Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વચ્છ રાજકારણનો દાવો કરતી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ખંડણીની ધમકી આપતા...

    સ્વચ્છ રાજકારણનો દાવો કરતી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ખંડણીની ધમકી આપતા ઝડપાયા: બંધ કારખાનું ફરી શરુ કરાવવા ‘સેટિંગ’ કરી આપવાનો મામલો

    આમ આદમી પાર્ટી જેતપુરના પ્રમુખે એક બંધ ફેક્ટરી ફરી ચાલુ કરાવવા બાબતે ફેક્ટરી માલિકને ધમકી આપીને ખંડણી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે.

    - Advertisement -

    કાયમ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરતી આમ આદમી પાર્ટીના એક નગર પ્રમુખની ખંડણી ઉઘરાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેતપુરમાં ચાલતા એક સાડીના કારખાનાના માલિક પાસેથી તેણે સમાધાન પેટે 25 લાખ રૂપિયા માગ્યા હતા અને આખરે 20 લાખ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મામલે જેતપુર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી છે. 

    જેતપુર શહેરમાં આવેલા જય ગૌતમ ટેક્સટાઇલ નામના સાડીના કારખાનાને 2018 માં GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી અને વીજ કનેક્શન પણ કાપી નાંખવામાં આવ્યું હતું. જે મામલે ગત 30 એપ્રિલના રોજ જેતપુર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાવેશ ગીણોયાએ કારખાનું ચાલુ હોવાની ફરિયાદ મામલતદાર કચેરી, PGVCL અને GPCB સમક્ષ અરજી કરી હતી. 

    અરજી થયા બાદ કારખાનાના મલિક રમણીકભાઈ બુટાણીએ ભાવેશ ગીણોયાને મળ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખે કહ્યું હતું કે, અમારી પાર્ટીએ આખા શહેરના આવા બંધ કારખાના સામે આવી અરજી  તમારે પતાવટ કરવી હોય તો હું પતાવી પણ દઈશ અને કારખાનું પણ ફરી ચાલુ કરી દઈશ. પરંતુ આ માટે તમારે અમારા ઉપરના હોદ્દેદારો સાથે સમજવું પડશે. 

    - Advertisement -

    જે બાદ રમણીકભાઈ વચેટિયા ઇન્દ્રિશને મળ્યા હતા, જ્યાં તેણે પચાસ લાખ રૂપિયાની વાત કરી હતી. પરંતુ રમણીકભાઈએ આટલા રૂપિયા નહીં અપાય તેમ કહેતા ભાવેશ ગીણોયાએ ધમકી પણ આપી હતી કે હું હત્યા અને અપહરણના કેસમાં રાજસ્થાનની જેલમાં રહી આવ્યો છું અને તું નહીં સાંજે તો તારી પણ એ જ હાલત થશે. આખરે એક મહિનાની માથાકૂટ બાદ અંતે વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. 

    જોકે, આ મામલે કારખાનાના માલિક રમણીકભાઈ બુટાણીએ જેતપુર શહેર પોલીસ મથકે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાવેશ ગીણોયા અને ઇન્દ્રિશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 384, 389, 506(2) અને 114 હેઠળ ગુનો નોંધી ‘આપ’ શહેર પ્રમુખની ધરપકડ કરી લીધી હતી. 

    એક તરફ આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરતી રહે છે અને તેના સહારે જ ગુજરાતમાં સત્તા મેળવવા માટે મથી રહી છે ત્યાં બીજી તરફ પાર્ટીના જ નેતાઓ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાય રહ્યા છે. હાલમાં જ પાર્ટીએ નવા સંગઠનની પણ રચના કરી છે. જોકે, તેમ છતાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. 

    ઉલ્લેખનીય છે કે અગાઉ પોરબંદરમાં 2014 થી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા કેયુર જોશીને અન્ય 16 કાર્યકર્તાઓ સાથે પાર્ટીએ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર માત્ર એક વોટ્સએપ મેસેજ દ્વારા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે પાર્ટીએ કાર્યકર્તાઓ પાર્ટી વિરોધી કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ કેયુર જોશીએ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને અન્ય હોદ્દેદારો સામે માનહાનિનો દાવો ઠોકી દીધો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં