Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનીતીશ કુમાર વિષ્ણુપદ દેવી મંદિરમાં ઈઝરાયેલ મન્સૂરીને લઈ ગયા, બિન-હિંદુઓ માટે પ્રતિબંધીત...

    નીતીશ કુમાર વિષ્ણુપદ દેવી મંદિરમાં ઈઝરાયેલ મન્સૂરીને લઈ ગયા, બિન-હિંદુઓ માટે પ્રતિબંધીત તીર્થના પરિસરને ગંગાજળથી પવિત્ર કરવામાં આવ્યું

    મંદિર સમિતિના અધ્યક્ષે આ બાબતે કહ્યું હતું કે, મુસ્લિમોને પ્રવેશ આપવાથી મંદિરની સદીઓ જૂની પરંપરા તોડવામાં આવી છે. તે લોકોને બિલકુલ ખ્યાલ ન હતો કે મુખ્યમંત્રીની સાથે એક મંત્રી છે જે મુસ્લિમ છે.

    - Advertisement -

    નીતીશ કુમાર વિષ્ણુપદ દેવી મંદિરમાં ઇઝરાયેલ મન્સૂરીને લઈ ગયા બાદ બિહારના મુખ્યમંત્રી પર હિંદુ આસ્થા સાથે રમત કરવાનો આરોપ લાગ્યો છે. અહેવાલ છે કે રાજ્યના ગયા જિલ્લાની મુલાકાત દરમિયાન નીતિશ કુમાર વિષ્ણુ પદ દેવી મંદિરમાં પૂજા કરવા ગયા હતા. આ મંદિરની બહાર સ્પષ્ટ રીતે લખેલું છે કે તેમાં બિન-હિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. પરંતુ, આ નોટિસ લાગેલી હોવા છતા નીતીશ કુમાર વિષ્ણુપદ દેવી મંદિરમાં ઈઝરાયેલ મન્સૂરીને પોતાની સાથે મંદિરના ગર્ભગૃહ સુધી લઇ ગયા હતા.

    મંદિરથી પરત ફર્યા બાદ બિહાર સરકારના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી મોહમ્મદ ઈઝરાયેલ મન્સૂરીએ મીડિયા સાથે વાત કરતા પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે, “આ મારા માટે આનંદની વાત છે, હું ભાગ્યશાળી છું કે હું સીએમ નીતીશ કુમાર સાથે વિષ્ણુ પદ મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન કરવાની તક મળી.” તો બીજી તરફ હિન્દુઓ આ સાંભળીને ગુસ્સે થયા હતા.

    નોંધનીય છે કે વિષ્ણુ પદ મંદિરની અંદર જઈને જ્યાં મોહમ્મદ ઈઝરાયેલ ફૂલ્યા નથી સમાઈ રહ્યા. તે જ સમયે આ નિવેદન સાંભળીને હિન્દુઓમાં રોષ ભભૂક્યો છે. મંદિરના પૂજારીઓએ પણ આ ઘટનાને ખોટી ગણાવી છે. આ સાથે ભાજપે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી, તો બીજી તરફ બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના સભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે પણ આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

    - Advertisement -

    આ ઘટનાનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે નીતિશ કુમારને કહ્યું હતું કે, “નેકદિલના નીતીશ બાબુ, ક્યારેક જામા મસ્જિદ જઈને હવન કરી દેખાડો”

    ગર્ભગૃહને ગંગાજળથી પવિત્ર કરવામાં આવ્યું

    મળતા અહેવાલો અનુસાર ગર્ભગૃહમાં એક બિન-હિંદુ પ્રવેશ્યા હોવાની જાણ થતાં જ મેનેજિંગ કમિટીના અધ્યક્ષ શંભુલાલ બિઠ્ઠલે ભગવાન વિષ્ણુની માફી માંગી હતી. આ બાદ સૌથી પહેલા ગર્ભગૃહને ગંગાના જળથી ધોવામાં આવ્યું અને ત્યાર બાદ ભગવાનને ભોગ પ્રશાદ અર્પણ કરવામાં આવ્યાં.

    મંદિર સમિતિના અધ્યક્ષે આ બાબતે કહ્યું હતું કે, મુસ્લિમોને પ્રવેશ આપવાથી મંદિરની સદીઓ જૂની પરંપરા તોડવામાં આવી છે. તે લોકોને બિલકુલ ખ્યાલ ન હતો કે મુખ્યમંત્રીની સાથે એક મંત્રી છે જે મુસ્લિમ છે. આટલી મોટી ભૂલ માટે તે માત્ર ભગવાન પાસે જ નહીં પરંતુ સમાજના લોકો પાસેથી પણ માફી માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ઘટનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

    નોંધનીય છે કે સીએમ નીતીશ ગયા સ્થિત રબર ડેમનું નિરીક્ષણ કરવા ગયા હતા. ત્યાં તેમની સાથે ઈઝરાયેલ અને મુખ્ય સચિવ અમીર સુહાની પણ હતા. સુહાની જાણતી હતી કે બિન-હિન્દુઓ મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે તેથી તેઓ બહાર જ રહે છે. પરંતુ ઈઝરાઈલ મન્સૂરી બહાર રોકાવાને બદલે ગર્ભગૃહની અંદર ગયા અને ફોટામાં પણ જોવા મળ્યા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં