જમીનને બદલે નોકરી આપવાના ચકચારી કૌભાંડ મામલે એજન્સી ઇડીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી હોવાની માહિતી મળી રહી છે. લાલુ પ્રસાદ તેમના પરિવાર પર આરોપ છે કે તેમણે સરકારી નોકરીઓના બદલામાં સસ્તા ભાવે જમીનો પડાવી લીધી હતી. હાલ તેમનો આખો પરિવાર EDના રડાર હેઠળ છે, તેવામાં આજે એજન્સી દ્વારા લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર મોટી કાર્યવાહી કરતાં કરોડોની સંપત્તિ એટેચ કરી હતી.
મળતી માહિતી અનુસાર, એજન્સીએ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરતાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી તેવામાં હવે ‘લેન્ડ ફોર જોબ્સ’ કૌભાંડ મામલે EDએ લાલુ પ્રસાદ યાદવના પરિવારની 6 કરોડોની સંપત્તિ જપ્ત કરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, અને લાલુ પ્રસાદ યાદવના પત્ની તેમજ પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવી સહિતના લોકો હાલ આ EDના રડારમાં છે.
જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં બિહાર અને ઉત્તર પ્રદેશની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. જેની કુલ કિંમત 6.2 કરોડ જેટલી છે. આ ત્રીજી વખત છે જ્યારે લાલુ પરિવારની સંપત્તિ એજન્સીએ જપ્ત કરી હોય.
શું છે લાલુ પરિવારનું ‘Land For Job’ કૌભાંડ?
ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવ પરિવાર પર આમ તો અનેક ગોટાળાના આરોપ છે અને તેની તપાસ પણ ચાલી. જેમાં ઘાસચારા કૌભાંડ, આવકથી વધુ સંપતિ, IRCTC કૌભાંડ મુખ્ય છે. આ ઉપરાંત વધુ એક કૌભાંડનો ખુલાસો થયો હતો જેનું નામ છે ‘Land for Job’ અર્થાત ‘નોકરી બદલે જમીન કૌભાંડ’. જ્યારે યુપીએ – 02 સરકાર એટલે કે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના ગઠબંધનની સરકાર હતી ત્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલ મંત્રી હતા. આ દરમિયાન તેમના પર લાગેલા આરોપ અનુસાર, તેમણે લોકો પાસેથી જમીન લઈને બદલામાં રેલ વિભાગમાં નોકરીઓ આપી. જેને નોકરીઓ આપવામાં આવી તે લોકો પાસે કોઈ જ નિમણૂક પત્ર હતો નહીં, તેમાંથી પણ ઘણા લોકોના ડોક્યુમેન્ટ પણ ખોટા હતા.
આ મામલો તપાસ એજન્સીઓને ધ્યાને આવતા તેમણે લાલુ પરિવાર પર કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ મામલાની તપાસ કરવા માટેનો આદેશ તપાસ એજન્સીને ધ્યાને સાત મામલા ધ્યાને આવ્યા છે જેમાં લાલુ પરિવાર દ્વારા રેલ્વેમાં નોકરીના બદલામાં કરોડોની જમીનો પાણીના ભાવે ખરીદીને નામે કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.