પશ્ચિમ બંગાળનાં (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) રાજ્યમાં ‘ધ કેરાલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આજે તેમણે આ જાહેરાત કરી હતી. આ માટે તેમણે કાયદો-વ્યવસ્થાનું કારણ આપ્યું છે.
West Bengal govt has decided to ban the movie 'The Kerala Story'. This is to avoid any incident of hatred and violence, and to maintain peace in the state: West Bengal CM Mamata Banerjee
— ANI (@ANI) May 8, 2023
ન્યૂઝ એજન્સી ANIના જણવ્યા અનુસાર, મમતા બનેર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે અને કોઈ પણ હિંસાત્મક બનાવ ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મમતા બેનર્જીએ કહ્યું કે, “ધ કાશ્મીર ફાઇલ્સ શું છે? તે એક સમુદાયને અપમાનિત કરવા માટે બનાવવામાં આવી હતી. ‘ધ કેરાલા સ્ટોરી’? તેને તોડી-મરોડીને બનાવવામાં આવી છે.” આજતકના રિપોર્ટ અનુસાર, મમતા બેનર્જીએ ભાજપ પર પણ આરોપો લગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, ભાજપ ‘ધ કેરાલા સ્ટોરી’ નામની ફિલ્મ બતાવી રહી છે, જેની વાર્તા મનઘડત છે. તેમણે કહ્યું કે, આ લોકો કેરળ અને ત્યાંના લોકોની માનહાનિ કરી રહ્યા છે. તેઓ બંગાળના માનને પણ હાનિ પહોંચાડી રહ્યા છે. શું આ બધું કરવું એક રાજકીય પાર્ટીનું કામ છે? તેમને આ હક કોણે આપ્યો?”
‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણય પર ફિલ્મ નિર્માતા વિપુલ શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “જો તેમણે તેમ કર્યું હોય તો અમે કાયદાકીય પગલાં લઈશું. કાયદાની રીતે જે કંઈ પણ થઇ શકે તે અમે કરીશું અને લડીશું.”
#WATCH | Reacting on his film #TheKeralaStory being banned in West Bengal, film's producer Vipul Shah says, "If that is what she has done, we will take legal action. Whatever is possible under the provisions of law, we will fight." https://t.co/FY3Qz8cljK pic.twitter.com/LeY23flUOg
— ANI (@ANI) May 8, 2023
‘ધ કેરાલા સ્ટોરી’ એવી યુવતીની વાત છે જેનું તેના મુસ્લિમ મિત્રોએ બ્રેનવૉશ કરી દીધું હતું અને ત્યારબાદ તે ઇસ્લામમાં ધર્મપરિવર્તિત થઇ ગઈ હતી. ત્યારબાદ તે મુસ્લિમ વ્યક્તિને પરણી અને કઈ રીતે ISIS કેમ્પ સુધી પહોંચી તેની વાર્તા કહેવામાં આવી છે. ફિલ્મ ગત 5 મેના રોજ રિલીઝ થઇ હતી અને જબરદસ્ત કમાણી કરી રહી છે.
‘ધ કેરાલા સ્ટોરી’એ પહેલા દિવસે 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેની સાથે તે આ વર્ષની હાઈએસ્ટ ઓપનિંગ મેળવનારી પાંચમી ફિલ્મ બની હતી. ત્યારબાદ બીજા દિવસે ફિલ્મે 12 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ રવિવારે ત્રીજા દિવસે ફિલ્મે તેથી વધુ 16 કરોડની કમાણી કરી લીધી હતી.
મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. બીજી તરફ, તમિલનાડુમાં અધિકારીક રીતે પ્રતિબંધ લાગ્યો નથી પરંતુ થિયેટર એસોશિએશને કાયદો-વ્યવસ્થા માટે જોખમી ગણાવીને ફિલ્મ ન દર્શાવવાનો નિર્ણય કર્યો હતો. હવે મમતા સરકારે તેની પર પ્રતિબંધ મૂક્યો છે.