ગોધરામાં 10 મહિના પેહલા એક 14 વર્ષના સગીર બાળકને દાદરની દવા મંગાવી આપવાના બહાને અને મોબાઈલમાં પાડેલા ફોટો વાયરલ કરી અને બદનામ કરી દેવાનાની ધાક ધમકીઓ આપી વારંવાર વિકૃત હરકતો કરવાના ગુનામાં મહંમદહનીફ ફારૂક અસ્લાની નામના મુસ્લિમ હવસખોર હેવાન સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મુસ્લિમ આરોપી મહંમદહનીફ ફારૂક અસ્લા અને પોલીસથી ભાગી રહેલ આરોપી મુફ્તી ઈબ્રાહીમ હાફીઝ તૈયબ અસ્લાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર ગોધરામાં આજથી 10 મહિના પહેલા એક 14 વર્ષના સગીર બાળકની પાસે અશોભનીય અને આપત્તિજનક હરકતો કરાવવામાં આવી હતી. આરોપી મહંમદહનીફ ફારૂક દ્વારા દાદરની દવા મંગાવી આપવાના બહાને અને મોબાઇલમાં રહેલા ફોટો વાયરલ કરી આપવાની ધમકી આપી તેનું વારંવાર દુષ્કૃત્ય કરવામાં આવતું હતું. આ બાબતની ગોધરા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીર પાસે વિકૃત હરકતો કરાવવાના આ બ્લેકમેઈલિંગના હવસખોર કૃત્યમાં અન્ય ચહેરાઓની સંડોવણી પણ હતી. આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથ ધરીને હાલમાં ગોધરાના આરોપી મુફ્તી ઈબ્રાહીમ હાફીજ તૈયબ અસ્લાની ધરપકડ કરી હતી. જેના કારણે શહેરમાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. પોલીસ સકંજામાં આવી ગયેલા આ આરોપી મુફ્તી ઈબ્રાહીમ હાફીઝ તૈયબ અસ્લાની સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ગોધરા બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. ડામોર દ્વારા વોન્ટેડ ચહેરાઓને પકડવાની જુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં આજરોજ દસ મહિના પહેલા એક સગીર બાળકને બ્લેકમેઈલિંગ કરી અને ધમકીઓ આપી વિકૃત હરકતો કરાવવાના હેવાનિયત ભર્યા કરતૂતોની તપાસમાં સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસથી ભાગતા ફરતા અને મુસ્લિમ સમાજના અગ્રણી ગણાતા આરોપી મુફ્તી ઈબ્રાહીમ હાફીઝ તૈયબ અસ્લાની આજરોજ ગોધરા બી-ડિવિઝન પોલીસની ટીમે ધરપકડ કરી હતી. 14 વર્ષના બાળક પાસે આપત્તિજનક અને ખરાબ હરકતો કરાવવા મામલે પકડાયેલા 2 મુસ્લિમ આરોપીઓ મુફ્તી ઈબ્રાહીમ અને મહંમદહનીફ ફારૂક અસ્લા વિરુદ્ધ ઈ.પી.કો. 377,506(2) અને પોકસોના (POCSO) ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આરોપી મુફ્તી ઈબ્રાહીમ હાફીઝ તૈયબ અસ્લા મુસ્લિમ સમાજમાં ઘણો જ પ્રસિદ્ધ અને મુસ્લિમ સમાજનો અગ્રણી વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું હતું.
શહેર અલગ અલગ, કામ એક જ, સગીરોનું શરીર ચૂંથવાનું
ઉલ્લેખનીય છે કે ગોધરામાં સગીર સાથે થયેલ ઘટના જેવી જ ઘટનાઓ ગુજરાતમાં એ પેહલા પણ થઈ ચૂકી છે. આ પહેલા સુરત અને અને અમદાવાદમાં પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું અથવા તો સગીર બાળક સાથે વિકૃત હરકતો કરવામાં આવી હતી.
સુરતના ઉધનામાં પોલીસે અશ્લીલ વિડીયો બતાવીને ઘરે મઝહબી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં એક મૌલવીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહમ્મદ મુદબ્બીર મોહમ્મદ બસીરુદ્દીન શેખ તરીકે થઇ હતી. તે પોતાના ઘરે ખાનગી મદ્રેસા ચલાવતો હતો અને છેલ્લા છ મહિનાથી બાળકો સાથે આ કૃત્યો કરતો હતો તેની સામે પોલીસે કાર્યવાહી કરી.
આ સિવાય પણ અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં આવેલ મદની મદરેસામાં બે મૌલવીઓ દ્વારા 13 વર્ષના એક સગીર બાળક સાથે તે જ મદરેસામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરીને જાતિય સતામણી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનામાં POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી.