સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ સરકારી બસમાં કંડક્ટરે પહેરેલી લીલી ટોપી પર સવાલ ઉઠાવ્યો હતો. વીડિયોમાં તે કહેતી સંભળાય છે કે ટોપી યુનિફોર્મનો ભાગ નથી અને જો કંડક્ટરે મઝહબનું પાલન કરવું હોય તો ઘરે કે મસ્જિદે કરે, જાહેર જગ્યાઓ પર નહીં. થોડીવાર આનાકાની કર્યા બાદ બાદ કંડક્ટરે તેની ટોપી ઉતારી દીધી હતી.
આ વિડીયો આશરે 11 દિવસ જૂનો હોવાનું માનવામાં આવે છે. આ બસ મેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ની છે. કન્નડ ભાષામાં વાતચીત કરતો આ વાયરલ વિડીયો 1 મિનિટ 42 સેકેન્ડનો છે. જેમાં કંડક્ટરે લીલા કલરની નમાજી ટોપી પહેરેલી જોવા મળે છે. તેને લઈને એક મહિલા મુસાફર તેને પુછે છે કે, શું ડ્યુટી કરતી વખતે યુનિફોર્મ સાથે ટોપી પહેરવાની મંજૂરી છે? મહિલા કંડકટરને કહે છે, “સરકારી કર્મચારી હોવાથી પોતાના મઝહબનું પાલન તમારે તમારા ઘરે કે મસ્જિદમાં જ કરવું જોઈએ ના કે આવી રીતે સાર્વજનિક જગ્યાઓ પર.”
યુનિફોર્મ અને નિયમોને લગતા મહિલાના સવાલો સાંભળીને કંડક્ટર કહે છે કે તે વર્ષોથી બસમાં પણ ટોપી પહેરીને જ ડ્યુટી કરતો હોય છે. પરંતુ કોઈએ પણ આજ સુધી વાંધો ઉઠાવ્યો નથી. તેમ છતાં મહિલા યુનિફોર્મ સાથે કાયદાઓનું પાલન કરીને ફરજ બજાવવાની વાત પર જ અડગ રહી. ત્યારબાદ કંડક્ટરે પોતાની લીલી ટોપી ઉતારીને ખિસ્સામાં રાખવી પડી.
Woman makes Muslim bus conductor take off his cap the woman said- Be it home or mosque, follow your religion#Bengaluru #BusConductor #BMTC pic.twitter.com/9WWSOMwFRC
— The National Bulletin (@TheNationalBul1) July 12, 2023
ચર્ચા દરમિયાન કંડક્ટરે એવું પણ કહ્યું કે ટોપી પહેરવાની મંજૂરી હોય પણ શકે છે. તેના જવાબમાં મહિલાએ કહ્યું કે તમને નિયમોની સાચી જાણકારી પ્રાપ્ત નથી. વિડીયો જોઈને મહિલા યાત્રીએ જાતે જ વિડીયો શૂટ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનું મોં આ વિડીયોમાં નથી દેખાઈ રહ્યું. ત્યારે બાકીના અમુક યાત્રીઓ બંને વચ્ચેની આ ચર્ચા સાંભળતા જોવા મળી રહ્યા છે.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ BMTCના અધિકારીઓએ વાયરલ વિડીયો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આ વિડીયો અંગે તેમનું કહેવું છે કે તે ઘણા દિવસો જૂનો છે અને તેમને તે વિશે જાણકારી છે. સાથે ઉમેર્યું હતું કે BMTCમાં ઘણા દાયકાઓથી ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.