Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતએપની મદદથી વાહન માલિકનું નામ જાણતા, હિંદુ હોય તો ઘેરી લઈને મારપીટ...

    એપની મદદથી વાહન માલિકનું નામ જાણતા, હિંદુ હોય તો ઘેરી લઈને મારપીટ કરતા: વડોદરામાં કટ્ટરપંથી ગેંગના વધુ ચાર પકડાયા, મુસ્લિમ યુવતી-હિંદુ યુવકોને ટાર્ગેટ કરવા બનાવ્યું હતું ગ્રૂપ

    શહેરમાં હિંદુ યુવકો સાથે જોવા મળતી મુસ્લિમ યુવતીઓને ટાર્ગેટ કરવા માટે ફેબ્રુઆરી 2023માં ‘હુસૈની લશ્કર’ નામથી એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રૂપના સભ્યો શહેરમાં નજર રાખતા અને જ્યાં પણ કોઈ હિંદુ યુવક-મુસ્લિમ યુવતી સાથે જોવા મળે તો ગ્રૂપમાં જાણ કરીને તેમની પાસે પહોંચી જતા હતા.

    - Advertisement -

    થોડા દિવસો અગાઉ વડોદરા પોલીસે શહેરમાં સક્રિય મુસ્લિમ યુવાનોની એક ગેંગ શોધી કાઢી હતી, જેઓ શહેરમાં હિંદુ યુવકો સાથે જોવા મળતી મુસ્લિમ યુવતીઓને ટાર્ગેટ કરતા હતા. આ માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. હવે આ મામલે વધુ ખુલાસા થયા છે તેમજ અન્ય આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે. 

    બુધવારે (30 ઓગસ્ટ, 2023) વડોદરા પોલીસે મઝહબી કટ્ટરપંથીઓની આ ગેંગના વધુ પાંચ સભ્યોની અટકાયત કરી લીધી હતી. જેમની ઓળખ યાકિબઅલી શેખ, નૌમાન શેખ, મોહસિન પઠાણ અને અબરારખાન સિંધી તરીકે થઇ છે. આ તમામ ‘આર્મી ઑફ મહેંદી’ નામના વોટ્સએપ ગ્રુપમાં સક્રિય હતા. ચારમાંથી બે જણા મેસેજ બચીને તરત સ્થળ પર પહોંચી જતા અને વિડીયો ઉતારીને પોસ્ટ કરતા, જ્યારે અન્ય બે ઓડિયો મેસેજ થકી ગાઇડલાઇન આપતા હતા. 

    શહેરમાં હિંદુ યુવકો સાથે જોવા મળતી મુસ્લિમ યુવતીઓને ટાર્ગેટ કરવા માટે ફેબ્રુઆરી 2023માં ‘હુસૈની લશ્કર’ નામથી એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રૂપના સભ્યો શહેરમાં નજર રાખતા અને જ્યાં પણ કોઈ હિંદુ યુવક-મુસ્લિમ યુવતી સાથે જોવા મળે તો ગ્રૂપમાં જાણ કરીને તેમની પાસે પહોંચી જતા હતા અને દાદાગિરી કરીને વિડીયો ઉતારીને તેમને બ્લેકમેલ કરતા હતા. 

    - Advertisement -

    ત્રણ-ચાર મહિને ગ્રૂપ ડિલીટ થઇ જતું 

    પોલીસના જણાવ્યા અનુસાર, સર્વેલન્સથી બચવા માટે તેઓ ત્રણ-ચાર મહિના પછી ગ્રૂપ ડિલીટ કરી દેતા અને તે જ સભ્યોનું નવું ગ્રૂપ બનાવતા હતા. ‘હુસૈની લશ્કર’ પછી ‘આર્મી ઑફ મહેંદી’ અને ત્યારબાદ ‘લશ્કર-એ-આદમ’ નામનાં ગ્રૂપ બનાવ્યાં હતાં, જે તમામમાં એકસરખી પ્રવૃત્તિઓ થતી. 

    આ ગ્રૂપ એવી રીતે કામ કરતું કે, યાકિબ અલી કોઈ યુગલ દેખાઈ જાય તો તેનો પીછો કરતો હતો અને તેઓ ક્યાં અને કઈ તરફ જઈ રહ્યા છે તેના ઑડિયો મેસેજ ગ્રૂપમાં મૂકતો તેમજ સ્થળ પર જઈને પણ વિડીયો  ઉતારતો હતો. નૌમાન પણ આ જ કામ કરતો અને બીજા લોકોને ભેગા કરવા માટે વોઇસ મેરેજ મૂકતો હતો. મોહસિન પઠાણ અને અબરાર ખાન ગ્રૂપમાં વોઇસ મેસેજ દ્વારા ‘ઉનકો રોકો..’, ‘આઈકાર્ડ ચેક કરો..’ વગેરે જેવી ગાઇડલાઇન આપતા હતા. 

    મોબાઈલ એપ પરથી વાહન માલિકનું નામ જાણતા હતા 

    રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ મહિનામાં આ કટ્ટરપંથી ગેંગે કુલ 15 યુગલોને આ રીતે હેરાન કર્યાં હતાં. આ બાબત પોલીસ તપાસમાં સામે આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મોડ્સ ઓપરેન્ડી વિશે વધુ જાણવા મળ્યું છે કે, જો મુસ્લિમ યુવતી કોઈ સાથે બાઈક પર જતી હોય તો તેનો પીછો કરવામાં આવતો અને ત્યારબાદ એપ્લિકેશન મારફતે વાહન નંબર પરથી માલિકનું નામ જાણવામાં આવતું. જો માલિક હિંદુ નીકળે તો તેને રોકવામાં આવતો અને મારપીટ કરવામાં આવતી.

    પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આ ગ્રૂપમાં અન્ય કેટલા લોકો જોડાયેલા હતા અને આ નેટવર્ક કેટલું ફેલાયેલું છે. તેને ક્યાંકથી ફંડિંગ મળે છે કે કેમ કે અન્ય રાજ્યોમાં પણ આ ગેંગના તાર જોડાયેલા છે કે કેમ જેવી બાબતોની હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પોલીસે મુસ્તકિમ શેખ, બુરહાન સૈયદ અને સાહિલ શેખની ધરપકડ કરી હતી, જેઓ ગ્રૂપના એડમિન હતા. જેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવતાં તમામના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 

    અકોટાનો એક વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર નેટવર્ક પકડાયું 

    આ સમગ્ર નેટવર્કનો ભંડાફોડ એક વાયરલ વિડીયો પોલીસને ધ્યાનમાં આવ્યા બાદ થયો હતો. વડોદરા શહેરના અકોટા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં સાથે બેઠેલાં હિંદુ યુવક-મુસ્લિમ યુવતીને મઝહબી કટ્ટરપંથીઓએ હેરાન કર્યા હતા. બંનેનો વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં યુવક સાથે અમુક મુસ્લિમ યુવાનો દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. 

    થોડા સમય પહેલાં આ વિડીયો પોલીસના ધ્યાને આવ્યા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ એક જ કિસ્સો નથી પરંતુ શહેરમાં સુવ્યવસ્થિત નેટવર્ક ચાલે છે અને મુસ્લિમ યુવાનો પોતાના મઝહબની યુવતી જો હિંદુ યુવાન સાથે જોવા મળે તો તેને ટાર્ગેટ કરીને હેરાન-પરેશાન કરે છે અને તેમના પરિવારને પણ બ્લેકમેલ કરે છે. ત્યારબાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીઓના મનસૂબા ત્યાં સુધીના ખતરનાક હતા કે તેઓ મૉબ લિંન્ચિંગ જેવી ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં પણ હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં