ઓડિશા ટ્રેન દુર્ઘટનાને (Odisha Train Accident) લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રેલવે વિભાગે આ મામલાની તપાસ CBI પાસે કરાવવાની ભલામણ કરી છે. આ જાણકારી રવિવારે (4 જૂન, 2023) રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી.
#WATCH | Railway Board recommends CBI probe related to #OdishaTrainAccident, announces Railways minister Vaishnaw pic.twitter.com/X9qUs55fZr
— ANI (@ANI) June 4, 2023
રેલ મંત્રીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, અત્યાર સુધીમાં જે માહિતી મળી છે તેને ધ્યાનમાં રાખીને આગળની તપાસ માટે કેસને CBI પાસે મોકલવાની રેલવે બોર્ડ તરફથી ભલામણ કરવામાં આવી છે.
રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ હાલ ટ્રેક રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને મંત્રીએ આગળ જણાવ્યું કે, “રેસ્ક્યુ સાથે જ રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને હાલ આ કામગીરી તેજીમાં છે. બે મેઈન લાઈનમાં પાટા નાંખવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને હાલ વીજળીના તારનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી છે. તમામના પરિજનો સાથે સંપર્ક કરવાના પ્રયાસ પણ ચાલુ છે.”
#OdishaTrainAccident | Rescue was completed and restoration work is underway. Work related to track is done and overhead wiring work is going on. Patients are being treated at hospitals: Railways minister Vaishnaw pic.twitter.com/4aeKEpn8Az
— ANI (@ANI) June 4, 2023
ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે મીડિયા સાથે વાતચીત કરતાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતનું મૂળ કારણ શું છે તે જાણી લેવામાં આવ્યું છે અને જવાબદાર વ્યક્તિઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ અકસ્માત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારના કારણે થયો હતો. તેમણે કહ્યું હતું કે, “કવચનો આ અકસ્માત સાથે કોઈ સબંધ નથી. આ વિષય અલગ છે. આમાં પોઇન્ટ મિશન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની વાત છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં જે ફેરફાર કરવામાં આવ્યો તેના કારણે આ દુર્ઘટના થઇ. જેણે પણ કર્યું અને જે કંઈ પણ કારણ છે એ વધુ તપાસમાં સામે આવશે.”
આગળ તેમણે જણાવ્યું હતું કે, રેલ મંત્રીએ આગળ કહ્યું, “કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આવીને સાઈટનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે જે પ્રમાણે સૂચના આપી હતી એ પ્રમાણે રિસ્ટોરેશનનું કામ તેજીથી ચાલી રહ્યું છે. ટ્રેક ખાલી કરવાનું કામ પૂર્ણ થઇ ગયું છે અને હાલ ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. જેવું આ કામ પૂર્ણ થાય એટલે આ ટ્રેક આજે જ સંપૂર્ણ રિસ્ટોર કરી દેવાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. ઉપરાંત, તમામ કોચ પણ ખસેડી દેવામાં આવ્યા છે અને મૃતદેહો પણ ખસેડી લેવાયા છે અને ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે. બુધવારે સવાર સુધી રિસ્ટોરેશન પૂર્ણ કરી લેવાય અને ગાડીઓ ફરીથી દોડવા માંડે તેવા પ્રયાસો કરવામાં આવશે.”