Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબીજેપી ધારાસભ્ય ટી રાજાને જામીન મળ્યા, તથાકથિત ઈશનિંદાનો આરોપ લાગ્યો હતો: 'સર...

    બીજેપી ધારાસભ્ય ટી રાજાને જામીન મળ્યા, તથાકથિત ઈશનિંદાનો આરોપ લાગ્યો હતો: ‘સર તન સે જુદા’ ની ધમકીઓ પણ મળી હતી

    ટી રાજાના વિવાદાસ્પદ નિવેદન બાદ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાશિદ ખાને ધમકી આપી હતી કે જો તેમની ધરપકડ નહીં કરવામાં આવે તો શહેરમાં આગ લગાવી દેવામાં આવશે.

    - Advertisement -

    બીજેપી ધારાસભ્ય ટી રાજાને જામીન મળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરવાના કેસમાં કોર્ટે ચેતવણી આપતા ધારાસભ્ય ટી રાજા સિંહને જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, કોર્ટે અગાઉ ભાજપના નેતાને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રિમાન્ડનો આદેશ પાછો ખેંચી લેતા કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પોલીસે ટી રાજા સિંહને હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાં રજૂ કર્યા હતો. ભાજપે ટી રાજાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

    આ સાથે પાર્ટીએ તેમને ખુલાસો માંગતી નોટિસ જારી કરીને 10 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે. હૈદરાબાદ પોલીસે મંગળવારે સવારે તથાકથિત રીતે પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ તેમની ધરપકડ કરી હતી. ટી. રાજા સિંહ હૈદરાબાદની ગોશામહલ બેઠક પરથી ધારાસભ્ય છે.

    અહી એ નોંધવું જરૂરી છે કે ટી રાજા સિંહ હૈદરાબાદમાં મુનવ્વર ફારુકીનો શો રદ્દ કરાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા હતાં. પરંતુ સોમવારે તેમણે મુનવ્વર ફારૂકીની હિંદુવિરોધી કોમેડી પર નિશાન તાંકતા એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેમણે એક વૃદ્ધ વ્યક્તિની વાત કરી હતી. મુસ્લિમ કટ્ટરપંથીઓએ આ બાબતને સીધી મુહમ્મદ પૈગંબર સાથે જોડી દીધી હતી અને તેઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા હતા. હવે આ ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઈ છે અને મુસ્લિમો તેને જોઇને ભડકી રહ્યા છે.

    - Advertisement -

    ટી રાજા સિંહની ભારતીય દંડ સંહિતાની કલમ 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને ઈજા પહોંચાડવી અથવા અપવિત્ર કરવું) અને 505 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

    કોંગ્રેસના નેતા રાશિદે આગ લગાવવાની ધમકી આપી હતી

    ટી રાજાના વિવાદાસ્પદ નિવેદન બાદ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાશિદ ખાને ધમકી આપી હતી કે જો તેમની ધરપકડ નહીં કરવામાં આવે તો શહેરમાં આગ લગાવી દેવામાં આવશે. તેણે કહ્યું હતું કે, ‘જો તેની ધરપકડ નહીં થાય તો હું શહેરને આગ લગાવી દઈશ. જો કાયદો અને વ્યવસ્થા બગડે તો હું જવાબદાર નહીં રહીશ. તે રસૂલના અભિમાનમાં હંમેશા ભોળવાઈ રહ્યો છે. મુખ્યમંત્રી સૂઈ રહ્યા છે, ગૃહમંત્રી સૂઈ રહ્યા છે. તેમણે લોકોને રસ્તા પર આવવા પ્રોત્સાહિત કર્યા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં