Saturday, November 16, 2024
More
    Home Blog Page 1018

    બીજેપી ધારાસભ્ય ટી રાજાને જામીન મળ્યા, તથાકથિત ઈશનિંદાનો આરોપ લાગ્યો હતો: ‘સર તન સે જુદા’ ની ધમકીઓ પણ મળી હતી

    બીજેપી ધારાસભ્ય ટી રાજાને જામીન મળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરવાના કેસમાં કોર્ટે ચેતવણી આપતા ધારાસભ્ય ટી રાજા સિંહને જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, કોર્ટે અગાઉ ભાજપના નેતાને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રિમાન્ડનો આદેશ પાછો ખેંચી લેતા કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પોલીસે ટી રાજા સિંહને હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાં રજૂ કર્યા હતો. ભાજપે ટી રાજાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

    આ સાથે પાર્ટીએ તેમને ખુલાસો માંગતી નોટિસ જારી કરીને 10 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે. હૈદરાબાદ પોલીસે મંગળવારે સવારે તથાકથિત રીતે પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ તેમની ધરપકડ કરી હતી. ટી. રાજા સિંહ હૈદરાબાદની ગોશામહલ બેઠક પરથી ધારાસભ્ય છે.

    અહી એ નોંધવું જરૂરી છે કે ટી રાજા સિંહ હૈદરાબાદમાં મુનવ્વર ફારુકીનો શો રદ્દ કરાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા હતાં. પરંતુ સોમવારે તેમણે મુનવ્વર ફારૂકીની હિંદુવિરોધી કોમેડી પર નિશાન તાંકતા એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેમણે એક વૃદ્ધ વ્યક્તિની વાત કરી હતી. મુસ્લિમ કટ્ટરપંથીઓએ આ બાબતને સીધી મુહમ્મદ પૈગંબર સાથે જોડી દીધી હતી અને તેઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા હતા. હવે આ ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઈ છે અને મુસ્લિમો તેને જોઇને ભડકી રહ્યા છે.

    ટી રાજા સિંહની ભારતીય દંડ સંહિતાની કલમ 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને ઈજા પહોંચાડવી અથવા અપવિત્ર કરવું) અને 505 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

    કોંગ્રેસના નેતા રાશિદે આગ લગાવવાની ધમકી આપી હતી

    ટી રાજાના વિવાદાસ્પદ નિવેદન બાદ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાશિદ ખાને ધમકી આપી હતી કે જો તેમની ધરપકડ નહીં કરવામાં આવે તો શહેરમાં આગ લગાવી દેવામાં આવશે. તેણે કહ્યું હતું કે, ‘જો તેની ધરપકડ નહીં થાય તો હું શહેરને આગ લગાવી દઈશ. જો કાયદો અને વ્યવસ્થા બગડે તો હું જવાબદાર નહીં રહીશ. તે રસૂલના અભિમાનમાં હંમેશા ભોળવાઈ રહ્યો છે. મુખ્યમંત્રી સૂઈ રહ્યા છે, ગૃહમંત્રી સૂઈ રહ્યા છે. તેમણે લોકોને રસ્તા પર આવવા પ્રોત્સાહિત કર્યા.

    રાજ ઠાકરેનું નુપુર શર્માને ખુલ્લું સમર્થન, મનસેના સુપ્રીમોએ કહ્યું: ‘કોઈએ ઝાકીર નાઈક પાસે માફી કેમ ન મંગાવી?’

    રાજ ઠાકરેનું નુપુર શર્માને ખુલ્લું સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે. MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના સુપ્રીમો રાજ ઠાકરેએ ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને સમર્થન આપતા કહ્યું હતું કે “નુપુર શર્માએ જે કહ્યું હતું, ઝાકિર નાઈકે પણ તે જ કહ્યું હતું, પરંતુ તેમની પાસેથી કોઈ માફીની માંગ કેમ નથી કરતું?” રાજ ઠાકરેએ કહ્યું કે જ્યારથી નુપુર શર્માનું નિવેદન આવ્યું છે ત્યારથી ઘણી રાજનીતિ થઈ રહી છે અને કોઈ તેમનું સમર્થન નથી કરી રહ્યું. નોંધનીય છે કે રાજ ઠાકરે થોડા દિવસોથી અસ્વસ્થ હોવાના કારણે આરામ પર હતા.

    કાર્યકર્તાઓ સાથે લાંબા સમય બાદ યોજાયેલી બેઠકમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે નુપુર શર્મા પર માફી માંગવા માટે ઘણું દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈએ ઝાકિર નાઈકને માફી માંગવાનું કહ્યું નથી. બીમારીમાંથી સાજા થયા બાદ પાર્ટી કેડરમાં પહોંચેલા રાજ ઠાકરેએ લાંબી લડતનું આહ્વાન કર્યું છે . તેણે હિપ સર્જરી કરાવી હતી. પરંતુ, હવે તેઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા સક્રિય થઈ ગયા છે. તેણે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા જેમાં તેણે હિન્દુઓ ઉપર આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    આ દરમિયાન રાજ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ પ્રહારો કર્યા હતા અને તેમને યાદ અપાવ્યું હતું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ નિયમ બનાવ્યો હતો કે જે પાર્ટીના ગઠબંધનમાં વધુ ધારાસભ્યો હશે, મુખ્યમંત્રી પણ તેમને જ બનાવવામાં આવશે. તેમણે યાદ અપાવ્યું હતું કે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સ્વયં નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે, ત્યારે શિવસેનાએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.

    રાજ ઠાકરેની પાર્ટીએ તેમ પણ જાહેરાત કરી છે કે તેઓ હલાલ માંસ વિરુદ્ધ પણ પ્રચાર કરશે. તેને ટેરર ​​ફંડિંગ સાથે જોડીને ઠાકરેએ કહ્યું હતું કે આના કારણે હિંદુઓની આજીવિકા અને આવક પર પણ વિપરીત અસર પડી છે. MNSએ કહ્યું હતું કે હલાલ મીટ આતંકવાદીઓને આર્થિક મદદ પૂરી પાડવાનું સૌથી મોટું મિકેનિઝમ છે, આવી સ્થિતિમાં માત્ર ઝટકા કારોબારને જ અસર નથી થઈ રહી, પરંતુ શાકાહારી લોકો પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. MNSની ‘વ્યાપારી સેના’એ એક ખુલ્લા પત્ર દ્વારા અપીલ કરી છે કે અમારા પૈસા આતંકવાદીઓની મદદમાં ન જવા જોઈએ.

    મીડીયા જગતનો મોટો અપસેટ: ડુબતી NDTV ખરીદીને અદાણી અજવાળા કરશે, અદાણી ગ્રુપની મીડિયા કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ દ્વારા થશે ડીલ

    ડુબતી NDTV ખરીદીને અદાણી અજવાળા કરશે તેવી માહિતી મળી રહી છે. દેશનું અગ્રણી બિઝનેસ સમૂહ અદાણી ગ્રુપ મીડિયા કંપની ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)ને ખરીદવા જઈ રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે મંગળવારે આ માહિતી આપી હતી. અદાણી ગ્રુપની મીડિયા કંપની એનડીટીવીમાં આડકતરી રીતે 29.18 ટકા હિસ્સો ખરીદશે. આ ઉપરાંત, તે આ મીડિયા હાઉસમાં અન્ય 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર પણ શરૂ કરશે. નોંધનીય છે કે અદાણી ગ્રુપની મીડિયા કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ આ ડીલ કરવા જઈ રહી છે.

    અહેવાલો મુજબ AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ (AMML) એ અદાણી જૂથની મીડિયા કંપની છે. AMML એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની 100% પેટાકંપની છે. AMML એનડીટીવીમાં આડકતરી રીતે 29.18 ટકા હિસ્સો ખરીદશે. વાસ્તવમાં વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) એ AMMLની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. VCPL, NDTVની પ્રમોટર ગ્રુપ કંપની, RRPR હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના 99.5% ઇક્વિટી શેર હસ્તગત કરવાની તૈયારી કરી રહી છે.

    AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)

    AMNL,જે AELની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને અદાણી ગ્રુપના મીડિયા બિઝનેસ હાઉસને સંભાળે છે. કંપનીને તાજેતરમાં ડિજિટલ અને બ્રોડકાસ્ટ સેગમેન્ટ્સ પર ભાર મૂકીને એક વિશ્વસનીય નેક્સ્ટ જનરેશન મીડિયા પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે સામેલ કરવામાં આવી હતી. VCPL, જે તાજેતરમાં AMNL દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું તે સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

    અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ

    અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL), ભારતમાં સૌથી મોટા બિઝનેસ સમૂહમાંની એક, અદાણી જૂથની મુખ્ય કંપની છે. વર્ષોથી અદાણી એન્ટરપ્રાઇઝે ઉભરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેણે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે અને તેમને અલગ લિસ્ટેડ એન્ટિટીમાં વિભાજિત કર્યા છે. અદાણી પોર્ટ્સ એન્ડ SEZ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મર જેવા યુનિકોર્નનું સફળતાપૂર્વક નિર્માણ કરીને, કંપનીએ મજબૂત વ્યવસાયોના પોર્ટફોલિયો બનાવ્યો છે.

    ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ્સ, એરપોર્ટ મેનેજમેન્ટ, રસ્તાઓ, ડેટા સેન્ટર્સ અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આસપાસ કેન્દ્રિત તેના વ્યૂહાત્મક વ્યવસાયિક રોકાણોની આગામી પેઢી પાસે મૂલ્યને અનલૉક કરવાનો નોંધપાત્ર અવકાશ છે. આના પરિણામે અદાણીના શેરધારકોને મજબૂત વળતર મળ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 150. રોકાણ, જે 1994માં જૂથનો પ્રથમ IPO હતો, તે વધીને રૂ. 900,000+ થયું છે.

    મનીષ સિસોદિયાના વળતાં પાણી: હવે હિમંતા બિસ્વા સરમા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આપનેતાને આસામની કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું

    દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને આસામના કામરૂપ જિલ્લામાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તેમની સામે દાખલ કરેલ માનહાનિના કેસના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાને કોર્ટ સમન્સ મુજબ 29 સપ્ટેમ્બરે કોર્ટ સામે હાજર થવાનો આદેશ અપાયો છે.

    આ વર્ષના જૂનમાં, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોવિડ-19 ફાટી નીકળવાની શરૂઆતમાં PPE કીટના સંપાદનમાં ભ્રષ્ટાચારના આરોપો પર દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો દાવો દાખલ કર્યો હતો.

    4ઠ્ઠી જૂને એક મીડિયા બ્રીફિંગમાં મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે આસામ સરકારે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના રિનીકી ભુયાન સરમાની આગેવાની હેઠળના વ્યવસાય JCB ઈન્ડસ્ટ્રીઝને PPE કીટ માટે ખરીદીના ઓર્ડર આપ્યા હતા.

    આ આરોપોને ડાબેરી પ્રોપગેન્ડા વેબસાઇટ ધ વાયર દ્વારા લખવામાં આવેલા એક ભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જેણે સમાન દાવા કર્યા હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે હિમંતા બિસ્વા સરમા આસામની અગાઉની સર્બાનંદ સોનોવાલ સરકારમાં આરોગ્ય પ્રધાન હતા, ત્યારે તેમની પત્ની રિનીકી ભુયાન સરમાની માલિકીની કંપનીને તબીબી પુરવઠો વિતરણ અને રક્ષણાત્મક કપડાંના ઉત્પાદનનો કોઈ પૂર્વ અનુભવ ન હોવા છતાં 5,000 PPE કિટ આપવા માટે તાત્કાલિક વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

    તે પછી, રિનિકી ભૂયાન સરમાએ ધ વાયર લેખમાં કરેલા દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે તેને PPE કિટ આપવા માટે કોઈ ચુકવણી મળી નથી. તેણે દાવો કર્યો હતો કે પીપીઇ કીટ એ સીએસઆર દાન છે જે તેણે રાષ્ટ્રીય આરોગ્ય મિશનને આપ્યું હતું અને તેના માટે કોઈ પૈસાની આપ-લે કરવામાં આવી ન હતી. આરોપોના જવાબમાં, રિનિકી ભુયાન સરમાએ 21 જૂન, 2022 ના રોજ સિસોદિયા પર 100 કરોડ રૂપિયાની બદનક્ષીનો દાવો કર્યો હતો.

    મનીષ સિસોદિયાએ રિનીકી ભુયાન સરમાના ખુલાસા છતાં હિમંતા બિસ્વા સરમા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાનું ચાલુ રાખ્યું અને દાવો કર્યો કે હિમંતા બિસ્વા સરમાએ તેમની પત્ની અને નજીકના મિત્રો દ્વારા ચલાવવામાં આવતા વ્યવસાયોને સરકારી ખરીદી માટે કોન્ટ્રાક્ટ આપ્યા હતા.

    ત્યારબાદ હિમંતા બિસ્વા સરમાએ કામરૂપ ગ્રામીણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 30 જૂને મનીષ સિસોદિયા વિરુદ્ધ ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 499 (પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી), 500 (બદનક્ષી), અને 501 (બદનક્ષીજનક બાબત પ્રકાશિત કરવી) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ હમણાં મનીષ સિસોદિયાને કોર્ટ સમન્સ મોકલવામાં આવ્યું હતું.

    મનીષ સિસોદિયા બધી બાજુથી ઘેરાયા

    નોંધનીય છે કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અનેક મામલામાં તપાસ એજન્સીઓના રોષનો સામનો કરી રહ્યા છે. શંકાસ્પદ આબકારી છેતરપિંડી માટેના દરોડાના કલાકો પછી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ તાજેતરમાં એફઆઈઆરમાં મનીષ સિસોદિયા સહિત 15 શકમંદોના નામ આપ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાનનું નિયંત્રણ ધરાવતા આબકારી વિભાગે ગયા વર્ષે એક નવી નીતિ રજૂ કરી હતી જેમાં સરકારી દારૂના આઉટલેટ્સ અને ખાનગી સાહસોને લાયસન્સ આપવાનું ફરજિયાત હતું.

    એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આબકારી નીતિમાં ફેરફાર, લાયસન્સ ધારકોને વધુ પડતી તરફેણ કરવા, લાયસન્સ ફી માફી/ઘટાડી, અધિકૃતતા વિના L-1 લાયસન્સ લંબાવવા વગેરેમાં અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. વધુમાં એવો દાવો કરવામાં આવે છે કે આ ગુનાઓમાંથી ગેરકાયદેસર કમાણી ખાનગી પક્ષો દ્વારા સંબંધિત જાહેર કર્મચારીઓને આપવામાં આવી હતી, જેમણે પછી તેમના હિસાબના ચોપડામાં છેતરપિંડીની એન્ટ્રીઓ કરી હતી.

    ખેડાની શાળામાં ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, હિંદુ બાળકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર કરતા કોરીયન નાગરિક સહીત 5ની ધરપકડ

    ખેડાની શાળામાં ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. ગઈકાલે 21 ઓગષ્ટે ખેડા જિલ્લામાં આવેલી નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બાળકોને આપવામાં આવેલ કલર પુરવાના ચિત્રોમાં ખ્રિસ્તી ધર્મની પ્રતિકૃતિ દેખાય છે. આ વાતની જાણ હિન્દુ સંગઠનોને થતા તેઓ દ્વારા વિરોધ કરાયો હતો, અને ખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખેડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પાંચ જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, જેમાંથી એક કોરીયન નાગરિક છે.

    મળતી માહિતીના આધારે ખેડા જિલ્લા SOG દ્વારા શાળામાં રેડ કરવામાં આવી હતી, અને 6 લોકોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. અડાસણની શાળામાં કોરિયન લોકો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ધર્મ પરિવર્તન રેકેટમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એક દક્ષિણ કોરિયાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.

    દક્ષિણ કોરિયાના વ્યક્તિએ શાળામાં શેડ બનાવી આપ્યો

    મળતી માહિતી મુજબ શાળાના મહિલા આચાર્ય જયંતિકાબેન પટેલને પૂછતા તેમને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાથી અન્ય એક વ્યક્તિ દ્વારા સાત વર્ષ પહેલા સ્કૂલના બાળકો માટે એક શેડ બનાવી આપવામાં આવ્યો છે અને શેડ બનાવી આપનાર વ્યક્તિ સ્કૂલની અનેક વખત મુલાકાત લેતો હતો પરંતુ કોરોના કાળ દરમિયાન શેડ બનાવી આપનાર એ નાગરિક પરત તેમના દેશ ચાલ્યો હતો.

    મહિનામાં બે દિવસ શેડમાં પ્રવૃત્તિઓ

    મળતી માહિતી મુજબ ગઈકાલે પોલીસ ની પૂછપરછ દરમિયાન સાઉથ કોરિયન નાગરિક આ સ્કૂલની મુલાકાત લેતો હતો પરંતુ રવિવારના દિવસે જ તે બાળકોને બોલાવી એ શેડ નીચે બેસાડી અલગ અલગ ધાર્મિક પોસ્ટરો સાથેની પ્રવૃત્તિઓ કરાવતો હતો. શાળામાં આવેલા કેમ્પસના આ શેડની ચાવી ગામના અન્ય એક વ્યક્તિની પાસે આપેલી જ હોય છે.

    ચાવી આપવાનું મુખ્ય કારણ બંધ શાળા દરમિયાન શાળામાં આવતી અન્ય કોઈ ચીજ વસ્તુ મૂકવામાં સહેલાઈ રહે, સાથે સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે મહિનામાં બે દિવસ આ વ્યક્તિઓ શાળાની મુલાકાત લઈ બાળકોને પ્રવૃત્તિઓ કરાવતા હતા તેની જાણ એમને બીજે દિવસે શાળામાં આવીએ ત્યારે થતી હતી.

    શાળામાં ત્રાહિત વ્યક્તિના પ્રવેશ સામે અનેક સવાલો

    આ સમગ્ર મામલામાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી એ છે કે કોઈ ત્રાહિત વ્યક્તિ શાળામાં પ્રવેશ કરે છે અને આવી પ્રવૃત્તિ કરતો હોય તો તેમને ઉપલા અધિકારીને કેમ જાણ ન કરી અને જો જાણ કરી હોય તો ઉપલા અધિકારીએ કેમ પગલાં ન લીધા. શાળાના આચાર્યએ જે રીત નો જવાબ આપ્યો તે જ રીતનો જવાબ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મીડિયાને આપવામાં આવ્યો હતો.

    સૈયાં જુઠો કા સરતાજ: કેજરીવાલનો દાવો ‘ગુજરાતમાં ભાજપ આપથી ડરી ગયું છે, સીઆર પાટીલ આપી રહ્યાં છે રાજીનામું’; પહેલા પણ એમનું બોલ્યું ઘણીવાર થયું છે ફોક

    ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય મહોલ ગરમાતો જઈ રહ્યો છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટા પાયે ગુજરાતમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. એવામાં આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાતમાં ભાજપ AAPથી ખરાબ રીતે ડરી ગયું છે.

    ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એ જાણીને છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની રાજનીતિમાં ખાસો રસ લેવા લાગ્યા છે. પોતાની તાજેતરની ટ્વીટમાં તેમણે લખ્યું કે, “ગુજરાતમાં ભાજપ AAPથી ખરાબ રીતે ડરેલી છે.” આગળ સૂત્રોનું નામ દઈને તેમણે લખ્યું, “સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહ્યા છે. શું ભાજપ પક્ષ આટલો ડરી ગયો છે?”

    અરવિંદ કેજરીવાલનો આ દાવો સાંભળવામાં સારો લાગી શકે પરંતુ સ્ટેટિટિક્સની દ્રષ્ટિએ સહેજ પણ વ્યવહારુ નથી. એ સમજવા માટે આપણે બંને રાજકીય પક્ષના છેલ્લી મુખ્ય ચૂંટણીઓના આંકડા જોવા પડશે.

    છેલ્લી અમુક ચૂંટણીઓમાં AAPનું પ્રદર્શન

    2022ની શરૂઆતમાં યોજાયેલ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન પંજાબમાં ખુબ સરસ રહ્યું હતું જ્યાં તેણે કોંગ્રેસ પાસેથી સત્તા ઝૂંટવી લીધી હતી. પરંતુ એ સિવાયના અન્ય રાજ્યો પર નજર મેરી તો પાર્ટીનું પ્રદર્શન કૈક અલગ જ કથા કહે છે.

    ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ 334 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. પરિણામ સામે આવ્યું ત્યારે AAPએ આખા રાજ્યમાં માત્ર 3.47% વોટ મેળવ્યા હતા એટલે કે 334 સીટમાંથી દરેક સીટ પર એવરેજ, માત્ર 1040 વોટ મેળવ્યા હતા. એના કરતા મતદાતાઓએ NOTAને બમણા મત આપ્યા હતા અને પરિણામે AAPને તમામ 334 બેઠકો પર ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

    પાછલા ઉત્તરાખંડ વિધાનસભા ઇલેક્શનમાં પણ આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. પાર્ટીને રાજ્યમાં 3.3% મત મળ્યા હતા. AAPને એક પણ સીટ તો નહોતી જ મળી પરંતુ 70માંથી 68 સીટો પર તેમણે પોતાની ડિપોઝીટ ડૂલ કરાવી હતો.

    ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 39માંથી 2 સીટ જીતીને કુલ 3 સીટો પર પોતાની ડિપોઝીટ બચાવી હતી એટલે કે 36 પર ડિપોઝીટ ડુબાડી હતી.

    ગુજરાતના મહાનગરોના સ્થાનિક ઇલેક્શનમાં આપનું પ્રદર્શન

    ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન જોઈએ તો ગત વર્ષે ગુજરાતના 5 મહાનગરોમાં યોજાયેલ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આપે માત્ર સુરતમાં 120માંથી 27 બેઠક અને ગાંધીનગરમાં 44માંથી 1 બેઠક જીતી હતી. બાકીની તમામ બેઠકો અને તમામ મ્યુનિસિપાલટીઓમાં તેનું પ્રદર્શન ખુબ શરમજનક રહ્યું હતું.

    આ ઉપરાંત ગત 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના 30 ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાંથી 29 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ડૂલ કરાવી હતી.

    ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન

    ગુજરાતમાં ભાજપ 1995થી સતત સત્તામાં છે. આ દરમિયાન ભાજપે તમામ 6 વિધાનસભા ચૂંટણીઓ બહુમતીથી જીતી છે અને દરેક વખતે પોતાનો વોટશેર વધાર્યો છે. ભાજપે 1995 બાદ 2002, 2007, 2012 અને 2017માં વિરોધીઓને ધૂળ ચટાડી છે.

    એ સિવાય જેમ ઉપર જણાવ્યું એમ ગુજરાતની દરેક નાની મોટી ચૂંટણીઓમાં ભાજપનો દબદબો રહેલો છે અને વિરોધીઓ દૂર દૂર સુધી ભાજપને પહોંચી નથી વળતા.

    આમ હવામાં વાતો કરવા માટે બધું કરી શકાય પરંતુ આંકડાઓ અરવિંદ કેજરીવાલની વાતો સાથે મેળ નથી ખાતા. કેજરીવાલનું એમ કહેવું કે ‘ગુજરાતમાં ભાજપ AAPથી ખરાબ રીતે ડરી ગયું છે’ એ તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ દર્શાવે છે કે પછી સમાચારમાં રહેવાની એક ટ્રીક માત્ર છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આંકડાઓનું માનીએ તો કેજરીવાલ કંઈક ગફલતમાં જરૂર છે.

    બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શોક વ્યક્ત કર્યો

    બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેમના ભાઈ વતન ઢાકાએ આ ખબરની પુષ્ટિ કરી છે. સોનાલીના મૃત્યુના સમાચાર મળતા જ તેમનું પરિવાર ગોવા જવા રવાના થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમને હરિયાણાના હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. સોનાલીની સામે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ ઉમેદવાર હતા.

    મળતી માહિતી મુજબ બીજેપીના હરિયાણા યુનિટે પણ તેમને મહિલા મોરચાના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. સોનાલીના પતિ સંજય ફોગાટનું પણ 2016માં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું. સોનાલીએ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. સોનાલી ફોગાટે સોમવારે રાત્રે જ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે તેમનો અંતિમ વિડીયો છે. ટિકટોક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થયેલી સોનાલીએ રિયાલિટી શો બિગ બોસની 14મી એડિશનમાં પણ ભાગ લીધો હતો.

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોનાલી ફોગાટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે- ” બીજેપી નેતા શ્રીમતી સોનાલી ફોગાટ જીના આકસ્મિક નિધનના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. પરમાત્મા દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારજનોને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!”

    એન્કરિંગથી કરી કારકિર્દીની શરૂઆત

    સોનાલીનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ થયો હતો. હરિયાણાના ફતેહાબાદમાં જન્મેલી સોનાલીએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો હતો, અને તેમને સંતાનમાં એક પુત્રી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે 2006માં હિસારના દૂરદર્શનમાં એન્કરિંગ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    સોનાલી ફોગાટ બે વર્ષ પહેલા જૂન મહિનામાં કોરોનાના સમયગાળા દરમિયાન ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મંડી કાર્યકરને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તે હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલતાન સિંહને મારતી જોવા મળી હતી.

    નીતીશ કુમાર વિષ્ણુપદ દેવી મંદિરમાં ઈઝરાયેલ મન્સૂરીને લઈ ગયા, બિન-હિંદુઓ માટે પ્રતિબંધીત તીર્થના પરિસરને ગંગાજળથી પવિત્ર કરવામાં આવ્યું

    નીતીશ કુમાર વિષ્ણુપદ દેવી મંદિરમાં ઇઝરાયેલ મન્સૂરીને લઈ ગયા બાદ બિહારના મુખ્યમંત્રી પર હિંદુ આસ્થા સાથે રમત કરવાનો આરોપ લાગ્યો છે. અહેવાલ છે કે રાજ્યના ગયા જિલ્લાની મુલાકાત દરમિયાન નીતિશ કુમાર વિષ્ણુ પદ દેવી મંદિરમાં પૂજા કરવા ગયા હતા. આ મંદિરની બહાર સ્પષ્ટ રીતે લખેલું છે કે તેમાં બિન-હિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. પરંતુ, આ નોટિસ લાગેલી હોવા છતા નીતીશ કુમાર વિષ્ણુપદ દેવી મંદિરમાં ઈઝરાયેલ મન્સૂરીને પોતાની સાથે મંદિરના ગર્ભગૃહ સુધી લઇ ગયા હતા.

    મંદિરથી પરત ફર્યા બાદ બિહાર સરકારના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી મોહમ્મદ ઈઝરાયેલ મન્સૂરીએ મીડિયા સાથે વાત કરતા પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે, “આ મારા માટે આનંદની વાત છે, હું ભાગ્યશાળી છું કે હું સીએમ નીતીશ કુમાર સાથે વિષ્ણુ પદ મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન કરવાની તક મળી.” તો બીજી તરફ હિન્દુઓ આ સાંભળીને ગુસ્સે થયા હતા.

    નોંધનીય છે કે વિષ્ણુ પદ મંદિરની અંદર જઈને જ્યાં મોહમ્મદ ઈઝરાયેલ ફૂલ્યા નથી સમાઈ રહ્યા. તે જ સમયે આ નિવેદન સાંભળીને હિન્દુઓમાં રોષ ભભૂક્યો છે. મંદિરના પૂજારીઓએ પણ આ ઘટનાને ખોટી ગણાવી છે. આ સાથે ભાજપે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી, તો બીજી તરફ બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના સભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે પણ આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

    આ ઘટનાનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે નીતિશ કુમારને કહ્યું હતું કે, “નેકદિલના નીતીશ બાબુ, ક્યારેક જામા મસ્જિદ જઈને હવન કરી દેખાડો”

    ગર્ભગૃહને ગંગાજળથી પવિત્ર કરવામાં આવ્યું

    મળતા અહેવાલો અનુસાર ગર્ભગૃહમાં એક બિન-હિંદુ પ્રવેશ્યા હોવાની જાણ થતાં જ મેનેજિંગ કમિટીના અધ્યક્ષ શંભુલાલ બિઠ્ઠલે ભગવાન વિષ્ણુની માફી માંગી હતી. આ બાદ સૌથી પહેલા ગર્ભગૃહને ગંગાના જળથી ધોવામાં આવ્યું અને ત્યાર બાદ ભગવાનને ભોગ પ્રશાદ અર્પણ કરવામાં આવ્યાં.

    મંદિર સમિતિના અધ્યક્ષે આ બાબતે કહ્યું હતું કે, મુસ્લિમોને પ્રવેશ આપવાથી મંદિરની સદીઓ જૂની પરંપરા તોડવામાં આવી છે. તે લોકોને બિલકુલ ખ્યાલ ન હતો કે મુખ્યમંત્રીની સાથે એક મંત્રી છે જે મુસ્લિમ છે. આટલી મોટી ભૂલ માટે તે માત્ર ભગવાન પાસે જ નહીં પરંતુ સમાજના લોકો પાસેથી પણ માફી માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ઘટનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

    નોંધનીય છે કે સીએમ નીતીશ ગયા સ્થિત રબર ડેમનું નિરીક્ષણ કરવા ગયા હતા. ત્યાં તેમની સાથે ઈઝરાયેલ અને મુખ્ય સચિવ અમીર સુહાની પણ હતા. સુહાની જાણતી હતી કે બિન-હિન્દુઓ મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે તેથી તેઓ બહાર જ રહે છે. પરંતુ ઈઝરાઈલ મન્સૂરી બહાર રોકાવાને બદલે ગર્ભગૃહની અંદર ગયા અને ફોટામાં પણ જોવા મળ્યા.

    ‘હૈદરાબાદમાં અમારું રાજ ચાલશે’: ભાજપ વિધાનસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ રસ્તા પર આવ્યા કટ્ટરપંથી, પોલીસની સામે ‘સર તન સે જુદા’ના નારા લાગ્યાં

    તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય ટી રાજા સિંહને આજે સવારે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સર ધરપકડ કરી લેવાયા છે, કારણકે તેમના પર કટ્ટરપંથીઓએ આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાના વિડીયોમાં મુહમ્મદ પૈગંબરનું અપમાન કર્યું છે.

    આ વિડીયો સોમવારની રાત્રે મુનવ્વર ફારૂકીના શોની વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો. આ વિડીયોમાં ટી રાજા સિંહે મુહમ્મદ પૈગંબર તેમજ તેમના નિકાહ વિષે વિવાદિત ટીપ્પણી કરી હતી. આ વિડીયો જોઇને મુસ્લિમો ભડકી ગયા હતા અને મોડી રાત્રે હૈદરાબાદના રસ્તાઓ પર તેમણે ભીડ એકઠી કરીને ખુલ્લેઆમ ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા.

    એક સોશિયલ મિડિયા ઇન્ફ્લ્યુએન્સર સૈયદ કશફ દ્વારા આ ભીડનું નેતૃત્ત્વ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના પોલીસ કમિશનરની ઓફિસ બહાર ‘ગુસ્તાખ-એ-નબી કી એક સઝા, સર તન સે જુદા – સર તન સે જુદા’નાં નારાઓ તેઓ લગાવતાં રહ્યાં હતાં. પત્રકાર શિવ અરુરની ટ્વિટ અનુસાર કશફ પોતાના વિડીયોમાં એમ કહેતો સંભળાય છે કે “હૈદરાબાદમાં અમારું રાજ ચાલશે.”

    જ્યારે આજતકના એક રિપોર્ટ અનુસાર કટ્ટરપંથીઓની આ ભીડ આખી રાત રસ્તા પર જ રહેલી હતી અને સવાર પડતાં જ તેમણે નમાઝ અદા કરી અને તેમાં રહેલાં લોકો ફરીથી પોતાની માંગણી દોહરાવતા રહ્યા હતા. ત્યારબાદ હૈદરાબાદ પોલીસે આ મામલાનું સંજ્ઞાન લઈને કેસ દાખલ કર્યો હતો.

    ટી રાજા સિંહને દબીરાપુરા પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતાં જ્યાં તેમના પર આઈપીસીની કલમ 153A, 505(1)(b)(c), 505(2) અને 506 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    ટી રાજા સિંહે ધરપકડ અગાઉ એવું નિવેદન પણ આપ્યું હતું કે તેમણે પોતાના એ વિડીયોમાં કોઈનું પણ નામ લીધું ન હતું અને તેમના વિડીયોને ખોટી રીતે આંકવામાં આવી રહ્યો છે. આ જ કારણસર તેઓ ફરીથી એક નવો વિડીયો શેર કરશે. જોકે ટી રાજા સિંહે એમ પણ કહ્યું હતું કે દરેક એક્શનનું રિએક્શન હોય છે.

    અત્રે એ નોંધવું જરૂરી છે કે ટી રાજા સિંહ હૈદરાબાદમાં મુનવ્વર ફારુકીનો શો રદ્દ કરાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા હતાં. પરંતુ સોમવારે તેમણે મુનવ્વર ફારૂકીની હિંદુવિરોધી કોમેડી પર નિશાન તાંકતા એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેમણે એક વૃદ્ધ વ્યક્તિની વાત કરી હતી. મુસ્લિમ કટ્ટરપંથીઓએ આ બાબતને સીધી મુહમ્મદ પૈગંબર સાથે જોડી દીધી હતી અને તેઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા હતા. હવે આ ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઈ છે અને મુસ્લિમો તેને જોઇને ભડકી રહ્યા છે.

    પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે 100થી પણ વધુ પ્રદર્શનકારીઓને અલગ અલગ સ્થળેથી અટકમાં લીધા છે. આ તમામને બશીર બાગ સહીત અનેક નજીક નજીકની પોલીસ ચોકીઓમાં રાખવામાં આવ્યા છે. અન્ય પાર્ટીઓના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપા નેતાએ રાજ્યની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે.

    વિશ્વ ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન, જે મિયામીમાં 17 વર્ષીય પ્રજ્ઞાનન્ધા સામે હારી ગયો, તેણે ‘ચેસ કેમ ક્રિકેટ નથી’ તેના 4 કારણો આપ્યા

    તાજેતરના સમયમાં, ભારતીય ખેલાડીઓ ચેસ ક્ષેત્રે ભારતનો ડંકો વગાડી રહ્યા છે. ટ્વિટર પ્રભાવકો અભિ અને નિયુએ રવિવારે ટ્વિટ કર્યું કે ચેસ કેવી રીતે ‘નવું ક્રિકેટ’ છે. તેના માટે, મેગ્નસ કાર્લસન ચાર કારણોની યાદી આપે છે કે કેમ ચેસ એ નવું ક્રિકેટ નથી.

    મેગ્નસ કાર્લસન કહે છે કે કેવી રીતે માણસો સાથે મેદાન પર ક્રિકેટ રમાય છે, જ્યારે ચેસ લાકડાના ટુકડાઓ સાથે બોર્ડ પર રમાય છે. તેણે ઉમેર્યું કે જ્યારે ક્રિકેટમાં બેટ અને બોલ હોય છે, ત્યારે ચેસમાં ‘સામાન્ય રીતે’ તે નથી હોતા. વધુમાં, ક્રિકેટને 22 ખેલાડીઓની જરૂર છે જ્યારે ચેસમાં માત્ર બેની જરૂર છે. અને અંતે તેણે કહ્યું કે ચેસ એ નવું ક્રિકેટ નથી કારણ કે તે ક્રિકેટ રમી શકતા નથી.

    22 ઓગસ્ટના રોજ, 17 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનન્ધા રમેશબાબુએ મિયામીમાં ચેમ્પિયન ચેસ ટૂરના અમેરિકન ફિનાલે FTX ક્રિપ્ટો કપમાં વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે પ્રજ્ઞાનંધાએ કાર્લસનને હરાવ્યો છે. સ્કોર 2-2ની બરાબરી પર રહ્યા બાદ પ્રજ્ઞાનંધાએ બ્લિટ્ઝ ટાઈબ્રેકરમાં ગેમ જીતી લીધી હતી.

    અત્રે નોંધનીય છે કે વર્ષોથી, ક્રિકેટ, તે પણ પુરુષ ક્રિકેટ, ભારતીય રમતોમાં પ્રભુત્વ ધરાવે છે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, અન્ય રમતો પણ આખરે યોગ્ય સન્માન અને શ્રેયને પાત્ર બની છે. ભારતીય રમતવીરો અને ખેલાડીઓએ ઓલિમ્પિક સહિતની ઘણી ટુર્નામેન્ટમાં આપણને ગૌરવ અપાવ્યું છે. બેડમિન્ટન અને હોકી જેવી રમતોની સાથે કુસ્તી, વેઈટ લિફ્ટિંગ, ચેસ અને બરછી ફેંકને પણ ઓળખ મળી રહી છે. તાજેતરમાં ચેન્નાઈએ ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કર્યું હતું જેમાં પણ ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો.