Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીને અપાયું ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સિસીએ ‘ઓર્ડર ઑફ...

  પીએમ મોદીને અપાયું ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સિસીએ ‘ઓર્ડર ઑફ ધ નાઇલ’ એવોર્ડથી સન્માનિત કર્યા

  આ પહેલાં દુનિયાના અનેક દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનાં સર્વોચ્ચ સન્માન આપી ચૂક્યા છે. તાજેતરમાં જ પીએમ મોદી ઓસ્ટ્રેલિયા અને તેના પાડોશી દેશોની યાત્રાએ ગયા હતા. જ્યાં ફીજી અને પાપુઆ ન્યૂ ગિની, બંને દેશોએ પોતપોતાના સર્વોચ્ચ સન્માન એવોર્ડથી મોદીને સન્માનિત કર્યા હતા.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇજિપ્તની યાત્રાએ છે. આજે યાત્રાના બીજા દિવસે તેમણે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. જેમણે વડાપ્રધાનને ‘ઓર્ડર ઑફ નાઇલ’ એવોર્ડ એનાયત કર્યો હતો. પીએમ મોદીને અપાયેલો આ એવોર્ડ આ ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન છે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ વચ્ચે આ મુલાકાત રાજધાની કાઇરોમાં થઇ હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઇ અને બંને દેશોના વિકાસને લઈને ચર્ચા થઇ હતી. આ દરમિયાન પીએમ મોદીને ‘ઓર્ડર ઑફ નાઇલ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇજિપ્તનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જે મળતાંની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુગટમાં વધુ એક કલગીનો ઉમેરો થયો છે. 

  અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં દુનિયાના અનેક દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનાં સર્વોચ્ચ સન્માન આપી ચૂક્યા છે. તાજેતરમાં જ પીએમ મોદી ઓસ્ટ્રેલિયા અને તેના પાડોશી દેશોની યાત્રાએ ગયા હતા. જ્યાં ફીજી અને પાપુઆ ન્યૂ ગિની, બંને દેશોએ પોતપોતાના સર્વોચ્ચ સન્માન એવોર્ડથી મોદીને સન્માનિત કર્યા હતા. પાપુઆ ન્યૂ ગિની એ જ દેશ છે, જ્યાં વર્ષો જૂની પરંપરા તોડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વડાપ્રધાન જેમ્સ મારાપેએ વડાપ્રધાનને આવકારતી વખતે તેમનાં ચરણસ્પર્શ કર્યાં હતાં.

  - Advertisement -

  પીએમ મોદીની ઇજિપ્ત યાત્રાની વાત કરવામાં આવે તો તેઓ બે દિવસ માટે (શનિ-રવિ) મુલાકાતે ગયા છે. આજે તેઓ ભારત આવવા માટે રવાના થશે. પીએમ મોદીની આ પહેલી ઇજિપ્ત યાત્રા છે, જ્યારે 1997 બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઇજિપ્ત ગયા છે. અહીં પીએમ મોદીએ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી તેમજ અન્ય પણ મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો. 

  રવિવારે વડાપ્રધાન ઇજિપ્તની પ્રખ્યાત મસ્જિદ અલ-હકીમ ખાતે ગયા હતા, જ્યાં પણ તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ વોહરા સમુદાય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અહીં વડાપ્રધાનને એક સ્મૃતિચિહ્ન પણ ભેટ આપવામાં આવ્યું હતું. મસ્જિદની મુલાકાત બાદ વડાપ્રધાન હેલિયોપોલિસ વૉર સિમેટ્રીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા 4 હજાર ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમની મુલાકાત રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસી સાથે થઇ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી અને અનેક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં