Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસમાંથી આઝાદ થયા બાદ ગુલામ નબીનું એલાન, કહ્યું- 'જમ્મુ-કાશ્મીરમાં મારી પોતાની પાર્ટી...

    કોંગ્રેસમાંથી આઝાદ થયા બાદ ગુલામ નબીનું એલાન, કહ્યું- ‘જમ્મુ-કાશ્મીરમાં મારી પોતાની પાર્ટી બનાવીશ’, વધુ 5 નેતાઓનાં રાજીનામાં

    ગુલામ નબી આઝાદે આજે સવારે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

    - Advertisement -

    શુક્રવારે (26 ઓગસ્ટ 2022) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબીનું એલાન ચર્ચાનો વિષય બન્યું છે. ગુલામ નબીએ જાહેરાત કરી છે કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવશે. આઝાદના ભાજપમાં જોડાવાની અટકળો પર પણ તેમણે આ નિવેદન આપ્યું હતું. દરમિયાન, જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના અન્ય 5 નેતાઓએ પણ ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

    કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાવાની અટકળોને નકારી કાઢતા ગુલામ નબી આઝાદે શુક્રવારે ઈન્ડિયા ટુડે સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું જમ્મુ-કાશ્મીર જઈશ અને રાજ્યમાં મારી પોતાની પાર્ટી બનાવીશ. પછીથી તેની રાષ્ટ્રીય સંભાવનાઓ પર વિચાર કરીશું.”નોંધનીય છે કે આઝાદે જમ્મુ-કાશ્મીરમાં નવી પાર્ટી બનાવવાની વાત એવા સમયે કરી છે જ્યારે રાજ્યમાં થોડા મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.

    અન્ય 5 નેતાઓએ કોંગ્રેસ છોડી

    - Advertisement -

    અહેવાલો મુજબ ગુલામ નબી આઝાદની પાર્ટીમાંથી ખસી ગયા બાદ તેમના સમર્થનમાં પાંચ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. તેમના નામ જીએમ સરોરી, હાજી અબ્દુલ રશીદ, મોહમ્મદ અમીન ભટ્ટ, ગુલઝાર અહેમદ વાની અને ચૌધરી મોહમ્મદ અકરમ છે. આ સિવાય પૂર્વ મંત્રી આરએસ ચિબ, પૂર્વ મંત્રી જુગલ કિશોર શર્મા અને મહાસચિવ અશ્વની હાંડાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

    ગુલામ નબી આઝાદના પત્રમાં રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું હતું

    ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યાની સાથે જ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના રાજકારણમાં આવ્યા પછી પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ. અનુભવી નેતાઓને બાકાત રાખવામાં આવ્યા અને એક બિનઅનુભવી મંડળીએ પક્ષ ચલાવવાનું શરૂ કર્યું.

    કોંગ્રેસના પૂર્વ નેતાએ રાહુલ ગાંધી દ્વારા સરકારી વટહુકમ ફાડવાની ઘટનાને ખૂબ જ બાલિશ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ વટહુકમ વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આમ તેને ફાડીને ભારત સરકારની ગરિમા કલંકિત થઇ હતી અને આ ઘટનાએ 2014ની ચૂંટણીમાં યુપીએની હારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં