ઇડરના ગંભીરપુરા ગામે પાડોશીના બકરા ઘરની બહાર ઉગાડેલ ફૂલછોડ ખાઈ રહ્યા હોવાને મામલે બે મહિલાઓ ઠપકો આપવા જતાં થયેલા ઝઘડામાં પાડોશી ઢળી પડતાં મોત નીપજ્યું હતું. પિતાના મોતથી ઉશ્કેરાયેલ પુત્રએ તીક્ષ્ણ હથિયાર દ્વારા બંને મહિલાઓ પર હુમલો કર્યો હતો જેમાં એક મહિલાનો કાંડામાંથી હાથ કાપી નાખ્યો હતો અને બીજી મહિલાને પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઇડરના ગંભીરપુરામાં મંગળવારે સાંજના સમયે બે મુસ્લિમ પરિવારો નજીવી બાબત પર ઝઘડી પડ્યા હતા. દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે મંગળવારે સાંજના સમયગાળા દરમ્યાન સમીનાબાનું ઇરફાનભાઈ લુહારના ઘરની બહાર ઉગાડેલ ફૂલછોડ પાડોશીના બકરા ખાઈ રહ્યા હતા. એ બાબતને લઈને સમીનાબાનું અને રૂકસારબાનું તેમના પાડોશી અયાદખાન પઠાણના ઘરે ઠપકો આપવા ગયા હતા. જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને બંને મહિલાઓ પરત ફરી રહી હતી તે દરમ્યાન અયાદખાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
પિતાના મોતની ખબર પડતાં પુત્ર ઇજજુ લાંબા છરા જેવુ તીક્ષ્ણ હથિયાર લઈને દોડી આવ્યો હતો અને બંને મહિલાઓ પર હુમલો કરતાં સમીનાબેનનો હાથ કાંડામાંથી કપાઈ ગયો હતો અને રૂકસારબાનુંને પણ ગંભીર ઇજા થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર હજાર થઈ હતી અને આરોપી ઇજજુ લાંબાની ધરપકડ કરવામાં આવી હતી આ સાથે જ બંને મહિલાઓને હોસ્પિટલ ખસેડાય હતી. આ નજીવી બાબત પર થયેલ હિંસાની ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ભાડુઆત સબાનાબાનુ હિંદુ મકાનમાલિકની દીકરીને અપહરણ કરી અજમેર લઈ ગઈ
આ પહેલા પણ ઇડરમાંથી આવો એક ચોંકવાનરો કિસ્સો સામે આવ્યો હતો. જયારે એક ઇડરમાં હિંદુ મકાનમાલિકના ઘરે ભાડુઆત તરીકે રહેતી સબાનાબાનુ નામની મુસ્લિમ મહિલા તે જ પરિવારની 21 વર્ષની દીકરીનું અપહરણ કરીને ભાગી ગઈ હતી. તાજી જાણકારી મુજબ બંનેને પોલીસે રાજસ્થાનના અજમેરથી શોધી કાઢ્યા છે અને પરત લાવવામાં આવ્યા છે.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ભાડુઆત સબાનાબાનુ અલગ અલગ લોકેશનથી ઇડરમાં પોતાના પતિનો સંપર્ક કરી રહી હતી. તે દર વખતે પોતાનું લોકેશન બદલી રહી હતી. આખરે પોલીસને તે રાજસ્થાનના અજમેરમાં ભાળ મળતા એક ટિમ ત્યાં પહોંચી ગઈ હતી. જેઓએ અજમેરથી સબાનાબાનુને સફળતાપૂર્વક શોધી કાઢી હતી અને સાથે અપહરણ કરાયેલ હિંદુ યુવતી પણ મળી ગઈ હતી.