બકરી ઈદની કુરબાની પર પ્રતિબંધ, ઘરમાં કે જાહેરમાં કુરબાનીના નામે લોહીની નદીઓ નહી વહેવડાવી શકાય તેવા નિર્દેશ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આપવામાં આવ્યો છે. આવતી 9 જુલાઈના રોજ દેશ ભરમાં બકરી ઈદ મનાવવામાં આવશે, તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરમાં કે ઘરમાં બકરી ઈદની કુરબાની પર પ્રતિબંધ લાદવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે પોતાના નિર્દેશમાં કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે પશુઓને વાહનોમાં બેફામ રીતે ભરવામાં આવે છે. આ તેમની સાથે એક પ્રકારે ક્રૂરતા જ છે. આવા મામલે સંબંધિત લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઊંટની કુરબાની નહીં કરી શકાય
કેન્દ્ર સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડે તમામ રાજ્યોને જણાવ્યું છે કે બકરી ઈદ પર ઊંટની કુરબાની ન કરવામાં આવે. દેશમાં ઊંટ ભોજન માટે પ્રતિબંધિત પશુઓની શ્રેણીમાં સામેલ છે પણ અનેક જગ્યાએ ઊંટોની કુરબાની કરવામાં આવે છે. આ ઉપરાંત જે રાજ્યોમાં ગૌવધ અપરાધ છે ત્યાં ગાય તથા વાછરડાંની કુરબાની ન કરવામાં આવે. રાજ્યોને જણાવ્યું છે કે કોઈ પણ ગર્ભવતી પશુની પણ કુરબાની ન કરવામાં આવે. જે પશુઓનો ગર્ભ 3 મહિનાથી ઓછા સમયનો છે તેમની કુરબાની પણ વેટરનરી ડૉક્ટર તરફથી આપેલ ફિટનેસ સર્ટિફિકેટ વિના નહીં કરી શકાય.
કુરબાનીના નામે બેફામ પશું વધ
લાગે છે બકરી ઈદ હવે પાડા ઇદ થઇ ગઇ છે. ઇદની આગલી સાંજે એક દરજીની દુકાન પર એક ભાઇ આવ્યાં અને કહેવાં લાગ્યાં ચાર પાડાં જોઇએ છે કુરબાની આપવાની છે, ગમે તે કર… પેલાં એ વ્યવસ્થા કરી કે નહીં ખબર નથી પણ મનમાં વિચાર આવ્યો કદાચ pic.twitter.com/tedQquPqOs
— नंदिता ठाकुर (@nanditathhakur) August 2, 2020
મુસ્લિમ ધર્મની માન્યતા અનુસાર બકરી ઇદના દિવસે નિર્દોષ અબોલ જાનવરની કુરબાની આપવાનો રીવાજ છે, સામાન્યરીતે કુરબાનીમાં બકરીનો ઉપયોગ થાય છે. પણ છેલ્લા કેટલાક સમયથી કુરબાનીના નામે અનિયંત્રિત રીતે પશુ વધ થતો જોવા મળે છે, જેમાં ભેંસ, પાડા, ઊંટ અને અંદરખાને ગાય જેવા નિર્દોષ પશુઓની હત્યા કરીને તેમના લોહીના ખાબોચિયા વહેવડાવામાં આવે છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે,
બાંગ્લાદેશમાં વહી હતી લોહીની નદીઓ
I am fortunate that I am not of a religion where a river of blood is shed on the road with the blood of innocent animals. This is the image of dhaka on the occasion of bakrid.#BakraLivesMatter pic.twitter.com/eNQM0IlZqc
— देव्रत कुमार (@devratkmr) July 17, 2020
વર્ષ 2016માં બાંગ્લાદેશથી આવેલી તસ્વીરોએ આખા વિશ્વને હચમચાવી મુક્યું હતું, બાંગ્લાદેશમાં બકરી ઈદના અવસર પર શહેરના રસ્તા પર લોહીની નદીઓ વહેવા લાગી હતી. જેની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. જેમાં રસ્તાઓ લોહીથી લાલ જોવા મળી રહ્યા હતા. આખા વિશ્વમાં આ તસ્વીરોના પડઘા પડ્યા હતા. આમાં મોટાભાગની તસવીર રાજધાની ઢાકાના રસ્તાઓની હતી.