Saturday, November 23, 2024
More
    હોમપેજમિડિયાઆખરે BBCએ ભારતમાં ટેક્સચોરી કરી હોવાનું સ્વીકાર્યું, ₹40 કરોડ ચૂકવવા તૈયાર: આવકવેરા...

    આખરે BBCએ ભારતમાં ટેક્સચોરી કરી હોવાનું સ્વીકાર્યું, ₹40 કરોડ ચૂકવવા તૈયાર: આવકવેરા વિભાગની તપાસને વિરોધીઓએ ગણાવ્યો હતો ‘આપાતકાળ’

    રિપોર્ટ અનુસાર, BBC એ 2016 અને 2022 વચ્ચે ઓછો ટેક્સ ચુકવ્યો હોવાનું સ્વીકાર્યું છે. તેની ભરપાઈ કરવા માટે તેણે આવકવેરા વિભાગને લગભગ 40 કરોડ રૂપિયા જમા કરાવવા અરજી કરી છે. રિપોર્ટ અનુસાર વિભાગનું એસેસમેન્ટ આવવાનું બાકી છે. પરંતુ આ કેસથી બચવા માટે બીબીસીએ આ અરજી દાખલ કરી છે.

    - Advertisement -

    ફેબ્રુઆરી 2023 માં, જ્યારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ના કાર્યાલયોમાં આવકવેરા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ડાબેરી-લિબરલ ગેંગ તેને ‘ઇમરજન્સી’ ગણાવી રહી હતી. તેઓ મોદી સરકાર પર જવાબી કાર્યવાહીનો આરોપ લગાવી રહ્યા હતા. હવે તે પ્રકાશમાં આવ્યું છે કે કરચોરીનો સતત ઇનકાર કરનાર અને તપાસમાં સહકાર આપવાની વાત કરનાર BBCએ ઓછો ટેક્સ ચૂકવ્યો હોવાનું સ્વીકાર્યું છે.

    ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ અનુસાર, 2016 અને 2022 વચ્ચે BBCએ ઓછો ટેક્સ ચુકવ્યો હોવાની વાત સ્વીકારી છે. તેની ભરપાઈ કરવા માટે તેણે આવકવેરા વિભાગને લગભગ 40 કરોડ રૂપિયા જમા કરાવવા અરજી કરી છે. રિપોર્ટ અનુસાર આવકવેરા વિભાગનું એસેસમેન્ટ આવવાનું બાકી છે. પરંતુ આ કેસથી બચવા માટે બીબીસીએ આ અરજી દાખલ કરી છે.

    TOI રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે BBCએ ન તો બાકી આવકવેરો ક્લિયર કર્યો છે અને ન તો તેના માટે કોઈ લેખિત અરજી આપી છે. બીબીસી દ્વારા આવકવેરો ભરવા માટે માત્ર એક જ નિવેદન આપવામાં આવ્યું છે.

    - Advertisement -

    ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગે BBCની જુદી જુદી ઓફિસ પર પાડ્યા હતા દરોડા

    નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને 3 દિવસ સુધી સર્વે કર્યો હતો. 16 ફેબ્રુઆરી 2023 ના રોજ સર્વે પૂર્ણ થયા પછી, આવકવેરા વિભાગે, બીબીસીનું નામ લીધા વિના, એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 133A હેઠળ, દિલ્હી અને મુંબઈમાં એક મોટી આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીની ઓફિસનો સર્વે કરવામાં આવ્યો હતો.

    સર્વેમાં સામે આવ્યું છે કે મીડિયા કંપની વિવિધ ભારતીય ભાષાઓમાં બિઝનેસ કરી રહી છે. પરંતુ કંપનીની નોંધાયેલી કમાણી તેના વ્યવસાય સાથે મેળ ખાતી નથી. કંપની જે પ્રકારનો ધંધો કરી રહી છે તે પ્રમાણે આવક વધુ હોવી જોઈએ. આ સર્વે દરમિયાન આવા ઘણા પુરાવા મળ્યા જે દર્શાવે છે કે આવક પ્રમાણે ટેક્સ ભરાયો નથી. બીબીસી ઓફિસમાં હાજર ડિજિટલ પુરાવા અને જરૂરી દસ્તાવેજો જપ્ત કરવા સાથે, આવકવેરા વિભાગે તેના કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી. આવકવેરા વિભાગે કહ્યું હતું કે જો જરૂર પડશે તો આ પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં