Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવારંવાર નોટિસ અવગણી, નિયમોનું ઉલ્લંઘન કર્યું: જાણો BBC વિરુદ્ધ શા માટે થઇ...

    વારંવાર નોટિસ અવગણી, નિયમોનું ઉલ્લંઘન કર્યું: જાણો BBC વિરુદ્ધ શા માટે થઇ રહી છે ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી

    રિપોર્ટ અનુસાર, બીબીસીએ કરેલા ટ્રાન્સફર પ્રાઇસિંગ રૂલ્સના ઇરાદાપૂર્વકના ઉલ્લંઘન અને નફાની હેરફેર મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. 

    - Advertisement -

    બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશનની (BBC) નવી દિલ્હી ખાતેની ઓફિસ પર મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023) ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે સરવે હાથ ધર્યો હતો. ત્યારબાદ આજે બુધવારે પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. દરમ્યાન, જાણવા મળ્યું છે કે BBCએ આઇટી વિભાગની નોટિસ અવગણ્યા તથા અન્ય નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

    ફર્સ્ટ પોસ્ટના રિપોર્ટમાં આઇટી વિભાગના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, BBCની ઓફિસે તેમણે દરોડા પાડ્યા ન હતા પરંતુ સરવે હાથ ધર્યો હતો અને જે વિભાગ દ્વારા થતી સામાન્ય પ્રક્રિયા છે. 

    રિપોર્ટ અનુસાર, બીબીસીએ કરેલા ટ્રાન્સફર પ્રાઇસિંગ રૂલ્સના ઇરાદાપૂર્વકના ઉલ્લંઘન અને નફાની હેરફેર મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. 

    - Advertisement -

    આઇટી વિભાગના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે, BBCના કિસ્સામાં ઉપરોક્ત નિયમોનું છેલ્લા ઘણા સમયથી પાલન કરવામાં આવતું ન હતું, જેને લઈને ઘણી નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ તેમ છતાં બીબીસીએ ઉલ્લંઘન ચાલુ રાખ્યું હતું.

    આગળ જણાવવામાં આવ્યું કે, આ સરવેમાં ટેક્સ એડવાન્ટેજ સહિત અનધિકૃત લાભ માટે કિંમતોની હેરફેર વગેરેને લઈને તપાસ કરવામાં આવશે. BBC દ્વારા માપદંડોના થતા સતત ઉલ્લંઘનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું આઇટી વિભાગે જણાવ્યું હતું. 

    ઇન્કમ ટેક્સ વિભાગનો સરવે મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023) સવારે શરૂ થયો હતો. 11 વાગ્યે વિભાગની ટીમ BBC ઇન્ડિયાની ઓફિસે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ પરિસરના તમામ કર્મચારીઓના ગેજેટ્સની પણ તપાસ કરી હતી અને લેપટોપ વગેરે પણ સ્કેન કરવામાં આવ્યાં હતાં. 

    આઇટી વિભાગે શેલ કંપનીઓ, ફંડ ટ્રાન્સફર અને ફોરેન ટ્રાન્સફરને લઈને તપાસ હાથ ધરી છે. આ સરવે દરમિયાન બીબીસીના કેટલાક કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા તો અમુકને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં બ્રિટનમાં પણ BBC સામે ટેક્સ અને નાણાંકીય બાબતોની હેરફેરને લઈને આરોપો લાગ્યા છે અને તપાસ પણ થઇ છે. વર્ષ 2016માં બ્રિટનના રેવન્યૂ એન્ડ કસ્ટમ વિભાગ દ્વારા BBCના 100થી વધુ પ્રેઝેન્ટર્સ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમની ઉપર પૂરતા ઇન્કમ ટેક્સની ભરપાઈ ન કરવાનો આરોપ લાગ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં