Tuesday, November 26, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘PM મોદીને મળેલું ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન અગાઉ 10 લાખ લોકોને મળી ચૂક્યું...

    ‘PM મોદીને મળેલું ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન અગાઉ 10 લાખ લોકોને મળી ચૂક્યું છે, શાહરૂખ-શશિ થરૂર પણ સામેલ’: સોશિયલ મીડિયા પર ચાલતા આ દુષ્પ્રચારનું સત્ય જાણો

    ભારતના વડાપ્રધાનનું વિશ્વના અન્ય દેશોમાં સન્માન થાય તો સ્વભાવિક દેશવાસીઓને ગર્વ થાય. પરંતુ કોંગ્રેસ જેવા વિરોધી પક્ષોએ આમાં પણ દુષ્પ્રચાર ફેલાવવાની તક શોધી કાઢી. 

    - Advertisement -

    હમણાં બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે હતા. અહીં રાષ્ટ્ર્પતિ ઈમેન્યુઅલ મેક્રોંના હસ્તે તેમને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું. પીએમ મોદીને ‘ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઑફ ઑનર’થી સન્માનિત કરવામાં આવ્યા. જેની સાથે આ એવોર્ડથી સન્માનિત થનારા મોદી પહેલા ભારતીય વડાપ્રધાન બન્યા. 

    ભારતના વડાપ્રધાનનું વિશ્વના અન્ય દેશોમાં સન્માન થાય તો સ્વભાવિક દેશવાસીઓને ગર્વ થાય. અત્યાર સુધીમાં 14 દેશો પીએમ મોદીને તેમનાં સર્વોચ્ચ સન્માન એનાયત કરી ચૂક્યા છે, ફ્રાન્સે સન્માન આપ્યાની સાથે આ સંખ્યા 15 પર પહોંચી. તાજેતરમાં જ તેમને ઇજિપ્તનું પણ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ જેવા વિરોધી પક્ષોએ આમાં પણ દુષ્પ્રચાર ફેલાવવાની તક શોધી કાઢી. 

    સોશિયલ મીડિયા પર એવો પ્રચાર કરવામાં આવ્યો કે મોદીને આ સન્માન મળવું કોઈ મોટી વાત નથી અને અત્યાર સુધીમાં લાખો લોકોને આ સન્માન મળી ચૂક્યું છે. જેમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર અને અભિનેતા શાહરૂખ ખાનનાં નામ પણ ગણાવવામાં આવ્યાં અને દાવો કરવામાં આવ્યો કે જે પુરસ્કાર પીએમ મોદીને આપવામાં આવ્યો તે અગાઉ આ બંનેને પણ મળી ચૂક્યો છે. 

    - Advertisement -

    ઘણા ટ્વિટર અકાઉન્ટ પરથી આ પ્રકારના દાવા કરતાં ટ્વિટ કરવામાં આવ્યાં હતાં. 

    એક હેન્ડલ લખ્યું કે, પીએમ મોદીને મળેલું સન્માન ઐતિહાસિક નથી કારણ કે આ સન્માન તેમના પહેલાં શશિ થરૂરને મળી ચૂક્યું છે. ઘણાએ શાહરૂખ ખાનને પણ આ પુરસ્કાર મળી ચૂક્યો હોવાનો દાવો કર્યો હતો. 

    શું છે સત્ય?

    હવે સત્ય જાણીએ અને એ માટે ભારતનું જ ઉદાહરણ લઈએ. ભારતમાં સર્વોચ્ચ નાગરિક સન્માન છે- ભારત રત્ન. ત્યારપછીના ક્રમે પદ્મ પુરસ્કારો આવે છે. પણ આ પદ્મ પુરસ્કારોમાં પણ એક શ્રેણી છે. સૌથી પહેલાં પદ્મવિભૂષણ, ત્યારબાદ પદ્મભૂષણ અને અંતે પદ્મશ્રી આવે છે. એ જ રીતે ફ્રાન્સમાં ‘ધ નેશનલ ઓર્ડર ઑફ ધ લીજન ઑફ ઓનર’ની કુલ પાંચ શ્રેણીઓ છે- નાઈટ, ઓફિસર, કમાન્ડર, ગ્રાન્ડ ઓફિસર અને ગ્રાન્ડ ક્રોસ. જેમાં સૌથી નીચે આવે છે નાઈટ અને સૌથી ઉપર ગ્રાન્ડ ક્રોસ. ભારતના પુરસ્કારો સાથે સરખાવીએ તો ગ્રાન્ડ ક્રોસ એ ભારત રત્નની સમકક્ષ ગણાય, જ્યારે નાઈટ એ પદ્મશ્રીની. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સન્માન મળ્યું છે એ છે ‘ધ ગ્રાન્ડ ક્રોસ.’ જે ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. જ્યારે શશિ થરૂર અને શાહરૂખ ખાનને ‘નાઈટ’ એવોર્ડ મળ્યા છે. જે ક્રમમાં સૌથી નીચે આવે છે. આ તમામ એવોર્ડ્સ ‘લીજન ઑફ ઑનર’ કહેવાય છે પરંતુ તમામને એક સમાન ગણી શકાય નહીં. જે રીતે ભારતમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણને સંયુક્ત રીતે પદ્મપુરસ્કારો પણ કહેવાય છે, પરંતુ તે તમામ એક સમાન ગણવામાં આવતા નથી. 

    આ એવોર્ડ વર્ષ 1802માં ફ્રાન્સના શાસક નેપોલિયન બોનાપાર્ટે એનાયત કરવાનો શરૂ કર્યો હતો. જે ફ્રાન્સ અને વિદેશી નાગરિકોને કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવવા કે વિશેષ પ્રદાન કરવા બદલ આપવામાં આવે છે. એ વાત સાચી છે કે અત્યાર સુધી 10 લાખ લોકોને લીજન ઑફ ઑનર એવોર્ડ મળી ચૂક્યા છે પણ આ આંકડો તમામ 5 શ્રેણીઓ મળીને પહોંચે છે. આટલા લોકોને મળ્યો હોવાનું કારણ એ છે કે તેની શરૂઆતને 200 વર્ષ થઇ ચૂક્યાં છે. જ્યારે સર્વોચ્ચ સન્માન (જે પીએમ મોદીને મળ્યું) માત્ર 3 હજાર લોકોને મળ્યું છે. ભારતના માત્ર ત્રણ વ્યક્તિઓને આ સન્માન પ્રાપ્ત થયું છે. પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંઘ, કપૂરથલાના મહારાજા જગતજીત સિંઘ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જેથી આ સન્માન મેળવનારા મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે એ વાત સત્ય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં