Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણગુજરાતમાં રાજકારણ ગરમ: સી આર પાટીલે અરવિંદ કેજરીવાલના ચૂંટણી વચનોને 'ચાઈનીઝ પ્રોડક્ટ્સ'...

    ગુજરાતમાં રાજકારણ ગરમ: સી આર પાટીલે અરવિંદ કેજરીવાલના ચૂંટણી વચનોને ‘ચાઈનીઝ પ્રોડક્ટ્સ’ સાથે સરખાવ્યા; BJP પ્રદેશ પ્રમુખે કહ્યું ‘ખરીદદારો પછતાશે’

    પાટીલે કહ્યું કે કેજરીવાલ 600 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપી રહ્યા છે, પરંતુ આવક વિના પાવર પ્લાન્ટ કેવી રીતે ચાલશે. સાથે જ ગુજરાત સરકારની સફળતાઓ ગણાવી.

    - Advertisement -

    ગુજરાત ભારતીય જનતા પાર્ટીના વડા સી.આર. પાટીલે શુક્રવારે (26 ઓગસ્ટ) આમ આદમી પાર્ટી (AAP) અને તેના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, “આજકાલ રાજ્યની મુલાકાત લેનાર ‘એક વ્યક્તિ’ ચૂંટણી પૂર્વેના વચનો આપી રહી છે જે ‘ચાઈનીઝ પ્રોડક્ટ્સ’ જેવા વચનો છે, જે ખરીદનાર અફસોસ જ કરશે.”

    આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેના સમર્થનનો આધાર વધારવા અને ગુજરાતમાં સત્તારૂઢ ભાજપનો સામનો કરવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. કેજરીવાલ તેમજ અન્ય પક્ષના નેતાઓ નિયમિતપણે રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને મહિલાઓ અને બેરોજગારોને લાઈટ બિલમાં રાહતથી લઈને ભથ્થાં સુધીની લોકોને ‘ગેરંટી’ આપવી વગેરે ‘ચાઈનીઝ પ્રોડક્ટ્સ’ જેવા વચનો આપી રહ્યા છે તેવું પાટીલનું કહેવું છે.

    “આજકાલ, એક વ્યક્તિ ગુજરાતની મુલાકાતે આવે છે અને મફત વીજળી આપવાનું વચન આપે છે. પરંતુ, તે ખાતરી આપતો નથી કે વીજળી ખરેખર આવશે. આવા વચનો ચાઇનીઝ ઉત્પાદનો જેવા છે. જો તમે તેને ખરીદશો તો તમને પસ્તાવો થશે,” સુરતમાં ‘વાઈબ્રન્ટ વીવર્સ એક્સ્પો 2022’ના ઉદ્ઘાટન સમારોહમાં પાટિલે તેમના સંબોધનમાં કહ્યું.

    - Advertisement -

    કેજરીવાલનું નામ લીધા વિના તેમના પર વધુ પ્રહાર કરતા પાટીલે કહ્યું, “તે વ્યક્તિ ગુજરાતના યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપીને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે હાલમાં કુલ સરકારી પદોની સંખ્યા માત્ર 5.5 લાખ છે ત્યારે આ કેવી રીતે શક્ય છે? આગામી પાંચ વર્ષમાં તે સંખ્યા તે બમણી કરવાનું વચન પણ આપે છ , પરંતુ તે કેવી રીતે કરશે તે જાહેર કરતો નથી.”

    પાટીલે કહ્યું કે કેજરીવાલ 600 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપી રહ્યા છે, પરંતુ આવક વિના પાવર પ્લાન્ટ કેવી રીતે ચાલશે. ભાજપના સુશાસનનું ઉદાહરણ આપતાં રાજ્યના ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા વાર્ષિક માત્ર રૂ. 407 વસૂલીને બંગલાઓને પાણી પૂરું પાડે છે, એટલે કે પ્રતિ દિવસ તે બંગલા દીઠ માત્ર રૂ. 1.10 વસૂલે છે. આનાથી સારી સેવા ન હોઈ શકે, એમ તેમણે દાવો કર્યો હતો.

    વધુમાં, પાટીલે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ સરકારના શાસનમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરી રહ્યું છે. તેમણે ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને મહારાષ્ટ્ર સરકારે આપેલા વચનની યાદ અપાવી હતી, જ્યારે તેણે ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર વિસ્તારમાં રોકાણ કરવા પર એક રૂપિયાનો પાવર ચાર્જ આપવાનું વચન આપ્યું હતું, ઘણા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોએ જમીન અને મશીનરીમાં રોકાણ કર્યું હતું, પરંતુ તેમના એકમોમાં વીજ પુરવઠો ક્યારેય પહોંચ્યો ન હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં