અને પાયાવિહોણી ફરિયાદ ગણાવી હતી.

    નોંધનીય છે કે એક દિવસ પહેલા 16 જુલાઈના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. રાજસ્થાનના વતની ધનકરને ખેડૂત પુત્ર પણ કહેવામાં આવે છે.

    ઉત્તર પ્રદેશ: સરયુ કિનારેથી મળી આવ્યું 53 કિલો વજનનું ચાંદીનું શિવલિંગ, લોકોએ કહ્યું- રાષ્ટ્ર માટે આ સુખદ સંદેશ

    પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું અનેરું મહત્વ છે. શ્રાવણમાં દેશભરમાં શિવજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. દરમ્યાન, ઉત્તર પ્રદેશમાં સરયૂ નદીના કાંઠેથી એક ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. 

    ચાંદીનું આ શિવલિંગ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં સરયૂ નદીના કાંઠે રેતી નીચેથી મળી આવ્યું છે. શિવલિંગ મળવાની ખબર આગની જેમ ફેલાઈ ગયા બાદ લોકો ત્યાં પહોંચવા માંડ્યા અને પછીથી આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે શિવલિંગને પોલીસ મથકે પહોંચાડ્યું હતું અને પૂજા-અર્ચના શરૂ કરી હતી. આ શિવલિંગનું વજન 53 કિલોગ્રામ હોવાનું કહેવાય છે.

    મીડિયા સાથે વાતચીત કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શિવલિંગને આદરપૂર્વક પોલીસ મથકે રાખવામાં આવ્યું છે. આ મામલે તપાસ એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ શિવલિંગ લોકોને પરત કરી દેવામાં આવશે. 

    તેમણે જણાવ્યું કે, લોકોની સામે જ જવેલર્સને બોલાવીને શિવલિંગનું વજન કરાવવામાં આવ્યું છે. વિશેષ એજન્સીઓ પાસે તપાસ કરાવીને શિવલિંગ કયા ક્ષેત્રનું છે અને નદીમાં કેવી રીતે આવ્યું તે મામલે જાણકારી મેળવવામાં આવી રહી છે. સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઈ અન્ય બાબત સામે નહીં આવે તો જે ક્ષેત્રના લોકોને આ શિવલિંગ મળ્યું છે તેમને પરત કરી દેવામાં આવશે.

    રિપોર્ટ અનુસાર, રામમિલન સાહની નામના વ્યક્તિ શનિવારે નદીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પૂજા પાત્ર ધોવા માટે નદીમાંથી માટી કાઢતી વખતે રેતીમાં કંઈક વસ્તુ હોવાનો અહેસાસ થયો. જે બાદ તેમણે નજીકમાં જ માછલી પકડી રહેલા અન્ય એક વ્યક્તિને બોલાવ્યો અને બંનેએ ખોદકામ કરતાં તેમને ચાંદીનું શિવલિંગ મળી આવ્યું હતું. બંને શિવલિંગને ઘરે લઇ આવ્યા અને નજીકના મંદિરના પૂજારીને જાણ કરી હતી. જે બાદ વિધિવત રીતે પૂજા-અર્ચના કરી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

    શિવલિંગ મળી આવ્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ લોકોએ ‘હર હર મહાદેવ’ અને ‘ભોલેનાથ કી જય’ લખીને ખુશી વ્યક્ત કરી હતી. 

    આચાર્ય રાજરત્નમે કહ્યું કે, શ્રાવણ માસમાં બાબા ભોલેનાથનું પ્રકટીકરણ રાષ્ટ્ર માટે એક સુખદ સંદેશ છે. 

    એક યુઝરે પોલીસને કહ્યું હતું કે, તેમની ઉપર ભગવાન શિવના આશીર્વાદ વરસ્યા છે તેમજ અપીલ કરી હતી કે શિવલિંગને પૂરેપૂરા આદર-સન્માન સાથે રાખવામાં આવે.

    તેલંગાણાના મુખ્યમંત્રી KCRનો બફાટ: વાદળ ફાટવા પાછળ વિદેશી તાકાતોનો હાથ છે; વાદળ ફાટવાનાં મૂળ કારણો કયાં છે?

    તાજેતરમાં ઉત્તરના રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટના બની હતી ત્યારે હવે આ ઘટનાને લાઈન તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે વાદળ ફાટવાની ઘટના વિદેશી ષડ્યંત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે બીજા દેશો ભારતના લદાખ અને કાશ્મીર જેવા વિસ્તારોમાં જાણીજોઈને આવી ઘટનાઓને અંજામ આપે છે. 

    પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતી વખતે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે ઉપસ્થિત પત્રકારોને આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, “વાદળ ફાટવાની ઘટના જેવી નવી બાબતો સામે આવી છે. લાગે છે કે વિદેશો જાણીજોઈને આપણા દેશમાં આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. પહેલાં તેમણે લદાખમાં આમ કર્યું અને હવે ઉત્તરાખંડ અને ગોદાવરી બેસિનમાં વાદળ ફાટવાની ઘટના બની છે.”

    તેલંગાણા ભાજપ પ્રમુખ સંજય કુમારે સીએમ કેસીઆરની આ ટિપ્પણીને મજાક ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેમની નિષ્ફ્ળતાઓ ઢાંક્વા માટે કેસીઆર આવાં નાટકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મૂળ મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે મુખ્યમંત્રી આ પ્રકારે વિદેશી ષડ્યંત્રોને જવાબદાર ગણાવી રહ્યા છે. 

    બીજી તરફ, તેલંગાણા કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે, જો કેસીઆર પાસે વાદળ ફાટવા પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાના પુરાવા હોય તો તેમણે આ માહિતી આઈબી અને રૉ જેવી એજન્સીઓને તેમજ કેન્દ્ર સરકારને આપવી જોઈએ, કારણ કે આ મુખ્યમંત્રીની ફરજ છે.

    તેલંગાણા સીએમઓ અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યના ભદ્રાચલમથી એટુરૂનગરમ સુધી ગોદાવરીના પૂરથી અસરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉફાણાઈ ગોદાવરી નદીની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે તેલંગાણામાં પૂરમાં ડૂબેલા અસરગ્રસ્ત ગામોની પણ મુલાકાત લીધી હતી.

    રિપોર્ટ અનુસાર, ભદ્રાચલમ શહેરમાં ગોદાવરી નદીનું જળસ્તર 71.30 ફૂટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે અહીં જોખમી સપાટી 53 ફુટ છે. બીજી તરફ, આ વિસ્તારોના લગભગ 26 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. 

    તેલંગાણા સીએમ કેસીઆરની ટિપ્પણીઓથી વિપરીત વાદળ ફાટવાની ઘટના કુદરતી છે. વાદળ ફાટે ત્યારે એક નાના ભૌગોલિક વિસ્તારમાં ઓછા સમયમાં બહુ મોટા પ્રમાણમાં વરસાદ પડે છે. વાદળ ફાટે ત્યારે વરસાદ ફુવારાની માફક પડે છે અને જેનો દર કલાકના પાંચ ઇંચ જેટલો હોય છે. 

    આવી ઘટનાઓ સામન્યતઃ રણવિસ્તાર કે પહાડી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. ગરમ હવે પહાડોથી અથડાઈને ઉપર જાય છે ત્યારે વાદળ સાથે ટકરાય છે. વાદળમાં રહેલા પાણીના અણુઓ વચ્ચે લાગતું આંતર આણ્વિક બળ ઓછું થાય છે જેના કારણે પાણીના અણુઓ પણ હવા સાથે ઉપર તરફ ગતિ કરે છે. આ અણુઓ સંઘનિત તો થઇ જાય છે પરંતુ ઈલેક્ટ્રો બળના કારણે વાદળોમાંથી બહાર નીકળી શકતાં નથી. જેના કારણે વાદળ ફાટે છે અને એકસાથે પાણીનો વરસાદ થાય છે.

    વરસાદ એ વાદળમાંથી નીચે પડતું સંઘનિત પાણી હોય છે, જ્યારે વાદળ ફાટવું એ વરસાદી આફત છે. પ્રતિ કલાક 100 મિમીથી વધુ વરસાદ પડે ત્યારે તેને વાદળ ફાટવાની ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 

    અમદાવાદ: જુહાપુરાનો કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરા પકડાયો, અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે કુલ 30 કેસ

    અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાને (Nazir Vora) પોલીસે જુહાપુરાથી પકડી લીધો છે. આ વખતે નઝીર વોરા પર એક મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આ કેસ સાથે તેની ઉપર અત્યાર સુધીમાં કુલ 30 કેસ નોંધાયા છે, ઉપરાંત અનેક વખત તેની ધરપકડ પણ થઇ ચૂકી છે. 

    નઝીર વોરા અને તેના સાથીઓ પર જુહાપુરાની જ એક મહિલા સમીમબાનું શેખને અપશબ્દો કહીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. સતત ચાર મહિના સુધી નઝીર અને તેના સાથીદારો મહિલાને માનસિક ત્રાસ આપતા હોવાનું અને ધમકી આપતા હોવાનું કહેવાયું છે. જે બાદ વેજલપુર પોલીસે આ મામલે કાર્યવાહી કરી નઝીરની ધરપકડ કરી લીધી હતી અને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. 

    નઝીર વોરા અત્યાર સુધીમાં ચાર વખત ફરાર થયા બાદ ઝડપાઇ ચૂક્યો છે તેમજ પાંચ વખત પાસા હેઠળ જેલમાં જઈ ચૂક્યો છે. તેની વિરુદ્ધ 1994થી લઈને અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસ, ધમકી, ખંડણી, સંપત્તિ હડપ કરી લેવી વગેરે મામલે કેસ નોંધાઈ ચૂક્યા છે. 

    કહેવાતો બિલ્ડર નઝીર વોરા નામચીન ગુંડો બની ગયો હતો અને તેની કુંડળી ગુનાઓથી ભરેલી છે. જુહાપુરામાં તેણે અનેક ગેરકાયદે બાંધકામો કર્યાં હતાં. જેમાંથી કેટલાંક ગેરકાયદે બાંધકામો તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમે નઝીરના તોડી પાડ્યા હતા. 

    નઝીર બિલ્ડર હોવાનું કહીને લોકોની જમીનો અને મિલકતો પચાવી પાડવાનું કામ કરે છે. તેણે સરકારી જમીનો પર દબાણ કરી મિલ્કતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી કરી લીધી હતી. અગાઉ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતો હતો પરંતુ કડક અધિકારીઓ આવતા તેનું ન ચાલ્યું અને એક પછી એક કેસમાં ધરપકડ થવા માંડી હતી.

    નઝીર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવતાં તે પત્ની સાથે ફરાર થઇ ગયો હતો. તે ખેડા નજીક સાસરે રહેતો હતો પરંતુ તેની વિરુદ્ધ વોરન્ટ ઈસ્યૂ કરવામાં આવતાં 2021માં આત્મસમર્પણ કરી દીધું હતું. જે બાદ તેને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. 

    નઝીર વોરા એક સમયે અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફના જમણા હાથ ગણાતા અબ્દુલ વહાબ સાથે કામ કરતો હતો. જોકે, પછીથી તે અલગ થઇ ગયો હતો. 2012 માં નઝીર પર વહાબ ગેંગ દ્વારા ફાયરિંગ પણ થયું હતું. 

    માત્ર નઝીર વોરા જ નહીં પરંતુ તેની પત્ની વિરુદ્ધ પણ કેસ નોંધાઈ ચૂક્યા છે. 2019 માં પાલડીના એક રહીશે નઝીર વોરાની પત્ની સાજેદા વોરા વિરુદ્ધ ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદી જુહાપુરામાં પ્લાસ્ટિકની ફેક્ટરી ચલાવતા હતા, જે ખાલી કરી દેવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી. સાજેદા અને તેના સાથીદારોએ ફેક્ટરી પર જઈને ધમકી આપી હતી અને જ્યારે ફરિયાદીએ પોલીસને જાણ કરી તો સાજેદા અને અન્યોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 

    શીખ સંસદ સભ્યએ ભગતસિંહને આતંકવાદી કહ્યા, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ભિંડરાવાલેને આદર્શ માનેછે આ શીખ સાંસદ

    શીખ નેતાએ ભગતસિંહને આતંકવાદી કહ્યા, આવું અપમાન જનક નિવેદન આપ્યું છે, શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ સિમરનજીત સિંહ માને, માન દ્વારા ભગત સિંહને ‘આતંકવાદી’ કહ્યા ત્તેયાર બાદ તેમનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. પંજાબ સરકારમાં મંત્રી ગુરમીત સિંહ મીતે સંગરુરના સાંસદને તેમના નિવેદન માટે બિનશરતી માફી માંગવા કહ્યું છે. શીખ નેતાએ ભગતસિંહને આતંકવાદી કહ્યા બાદ ભગતસિંહના બલિદાનને સર્વોચ્ચ બલિદાન ગણાવતા ભગવંત માન સરકારે તેમને શહીદનો દરજ્જો આપવાની જાહેરાત પણ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર , પંજાબ સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી ગુરમીત સિંહે કહ્યું, “શિરોમણી અકાલી દળના સાંસદે દેશ માટે પોતાનું બલિદાન આપનારા ભગત સિંહના બલિદાનનું અપમાન કર્યું છે. ભગતસિંહ મારા પણ આદર્શ છે. ભગતસિંહની સાથે સાથે રાજગુરુ અને સુખદેવનું બલિદાન પણ સમગ્ર દેશના યુવાનોને ગર્વ અનુભવે છે.

    આ જ નિવેદનમાં મંત્રી ગુરમીતે આગળ કહ્યું, “હું સ્પષ્ટ કહું છું કે અમારી સરકાર સરદાર ભગત સિંહને શહીદનો દરજ્જો આપશે. જો જરૂર પડશે તો અમે શિરોમણી અકાલી દળના સાંસદના આ ખૂબ જ અપમાનજનક અને વાંધાજનક નિવેદન પર કાયદેસરની કાર્યવાહી પણ કરીશું.

    શિરોમણી અકાલી દળના સાંસદ સિમરનજીત સિંહ માને 14 જુલાઈ (ગુરુવારે) આ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનનો તેમની જ પાર્ટીમાં વિરોધ થઈ રહ્યો છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પોતાની જ પાર્ટીના આ સાંસદના નિવેદનની ટીકા કરી છે.

    ઉલ્લેખનીય છે કે અકાલી દળના સાંસદ સિમરનજીત સિંહ હરિયાણાના કરનાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન એક પત્રકારે પૂછ્યું કે દેશ માટે બલિદાન આપનાર ભગત સિંહને ઈતિહાસમાં આતંકવાદી કેમ કહેવામાં આવે છે? આના જવાબમાં, સાંસદે કહ્યું , “ભગતસિંહે માત્ર એક યુવાન બ્રિટિશ અધિકારીની હત્યા કરી ન હતી, પરંતુ તેણે એક અમૃતધારી શીખ સૈનિક ચન્નન સિંહની પણ હત્યા કરી હતી. બાદમાં તેણે સંસદમાં બોમ્બ ફેંક્યો હતો. તમે મને કહો કે તે આતંકવાદી બન્યો કે નહીં?

    સાંસદ સિમરનજીત સિંહ અને ખાલિસ્તાન

    સિમરનજીત સિંહ માનની પ્રોફાઇલ જોશો તો ખબર પડશે કે તે હંમેશા ખાલિસ્તાનીનો સમર્થક રહ્યો છે . ઓપરેશન બ્લુ સ્ટારના કારણે તેણે પોલીસની નોકરી છોડી દીધી હતી. એટલું જ નહીં, તેમની પાર્ટી પર બ્લૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લગાવવાનો પણ આરોપ છે. તેમની ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલ્લેઆમ ખાલિસ્તાનની માંગણી કરવામાં આવી છે.

    એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સાંસદ સિમરનજીતે એ બતાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કે હિન્દુ રાષ્ટ્રમાં શીખોની હાલત ખરાબ છે. તેણે કહ્યું હતું કે હિંદુઓને લાગે છે કે તે શીખોને મશીનગનથી ડરાવશે અને તે ખાલિસ્તાનની માંગ નહીં કરે. સંગરુરથી લોકસભા પેટાચૂંટણી જીત્યા બાદ સાંસદ સિમરનજીતે કહ્યું હતું કે આ ખાલિસ્તાની જરનૈલ સિંહ ભિંડરાવાલે દ્વારા આપવામાં આવેલા પાઠની જીત છે.

    લુલુ મોલ બાદ હવે ચારબાગ રેલ્વે સ્ટેશનમાં નમાઝ પઢવાનો વિવાદ, હિંદુ મહાસભા સીઓ જીઆરપી સામે મઝાર અને જેહાદનો મુદ્દો ઉઠાવશે

    ચારબાગ રેલ્વે સ્ટેશનમાં નમાઝ પઢતા વિવાદને વેગ મળ્યો છે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના લુલુ મોલમાં નમાઝનો મુદ્દો ઉઠાવનાર હિંદુ મહાસભા હવે રેલ્વે સ્ટેશનોની અંદર કરવામાં આવતી નમાજ સામે આંદોલન કરશે. હિન્દુ મહાસભાના નેતા નેતા અને વકીલ શિશિર ચતુર્વેદીએ આની શરૂઆત કરી છે અને તેઓ આજે ચારબાગ રેલ્વે સ્ટેશનમાં નમાઝ પઢવાનો વિરોધ કરશે. હિન્દુ મહાસભા હવે દેશભરમાં રેલવે સ્ટેશનમાં બનેલી મઝારને લઈને એક મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહી છે.

    હિન્દુ મહાસભાના નેતા શિશિર ચતુર્વેદીએ કહ્યું કે તેઓ આજે લખનૌથી તેની શરૂઆત કરી રહ્યા છે અને તેઓ ચારબાગમાં સીઓ જીઆરપીને મળશે અને આ મામલે વાંધો ઉઠાવશે. શિશિર ચતુર્વેદીએ કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે લખનૌના ચારબાગ સ્ટેશન પર બનેલી મઝાર પર લોકો આવે છે અને આ લોકો ટિકિટ પણ લેતા નથી. આ લોકો બીજા દરવાજેથી પ્રવેશ કરે છે. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમણે કહ્યું કે દેશના તમામ રેલવે સ્ટેશનોમાં આવી મઝારો બનાવવામાં આવી છે અને તેમની પાસે જમીનના કાગળો કે રજિસ્ટ્રી પણ નથી. તે છતાં, કબર-મઝાર બની રહી છે. મઝાર જેહાદમાં રેલવે પ્રશાસનના અધિકારીઓ પણ સામેલ છે. તેથી આ લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ચતુર્વેદીએ કહ્યું કે આ ગંભીર બાબત છે. તપાસ થવી જોઈએ કે આખરે રેલવે સ્ટેશન અને રસ્તાઓ પર મઝાર કેવી રીતે બનાવવામાં આવી છે.

    સ્ટેશનની અંદર નમાઝનો વિરોધ કરશે

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે રેલવે સ્ટેશનની અંદર નમાઝ અદા કરવામાં આવે છે. આ એક ખોટી પરંપરા છે અને તેને ખતમ કરવી જોઈએ. ચતુર્વેદીએ આ માટે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ રેલવે સ્ટેશનમાં નમાઝ અદા કરી રહ્યો છે. ચતુર્વેદીનો દાવો છે કે આ વીડિયો ચારબાગ રેલવે સ્ટેશનનો છે. જીઆરપીએ આ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ અને સ્ટેશનની અંદર નમાઝ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

    લુલુમાં લવ જેહાદ થાય છે-હિંદુ મહાસભા

    મીડિયા રીપોર્ટ અનુસાર હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીનું કહેવું છે કે લુલુ મોલમાં લવ જેહાદ થાય છે. કેરળમાં અનેક ઘટનાઓ બની છે. લખનૌમાં પણ આવું જ થઈ શકે છે. તેમણે કહ્યું કે લુલુ મોલ મેનેજમેન્ટ પાસેથી કર્મચારીઓની યાદી માંગવામાં આવી છે અને જો તેઓ નહીં આપે તો લવ જેહાદનો મામલો ઉઠાવવામાં આવશે. તેમનો દાવો છે કે લુલુ મોલમાં 80 ટકા મુસ્લિમ યુવાનો કામ કરે છે જ્યારે 80 ટકાથી વધુ હિંદુ છોકરીઓને નોકરી આપવામાં આવી છે.

    દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે CBIને ભ્રષ્ટાચારના કેસમાં AAP ધારાસભ્ય ‘BC’ અમાનતુલ્લા ખાન સામે કેસ ચલાવવાની મંજૂરી આપી

    આજે (17 જુલાઈ) દેશના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ જાહેર તિજોરીને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર નિમણૂંકોના મામલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (બેડ કેરેક્ટર) BC અમાનતુલ્લા ખાન સામે કાર્યવાહી કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કાર્યવાહીની મંજૂરી આપી છે.

    LGની મંજૂરી સાથે, CBI તેમની સામે ગેરકાયદેસર નિમણૂંકો માટે કાર્યવાહી કરશે જ્યારે તેઓ વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા, જેના કારણે તિજોરીને નુકસાન થયું હતું. ઓખલા વિધાનસભાના AAP ધારાસભ્ય પર CBI દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને IPCની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ખાન પર ભ્રષ્ટાચાર અને ફોજદારી ગુનાઓનો પણ આરોપ છે જેમાં નીતિ, નિયમો અને પદના દુરુપયોગનો ઇરાદાપૂર્વક અને ગુનાહિત ઉલ્લંઘનનો સમાવેશ થાય છે.

    અમાનતુલ્લા ખાન ઉપરાંત, વકફ બોર્ડના તત્કાલિન સીઈઓ મહેબૂબ આલમ વિરુદ્ધ નિયમોના ગુનાહિત ઉલ્લંઘન, પદનો દુરુપયોગ, સરકારી તિજોરી અને અન્ય સંબંધિત વિભાગોને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

    ખાન સામેનો કેસ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2016 માં દિલ્હી સરકારના મહેસૂલ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં વકફ બોર્ડમાં ગેરકાયદેસર નિમણૂકોનો આરોપ મૂક્યો હતો, જેના કારણે જાહેર નાણાંનું નુકસાન થયું હતું. ફરિયાદ બાદ, સીબીઆઈએ 2016 માં એફઆઈઆર દાખલ કરી હતી. અહેવાલ મુજબ, સીબીઆઈએ આ બાબતની તપાસ કરી છે અને AAP ધારાસભ્ય વિરુદ્ધ નોંધપાત્ર પુરાવા મળ્યા છે, જે પછી સીબીઆઈએ એલજી પાસેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરવાનગી માંગી છે.

    ફરિયાદ અનુસાર, નવા વકફ બોર્ડના સીઈઓ અને 30 થી વધુ સ્ટાફ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી અને વકફ એક્ટ, 1955 અને દિલ્હી વક્ફ નિયમો, 1977ની કલમ 24નું ઉલ્લંઘન કરીને કામ કરવામાં આવ્યું હતું. એફઆઈઆરમાં જણાવાયું હતું કે અધિકારીઓની અનિયમિત અને ગેરકાયદેસર નિમણૂક કરવામાં આવી હતી. જેના કારણે દિલ્હી વક્ફ બોર્ડની આવક ગુમાવવી પડી, અને જાહેર સેવકો તરીકે તેમની સત્તાવાર હોદ્દાઓનો દુરુપયોગ કરીને નિમણૂંકો કરવામાં આવી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વકફ બોર્ડની મિલકતો ભાડૂતોને લીઝ પર આપવામાં આવી હતી અને અતિક્રમણકર્તાઓને લીઝના નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતો કબજે કરવાની મંજૂરી આપવામાં આવી હતી જેના કારણે બોર્ડને આવક/સંપત્તિનું નુકસાન થયું હતું.

    ખાન પાસે અપમાનજનક ટિપ્પણીઓ અને ગેરકાનૂની આચરણનો મોટો રેકોર્ડ છે. તેની સામે અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તેમાંથી મોટા ભાગના કિસ્સામાં તેની સામે કેસ ચાલી રહ્યો છે. અમાનતુલ્લા ખાને એપ્રિલ 2021માં દશના મંદિરના મુખ્ય મઠાધિપતિ સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીને પ્રોફેટ મુહમ્મદ વિશેની ટિપ્પણી બદલ હિંસા કરવાની ધમકી આપી હતી. અમાનતુલ્લા ખાનને આ વર્ષની શરૂઆતમાં દિલ્હી પોલીસે બેડ કેરેક્ટર (BC) પણ જાહેર કર્યો હતો.

    2020 માં, BC અમાનતુલ્લા ખાન દિલ્હીના મદનાપુર ખાદરમાં રોહિંગ્યા મુસ્લિમોને વસાહત માટે કથિત રીતે સુવિધા આપવા માટે સમાચારમાંહતો. 300 થી વધુ રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદેસર રીતે દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં સ્થાયી થયા હતા અને તેઓ તેમનો આધાર વિસ્તારી રહ્યા છે, એમ દૈનિક ભાસ્કરના અહેવાલમાં જણાવાયું હતું. રિપોર્ટમાં એમ પણ ઉમેરાયું છે કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીના મદનપુર ખાદર વિસ્તારમાં સ્મશાનની આજુબાજુ ગેરકાયદેસર રીતે રહેતા હતા. વધુમાં, તેઓ ઉત્તર પ્રદેશ સરકારના સિંચાઈ વિભાગની જમીન પર સ્થાયી થયા હતા જે લગભગ 5.2 એકર જમીન છે.

    અહેવાલ મુજબ, તેમને તમામ સરકારી લાભો પણ મળ્યા હતા. લોકડાઉન વચ્ચે દિલ્હી સરકાર અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન તેમને મોટી માત્રામાં અનાજ આપી રહ્યા હતા. મદનપુર ખાદર નવી દિલ્હીના ઓખલા મતવિસ્તારમાં આવે છે. અહેવાલ મુજબ, રોહિંગ્યા મુસ્લિમોના ગેરકાયદેસર વસાહતમાં ગેરકાયદેસર રીતે વીજળીની ચોરી પણ કરવામાં આવી હતી અને બોરિંગનું પાણી પણ મળતું હતું.

    અમાનતુલ્લા ખાન પણ શાહીન બાગ વિરોધ પ્રદર્શનના મુખ્ય સૂત્રધાર શરજીલ ઇમામ સાથે જોવા મળ્યા હતા, જેણે મુસ્લિમોને ઉત્તર પૂર્વ ભારતને દેશના બાકીના ભાગોથી અલગ કરવા ઉશ્કેર્યા હતા. શરજીલ ઈમામ હવે જેલમાં સડી રહ્યો છે. ગાઝિયાબાદ પોલીસ દ્વારા અમાનતુલ્લા ખાન વિરુદ્ધ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હિંસા ભડકાવવા બદલ FIR પણ નોંધવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે 2020માં 15મી ડિસેમ્બરે જામિયા મિલિયામાં હિંસા ફાટી નીકળી તે પહેલાં ખાને ભડકાઉ ભાષણ કર્યું હતું.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો આ લેખ કરે છે ‘ડરા હુઆ મુસલમાન’ નું અવાસ્તવિક ચિત્રણ: મોત મળ્યું કન્હૈયા લાલને અને વિક્ટીમ રમે છે ‘મુસ્લિમ દરજીઓ’

    વ્યવસાયે દરજી કન્હૈયા લાલનું રાજસ્થાનના ઉદયપુરમાં બે મુસ્લિમ વ્યક્તિઓ દ્વારા માત્ર પૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માને સમર્થન કરવા બદલ શિરચ્છેદ કરવામાં આવ્યાના માંડ અઠવાડિયા પછી, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક કોલમ પ્રકાશિત કરી હતી. જેમાં ભારતમાં મુસ્લિમ દરજીઓ તેમની ધાર્મિક ઓળખ બતાવવાને કારણે કેવી રીતે જોખમમાં છે તે દર્શાવવાનો પ્રયાસ કરે છે.

    કન્હૈયા લાલના હત્યારાઓએ એક વિડિયો બહાર પાડ્યો હતો જ્યાં તેઓ કસાઈઓ દ્વારા વપરાતી છરીઓ દર્શાવતા હતા જેનો ઉપયોગ તેઓ કન્હૈયા લાલનું માથું કાપવા માટે કરે છે અને તેઓએ કેવી રીતે નિંદાનો બદલો લીધો તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. અને હવે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા એક રિતુપર્ણા ચેટરજીને પ્લેટફોર્મ પૂરું પાડે છે જે મુસ્લિમ પુરુષો, ખાસ કરીને દરજીઓ કે જે પોતાની ધાર્મિક ઓળખ છુપાવે છે જેનું કારણ ‘તમે જાણો જ છો’ એમ કહીને તેમને અવાસ્તવિક રૂપે રજૂ કરે છે. ચેટર્જીએ ‘ઓળખ છુપાવવાનું કારણ’ કહ્યું ના હોવાથી, કોઈને પણ લાગી શકે તેની પાછળનો ઈરાદો લોકોને છેતરવાનો હશે? એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યારે મુસ્લિમ પુરુષોએ તેમની ધાર્મિક ઓળખ છુપાવી છે અને હિંદુ મહિલાઓને માત્ર લગ્ન કરવા અને તેમને ઇસ્લામ સ્વીકારવા દબાણ કરવા માટે પ્રેમ સંબંધોમાં ફસાવી હોય. લેડીઝ ટેલર્સ માટે મહિલાઓ સૌથી મોટા ગ્રાહક હોવાથી, શું ‘લવ જેહાદ’ અથવા ગ્રૂમિંગ જેહાદને કરવા માટેનું પણ આ એક કારણ હોઈ શકે છે, તેવું કરવાની એક પ્રેરણા હોઈ શકે છે.

    હવે, ચાલો કન્હૈયા લાલ હત્યા પર પાછા જઈએ. તેની હત્યા કરનારા બે માણસોએ તેમના હાથની બાંયો પર તેમની ધાર્મિક ઓળખ પહેરી હતી. તેઓએ દાઢી રાખી, મુસ્લિમ ધાર્મિક ટોપી પહેરી હતી. તેઓએ તેના ગ્રાહકો હોવાનો ઢોંગ કર્યો અને જ્યારે તે તેની સૌથી નબળી ક્ષણે હતો, ત્યારે તેઓએ તેનું માથું કાપી નાખ્યું. કમલેશ તિવારીની હત્યા કરનાર વ્યક્તિ, જેને પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ નિંદાના આરોપમાં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હતી, તે અશફાકે ફેસબુક પર ‘રોહિત સોલંકી’ હોવાનો ઢોંગ કરીને તિવારી સાથે મિત્રતા કરી હતી. મને ફરી કહો કે ધાર્મિક ઓળખ છૂપાવવાને કટારલેખકે શા માટે અવાસ્તવિક રીતે દર્શાવ્યું હશે?

    ચેટર્જી પોતાની કૉલમની શરૂઆત તેણે નક્કી કરેલા કેટલાક વસ્ત્રો અને અન્ય સુંદર કામવાળા બ્લાઉઝના આબેહૂબ વર્ણન સાથે કરે છે. જ્યારે તેણે તેના પર એમ્બ્રોડરી કામ કરતા જોયા, તેણે તરત જ તેના દરજીને કહ્યું કે ‘તે કેવી રીતે કામ આટલું સારું કામ કરે છે, તે હિન્દુ ન હોઈ શકે.’ વાહ્હ.. સુંદર આર્ટવર્ક જોઈને વ્યક્તિનો પહેલો વિચાર કેવો આવે છે કે તે વ્યક્તિ ‘હિંદુ હોઈ શકે કે નહીં!’ તેને શું લાગે છે કે તાજમહેલ કોણે બાંધ્યો છે જે દરેકને આશ્ચર્યમાં નાખે છે. સનાતન ધર્મની ભૂમિ, ભારતમાં ઇસ્લામ આક્રમણકારો બહારથી આવ્યા હતા અને જો ભારતીય મુસ્લિમોના મૂળ શોધી કાઢવામાં આવે તો, તેમના પૂર્વજો હિંદુઓ જ હશે. તેથી સંભવ છે કે તે દરજી, જે તેના ‘કામ’ માટે ખૂબ જ સારો લાગે છે અને જે ‘હિંદુ ન હોઈ શકે’, તેના પૂર્વજો હિન્દુ જ હોય!

    ચેટર્જી પછી કહે છે કે કેવી રીતે ભારતમાં મુસ્લિમ દરજીઓ તેમની વાસ્તવિક ધાર્મિક ઓળખ ફક્ત તે ગ્રાહકોને જ જાહેર કરે છે જેમને તેઓ વિશ્વાસ કરે છે. આ કઈ રીતે શંકા ન ઉભી કરે? ચેટર્જી પછી દરજીઓથી લઈને ઘરકામ માટે આવતી મહિલાઓ તરફ આગળ વધે છે અને મુંબઈમાં કેટલા લોકો (જે સ્થળ વિશે તેણે વાત કરી હતી) બેવડા નામો રાખે છે, અને ભાગ્યે જ તેમની વાસ્તવિક ધાર્મિક ‘મુસ્લિમ’ ઓળખ જાહેર કરે છે. ચેટર્જી પછી કહે છે કે તેણે કઈ રીતે ઘણા મુસ્લિમ ઉબેર ડ્રાઇવરો સાથે વાત કરી અને તેઓએ કહ્યું કે જો દસ્તાવેજો જરૂરી ન હોત, તો તેઓ તેમની ધાર્મિક ઓળખ પણ જાહેર કરતા જ નહીં. એ જોતા કે કેવી રીતે નાણાકીય છેતરપિંડીના આરોપી વોશિંગ્ટન પોસ્ટના કટાર લેખક રાણા અય્યુબે ગુજરાત ફાઇલ્સમાં કબૂલાત કરી હતી કે તેણે ‘સ્ટિંગ’ માટે સરકાર દ્વારા જારી કરાયેલ નકલી આઇ-કાર્ડ ખૂબ જ સરળતાથી મેળવ્યા હતા. તો હવે કોઈને આશ્ચર્ય થશે કે કેટલાક દ્વારા જમા કરેલા દસ્તાવેજો પણ ખોટા હોઈ શકે છે.

    ચેટર્જી પછી ઘરકામવાળી હિંદુ મહિલાઓ કે હિંદુ રસોઈયા રાખવા ઈચ્છતા લોકોને દોષ આપે છે. નોકરીદાતા-કર્મચારી સંબંધ મોટાભાગે વિશ્વાસ પર આધારિત છે. જો, કહો કે નોકરાણીઓ અથવા રસોઈયાઓ તેમની ધાર્મિક ઓળખ છુપાવે છે, તેઓ નોકરી મેળવતા પહેલા જ જૂઠું બોલે છે, તો કોઈ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરે છે અને ખાતરી કરે કે તેઓ કોઈ સમયે તેમનું શિરચ્છેદ કરશે નહીં.?

    પરંતુ હકીકત તો એ છે કે પોતાની ધાર્મિક ઓળખ છુપાવતાં મુસ્લિમો કરતા, આને કારણે ઋતુપર્ણા ચેટરજી જેવા લોકોને ચિંતા નથી થતી તે વધુ ચિંતાજનક છે. ભારત 20 કરોડથી વધુ મુસ્લિમોનું ઘર છે. આ પ્રકારની વાર્તાઓ જ્યાં તેમને ‘ડરા હુઆ મુસલમાન’ તરીકે દર્શાવવામાં આવે છે તે ફક્ત તેમની વિક્ટિમ રમવાની આદતમાં વધારો કરે છે. ભારતમાં મુસ્લિમોને ‘અસહિષ્ણુતાના પીડિતો’ તરીકે દર્શાવવાના પોતાના પ્રયત્નમાં, ચેટરજીએ તેમને તેવા ખોટી મંશાવાળા સ્ત્રી અને પુરુષો તરીકે દર્શાવ્યા કે જે પોતાની ઓળખ છુપાવતા ફરે છે.

    કારણ કે અન્યથા શા માટે, એવા સમયે જ્યારે હિંદુઓ પોતાના તહેવારની ઉજવણીની ઈચ્છાને દબાવી રાખે છે જેથી ઇસ્લામવાદીઓને તેમના પર પથ્થરમારો કરવા માટે ‘ઉશ્કેરવામાં’ ઉશ્કેરાય નહીં અથવા જ્યારે ન્યાયતંત્ર બંધારણના સ્થાને શરિયા (ઇસ્લામિક કાયદો) વિશે બોલવાનું શરૂ કરે, ત્યારે ભારતીય મુસ્લિમો, જેઓ તેમની બાંયો પર પોતાની ધાર્મિક ઓળખનો દાવો કરે છે અને પહેરે છે, તેઓને શા માટે આ રીતે બતાવવાની જરૂર પડી હશે? ચેટર્જી જેવા લોકો અને તેમના જેવા કૉલમના કારણે જ ભારતીય મુસ્લિમો વિશે અવિશ્વાસનું એક વાતાવરણ રહેતું હોય છે, જેઓ અન્ય ભારતીયોની જેમ, સંભવતઃ જીવન જીવવા અને ટકી રહેવા માંગે છે.