Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆતંકવાદીઓને આશરો આપનાર 2 ઇમામ પકડાયા બાદ વધુ કડક બની આસામ સરકાર:...

    આતંકવાદીઓને આશરો આપનાર 2 ઇમામ પકડાયા બાદ વધુ કડક બની આસામ સરકાર: એસઓપી બનાવી, સીએમે કહ્યું- બહારથી આવતા ઇમામની જાણકારી આપો

    આસામમાંથી આતંકીઓને આશરો આપવા બદલ બે ઇમામની ધરપકડ થયા બાદ આસામ સરકાર વધુ કડક બની છે અને એસઓપી બનાવવામાં આવી છે.

    - Advertisement -

    આસામમાંથી તાજેતરમાં જ જેહાદી મોડ્યુલ પકડાયા બાદ તેમજ બે દિવસ પહેલાં આતંકીઓને આશરો આપનાર બે મસ્જિદના ઇમામની ધરપકડ થયા બાદ રાજ્યની હિમંત બિસ્વ સરમા સરકાર વધુ કડક બની છે અને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. તેમજ આ માટે આસામ સરકારે એક એસઓપી પણ બનાવી હોવાનું મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ જાહેરાત કરી હતી. 

    આસમાના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, અમે એક એસઓપી બનાવી છે, જે અનુસાર જો કોઈ ગામમાં કોઈ ઇમામ આવે અને લોકો તેને જાણતા ન હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે. તેમની ઓળખ થયા બાદ જ તેમને રહેવા માટેની પરવાનગી આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આ કામમાં મુસ્લિમ સમુદાય તેમને મદદ કરી રહ્યો છે. 

    આસામ સીએમએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ અન્ય રાજ્યોમાંથી આવતા ઇમામ અને મદ્રેસાઓમાં આવતા લોકો માટે એક પોર્ટલ બનાવી રહ્યા છે. જેઓ આસામના રહેવાસી છે તેમણે પોર્ટલમાં નામ નોંધાવવાની કોઈ જરૂર નથી. પરંતુ બહારના લોકોએ પોર્ટલ પર નામની નોંધણી કરાવવાની રહેશે. 

    - Advertisement -

    આ પહેલાં મુખ્યમંત્રીએ આસામમાંથી બાંગ્લાદેશી આતંકવાદીઓ પકડાયા બાદ નિવેદન આપતાં કહ્યું હતું કે, વિદેશી આતંક્વદીઓ તેમના રાજ્યને ઇસ્લામિસ્ટ હબ બનાવવા માંગે છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમને લઈને તેમણે કહ્યું હતું કે, આ આતંકવાદીઓ અહીં આવીને લોકોમાં ભળી જવાનો પ્રયાસ કરતા હતા અને કહ્યું હતું કે, આવા તત્વોને પકડવા માટે સ્થાનિક મુસ્લિમો પાસેથી મદદ મેળવવામાં આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આસામ ખાતેથી આતંકીઓને આશરો આપવાના આરોપસર બે ઇમામની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી એકની ઓળખ અબ્દુસ સુભાન તરીકે થઇ છે, જે મોરેનોઇ પોલીસ મથક હેઠળ આવતી તીનકુનિયા શાંતિપુર મસ્જિદનો ઇમામ છે, જ્યારે અન્ય એક જલાલુદ્દીન શેખ ગોલપરા પોલીસ મથક હેઠળ આવતી તિલપરા નાતુન મસ્જિદનો ઇમામ છે. 

    પોલીસે આ કાર્યવાહી મામલે જણાવ્યું કે, આતંકવાદીઓ અલ-કાયદા ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમના બારપેટા અને મોરીગાંવ મોડ્યુલ સાથે સીધો સબંધ ધરાવે છે. કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓના ઘરની તપાસ કરતાં પોલીસને અલ-કાયદા જેહાદી તત્વો સબંધિત પોસ્ટરો, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, આઈડી કાર્ડ અને અન્ય આપત્તિજનક સામગ્રીઓ મળી આવી હતી. 

    આ બંને વિરુદ્ધ આઇપીસી અને યુએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે બંનેને સાત દિવસના રિમાન્ડ ફાળવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં