Friday, November 22, 2024
More
    હોમપેજદેશકેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોનના ઉપયોગ, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી પર પ્રતિબંધ: બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ...

    કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોનના ઉપયોગ, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી પર પ્રતિબંધ: બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ પરિસરમાં લગાવ્યા નોટિસ બોર્ડ

    મંદિરે લોકોને 'શિષ્ટ વસ્ત્રો' પહેરવા અને મંદિર પરિસરમાં તંબુ કે કેમ્પ લગાવવાનું ટાળવા પણ કહ્યું છે. હિન્દી અને અંગ્રેજીમાં લખેલા બોર્ડમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આદેશનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ મંદિરના પરિસરમાં ભક્તોને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરની સામે એક મહિલા બ્લોગર દ્વારા તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરવાનો તાજેતરનો વિડીયો વાયરલ થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

    અહેવાલો અનુસાર શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવ્યા છે જેમાં લખ્યું છે કે, ‘મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશશો નહીં; કેદારનાથ મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે; અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છો’.

    નોંધનીય છે કે કેદારનાથ મંદિરમાં આવતા ઘણા ભક્તો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેના કારણે ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે. હાલમાં જ કેદારનાથ ધામના ગર્ભમાં એક મહિલાનો નોટો વરસાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. BKTCએ પોલીસને એક પત્ર પણ લખીને મંદિર પરિસરમાં તકેદારી રાખવા અને વીડિયો વાયરલ કરનારાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

    - Advertisement -

    BKTCના ચેરમેને કહ્યું કે, “ધામમાં હજુ સુધી ક્લોક રૂમની વ્યવસ્થા નથી. ભક્તો મોબાઈલ ફોન લઈને દર્શન કરી શકશે. પરંતુ મંદિરની અંદર ફોટા અને વિડીયો લઈ શકશે નહીં. તેના પર પ્રતિબંધ છે. જો કોઈ ભક્ત આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

    પ્રપોઝનો વિડીયો વાઇરલ થયા બાદ નેટિઝન્સે કરી હતી મોબાઈલ પર પ્રતિબંધની માંગ

    30 જૂને એક વિડીયો વાઇરલ થયા બાદ 3 જુલાઈના રોજ, બદ્રીનાથ કેદારનાથ ટ્રસ્ટે એક નોટિફિકેશન બહાર પાડીને સૂચવ્યું હતું કે કેદારનાથ મંદિર વિસ્તારમાં ટૂંક સમયમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. પત્રમાં ‘ભક્તો’ દ્વારા બનાવવામાં આવી રહેલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ રીલ્સ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

    ઇન્સ્ટાગ્રામ એપ પર એક વિડીયો વાયરલ થયાના દિવસો બાદ આ વિવાદ થયો હતો જેમાં એક મહિલા કેદારનાથ મંદિરની સામે જ તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતી જોઈ શકાય છે. વિશાખા ફુલસુંજ તરીકે ઓળખાતી આ મહિલા જે ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી પ્રભાવક છે, તેણે ઘૂંટણિયે બેસીને મંદિર પરિસરમાં તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું.

    આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો અને ઘણા લોકો દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી હતી જેમણે સૂચવ્યું હતું કે કેદારનાથ મંદિર પિકનિક સ્થળ નથી. ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક હોવાથી આ સ્થાનનું સન્માન કરવાની જરૂર છે.

    ટૂંકા વસ્ત્રો ના પહેરવા પણ અપાયો છે આદેશ

    મંદિરે લોકોને ‘શિષ્ટ વસ્ત્રો’ પહેરવા અને મંદિર પરિસરમાં તંબુ કે કેમ્પ લગાવવાનું ટાળવા પણ કહ્યું છે. હિન્દી અને અંગ્રેજીમાં લખેલા બોર્ડમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આદેશનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળ માન્યતા પ્રણાલીને અનુસરે છે અને ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે બદ્રીનાથ ધામમાંથી હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં