Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણગુજરાત વિધાનસભાનું 4 દિવસીય ચોમાસુ સત્ર રાષ્ટ્રપતિની હાજરીમાં થયું શરૂ: આ મહત્વપૂર્ણ...

    ગુજરાત વિધાનસભાનું 4 દિવસીય ચોમાસુ સત્ર રાષ્ટ્રપતિની હાજરીમાં થયું શરૂ: આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા

    ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્ર દરમિયાન ચાલનાર સરકારી કામકાજને ધ્યાનમાં રાખી ગૃહની સમય મર્યાદા એક દિવસ માટે વધારવામાં આવી છે. જેના કારણે હવે 15 સપ્ટેંબરના બદલે 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. પહેલા આ સત્રમાં 9 જેટલા સુધારા બિલ રજુ કરવામાં આવશે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરુ થઇ ગયું છે. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ કરાવી ઈ-વિધાનસભાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પહેલા ચોમાસું સત્ર માત્ર 3 દિવસ માટે મળવાનું હતું, પરંતુ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી ત્રણ દિવસના બદલે ચાર દિવસ માટે મળશે.

    ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્ર દરમિયાન ચાલનાર સરકારી કામકાજને ધ્યાનમાં રાખી ગૃહની સમય મર્યાદા એક દિવસ માટે વધારવામાં આવી છે. જેના કારણે હવે 15 સપ્ટેમ્બરના બદલે 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. પહેલા આ સત્રમાં 9 જેટલા સુધારા બિલ, ઉપરાંત એક-એક કલાકની પ્રશ્નોત્તરી અને G20 તેમજ ચંદ્રયાનને સંલગ્ન સંકલ્પો રજુ કરવામાં આવશે.

    નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ થશે. જેમાં GST સુધારા બિલ, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા બિલ, પ્રાઈવેટ યુનિવર્સિટી સુધારા બિલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા બિલ, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક બિલ, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા બિલ રજૂ થશે. તો ગુજરાત ખેત ઉત્પાદન સુધારા બિલ અને OBC અનામત સંબંધિત સુધારા બિલ પણ રજૂ થવાના છે.

    - Advertisement -

    ચોમાસા સત્ર પહેલા યોજાઈ મોક વિધાનસભા

    ઉલ્લેખનીય છે કે આજથી શરુ થયેલા ચોમાસા સત્રની વિશેષતા તે છે કે આજથી વિધાસભાના તમામ કાર્યો ડિજીટલી યોજવાના છે. તે પહેલા તમામ ધારાસભ્યો માટે એક મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિજીટલ વિધાનસભા કઈ રીતે કાર્ય કરશે તે માટે અને ધારાસભ્યો ઈ-વિધાનસભાથી ટેવાઈ જાય તે માટે આ મોક વિધાનસભા યોજાઈ હતી. જોકે આ વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળીને કુલ 30થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

    આ મોક વિધાનસભામાં ડિજીટલ ટેકનોલોજી દ્વારા કઈ રીતે વિધાનસભા ચાલે તે વિશે ડેમો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા જયારે કોઈ ધારાસભ્યને કોઈ સંદેશ આપવા માટે ‘ચિઠ્ઠી’ મોકલવામાં આવતી. જયારે હવે ડિજીટલ સિસ્ટમ આવી જતા હવે ધારાસભ્ય ટેબ્લેટ દ્વારા જ સંદેશની આપ-લે કરી શકશે. આ ઉપરાંત 116 તેમજ 144ની નોટીસ, રજુ થનાર બીલ તેમજ ટેબલ પર મુકવામાં આવનાર દસ્તાવેજો પોતાની સામે રહેલા ટેબ્લેટની સ્ક્રીન પર જોઈ શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં