આજે (15 જૂન 2022) બોલિવુડ અભિનેતા અનુપમ ખેર અને દૈનિક ભાસ્કરના એક લિબરલ પત્રકાર વચ્ચે ટ્વિટર વૉર શરૂ થઇ ગયું હતું. અનુપમ ખેરે રાજેશ સાહુ નામના પત્રકારને ઠપકો આપી કાશ્મીરી હિંદુઓ પર થતા અત્યાચાર પર લેખ લખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, રાજેશ અન્યોને જ્ઞાન આપવાની જગ્યાએ આંતકવાદ ઉપર લખે કે કાશ્મીરમાં જેમની ઉપર બળાત્કાર થયો હતો એ સ્ત્રીઓ ઉપર લખે.
રાજેશ સાહુએ અનુપમ ખેરના એક ટ્વિટ નીચે કહ્યું હતું કે, તેમણે પૂજા-પાઠ છોડીને જઈને કાશ્મીરી હિંદુઓ માટે સુરક્ષા માંગવી જોઈએ. જે બાદ અનુપમ ખેરે લિબરલ પત્રકારને આ જવાબ આપ્યો હતો.
આ સમગ્ર વિવાદ ગઈકાલે રાત્રે (14 જૂન 2022) અનુપમ ખેરના ટ્વિટથી શરૂ થયો હતો. પોતાના ટ્વીટમાં તેમણે જાણકારી આપી હતી કે તેઓ વારાણસી જઈ રહ્યા છે. તેમણે લખ્યું, “ધ કાશ્મીર ફાઈલ્સના શૂટિંગ દરમિયાન મેં નક્કી કર્યું હતું કે ‘હિંદુઓના નરસંહાર’ દરમિયાન આતંકવાદીઓ દ્વારા નિર્દયતાથી માર્યા ગયેલા તમામ કાશ્મીરી હિન્દુઓની આત્માની શાંતિ માટે પાઠ કરાવીશ. આ પૂજાને ત્રિપંડી શ્રાદ્ધ પૂજા કહેવામાં આવે છે. આયોજકોનો આભાર!”
આ ટ્વિટ નીચે રાજેશ સાહુએ અનુપમ ખેરને કહ્યું, “વારાણસી આવતા પહેલા તમારે કાશ્મીર જવાની જરૂર છે. ત્યાંની સ્થિતિ ખરાબ છે. ત્યાં જઈને રાજ્યપાલ સાથે પંડિતોની સુરક્ષા અંગે વાત કરો. પછી પંડિતોની આત્માઓની શાંતિ માટે મહાદેવ પાસે પાઠ કરજો.”
कुछ आप भी कर लो! आप दैनिक भास्कर में पत्रकार है! लिखिए एक लेख कि कैसे कश्मीर में पिछले 35 सालों से आतंकवादियों ने कश्मीरी हिंदुओं को बेरहमी से मारा, उनकी माताओं, बहनों से बलात्कार किया! आतंकवाद की भी बुराई कर लो।जिनकी पूजा के लिए जा रहा हूँ।वो उनकी गोलियों के ही शिकार हुए थे।🙏 https://t.co/xBUUohjwr3
— Anupam Kher (@AnupamPKher) June 15, 2022
રાજેશ સાહુના ટ્વીટ પર ઘણા યુઝર્સની પ્રતિક્રિયા આવી અને ત્યારબાદ અનુપમ ખેરે પોતે પણ આનો જવાબ આપ્યો. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, “તમે પણ કંઈક કરો! તમે દૈનિક ભાસ્કરમાં પત્રકાર છો! છેલ્લા 35 વર્ષથી કાશ્મીરમાં આતંકવાદીઓએ કેવી રીતે કાશ્મીરી હિંદુઓની નિર્દયતાથી હત્યા કરી, તેમની માતાઓ અને બહેનો પર બળાત્કાર કર્યો તે વિષય પર એક લેખ લખો! આતંકવાદની પણ ટીકા કરો. જેમની પૂજા કરવા માટે જઈ રહ્યો છું તેઓ તેમની જ ગોળીઓનો શિકાર બન્યા હતા.”
हम तो लिखते ही हैं कि कश्मीर में अत्याचार हुआ। लेकिन कश्मीरी पंडितों के खिलाफ हुई हिंसा के वक्त वहां की तत्कालीन सरकार को दोषी क्यों न माना जाए? आपकी फिल्म में भी चालाकी से इस हिस्से को छिपा दिया गया। आपकी फिल्म से सिर्फ निगेटिविटी फैली है। कश्मीर में भी और देश में भी।
— Rajesh Sahu (@askrajeshsahu) June 15, 2022
અનુપમ ખેરના આ ટ્વિટ પછી રાજેશ સાહુએ દોષનો ટોપલો સરકાર પર ઢોળી મૂક્યો હતો અને દેશમાં ફેલાયેલી નકારાત્મકતા માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને જવાબદાર ઠેરવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, “અમે તો લખીએ છીએ કે કાશ્મીરમાં અત્યાચાર થયો. પરંતુ કાશ્મીરી પંડિતો સામેની હિંસા વખતે તત્કાલીન સરકારને શા માટે દોષિત ઠેરવવામાં ન આવે? તમારી ફિલ્મમાં પણ આ ભાગ ચતુરાઈથી છુપાવી દેવામાં આવ્યો હતો. તમારી ફિલ્મ માત્ર નકારાત્મકતા ફેલાવે છે. કાશ્મીરમાં અને દેશમાં પણ.”
અહીં નોંધવું જરૂરી છે કે ધ કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થયા બાદથી ફારુક અબ્દુલ્લા જેવી ઘણી હસ્તીઓ આ ફિલ્મને હિંદુઓના મોતનું કારણ ગણાવી ચૂકી છે. તેમજ સોશિયલ મીડિયાનો લિબરલ સમુદાય પણ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ બાબતોને પચાવી શક્યો નથી. અનુપમ ખેર અને રાજેશ સાહુના ટ્વિટ નીચે પણ ઘણા કટ્ટરપંથીઓ અનુપમ ખેરને નિશાન બનાવતા અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર તેમના અભિનયને લઈને સવાલ ઉઠાવતા જોઈ શકાય છે.