Friday, May 24, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજનકંગના રનૌતે લીગલ એક્શનની ધમકી આપ્યા ફિલ્મફેરે તેનું શ્રેષ્ઠ અભિનેત્રીનું નોમિનેશન પાછું...

  કંગના રનૌતે લીગલ એક્શનની ધમકી આપ્યા ફિલ્મફેરે તેનું શ્રેષ્ઠ અભિનેત્રીનું નોમિનેશન પાછું ખેંચ્યું: મેગેઝીન પર પૈસા લઈને એવોર્ડ આપવાના લાગ્યા છે આરોપ

  કંગના રનૌત અત્યાર સુધીમાં પાંચ ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકી છે. 2007માં, તેને ગેંગસ્ટર માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુ અને ફેસ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. અન્ય પ્રશંસાઓમાં ફેશન માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી, ક્વીન માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ)નો સમાવેશ થાય છે.

  - Advertisement -

  વિવાદો સાથે જેનો જૂનો સંબંધ છે એ કંગના રનૌત હવે વધુ એક ઝઘડામાં ફસાઈ ગઈ છે. આ વખતે, તે વિવાદ ફિલ્મફેર મેગેઝિન સાથે છે. વિવાદ બાદ ફિલ્મફેરે કંગના રનૌતનું નોમિનેશન પાછું ખેંચી લીધું છે.

  રણૌત, જે તાજેતરમાં થલાઈવી માટે શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત થઈ હતી, તેણે મેગેઝિનને “અનૈતિક” ગણાવ્યું હતું અને “તેણીને સમારંભમાં હાજરી આપવા માટે દબાણ કરવા બદલ” દાવો કરવાની ધમકી આપી હતી. જે બાદ ફિલ્મફેરે ઝડપથી પ્રતિસાદ આપ્યો હતો અને હવે નામાંકન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે.

  ફિલ્મફેર પુરસ્કારોની સ્થાપના 1954 માં કરવામાં આવી હતી અને ત્યારથી તે ભારતીય સિનેમાની એક મોટી ઉજવણી રહી છે. જો કે, તાજેતરના વર્ષોમાં, તેઓએ “ફિક્સિંગ” કરતા હોવા માટે કુખ્યાત પ્રતિષ્ઠા મેળવી છે અને ઘણા કલાકારોએ જાહેર કર્યું છે કે તેઓને એવોર્ડના બદલામાં સ્ટેજ પર પર્ફોર્મ કરવાની ઓફર મળી છે. કંગના રણૌત, જે વારંવાર બોલિવૂડ પર નિશાન સાધે છે, તે આ “ભ્રષ્ટ પ્રથાઓ” તરફ ઈશારો કરતી જોવા મળી હતી.

  - Advertisement -

  કંગનાએ આપી હતી કેસ કરવાની ધમકી

  રવિવારે (20 ઓગસ્ટ) કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા કેટલાક વિસ્ફોટક આરોપો લગાવ્યા હતા. તેણે આક્ષેપ કર્યો હતો કે તેને “કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ફોન આવી રહ્યા છે કારણ કે ફિલ્મફેર તેણીને થલાઈવી માટે એવોર્ડ આપવા માંગે છે.”

  કંગના રણૌતે નામાંકિત થવા પર આઘાત વ્યક્ત કર્યો હતો અને ‘કોઈપણ રીતે આવા ભ્રષ્ટ વ્યવહારોને પ્રોત્સાહિત કરવા તેના ગૌરવથી ઉતરતા’ ગણાવ્યા હતા. તેણે આગળ એમ પણ કહ્યું કે, “મેં ફિલ્મફેર પર દાવો કરવાનું નક્કી કર્યું છે.”

  સુશાંત સિંહ રાજપૂતે પણ આ ભ્રષ્ટ મેગેઝિન દિગ્ગજો પર લગાવ્યો હતો આરોપ

  કંગના રનૌતે ફિલ્મફેર મેગેઝિન એવોર્ડની આલોચના કરતા દાવો કર્યો હતો કે, “મેં તેમને 2013માં જ સ્પષ્ટ કરી દીધું હતું કે હું ક્યારેય નૈતિક રીતે પછાત અને અનૈતિક હોય તેવી કોઈ પણ બાબતમાં હાજરી આપીશ નહીં.”

  સુશાંત સિંહ રાજપૂતના અકાળે અવસાન વિશે વાત કરતાં, તેણીએ લખ્યું, “તેણે આત્મહત્યા કરી લીધી… તેણે પણ આ ભ્રષ્ટ એવોર્ડ શો અને મેગેઝિન દિગ્ગજોને દોષી ઠેરવ્યા હતા.”

  ફિલ્મફેરે રનૌતના આરોપોને ‘અવ્યાજબી દૂષિત ટિપ્પણી’ ગણાવી

  ફિલ્મફેરે રવિવારે રાત્રે એક લાંબુ નિવેદન બહાર પાડ્યું હતું અને રનૌતની ‘અવ્યાજબી દૂષિત ટિપ્પણી’નો જવાબ આપ્યો હતો. મેગેઝીને સ્પષ્ટતા કરી હતી કે તેઓએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાને ઔપચારિક આમંત્રણ મોકલવા તેનું સરનામું માંગ્યું હતું.

  મેગેઝિને તેની ‘પારદર્શિતા’ પર પણ ભાર મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે ‘તેણીને એવોર્ડ આપવામાં આવ્યો હોવાનો કોઈ સંકેત નથી અથવા પ્રદર્શન માટે કોઈ વિનંતી નથી.’

  રનૌત પહેલાથી જ પાંચ ફિલ્મફેર એવોર્ડ મેળવી ચુકી છે

  કંગના રનૌત અત્યાર સુધીમાં પાંચ ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકી છે. 2007માં, તેને ગેંગસ્ટર માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુ અને ફેસ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. અન્ય પ્રશંસાઓમાં ફેશન માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી, ક્વીન માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ)નો સમાવેશ થાય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં