Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅહેમદ અલીને જોઈતી હતી દહેજમાં બુલેટ, માંગ પુરી ન થતા પત્નીનું માથું...

    અહેમદ અલીને જોઈતી હતી દહેજમાં બુલેટ, માંગ પુરી ન થતા પત્નીનું માથું મુંડાવી, ટ્રિપલ તલાક આપી કાઢી મૂકી: મેરઠની પીડિતા ભટકે છે ન્યાય માટે

    મેરઠમાં હમણાં હમણાં ટ્રિપલ તલાકના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અન્ય એક તાજા કિસ્સામાં અહીં એક યુવકે લગ્નના એક વર્ષ બાદ તેની 22 વર્ષની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હતા કેમ કે તે તેની ભાભી સાથે રહેવા માંગતો હતો.

    - Advertisement -

    મેરઠમાં દહેજમાં બુલેટ મોટરસાઇકલ ન મળવા પર એક પરિણીત મહિલાનું માથું મુંડાવીને ટ્રિપલ તલાક આપવાનો મામલો સામે આવ્યો છે. મહિલાનું કહેવું છે કે 14 ઓગસ્ટે ટ્રિપલ તલાક આપ્યા બાદ તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ પરિણીતા પિયરના લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.

    લીસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇત્તેફાકનગરમાં રહેતી સમીનાના લગ્ન બે વર્ષ પહેલા અફઝલપુર પોટીના રહેવાસી અહેમદ અલી સાથે થયા હતા. સમીનાનો આરોપ છે કે તેના પિતા મહેમૂદ અલીએ લગ્નમાં મોટી રકમ ખર્ચી હતી. પરંતુ અહેમદ અલી લગ્ન પછી તરત જ બુલેટ માંગતો હતો. બુલેટની માંગ પૂરી ન થતા તે તેની સાથે મારઝૂડ કરતો હતો.

    7 જૂને અહેમદ અલીએ તેના પરિવાર સાથે મળીને પોતાની પત્ની પર હુમલો કર્યો હતો. ત્યારપછી તેનું જબરદસ્તીથી માથું મુંડાવવામાં આવ્યું હતું. માથાના વાળ કપાયેલા હોવાથી સમીના તેના પિયર ગઈ હતી. જે બાદ આસપાસના લોકોની પંચાયતે બેસીને મામલો થાળે પડ્યો હતો. જે બાદ સમીનાને ફરીથી તેના સાસરે મોકલી દેવામાં આવી હતી.

    - Advertisement -

    સમીનાનું કહેવું છે કે 9 ઓગસ્ટના રોજ અહેમદ અલીએ ફરીથી પરિવાર સાથે મળીને મારઝૂડ શરૂ કરી હતી. પિયરવાળાઓએ તેને સમજાવી હતી. જે બાદ 14 ઓગસ્ટે ટ્રિપલ તલાક આપ્યા બાદ તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. ત્યારબાદ પરિણીત મહિલા તેના પિયરના લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધ્યો ન હતો.

    શનિવારે (20 ઓગસ્ટ) પીડિતા એસએસપી સમક્ષ હાજર થઈ હતી. પીડિતાની ફરિયાદના આધારે કાંકરખેડા પોલીસે દહેજ ઉત્પીડન અને ટ્રિપલ તલાકનો કેસ નોંધ્યો છે. સીઓ અરવિંદ ચૌરસિયાનું કહેવું છે કે પીડિતાએ ટ્રાયલમાં વાળ કાપવાનો ઉલ્લેખ કર્યો નથી. અહેમદ પર દહેજ ઉત્પીડન અને ટ્રિપલ તલાકનો આરોપ છે. હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

    મેરઠમાં વધી રહ્યા છે ટ્રિપલ તલાકના બનાવ

    નોંધનીય છે કે મેરઠમાં હમણાં હમણાં ટ્રિપલ તલાકના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અન્ય એક તાજા કિસ્સામાં અહીં એક યુવકે લગ્નના એક વર્ષ બાદ તેની 22 વર્ષની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધો હતો. જ્યારે તેનું કારણ જાણવા મળ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પતિએ કહ્યું કે તે તેની ભાભીને પ્રેમ કરે છે. તેના વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી.

    જે બાદ પીડિતાની પત્નીએ જેઠ અને અન્ય બે લોકો પર પણ ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. પીડિતાનો આરોપ હતો કે તેના પતિના તેની ભાભી સાથે અવૈધ સંબંધો હતા. તેણે પોતે બંનેને ઘણી વખત બંનેને આપત્તીજનક સ્થિતિમાં જોયા હતા. જ્યારે તેના પતિ સામે તેણે આ વાતનો વિરોધ કર્યો તો તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને છેલ્લે તેના પતિને તેને ટ્રિપલ તલાક આપી દીધા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં