Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરા: પાદરામાં હિંદુ સગીરા સાથે લવ જેહાદ કરનાર સાહિલ વ્હોરાના કેસમાં થયો...

    વડોદરા: પાદરામાં હિંદુ સગીરા સાથે લવ જેહાદ કરનાર સાહિલ વ્હોરાના કેસમાં થયો મોટો ખુલાસો; સગીરા પાસે બળજબરીથી કરાવતો હતો દેહવ્યાપાર, બીજા 2 આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા

    પીડિતા સગીરાએ કોર્ટ સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે સાહિલ વ્હોરા ઉર્ફે શકીલ તેની સાથે મારઝૂડ કરતો હતો અને બળજબરીથી તેની પાસે દેહવ્યાપાર પણ કરાવતો હતો. આ સાથે જ પીડિતાએ અન્ય 5 લોકોના નામ પણ કોર્ટને આપ્યા હતા.

    - Advertisement -

    ગત મહિને વડોદરાના પાદરામાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી. જેમાં સાહિલ વ્હોરા નામના મુસ્લિમ યુવકે વિકી નામ ધારણ કરીને હિંદુ સગીરાને ફસાવીને તેનું શારીરિક શોષણ કરતો હતો. સગીરા સામે પોલ ખુલી જતા સાહિલે તેને જાનથી મારવાની ધમકી આપી હતી. એક દિવસ જયારે તે જાહેરમાં તે સગીરાને માર મારી રહ્યો હતો ત્યારે રાહદારીઓએ તેને બચાવી હતી જે બાદ તેની ધરપકડ કરાઈ હતી. હવે આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે તે આ સગીરા પાસે બળજબરીથી દેહવ્યાપાર પણ કરાવતો હતો.

    ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર પાદરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યા બાદ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ દરમિયાન પીડિતા સગીરાએ કોર્ટ સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે પાદરામાં સાહિલ વ્હોરા ઉર્ફે શકીલ તેની સાથે મારઝૂડ કરતો હતો અને બળજબરીથી તેની પાસે દેહવ્યાપાર પણ કરાવતો હતો. આ સાથે જ પીડિતાએ અન્ય 5 લોકોના નામ પણ કોર્ટને આપ્યા હતા. જે બાદ વડોદરા પોલીસે આ પાંચ પૈકી 2 લોકોને રાઉન્ડઅપ કરી લીધા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.

    શું હતો આખો મામલો?

    મળતા અહેવાલ અનુસાર વડોદરાની કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હિંદુ સગીરા તેની એક મિત્ર દ્વારા સાહિલના સંપર્કમાં આવી હતી. જોકે તે સમયે વાતચીત ન થતા બાદમાં સાહિલે વચ્ચે રહેલી મિત્ર દ્વારા પીડિતાનો નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ સાહિલે સગીરાને ફોન કરી પોતાનું નામ વિકી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ શરુ થયેલા વાતચીતના દોર બાદ સાહિલે સગીરાને ભરોસામાં લઈ મિત્રતા કરવા કહ્યું હતું. પરંતુ પીડિતાએ તેના માટે ના પાડી હતી. જોકે થોડા સમય બાદ 26 વર્ષીય સાહિલ વ્હોરાએ ફોસલાવીને હિંદુ સગીરાને પોતાની વાતોમાં ફસાવી લીધી હતી.

    - Advertisement -

    પરિચય આગળ વધતા સાહિલ ઉર્ફે વિકીએ પીડિતાને લગ્નની લાલચ આપવાનું શરુ કર્યું હતું. સાહિલની વાતોમાં આવીને પીડિતા પણ તેનું કહ્યું માનવા લાગી હતી. જે બાદ સાહિલ ઉર્ફે વિકીએ પાદરા નજીક દરાપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઇવે પાસે લઈ પીડિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાદરામાં ઝંડાબજારમાં રહેતા 26 વર્ષીય સાહિલ પહેલેથી પરણિત હતો.

    તેની સાચી ઓળખ ખુલ્લી થઇ જતા પીડિતાએ સંબંધ તોડી નાંખતા સાહિલ ઉશ્કેરાઈ ગયો હતો અને છેલ્લીવાર મળવાના નામે બોલાવી દરાપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલા હાઈવે પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે ફરી પીડિતાને લગ્નની લાલચ આપી ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે સાહિલના મુસ્લિમ હોવાની અને પરણિત હોવાની વાત જાણી ચુકેલી પીડિતાએ તેને ઘસીને ના પડી દીધી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા સાહિલે હિંદુ સગીરાને રસ્તા પર જ માર મારવાનું શરુ કરી દીધું હતું.

    આ દરમિયાન રાહદારીઓએ પીડિતાને બચાવી લીધી હતી અને આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં