સુરત શહેરમાંથી એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં એક ઓઝૈર આલમ નામના યુવકે ઓળખ છુપાવીને હિંદુ યુવતીને ફસાવી હતી. એટલું જ નહીં તેણે ‘અર્જુનસિંઘ’ નામથી નકલી આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું તેમજ વેપાર પણ તે હિંદુના નામે જ કરતો હતો. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ તેને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો છે.
ઓઝૈર આલમ નામનો આ યુવક સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ અવધ માર્કેટમાં ‘રુહી ફેશન’ નામની એક દુકાન ચલાવતો હતો. તેણે દુકાનમાં જ કામ કરતી એક હિંદુ યુવતીને ‘અર્જુનસિંઘ’ નામ જણાવીને ફસાવી હતી. જેને તે 15 દિવસ પહેલાં સાપુતારા લઇ ગયો હતો અને અહીં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં યુવતીને જાણ થઇ હતી કે અર્જુનસિંહ ખરેખર ઓઝૈર આલમ છે.
सुरत में ओझर आलम अर्जुनसिंह बनकर हिन्दु लड़कियों से लवजिहाद कर रहा था, लड़की की शिकायत पर @VHPGUJOFFICIAL ने इस जेहादी को पकड़कर पुलिस को सोंपा। इस जिहादी ने अपने दोनों नाम से आधारकार्ड बनवा रखे थे। @CP_SuratCity इस मामले में कड़ी जांच हो और दो नाम से आधार बनवाकर कपड़े का व्यापार… pic.twitter.com/J6PkkglzCy
— Hitendrasinh Rajput (@TheHitendrasinh) July 10, 2023
હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને આ બાબતની જાણ થતાં તેઓ ઓઝૈરની દુકાને પહોંચ્યા હતા, જ્યાં પૂછપરછ કરતાં તેણે શરૂઆતમાં પોતાનું નામ અર્જુનસિંઘ જણાવ્યું હતું અને સાથે વિઝિટિંગ કાર્ડ પણ બતાવ્યો હતો, જેમાં પણ તેનું નામ અર્જુનસિંઘ લખેલું જોવા મળે છે. દુકાનમાં હાજર પીડિત યુવતીએ પણ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે તેને ખબર ન હતી કે યુવક મુસ્લિમ છે અને તે પોતાની ઓળખ અર્જુનસિંઘ તરીકે જ આપતો હતો.
વિહિપ કાર્યકર્તાઓને ઓઝૈરની દુકાનમાંથી બે આધારકાર્ડ મળી આવ્યા હતા, જેમાંથી એકમાં ઓઝૈર આલમ નામ લખ્યું હતું જ્યારે બીજામાં અર્જુનસિંઘ નામ લખવામાં આવ્યું હતું. ઓઝૈર આલમ લખેલા આધારકાર્ડમાં સરનામું ચંપારણ, બિહારનું લખેલું જોવા મળે છે. આ યુવક મૂળ બિહારનો છે અને સુરતમાં રહીને વેપાર કરતો હતો.
યુવતીએ જણાવ્યું હતું કે, તે બંને આઠ મહિનાથી એકબીજાના સંપર્કમાં હતાં અને યુવકે તેને પોતાનું નામ અર્જુનસિંઘ જ જણાવ્યું હતું અને ક્યારેય પોતે મુસ્લિમ હોવાનું જણાવ્યું ન હતું. તેણે જણાવ્યું કે, તે તેને ઘરે મૂકવા માટે પણ જતો તેમજ પંદરેક દિવસ પહેલાં સાપુતારા પણ લઇ ગયો હતો, જ્યાં પણ પોતાની ઓળખ અર્જુનસિંઘ તરીકે જ આપી હતી અને તેને આજે જ જાણવા મળ્યું કે અર્જુનસિંઘ ખરેખર ઓઝૈર આલમ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, યુવતીએ લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ ઓઝૈરને તેની દુકાનેથી પકડીને પોલીસ હવાલે કર્યો હતો, બીજી તરફ યુવતીએ પણ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.