તાજેતરમાં એક ટીવી શૉના કારણે વિવાદમાં આવેલા ઇસ્લામી કટ્ટરપંથી શોએબ જમઈએ સાથી પેનલિસ્ટ અને વકીલ સુબુહી ખાનનું અપમાન કર્યા બાદ હવે મામલો મહિલા આયોગ અને બાળ સંરક્ષણ આયોગ સુધી પહોંચ્યો છે. શોએબ જમઈએ સુબુહીનાં લગ્ન વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી તો તેમના પુત્રને ‘હરામ’ કહ્યો હતો. એ જ કારણ છે કે પછી જમઈને મેથીપાક પણ મળ્યો હતો.
સુબુહી ખાને આ બાબતની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્મા અને બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોને કરી છે. તેમણે આ બંનેને ટેગ કરીને લખ્યું કે, ‘હું કાયદાકીય પ્રક્રિયાઓ થકી વ્યવસાયે સરકારી અધિકારી શ્રી નીલ રતનને પરણી છું. અમે ‘સ્પેશિયલ મેરિજ એક્ટ’ હેઠળ લગ્ન કર્યાં હતાં. પરંતુ આ કટ્ટરપંથી મુલ્લા અમારા લગ્નને ‘ઝીના’ એટલે કે ગેરકાયદેસર યૌન સબંધ અને અમારા પાંચ વર્ષના પુત્રને ‘હરામ’ કહી રહ્યો છે. રેખા શર્મા અને પ્રિયંક કાનૂનગો (બંનેને ટેગ કરીને) કૃપા કરીને સંજ્ઞાન લેશો.’
I am a legally wedded wife of Shri Neel Ratan who is a govt’ officer. We got married under Special Marriage Act & this radical Mulla calling our marriage ‘zina’ i.e. illicit sexual relations and our five year old son ‘haram’. @sharmarekha @KanoongoPriyank Please take cognizance. pic.twitter.com/l3s3umQ3Fb
— Subuhi Khan (@SubuhiKhan01) June 10, 2023
આ ટ્વિટ બાદ મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્માએ તમામ જાણકારી તેમના અધિકારીક મેઈલ આઈડી પર મોકલવા માટે કહ્યું તો પ્રિયંક કાનૂનગોએ પણ તેમને એવી જ સલાહ આપી હતી.
Please share details [email protected]
— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) June 10, 2023
જે બાદ મહિલા આયોગના ટ્વિટર હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું હતું કે ચેરપર્સન રેખા શર્માએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને યોગ્ય અધિકારી પાસે આ મામલાની નિષ્પક્ષ અને સમયસર તપાસ કરાવવા માટે તેમજ જો આરોપો સત્ય પુરવાર થાય તો યોગ્ય જોગવાઈઓ હેઠળ FIR દાખલ કરવા માટે વિનંતી કરી છે. જે અંગેનો વિગતવાર રિપોર્ટ આગામી ચાર દિવસમાં કમિશનને આપવાનો રહેશે.
Chairperson @sharmarekha has written to @CPDelhi to direct the concerned Police officer to conduct a fair and time bound investigation in the matter and if the allegations leveled are found to be true, an F.I R must be filed under relevant Penal provisions. A detailed report… https://t.co/7oruyFpCY3
— NCW (@NCWIndia) June 11, 2023
આ ઘટના બે દિવસ પહેલાંની છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઇ. વાસ્તવમાં ન્યૂઝ18 ચેનલના એક ટીવી ડિબેટ શૉમાં આગામી મહિને રિલીઝ થનાર ફિલ્મ ‘72 હૂરેં’ વિશે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચામાં શોએબ જમઈ અને સુબુહી ખાન સાથી પેનલિસ્ટ હતાં.
ચર્ચા દરમિયાન શોએબ જમઈએ સુબુહીનાં લગ્ન અને તેમના પુત્ર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું, “તેમણે નિકાહ નથી કર્યા પરંતુ વગર નિકાહે લગ્ન કર્યાં છે. તેમનું બાળક પણ હરામ હશે.” ઉલ્લેખનીય છે કે સુબુહી ખાને નીલ પટેલ નામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે અને બંનેને પાંચ વર્ષનો એક પુત્ર છે. હિંદુ વ્યક્તિ સાથે લગ્ન કરવાને લઈને જ કટ્ટરપંથી શોએબ જમઈએ આ વાંધાજનક ટિપ્પણી કરી હતી.
આ ટિપ્પણી બાદ ગુસ્સે ભરાયેલાં શોએબ જમઈને માર માર્યો હતો. દરમ્યાન, પત્રકાર અમન ચોપડા અને અન્ય પેનલિસ્ટ, ચેનલ સ્ટાફ ફરી વળ્યો અને મામલો શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શોએબ જમઈએ અખંડ ભારતની વાત કરીને ઝેરીલું ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે જે દિવસે 75 કરોડ મુસ્લિમો એક થઇ જશે ત્યારે અમારો જ વડાપ્રધાન હશે અને 250 સાંસદો હશે. જેને લઈને તેની ધરપકડની પણ માંગ ઉઠી હતી.