કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક ગુલામ નબી આઝાદે આખરે ગઈકાલે પાર્ટી છોડી દીધી હતી. તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડ્યા બાદ હવે કોંગ્રેસમાંથી આ મુદ્દે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાંથી વરિષ્ઠ નેતા અને સાંસદ મનિષ તિવારીએ એવું નિવેદન આપી દીધું છે કે તેને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ચપરાસીઓ પણ પાર્ટી વિશે જ્ઞાન આપી રહ્યા છે.
#WATCH | Congress MP M Tewari says, "Don't want to go into merits of Mr Azad's letter, he'd be in best position to explain…But strange that people who don't have capacity to fight a ward poll, were "chaprasis" of Congress leaders when give "gyaan" about party it's laughable…" pic.twitter.com/9dKLO2y2S8
— ANI (@ANI) August 27, 2022
સાંસદ મનિષ તિવારીએ શનિવારે ગુલામ નબી આઝાદના રાજીનામાને લઈને વાતચીત કરતા કહ્યું હતું કે, “આઝાદે તેમના પત્રમાં જે લખવામાં આવ્યું છે તેની હું ચર્ચા કરવા માંગતો નથી, આ વિશે તેઓ જ સ્પષ્ટતા કરે એ વધુ સારું રહેશે. પરંતુ વિચિત્ર બાબત એ છે કે કોંગ્રેસ નેતાઓના ચપરાસીઓ જેમની એક વોર્ડની ચૂંટણી લડવાની પણ ક્ષમતા નથી તેઓ પાર્ટી વિશે જ્ઞાન આપે છે, આ હાસ્યાસ્પદ બાબત છે.”
મનિષ તિવારીએ કહ્યું હતું કે, “2 વર્ષ પહેલાં અમે પાર્ટીની નબળાઈઓને લઈને પત્ર લખ્યો હતો. જે બાદ પાર્ટી તમામ વિધાનસભા ચૂંટણીઓ હારી ચૂકી છે. તેમ છતાં પાર્ટીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.” ગુલામ નબી આઝાદના રાજીનામાને લઈને તેમણે કહ્યું કે, અમને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. મેં પાર્ટીને 42 વર્ષ આપ્યાં છે. હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે અમે સંસ્થાના ભાડૂઆતો નથી, સભ્યો છીએ.”
મનિષ તિવારીના આ ‘ચપરાસીઓ’ વિશેના નિવેદન બાદ ટ્વિટર પર એ ચર્ચા ચાલી રહી છે કે આખરે આ ‘ચપરાસી’ છે કોણ? એક્ટિવિસ્ટ, લેખક શેફાલી વૈદ્યએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે તિવારી કોની વાત કરી રહ્યા છે? તેમણે સાથે કોંગ્રેસ નેતાઓ જયરામ રમેશ, પવન ખેડા અને રણદીપ સુરજેવાલાને ટેગ કર્યા હતા.
Which chaprasi is he referring to exactly? @Jairam_Ramesh, @Pawankhera or @rssurjewala? pic.twitter.com/FTan4rsfs0
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) August 27, 2022
ટ્વિટર પર જાણીતા અંકુર સિંઘે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાની કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથેની ટ્વિટ પોસ્ટ કરીને આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ આ જ તસ્વીરો પોસ્ટ કરીને સવાલ કર્યો હતો.
Guess who's this Congress ka Chaprasi? pic.twitter.com/ssWdvtPCUk
— Ankur Singh (@iAnkurSingh) August 27, 2022
Is this what Mr. Tewari talking about? #Chaprasi pic.twitter.com/li1rJxLO39
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 27, 2022
એક યુઝરે કહ્યું કે જે રીતે અજય માકન વિધાનસભાથી લઈને, રાજ્યસભા અને લોકસભા સુધીની ચૂંટણીઓ હારી ચૂક્યા છે તેને જોતાં તિવારી તેમની વાત કરતા હોવા જોઈએ.
Ajay Maken would be perfect to fit in this position. Banda Vidhan sabha se leke Loksabha even Rajaya Sabha tak ka election haar gya hai 🤣
— Jahazi (@Oye_Jahazi) August 27, 2022
એક યુઝરે યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ અને વરિષ્ઠ નેતા પવન ખેડાને ટેગ કરીને કહ્યું હતું કે, તિવારી તેમની જ વાત કરી રહ્યા છે.
@srinivasiyc bhai teri baat ho rahi hai or saath me @Pawankhera ji ki bhi
— Ashish Vashistha (@blunders_pridee) August 27, 2022
ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીનાં તમામ પદ અને સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું. સાથે તેમણે નવી પાર્ટી બનાવવાનું પણ એલાન કર્યું છે.