Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમસાબરકાંઠાના ઇડરનો ચોંકાવનારો કિસ્સો: ભાડુઆત સબાનાબાનુ હિંદુ મકાનમાલિકની દીકરીને અપહરણ કરી અજમેર...

    સાબરકાંઠાના ઇડરનો ચોંકાવનારો કિસ્સો: ભાડુઆત સબાનાબાનુ હિંદુ મકાનમાલિકની દીકરીને અપહરણ કરી અજમેર લઈ ગઈ, 4 દિવસે પોલીસને મળી ભાળ

    ગુજરાતમાંથી અપહરણ કરાયેલ યુવતી રાજસ્થાનના અજમેરમાંથી મળી હોય એવો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ મહિનાની શરૂઆતમાં જ આવો બીજો એક કિસ્સો ભુજથી પ્રકાશમાં આવ્યો હતો.

    - Advertisement -

    ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડરથી એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયારે એક ઇડરમાં હિંદુ મકાનમાલિકના ઘરે ભાડુઆત તરીકે રહેતી સબાનાબાનુ નામની મુસ્લિમ મહિલા તે જ પરિવારની 21 વર્ષની દીકરીનું અપહરણ કરીને ભાગી ગઈ હતી. તાજી જાણકારી મુજબ બંનેને પોલીસે રાજસ્થાનના અજમેરથી શોધી કાઢ્યા છે અને પરત લાવવામાં આવ્યા છે.

    અહેવાલો અનુસાર ઇડરની એક સોસાયટીમાં રહેતા હિંદુ-દલિત પરિવારે પોતાના ઘરનો બીજા માળનો રૂમ એક મુસ્લિમ દંપતીને ભાડે આપ્યો હતો. તે વાતને હજુ માંડ દોઢ બે મહિના જ થયા હતા. મુસ્લિમ મહિલા સબાનાબાનુ અને તેનો પતિ સોપારી કટિંગનું કામ કરતા હતા. હિંદુ પરિવાર સાથે એક જ મકાનમાં ઉપર નીચે રહેવાનું થયું હોવાથી તેઓએ આ પરિવાર સાથે ઘરોબો પણ કેળવી દીધો હતો.

    આ ઘરોબાને વિશ્વાસમાં પરિવર્તિત કરીને સબાનાબાનુ ઘણીવાર બજારમાં જતી ત્યારે હિંદુ પરિવારની 21 વર્ષની દીકરીને પણ સાથે લઇ જતી હતી. આવી જ રીતે તે આ મહિનાની 6 તારીખે (6 જુલાઈ) હિંદુ પરિવારની દીકરીને બપોરના 2થી 3 ના ગાળામાં ‘થોડી વારમાં આવીએ’ એમ કહીને પોતાની સાથે બજાર લઇ ગઈ હતી. મોડી રાત સુધી બંને ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને તેઓએ શોધખોળ શરૂ કરી હતી.

    - Advertisement -

    આ બાબતે તેઓએ સબાનાબાનુના પતિને પણ પૂછ્યું પરંતુ તેના કહેવા અનુસાર આ વિષે તેને પણ કોઈ જાણકારી ન હતી. ઘભરાયેલા પરિવારે તાત્કાલિક પોલીસમાં આ બાબતની અરજી કરી હતી. જે બાદ પોલીસે સબાનાબાનુના ઘરમાં તપાસ કરતા તેઓને તેનો મોબાઈલ ઘરમાંથી તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે પોતાની રીતે તપાસ આગળ વધારી હતી.

    તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ભાડુઆત સબાનાબાનુ અલગ અલગ લોકેશનથી ઇડરમાં પોતાના પતિનો સંપર્ક કરી રહી હતી. તે દર વખતે પોતાનું લોકેશન બદલી રહી હતી. આખરે પોલીસને તે રાજસ્થાનના અજમેરમાં ભાળ મળતા એક ટિમ ત્યાં પહોંચી ગઈ હતી. જેઓએ અજમેરથી સબાનાબાનુને સફળતાપૂર્વક શોધી કાઢી હતી અને સાથે અપહરણ કરાયેલ હિંદુ યુવતી પણ મળી ગઈ હતી.

    આ બાબતે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ રીતે હિંદુ યુવતીનું અપહરણ કરીને તેને અજમેર લઇ જવા પાછળ સબાનાબાનુનો આશય શું હતો. ઉપરાંત એ પણ તપાસ ચાલી રહી છે કે આમાં તેની સાથે અન્ય કોઈ પણ જોડાયેલા છે કે શું.?

    ભુજની મહિલાને ગફુર અપહરણ કરી અજમેર લઇ ગયો અને ત્યાં કર્યું દુષ્કર્મ

    ગુજરાતમાંથી અપહરણ કરાયેલ યુવતી રાજસ્થાનના અજમેરમાંથી મળી હોય એવો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ મહિનાની શરૂઆતમાં જ આવો બીજો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં ભુજમાં એકલી રહેલી એક મહિલાને ફોસલાવીને અને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ અને બળાત્કાર કરાયો હતો. ભુજ ખાતે જ હંગામી આવાસમાં રહેતા અબ્દુલ ગફુરે આ મહિલાનું અપહરણ કરીને અજમેર લઈ જઈને હોટલમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં