23 ઓગસ્ટ, 2023ના રોજ ભારતના ચંદ્રયાને ચંદ્રમા પર ઉતરાણ કર્યું અને તેની સાથે એક નવો ઇતિહાસ રચાયો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. આ ઉપલબ્ધિ બાદ શનિવારે (26 ઓગસ્ટ) વડાપ્રધાન મોદીએ બેંગલુરુમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં એક અગત્યની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ચંદ્રમાના જે સ્થાન ઉપર ચંદ્રયાન લેન્ડરે ઉતરાણ કર્યું હતું તેને શિવશક્તિ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું, “તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચડાઉન પોઇન્ટને એક નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ચંદ્રમાના જે ભાગ પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે તે સ્થાનના પણ નામકરણનો નિર્ણય કર્યો છે. જે સ્થાન પર ચંદ્રયાન-3નું મૂન લેન્ડર ઉતર્યું છે, તે પોઇન્ટને ‘શિવશક્તિ પોઇન્ટ’ નામથી ઓળખવામાં આવશે.”
#WATCH | The spot where Chandrayaan-3’s moon lander landed, that point will be known as ‘Shivshakti’, announces Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/1zCeP9du8I
— ANI (@ANI) August 26, 2023
ભારત પહેલાં ચંદ્ર પર ત્રણ દેશો પહોંચ્યા છે, જે તમામે લેન્ડિંગ સાઇટ્સને પોતાની રીતે નામ આપ્યાં છે. આ પરંપરા દરેક દેશે જાળવી છે અને જુદાં-જુદાં નામો આપ્યાં છે. આમ તો ચંદ્ર પર ભારતનું સફળ લેન્ડિંગ પ્રથમ વખત થયું, ચંદ્રયાન-1 અલગ મિશન માટે ગયું હતું પરંતુ જે સ્થાન પર તેના મૂન ઈમ્પૅક્ટ પ્રોબના અવશેષો પડ્યા તેનું પણ નામકરણ કરવામાં આવ્યું હતું.
List of Moon landing site names:
— Worldupdates ( Breaking ) (@itswpceo) August 26, 2023
🇺🇸 USA:
Statio Tranquillitatis
Oceanus Procellarum
Fra Mauro
Hadley-Apennines
Descartes
Taurus-Littrow
🇷🇺Russia:
Planitia Descensus
Sinus Lunicus
🇨🇳 China:
Statio Tianchuan
🇮🇳India
Chandrayaan-1 impact: jawahar Point
Chandrayaan 3 Landing:…
‘જવાહર પોઇન્ટ’ નામકરણ કઈ રીતે થયું હતું?
વર્ષ 2003માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં ચંદ્રયાન મિશનની ઘોષણા કરી હતી. ત્યારબાદ પાંચ વર્ષ પછી 22 ઓક્ટોબર, 2008ના રોજ ચંદ્રયાન-1નું સફળ લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે એકાદ મહિનાની યાત્રા કરીને ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યું હતું. આ મિશનથી ચંદ્ર પર પાણીના અણુઓ હોવાની પુષ્ટિ થઇ હતી. યાનમાં ભારત સહિત અમેરિકા, યુકે, જર્મની, સ્વીડન અને બલ્ગેરિયામાં નિર્મિત સાધનો હતાં. આ યાને ચંદ્રની ફરતે 100 કિમિ ઉપર રહીને ભ્રમણ કર્યું હતું.
મિશનના તમામ હેતુઓ પૂર્ણ થઇ જતાં મે, 2009ના તેની કક્ષા 100 કિલોમીટરથી વધારીને 200 કિલોમીટર કરી દેવામાં આવી હતી. આખરે ઓગસ્ટ, 2009માં તેણે સંપર્ક ગુમાવ્યા બાદ મિશન સમાપ્તિની અધિકારીક ઘોષણા કરી દેવામાં આવી હતી.
14 નવેમ્બર, 2008ના દિવસે ચંદ્રયાન-1એ ચંદ્રની સપાટી પર મૂન ઈમ્પૅક્ટ પ્રોબ (MIP) છોડ્યું હતું. જેના અવશેષો જ્યાં પડ્યા તે સ્થળને તત્કાલીન કોંગ્રેસ સરકારે ‘જવાહર પોઇન્ટ’ કે ‘જવાહર સ્થળ’ નામ આપ્યું હતું.
2019માં લૉન્ચ થયો હતો ચંદ્રયાન-2 મિશન, તેના અવશેષો જ્યાં પડ્યા તેને તિરંગા સાઈટ કહેવાશે
લગભગ દસ વર્ષ પછી વર્ષ 2019માં મિશન ચંદ્રયાન-2 પર કામ શરૂ કરવામાં આવ્યું અને જુલાઈ, 2019માં ભારતે ચંદ્રયાન-2 લૉન્ચ કર્યું હતું. જે સપ્ટેમ્બરમાં ચંદ્રમા નજીક પહોંચ્યું હતું અને લેન્ડિંગની થોડી જ ક્ષણો પહેલાં તેણે ઈસરો સાથે સંપર્ક ગુમાવી દીધો અને તકનીકી ખામીના કારણે માર્ગ પરથી ભટકી ગયું. આખરે ચંદ્રમાની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.
તે સમયે તેના અવશેષો જ્યાં પડ્યા હતા તે સ્થળનું નામકરણ કરવામાં આવ્યું ન હતું પરંતુ આજે વડાપ્રધાન મોદીએ તેના પણ નામકરણની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, “ચંદ્રમાના જે સ્થાન પર ચંદ્રયાન-2એ પોતાનાં પદચિહ્ન છોડ્યાં હતાં, તે પોઇન્ટ હવે તિરંગો કહેવાશે. આ તિરંગા પોઇન્ટ ભારતના દરેક પ્રયાસની પ્રેરણા બનશે. આ પોઇન્ટ આપણને શીખ આપશે કે કોઈ પણ નિષ્ફ્ળતા અંતિમ નથી હોતી. જો દ્રઢ ઈચ્છાશક્તિ હોય સફળતા મળીને જ રહે છે.”
ત્રણેય ચંદ્રયાન અને ચંદ્રમા પર તેનાં લેન્ડિંગ લોકેશનના નામકરણને લઈને લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે. સાથે એ પણ સરખામણી કરી રહ્યા છે કે કઈ રીતે ત્યારની સરકારે એક વ્યક્તિનું નામ આગળ કર્યું હતું જ્યારે હાલ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઓળખ આપતાં નામોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.