Saturday, November 16, 2024
More
    Home Blog Page 1020

    આતંકવાદીઓને આશરો આપનાર 2 ઇમામ પકડાયા બાદ વધુ કડક બની આસામ સરકાર: એસઓપી બનાવી, સીએમે કહ્યું- બહારથી આવતા ઇમામની જાણકારી આપો

    આસામમાંથી તાજેતરમાં જ જેહાદી મોડ્યુલ પકડાયા બાદ તેમજ બે દિવસ પહેલાં આતંકીઓને આશરો આપનાર બે મસ્જિદના ઇમામની ધરપકડ થયા બાદ રાજ્યની હિમંત બિસ્વ સરમા સરકાર વધુ કડક બની છે અને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. તેમજ આ માટે આસામ સરકારે એક એસઓપી પણ બનાવી હોવાનું મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ જાહેરાત કરી હતી. 

    આસમાના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, અમે એક એસઓપી બનાવી છે, જે અનુસાર જો કોઈ ગામમાં કોઈ ઇમામ આવે અને લોકો તેને જાણતા ન હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે. તેમની ઓળખ થયા બાદ જ તેમને રહેવા માટેની પરવાનગી આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આ કામમાં મુસ્લિમ સમુદાય તેમને મદદ કરી રહ્યો છે. 

    આસામ સીએમએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ અન્ય રાજ્યોમાંથી આવતા ઇમામ અને મદ્રેસાઓમાં આવતા લોકો માટે એક પોર્ટલ બનાવી રહ્યા છે. જેઓ આસામના રહેવાસી છે તેમણે પોર્ટલમાં નામ નોંધાવવાની કોઈ જરૂર નથી. પરંતુ બહારના લોકોએ પોર્ટલ પર નામની નોંધણી કરાવવાની રહેશે. 

    આ પહેલાં મુખ્યમંત્રીએ આસામમાંથી બાંગ્લાદેશી આતંકવાદીઓ પકડાયા બાદ નિવેદન આપતાં કહ્યું હતું કે, વિદેશી આતંક્વદીઓ તેમના રાજ્યને ઇસ્લામિસ્ટ હબ બનાવવા માંગે છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમને લઈને તેમણે કહ્યું હતું કે, આ આતંકવાદીઓ અહીં આવીને લોકોમાં ભળી જવાનો પ્રયાસ કરતા હતા અને કહ્યું હતું કે, આવા તત્વોને પકડવા માટે સ્થાનિક મુસ્લિમો પાસેથી મદદ મેળવવામાં આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આસામ ખાતેથી આતંકીઓને આશરો આપવાના આરોપસર બે ઇમામની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી એકની ઓળખ અબ્દુસ સુભાન તરીકે થઇ છે, જે મોરેનોઇ પોલીસ મથક હેઠળ આવતી તીનકુનિયા શાંતિપુર મસ્જિદનો ઇમામ છે, જ્યારે અન્ય એક જલાલુદ્દીન શેખ ગોલપરા પોલીસ મથક હેઠળ આવતી તિલપરા નાતુન મસ્જિદનો ઇમામ છે. 

    પોલીસે આ કાર્યવાહી મામલે જણાવ્યું કે, આતંકવાદીઓ અલ-કાયદા ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમના બારપેટા અને મોરીગાંવ મોડ્યુલ સાથે સીધો સબંધ ધરાવે છે. કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓના ઘરની તપાસ કરતાં પોલીસને અલ-કાયદા જેહાદી તત્વો સબંધિત પોસ્ટરો, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, આઈડી કાર્ડ અને અન્ય આપત્તિજનક સામગ્રીઓ મળી આવી હતી. 

    આ બંને વિરુદ્ધ આઇપીસી અને યુએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે બંનેને સાત દિવસના રિમાન્ડ ફાળવ્યા હતા. 

    અહેમદ અલીને જોઈતી હતી દહેજમાં બુલેટ, માંગ પુરી ન થતા પત્નીનું માથું મુંડાવી, ટ્રિપલ તલાક આપી કાઢી મૂકી: મેરઠની પીડિતા ભટકે છે ન્યાય માટે

    મેરઠમાં દહેજમાં બુલેટ મોટરસાઇકલ ન મળવા પર એક પરિણીત મહિલાનું માથું મુંડાવીને ટ્રિપલ તલાક આપવાનો મામલો સામે આવ્યો છે. મહિલાનું કહેવું છે કે 14 ઓગસ્ટે ટ્રિપલ તલાક આપ્યા બાદ તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ પરિણીતા પિયરના લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.

    લીસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇત્તેફાકનગરમાં રહેતી સમીનાના લગ્ન બે વર્ષ પહેલા અફઝલપુર પોટીના રહેવાસી અહેમદ અલી સાથે થયા હતા. સમીનાનો આરોપ છે કે તેના પિતા મહેમૂદ અલીએ લગ્નમાં મોટી રકમ ખર્ચી હતી. પરંતુ અહેમદ અલી લગ્ન પછી તરત જ બુલેટ માંગતો હતો. બુલેટની માંગ પૂરી ન થતા તે તેની સાથે મારઝૂડ કરતો હતો.

    7 જૂને અહેમદ અલીએ તેના પરિવાર સાથે મળીને પોતાની પત્ની પર હુમલો કર્યો હતો. ત્યારપછી તેનું જબરદસ્તીથી માથું મુંડાવવામાં આવ્યું હતું. માથાના વાળ કપાયેલા હોવાથી સમીના તેના પિયર ગઈ હતી. જે બાદ આસપાસના લોકોની પંચાયતે બેસીને મામલો થાળે પડ્યો હતો. જે બાદ સમીનાને ફરીથી તેના સાસરે મોકલી દેવામાં આવી હતી.

    સમીનાનું કહેવું છે કે 9 ઓગસ્ટના રોજ અહેમદ અલીએ ફરીથી પરિવાર સાથે મળીને મારઝૂડ શરૂ કરી હતી. પિયરવાળાઓએ તેને સમજાવી હતી. જે બાદ 14 ઓગસ્ટે ટ્રિપલ તલાક આપ્યા બાદ તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. ત્યારબાદ પરિણીત મહિલા તેના પિયરના લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધ્યો ન હતો.

    શનિવારે (20 ઓગસ્ટ) પીડિતા એસએસપી સમક્ષ હાજર થઈ હતી. પીડિતાની ફરિયાદના આધારે કાંકરખેડા પોલીસે દહેજ ઉત્પીડન અને ટ્રિપલ તલાકનો કેસ નોંધ્યો છે. સીઓ અરવિંદ ચૌરસિયાનું કહેવું છે કે પીડિતાએ ટ્રાયલમાં વાળ કાપવાનો ઉલ્લેખ કર્યો નથી. અહેમદ પર દહેજ ઉત્પીડન અને ટ્રિપલ તલાકનો આરોપ છે. હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

    મેરઠમાં વધી રહ્યા છે ટ્રિપલ તલાકના બનાવ

    નોંધનીય છે કે મેરઠમાં હમણાં હમણાં ટ્રિપલ તલાકના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અન્ય એક તાજા કિસ્સામાં અહીં એક યુવકે લગ્નના એક વર્ષ બાદ તેની 22 વર્ષની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધો હતો. જ્યારે તેનું કારણ જાણવા મળ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પતિએ કહ્યું કે તે તેની ભાભીને પ્રેમ કરે છે. તેના વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી.

    જે બાદ પીડિતાની પત્નીએ જેઠ અને અન્ય બે લોકો પર પણ ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. પીડિતાનો આરોપ હતો કે તેના પતિના તેની ભાભી સાથે અવૈધ સંબંધો હતા. તેણે પોતે બંનેને ઘણી વખત બંનેને આપત્તીજનક સ્થિતિમાં જોયા હતા. જ્યારે તેના પતિ સામે તેણે આ વાતનો વિરોધ કર્યો તો તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને છેલ્લે તેના પતિને તેને ટ્રિપલ તલાક આપી દીધા હતા.

    આરજેડી સાથે સરકાર બનતા જ જંગલ રાજ: નિતિશ કુમારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો, લોકોએ લાકડી-દંડાથી વાહનો તોડ્યાં, પથ્થરમારો કર્યો

    નિતિશ કુમારના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે, માહિતી મુજબ કેટલાક લોકોએ બિહારના મુખ્યમંત્રીની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ત્રણ-ચાર વાહનોના કાચ તૂટી ગયા હતા. પટના જિલ્લાના ગૌરીચક પોલીસ સ્ટેશનના સોહગી ગામમાં પથ્થરમારાની ઘટના બની હતી. નીતીશ કુમારના કાફલા પર હુમલો થયો તે દરમીયાન સીએમની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ હાજર હોવા છતાં અજાણ્યા લોકોએ આ હુમલો કર્યો હતો. ઘટના સમયે નિતિશ કુમાર આ કાફલામાં ન હતા.

    મળતી માહિતી મુજબ, પટના-ગયા મુખ્ય માર્ગ પર જ્યાંથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો કાફલો પસાર થઈ રહ્યો હતો તે રસ્તા પર એક યુવકની હત્યાને લઈને ગુસ્સે થયેલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે ટોળાએ કાફલાને પસાર થતો જોયો તો લોકો ગુસ્સે થઈ ગયા હતા. રસ્તા પરથી પત્થર ઉપાડીને ગાડીઓ ઉપર વરસાવવામાં આવ્યાં હતા. આ પથ્થરમારામાં માત્ર વાહનોને જ નુકસાન નહોતું થયું, પરંતુ તેની સાથે કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

    પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ટોળું વાહનોને રોકી રહ્યું છે અને તેમના પર પથ્થરમારો કરી રહ્યું છે. કેટલાક લોકો દંડાઓ અને લાકડીઓ વડે વાહનોના કાચ તોડી રહ્યા છે. બીજી તરફ આજુબાજુ વાળા તેઓને રોકવાના બદલે હંગામો મચાવી રહ્યા છે. વીડિયો બનાવનારને કહેતા સાંભળી શકાય છે કે, “આજે આ લોકો તોડી નાખશે. આ બધી સરકારી ગાડીઓ છે”

    ઉલ્લેખનીય છે કે 22 ઓગસ્ટ 2022ના રોજ મુખ્યમંત્રી નિતિશ કુમાર નિર્માણાધીન રબર ડેમનું નિરીક્ષણ કરવા પહોંચવાના છે. ત્યાં તેઓ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ અંગેની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. મળતા અહેવાલ મુજબ તેઓ હેલિકોપ્ટર દ્વારા ગયા આવશે, તેથી જ તેમને લઈ જતા વાહનોનો કાફલો એક દિવસ પહેલા જ ત્યાં જઈ રહ્યો હતો. જોકે રસ્તામાં આ ઘટના બની હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ કાફલાને પોતાના નિશા પર લઈ લીધો હતો.

    રોહિંગ્યા ઘૂસણખોરો પર ATSનો ચોંકાવનારો ખુલાસો: બનાવટી દસ્તાવેજો સાથે ભારતીય મતદાર બનેલા રોહિંગ્યાઓ અને તેમના સહયોગીઓ ઉપર તવાઈ

    રોહિંગ્યા ઘૂસણખોરો પર ATS નો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લખનૌ ATSની યુનિટની તપાસમાં રોહિંગ્યા મુસ્લિમોના નકલી વોટર આઈડી કાર્ડ બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ પહેલા બિહાર પોલીસના રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરો ઉપર અહેવાલો સામે આવ્યા હતા. રોહિંગ્યા ઘૂસણખોરો પર ATS મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

    હિન્દુસ્તાનના અહેવાલ મુજબ રોહિંગ્યા મુસ્લિમોએ બનાવટી દસ્તાવેજોના આધારે મતદાર કાર્ડ બનાવડાવી લીધા છે, જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. લગભગ એક વર્ષ પહેલાં પકડાયેલા રોહિંગ્યાઓની પૂછપરછ દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો. લખનઉ એટીએસે આ ઘૂસણખોરો પાસેથી ભારતના બનાવટી મતદાર કાર્ડ કબજે કર્યા હતા. આ પછી રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓની શોધખોળ ચાલુ છે. તેમનો રેકોર્ડ તપાસીને ઘૂસણખોરી માટે મદદરૂપ થયેલા તત્વો સુધી પહોંચવાની કોશિશો સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.

    નોંધનીય છે કે જૂન 2021માં રોહિંગ્યા મુસ્લિમોને ભારત લાવનારી ગેંગના માસ્ટરમાઇન્ડ નૂર આલમને યુપી એટીએસ દ્વારા ગાઝિયાબાદના ડાસનાથી તેના મળતિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી. નૂર આલમ બનાવટી દસ્તાવેજો પર રોહિંગ્યાઓને ભારત લાવતો હતો. ATSએ આરોપીના કબજામાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ અને 70,000 રૂપિયા જપ્ત કર્યા હતા.

    નૂર આલમ પહેલા તેનો સાળો અઝીઝુલ્લા એટીએસ દ્વારા 6 જાન્યુઆરી 2021 ના ​​રોજ પકડાયો હતો. બનાવટી દસ્તાવેજોની મદદથી અઝીઝ છેલ્લા 20 વર્ષથી ભારતમાં રહેતો હતો. બીજી તરફ, 28 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ અલીગઢથી મોહમ્મદ ફારૂક અને હસનની ધરપકડ પછી ફારુકના ભાઈની 1 માર્ચે ઉન્નાવથી ધરપકડ કરવામાં આવી હતી. શાહિદ નકલી ભારતીય દસ્તાવેજો અને 5 લાખ રૂપિયા સાથે ઝડપાયો હતો. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘૂસણખોરોને પ્રતિબંધિત SIMI સમર્થિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) દ્વારા ગેરકાયદેસર સંરક્ષણ આપવામાં આવે છે.

    તાજેતરમાં બિહારમાંથી પણ પીએફઆઈની સંડોવણી સામે આવી છે. પટના પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને તેમના સંગઠનમાં ભરતી કરવા માટે આધાર બનાવામાં આવ્યા હતાં. પટના પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે PFI આધાર કાર્ડ મેળવવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવાની સાથે તેવી રીતો અપનાવી રહી છે જેના કારણે ઘૂસણખોરોની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ન્યૂઝ18ના અહેવાલમાં બિહારના સીમાંચલ પ્રદેશ, ખાસ કરીને કિશનગંજ, દરભંગા, કટિહાર, મધુબની, સુપૌલ અને પૂર્ણિયા જિલ્લાને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

    પાકિસ્તાનમાં આતંકવાદી ટ્રેનીંગ લઈને દુનિયાના 18 દેશોમાં 20 લાખ રોહિંગ્યાઓની ઘૂસણખોરી

    રોહિંગ્યા મુસ્લિમોની ઘુસણખોરી માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વના 18 જેટલાં દેશો આ સમસ્યાથી પસાર થઇ રહ્યા છે, સનાતન પ્રભાતના એક અહેવાલ મુજબ ભારત અને બાંગ્લાદેશ ઉપરાંત સાઉદી અરેબિયા, મલેશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, કેનેડા, ફિનલેન્ડ સહિત 18 દેશોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. આવા ઘૂસણખોરોની કુલ સંખ્યા 20 લાખ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો પણ પહોંચ્યા છે.

    અહેવાલ મુજબ રોહિંગ્યાઓને ભારતમાં ઘૂસણખોરી કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી રહી છે. એશિયાના વિવિધ દેશોમાં ઘૂસેલા રોહિંગ્યાઓ ત્યાંની સરકાર માટે માથાનો દુખાવો બની ગયા છે. તેઓએ ભારતમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. રોહિંગ્યાઓની હાજરીને કારણે દેશમાં ગુનાહિત ઘટનાઓમાં વધારો થયો છે, સાથે જ તેઓ કાયદો અને વ્યવસ્થા માટે પણ પડકાર રૂપ છે.

    ‘ભ્રષ્ટાચારને લઈને સૌને ઘેરતા કેજરીવાલ ખુદ ફસાઈ પડ્યા’: ગુજરાતના ‘આપ’ના ‘સીએમ દાવેદાર’ ઈસુદાન ગઢવીનો વિડીયો વાયરલ

    પત્રકારમાંથી રાજકારણી બનેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો એક જૂનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં ઈસુદાને હાલના તેમની પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને લઈને કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારને લઈને સૌ કોઈને પ્રશ્નો પૂછતા રહે છે પરંતુ હવે તેઓ જ ફસાઈ ગયા છે. 

    ઈસુદાન ગઢવીનો આ જૂનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર ઝડપથી ફરી રહ્યો છે. વિડીયોમાં ઈસુદાન ગઢવી કહેતા સંભળાય છે કે, “ભ્રષ્ટાચારને લઈને સૌ કોઈને ઘેરતા કેજરીવાલ હવે ખુદ ફસાઈ ગયા છે. કેજરીવાલ ઉપર એક એનજીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાના સાળાને ફાયદો પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો છે.”

    અહેવાલમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પોતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધના કિંગ સાબિત કરવામાં કોઈ કસર છોડતા નથી પરંતુ આ વખતે તેમના સાળા ભ્રષ્ટાચારમાં ફસાતા દેખાઈ રહ્યા છે. અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કેજરીવાલના સાળા સુરેન્દ્ર કુમાર બંસલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોમાં સંડોવણી બદલ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. 

    ઈસુદાન ગઢવીનો આ વિડીયો શૅર કરીને એક ટ્વિટર હેન્ડલ લખ્યું હતું કે, મને કમનસીબે બહુ ગુજરાતી આવડતું નથી, પરંતુ એટલું સમજાયું છે કે અરવિંદ કેજરીવાલ=ભ્રષ્ટાચાર. તેમણે ગુજરાતીઓને વિનંતી કરી આ મુદ્દે પ્રકાશ પાડવા માટે કહ્યું હતું તો એ પણ પ્રશ્ન પૂછ્યો હતો કે શું આ એન્કર ઈસુદાન ગઢવી જ છે, જેઓ હાલ આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા છે.

    આ વિડીયો ત્યારબાદ અન્ય પણ કેટલાંક હેન્ડલો દ્વારા શૅર કરવામાં આવ્યો હતો અને ઈસુદાન ગઢવીને ટેગ કરીને પૂછ્યું હતું કે આ વિડીયો સાચો છે કે કેમ. 

    મામલો વર્ષ 2017નો છે. જ્યારે રોડ એન્ટી કરપ્શન ઓર્ગેનાઇઝેશન નામના એક એનજીઓએ સુરેન્દ્ર બંસલે પીડબ્લ્યુડી વિભાગ પાસેથી ખોટી રીતે મોટો નફો મેળવ્યો હોવાની ફરિયાદ કરી હતી. એનજીઓએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે 2014થી 2016 વચ્ચે અનેક નિર્માણકાર્યોનો સરકારી કોન્ટ્રાક્ટ સુરેન્દ્ર કુમાર બંસલને અપાવ્યો હતો. જેમાંથી અનેક ફર્જી કંપનીઓ બનાવીને કરોડોનું કામ બતાવવામાં આવ્યું અને કાગળ પર જ કામ બતાવીને પૈસા પડાવી લેવામાં આવ્યા. કેજરીવાલે તેમના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે આમ કર્યું હોવાના આરોપ લાગ્યા હતા. 

    એનજીઓએ કેજરીવાલ સરકાર પર નિયમોના ઉલ્લંઘન મામલે પણ આરોપ લગાવ્યા હતા. એનજીઓએ એમ પણ કહ્યું હતું કે સુરેન્દ્ર કુમાર બંસલની કંપની દ્વારા 8 કરોડનું કૌભાંડ થયું હોવાના તેમની પાસે પુરાવા છે. આ જ ઘટનાને લઈને ઈસુદાન ગઢવીએ શૉ કર્યો હતો, જેનો વિડીયો હાલ ફરી રહ્યો છે. 

    ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલાં એક ખાનગી ટીવી ચેનલના એડિટર તરીકે કામ કરતા હતા. ત્યાંથી રાજીનામું આપી દીધા બાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ‘આપ’માં જોડાયા પછી ઘણા સમય પછી તાજેતરમાં જ તેમને જવાબદારી મળી છે. 

    ‘પાકિસ્તાનને ખરાબ ચીતરતી ફિલ્મો પસંદ નથી’: શું સલમાન ખાને ખરેખર આવું કહ્યું હતું? – વોટ્સએપ  પર વાઇરલ ખબરનું ફેક્ટ ચેક

    બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેસેજની સાથે એક સ્ક્રીનશૉટ પણ વાયરલ થઈ રહ્યો છે, જે સલમાન ખાનના ઈન્ટરવ્યુનો હોવાનું જણાય છે. તેનું શીર્ષક છે – ‘મને એવી ફિલ્મો પસંદ નથી જેમાં પાકિસ્તાનને ખરાબ કહેવામાં આવે’. તે સમાચાર પાત્રના કટિંગના જેવું લાગે છે. આ સાથે સીડી પર શર્ટ-જીન્સમાં બેઠેલા સલમાન ખાનનો ફોટો પણ છે.

    બોલિવૂડમાં લાંબા સમયથી હિંદુ વિરોધી વલણ રહ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં રણબીર કપૂરની ‘શમશેરા’ અને આમિર ખાનની ‘લાલ સિંઘ ચઢ્ઢા‘ જેવી મોટી ફિલ્મો ફ્લોપ થયા બાદ હવે એવું લાગે છે કે હિંદુઓ હવે તેમની લાગણીઓને ઠેસ પહોંચતા જોશે નહીં અને તેઓ તેમના દેવી-દેવતાઓ અને સંસ્કૃતિની મજાક ઉડાડતા હોય તેને સહન કરશે નહીં. ત્રણેય ખાન બોયકોટના નિશાના પર છે. સલમાન ખાન હાલમાં ‘ભાઈજાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ટાઇગર સિરીઝની ત્રીજી ફિલ્મ પણ આવી રહી છે.

    સલમાન ખાનને લઈને આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

    આવો, હવે અમે તમને જણાવીએ કે તેનું સત્ય શું છે. વાસ્તવમાં, આ વાયરલ સમાચાર જોયા પછી જ ખબર પડે છે કે આ સલમાન ખાનના ઈન્ટરવ્યુનો આર્ટિકલ ક્યારેનો છે. તેમાં સ્પષ્ટપણે તારીખ 21મી જુલાઈ, 2015નો ઉલ્લેખ છે. જો કે, નાના અક્ષરોમાં હોવાથી, તે કોઈનું ધ્યાન જતું નથી. આમ, આ ઈન્ટરવ્યુ 7 વર્ષ જૂનો છે. યાદ રહે, સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ આ ઈન્ટરવ્યુના 4 દિવસ પહેલા એટલે કે 17મી જુલાઈએ રિલીઝ થઈ હતી.

    નોંધનીય છે કે, ‘બજરંગી ભાઈજાન’ એ વિશ્વભરમાં 969 કરોડનો બિઝનેસ કર્યો હશે (આ 311 કરોડમાંથી ચીનમાં), પરંતુ તેમાં પાકિસ્તાનને સારું બતાવવામાં આવ્યું હતું. ત્યારે ફિલ્મે ત્યાં 54 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં એક પાકિસ્તાની મૌલવીને દરેકની મદદ કરતો બતાવવામાં આવ્યો છે, ત્યાંનો એક પત્રકાર પોતાના જીવ પર રમીને એક હિંદુને મદદ કરતો હોવાનું કહેવાય છે અને ત્યાંની એક છોકરીને બતાવીને એક પ્રકારની સહાનુભૂતિ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ રિલીઝ થઈ હોવાથી સલમાન ખાને પણ પાકિસ્તાનના વખાણ કર્યા હતા. આ વાયરલ સમાચાર ‘નવ ભારત ટાઈમ્સ (NBT)’ને આપેલા તેમના ઈન્ટરવ્યુના છે, જેમાં તેણે કહ્યું હતું કે જે લોકો પાકિસ્તાન વિરુદ્ધ બોલે છે અને તેના પર રાજનીતિ કરે છે તેનાથી તેઓ નારાજ છે. તેમણે કહ્યું હતું કે પહેલા ભારતના લોકો પાકિસ્તાન જતા હતા અને તેમની આગતા સ્વાગતાની પ્રશંસા કરતા હતા, જેના કારણે સંબંધો વધ્યા હતા. આમ તો આ સમાચાર સાચા છે પણ 7 વર્ષ જૂના છે.

    ત્યારે સલમાન ખાને એમ પણ કહ્યું હતું કે જો લડવાનો આટલો જુસ્સો હોય તો નેતાઓને ગોળી ખાવી જોઈએ, સૈનિકોને કેમ આગળ કરવામાં આવે છે? સલમાને કહ્યું હતું કે તેને એવી ફિલ્મો બિલકુલ પસંદ નથી, જેમાં પાકિસ્તાનને ખરાબ બતાવવામાં આવ્યું હોય. ઉદાહરણ આપતાં તેમણે પૂછ્યું કે જો કોઈ ભારત વિશે ખરાબ બોલે તો શું આપણે સાંભળી શકીએ? યાદ કરો કે ‘બજરંગી ભાઈજાન’માં સલમાન ખાનનું પાત્ર શાકાહારી હનુમાન ભક્ત બ્રાહ્મણનું છે, પરંતુ તેમાં ચિકન ખાવાના વખાણમાં એક ગીત પણ ગાવામાં આવ્યું હતું.

    પ્રજાના રોષનો ભોગ બનેલી આમિર ખાનની ફિલ્મને રિલીઝ કરવાની નેટફ્લિક્સે પણ ઘસીને ના પાડી દીધી: OTT રિલીઝ માટે નથી મળી રહ્યું કોઈ ખરીદનાર

    આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા બૉક્સ ઓફિસ પર સદંતર નિષ્ફ્ળ ગઈ છે અને અત્યાર સુધીમાં માંડ 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે રીતે ફિલ્મની કમાણી દરરોજ ઘટી રહી છે તેને જોતાં લાગી રહ્યું છે કે ફિલ્મ જલ્દીથી સિનેમાઘરોમાંથી પણ ગાયબ થઇ જશે, કારણ કે મોટાભાગના શૉ ખાલી જઈ રહ્યા છે. બીજી તરફ, આ ફિલ્મ માટે નેટફ્લિક્સ જેવાં ઓટીટી પ્લેટફોર્મ પણ ખાસ રસ દાખવી રહ્યા નથી. 

    છેલ્લાં થોડાં વર્ષોથી ઓટીટી પ્લેટફોર્મનો ટ્રેન્ડ વધ્યો છે. ફિલ્મો થીએટરમાં રિલીઝ થાય ત્યારબાદ વિવિધ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ સ્ટ્રીમ કરવામાં આવે છે. મોટાભાગની બૉલીવુડ ફિલ્મો નેટફ્લિક્સ, પ્રાઈમ, વુટ વગેરે પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવે છે. આ ઓટીટી પ્લેટફોર્મ કરોડો રૂપિયા આપીને ફિલ્મ પ્રસારિત કરવાના હકો ખરીદે છે. આમિર ખાનની ફિલ્મ વિશે પણ રિલીઝ પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે તેને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે, પરંતુ હવે નેટફ્લિક્સે પાછીપાની કરી દીધી છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થીએટરોમાં લાલ સિંઘ ચઢ્ઢા નિષ્ફ્ળ ગયા બાદ નેટફ્લિક્સ દ્વારા કરાર રદ કરી નાંખવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આમિર ખાન અને Viacom લાલ સિંઘ ચઢ્ઢાના ડિજિટલ રાઇટ્સ માટે નેટફ્લિક્સ સાથે ચર્ચા કરી રહ્યા હતા અને 150 કરોડની ઓફર મૂકી હતી. જોકે, પ્લેટફોર્મે 80-90 કરોડની વાત કરી હતી. પરંતુ જે રીતે ફિલ્મે થીએટરોમાં નબળું પ્રદર્શન કર્યું તેને જોઈને આખરે નેટફ્લિક્સે હાથ ખેંચી લીધો હતો.

    બૉલીવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર, આમિર ખાન દુનિયાભરમાં 20 કરોડ સબસ્ક્રાઈબર ધરાવતા પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવા માંગતા હતા. આમિર ખાને પોતાના પાછલા રેકોર્ડ અને ફિલ્મોની સફળતાને જોતાં 150 કરોડ રૂપિયાની ઓફર મૂકી હતી. જે બાદ નેટફ્લિક્સે 80-90 કરોડ અને આખરે 150 કરોડ રૂપિયાની ડીલ ઓફર કરી હતી. 

    જોકે, ત્યારબાદ પણ આમિર ખાને 125 કરોડનો આંકડો પકડી રાખ્યો હતો. જોકે, આમિર ખાનને આશા હતી કે ફિલ્મ બૉક્સ ઓફિસ પર 300 કરોડ સુધીની કમાણી કરી લેશે, જે બાદ નેટફ્લિક્સ સામેથી આવશે. પરંતુ ફિલ્મ 11 દિવસ પછી પણ 60 કરોડ સુધી પણ પહોંચી શકી નથી. આખરે ઓટીટી પ્લેટફૉર્મે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

    ફિલ્મનો જે રીતે ફિયાસ્કો થયો છે તેને જોતાં નેટફ્લિક્સ જ નહીં પણ કોઈ પણ મોટું ઓટીટી પ્લેટફોર્મ આમિરની ફિલ્મ ખરીદવા માંગતું ન હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. હવે આમિર ખાન અને વાયકોમ પાસે ‘Voot’ પર ફિલ્મ રિલીઝ કરવાનો જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે, જે માત્ર એક ઔપચારિકતા જેવું હશે. 

    આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ 1994માં આવેલી વિદેશી ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેક છે. જોકે, ફિલ્મ પર વિદેશી ફિલ્મની નકલ કરવાનો પણ આરોપ લાગતો રહ્યો છે. 150 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પહેલા દિવસે માંડ 10-12 કરોડની કમાણી કરી શકી હતી. જે બાદ કલેક્શન સતત ઘટતું રહ્યું અને માંડ 55 કરોડ સુધી પહોંચી શક્યું છે. અને હાલ જે રીતે મોટાભાગના શૉ ખાલી જઈ રહ્યા છે તેને જોતાં લાગી રહ્યું છે કે જલ્દીથી જ ફિલ્મ ઉતારી લેવામાં આવશે. 

    આમિર ખાન ઘણાં વર્ષે ફિલ્મ લઈને આવ્યા હતા, પરંતુ ફિલ્મની રિલીઝ પહેલાં જ તેમની જૂની કેટલીક કરતૂતોના કારણે સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર શરૂ થઇ ગયો હતો. જેની સીધી અસર ફિલ્મ રિલીઝ થયા બાદ જોવા મળી હતી. જોકે, બૉલીવુડની બધી જ ફિલ્મોની હાલત હવે આવી જ થવા માંડી છે. 

    કંગના રનૌતે લીગલ એક્શનની ધમકી આપ્યા ફિલ્મફેરે તેનું શ્રેષ્ઠ અભિનેત્રીનું નોમિનેશન પાછું ખેંચ્યું: મેગેઝીન પર પૈસા લઈને એવોર્ડ આપવાના લાગ્યા છે આરોપ

    વિવાદો સાથે જેનો જૂનો સંબંધ છે એ કંગના રનૌત હવે વધુ એક ઝઘડામાં ફસાઈ ગઈ છે. આ વખતે, તે વિવાદ ફિલ્મફેર મેગેઝિન સાથે છે. વિવાદ બાદ ફિલ્મફેરે કંગના રનૌતનું નોમિનેશન પાછું ખેંચી લીધું છે.

    રણૌત, જે તાજેતરમાં થલાઈવી માટે શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત થઈ હતી, તેણે મેગેઝિનને “અનૈતિક” ગણાવ્યું હતું અને “તેણીને સમારંભમાં હાજરી આપવા માટે દબાણ કરવા બદલ” દાવો કરવાની ધમકી આપી હતી. જે બાદ ફિલ્મફેરે ઝડપથી પ્રતિસાદ આપ્યો હતો અને હવે નામાંકન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે.

    ફિલ્મફેર પુરસ્કારોની સ્થાપના 1954 માં કરવામાં આવી હતી અને ત્યારથી તે ભારતીય સિનેમાની એક મોટી ઉજવણી રહી છે. જો કે, તાજેતરના વર્ષોમાં, તેઓએ “ફિક્સિંગ” કરતા હોવા માટે કુખ્યાત પ્રતિષ્ઠા મેળવી છે અને ઘણા કલાકારોએ જાહેર કર્યું છે કે તેઓને એવોર્ડના બદલામાં સ્ટેજ પર પર્ફોર્મ કરવાની ઓફર મળી છે. કંગના રણૌત, જે વારંવાર બોલિવૂડ પર નિશાન સાધે છે, તે આ “ભ્રષ્ટ પ્રથાઓ” તરફ ઈશારો કરતી જોવા મળી હતી.

    કંગનાએ આપી હતી કેસ કરવાની ધમકી

    રવિવારે (20 ઓગસ્ટ) કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા કેટલાક વિસ્ફોટક આરોપો લગાવ્યા હતા. તેણે આક્ષેપ કર્યો હતો કે તેને “કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ફોન આવી રહ્યા છે કારણ કે ફિલ્મફેર તેણીને થલાઈવી માટે એવોર્ડ આપવા માંગે છે.”

    કંગના રણૌતે નામાંકિત થવા પર આઘાત વ્યક્ત કર્યો હતો અને ‘કોઈપણ રીતે આવા ભ્રષ્ટ વ્યવહારોને પ્રોત્સાહિત કરવા તેના ગૌરવથી ઉતરતા’ ગણાવ્યા હતા. તેણે આગળ એમ પણ કહ્યું કે, “મેં ફિલ્મફેર પર દાવો કરવાનું નક્કી કર્યું છે.”

    સુશાંત સિંહ રાજપૂતે પણ આ ભ્રષ્ટ મેગેઝિન દિગ્ગજો પર લગાવ્યો હતો આરોપ

    કંગના રનૌતે ફિલ્મફેર મેગેઝિન એવોર્ડની આલોચના કરતા દાવો કર્યો હતો કે, “મેં તેમને 2013માં જ સ્પષ્ટ કરી દીધું હતું કે હું ક્યારેય નૈતિક રીતે પછાત અને અનૈતિક હોય તેવી કોઈ પણ બાબતમાં હાજરી આપીશ નહીં.”

    સુશાંત સિંહ રાજપૂતના અકાળે અવસાન વિશે વાત કરતાં, તેણીએ લખ્યું, “તેણે આત્મહત્યા કરી લીધી… તેણે પણ આ ભ્રષ્ટ એવોર્ડ શો અને મેગેઝિન દિગ્ગજોને દોષી ઠેરવ્યા હતા.”

    ફિલ્મફેરે રનૌતના આરોપોને ‘અવ્યાજબી દૂષિત ટિપ્પણી’ ગણાવી

    ફિલ્મફેરે રવિવારે રાત્રે એક લાંબુ નિવેદન બહાર પાડ્યું હતું અને રનૌતની ‘અવ્યાજબી દૂષિત ટિપ્પણી’નો જવાબ આપ્યો હતો. મેગેઝીને સ્પષ્ટતા કરી હતી કે તેઓએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાને ઔપચારિક આમંત્રણ મોકલવા તેનું સરનામું માંગ્યું હતું.

    મેગેઝિને તેની ‘પારદર્શિતા’ પર પણ ભાર મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે ‘તેણીને એવોર્ડ આપવામાં આવ્યો હોવાનો કોઈ સંકેત નથી અથવા પ્રદર્શન માટે કોઈ વિનંતી નથી.’

    રનૌત પહેલાથી જ પાંચ ફિલ્મફેર એવોર્ડ મેળવી ચુકી છે

    કંગના રનૌત અત્યાર સુધીમાં પાંચ ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકી છે. 2007માં, તેને ગેંગસ્ટર માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુ અને ફેસ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. અન્ય પ્રશંસાઓમાં ફેશન માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી, ક્વીન માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ)નો સમાવેશ થાય છે.

    આ વર્ષે દિવાળી અને ચૂંટણી સાથે આવશે, હવે ગણતરીના દિવસો બાકી: સીઆર પાટીલનું સૂચક નિવેદન, ભાજપે તૈયારીઓ શરૂ કરવા માંડી

    એક તરફ ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ ધીમે-ધીમે ચૂંટણી મોડમાં આવતી જાય છે તો બીજી તરફ હવે લોકોમાં પણ એ ચર્ચા શરૂ થઇ ગઈ છે કે ચૂંટણી ક્યારે આવશે? જોકે, એ નક્કી છે કે ચૂંટણી તેના નિયત સમયે જ થવા જઈ રહી છે. અગાઉ એવી ચર્ચાઓ ચાલી હતી કે ચૂંટણી વહેલી આવશે, પરંતુ હવે આ વાતોનું કોઈ ઔચિત્ય રહ્યું નથી. બીજી તરફ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ આ અંગે સંકેતો આપ્યા છે. 

    સીઆર પાટીલે એક કાર્યક્રમ દરમિયાન ચૂંટણીને લઈને કહ્યું હતું કે, આચારસંહિતાને આડે હવે 60 દિવસ જ બાકી છે. પાટીલ વડોદરાના સાવલીમાં નવનિર્મિત તાલુકા પંચાયતના લોકાર્પણ પ્રસંગે ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય કેતન ઇનામદારે તેમને કાર્યક્રમના આયોજન માટે 2 કલાક આપવાની વિનંતી કરી હતી. જેના જવાબમાં પાટીલે કહ્યું હતું કે, હવે ચૂંટણીની તૈયારી માટે માત્ર 60 દિવસ બાકી છે. અને રાજ્યની 182 બેઠકો પર પ્રચાર કરવાનો છે. 

    હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, જેથી 60 દિવસ એટલે કે ઓક્ટોબર અંત સુધીમાં રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવે અને નવેમ્બર અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં નવી સરકાર સ્થપાય જશે તેવી ગણતરી છે. જેથી ચૂંટણી તેના સમયે જ થઇ રહી છે. વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકારનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે. 

    આ પહેલાં ગુજરાતના મેઈનસ્ટ્રીમ મીડિયા અને છાપાંઓમાં ગુજરાતની ચૂંટણી વહેલી થશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વિજય રૂપાણી સરકારને સ્થાને નવા મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું પછી ચૂંટણી માર્ચ-એપ્રિલ 2022માં આવશે તેવા અહેવાલો વહેતા થયા હતા. જે બાદ યુપીની ચૂંટણીના પરિણામો જોઈને મે-જૂનમાં ચૂંટણી આવશે તેવી પણ અટકળો વહેતી મૂકવામાં આવી હતી. જોકે, આ તમામ વાતોનો છેદ ઉડી ગયો છે અને ચૂંટણી તેના સમયે જ થવા જઈ રહી છે. 

    ચૂંટણી આવે તે પહેલાં પાર્ટીઓએ પણ કમર કસી છે. જોકે, વધુ ચર્ચામાં ભાજપ અને ‘આપ’ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ હજુ પણ સુષુપ્ત અવસ્થામાં લાગી રહી છે. ભાજપે તાજેતરમાં જ બે મંત્રીઓનાં ખાતાં પરત ખેંચી લીધાં હતાં. જે બંને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની પાસે જ રાખ્યાં છે, અને જેનો રાજ્યકક્ષાનો હવાલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. 

    તદુપરાંત, ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રીઓને ફરી સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, નવા મંત્રીમંડળની રચના વખતે જ ભાજપે સ્પષ્ટતા કરી હતી કે આ વરિષ્ઠ નેતાઓના અનુભવનો ઉપયોગ સંગઠનાત્મ્ક સ્તરે કરવામાં આવશે. 

    વધુમાં, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બીએલ સંતોષ પણ હાલ ગુજરાત આવ્યા છે અને એક પછી એક બેઠકો કરવા માંડી છે. હવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય નેતૃત્વના અન્ય નેતાઓ અને ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ પણ નિયમિત શરૂ થશે. બીજી તરફ, આમ આદમી પાર્ટી તરફથી પણ કેજરીવાલ અને મનિષ સિસોદિયા નિયમિત ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી દીધી છે. 

    ‘શું કોંગ્રેસ 2 નામો સુધી સીમિત છે?’ આનંદ શર્માએ પાર્ટીના ટોચનું પદ છોડતાં કોંગ્રેસને મોટો ઝટકો: સતત બાદબાકી અને અપમાનથી હતા નારાજ

    ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને અગ્રણી G23 નેતા આનંદ શર્માએ રવિવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ‘સતત બાદબાકી અને અપમાન’નો આરોપ મૂક્યો હતો. G23 જૂથના અન્ય એક નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ અને કાશ્મીર એકમની બે પાર્ટી પેનલમાંથી રાજીનામું આપ્યાના દિવસો બાદ આનંદ શર્માનું રાજીનામું સામે આવ્યું હતું.

    કોંગ્રેસે ગાંધીઓથી આગળ વિચારવાની જરૂર છે, પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સોમવારે (22 ઓગસ્ટ) એનડીટીવીને જણાવ્યું હતું કારણ કે આ સપ્તાહના અંતે રાહુલ ગાંધીએ પક્ષના ટોચના હોદ્દા પર તેમની નકારાત્મકતાને પુનરાવર્તિત કર્યા પછી નેતૃત્વનો પ્રશ્ન વ્યાપકપણે ખુલ્લો થઈ ગયો છે. આનંદ શર્મા, જેમણે ગુલામ નબી આઝાદ પછી, મુખ્ય પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપ્યું, તેમણે જાહેર કર્યું કે તે સંખ્યાબંધ નેતાઓ હતા જેમણે 1978 માં ઇન્દિરા ગાંધીને હાંકી કાઢ્યા પછી પક્ષને ચાલુ રાખ્યો હતો. “તે અમારા જેવા લોકો હતા… આ પાર્ટી આપણા બધાની છે,” આનંદ શર્માએ કહ્યું હતું.

    હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, શર્માએ પાર્ટીના હિમાચલ પ્રદેશ એકમની ‘સ્ટિયરિંગ કમિટિ’ ના વડાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સૂત્રો અનુસાર પક્ષના વડા સોનિયા ગાંધીને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે તેઓ ચૂંટણી પહેલા પક્ષના નિર્ણયોથી અળગા રાખ્યા હોવાનું અનુભવે છે અને તેમનું સ્વાભિમાન ‘વાટાઘાટ ન કરી શકાય તેવું’ છે.

    “પુનરોચ્ચાર કરીને કે હું આજીવન કોંગ્રેસમેન છું અને મારી માન્યતાઓ પર અડગ રહીશ… એક સ્વાભિમાની વ્યક્તિ તરીકે, સતત બાદબાકી અને અપમાનને જોતાં – મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો,” શર્માએ રવિવારે (21 ઓગસ્ટ) સવારે તેમના રાજીનામાની જાહેરાત કરતા ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું.

    જમ્મુ અને કાશ્મીરમાં ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના નેતાઓના જૂથ દ્વારા વિદ્રોહની રાહ પર કોંગ્રેસમાં કટોકટી જેવી સ્થિતિ ઉદભવી છે. આઝાદે જમ્મુ અને કાશ્મીર માટે રચાયેલી ચૂંટણી પેનલમાંથી પદ છોડ્યું હતું, જ્યાં ચૂંટણીઓ પણ થવાની છે, તે સમયે કોંગ્રેસે ફેરફાર માટે ચિહ્નિત કર્યું હતું.

    મારા વગર હિમાચલમાં શું પ્રદર્શન કરે છે કોંગ્રેસ એ જોઇશ – આનંદ શર્મા

    હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે અપાયેલ હોદ્દા પરથી રાજીનામુ આપ્યા બાદ આનંદ શર્માએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “હું હિમાચલ જઈ રહ્યો છું અને મારા સમર્થકો રેલી કરશે. પાર્ટીને બરબાદ કરનારા આ મુર્ખોને બધાને (હિમાચલમાં) મોકલવા દો. શું તેઓ ત્યાં ભાજપ સામે લડી શકશે? એ માત્ર હું જ કરી શકું કે મારા સમર્થકો. હિમાચલમાં આખો પક્ષ, કોઈપણ જૂથને ધ્યાનમાં લીધા વિના, મારી સાથે છે.”