ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીને લઈને તેમને સતત ધમકીઓ મળી રહી છે. બીજી તરફ, ભારતમાંથી જ નહીં પરંતુ પાકિસ્તાન અને અન્ય ઇસ્લામિક દેશોમાંથી પણ તેમને ધમકી અપાઈ રહી છે અને તેમના માથે ઇનામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. હવે ભીમ સેના ચીફ સતપાલ તનવરે નૂપુર શર્માની જીભ કાપવા પર ઇનામ જાહેર કર્યું છે.
ભીમ સેના ચીફ સતપાલ તનવરે બુધવારે (8 જૂન 2022) નુરૂર શર્માની જીભ કાપી લાવનારને એક કરોડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ભીમ સેનાએ કાનપુરમાં થયેલી હિંસામાં મુસ્લિમ તોફાનીઓનો બચાવ કરતા નૂપુર શર્માને જ ઘટનાના માસ્ટરમાઈન્ડ ગણાવ્યાં હતાં.
Nawab Satpal Tanwar issues bounty on Nupur Sharma’s tongue from OpIndia Videos on Vimeo.
રિપોર્ટ અનુસાર, ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સતપાલ તનવરે આરોપ લગાવતા કહ્યું કે, “નૂપુર શર્માએ નબીનું અપમાન કર્યું છે, જેનાથી કરોડો મુસ્લિમ સમુદાયના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. એટલું જ નહીં, આ મામલે સીધો પીએમ મોદી પર આરોપ લગાવતા ભીમ સેનાના સંસ્થાપકે આરોપ લગાવ્યો કે મોદી સરકાર જાણીજોઈને નૂપુર શર્માની ધરપકડ કરી રહી નથી. તેણે નૂપુર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સતપાલે આગળ કહ્યું કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ સાહેબનું અપમાન કર્યું છે. તેમનો આ ગુનો માફીને લાયક નહીં પરંતુ ફાંસીને લાયક છે. નૂપુર શર્મા જેવા નેતાઓને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેમને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવવાં જોઈએ અથવા દેશમાંથી કાઢી મૂકવા જોઈએ. નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ આ આપત્તિજનક ટિપ્પણીથી ભારત આખી દુનિયામાં બદનામ થઇ રહ્યું છે.
એટલું જ નહીં, સતપાલ તનવરે અન્ય એક આપત્તિજનક નિવેદન આપતા કહ્યું હતું કે, તે નૂપુર શર્માને જાહેરમાં ‘મુજરો કરાવશે.’ તેણે કહ્યું, “જો દેશની સરકારની કે યુપી સરકારની ત્રેવડ ન હોય તો નૂપુર શર્માને સતપાલ તંવરને હવાલે કરી દે. સતપાલની અદાલતમાં રજૂ કરો. જાહેરમાં તેને મુજરો કરાવીશ અને મનપસંદ સજા આપીશ.
Nawab Satpal Tanwar wants to “punish” Nupur Sharma from OpIndia Videos on Vimeo.
બીજી તરફ, તનવરે કાનપુર હિંસા બાદ થઇ રહેલી પોલીસ કાર્યવાહી મામલે યોગી સરકાર પર પણ આરોપ લગાવ્યો અને નૂપુર શર્માને માસ્ટરમાઈન્ડ ગણાવતા કહ્યું કે યોગી સરકાર તેમને આરોપી કેમ બનાવી રહી નથી.
જોકે, હાલ સતપાલનું અકાઉન્ટ દેખાઈ રહ્યું નથી અને બંને ટ્વિટ પણ દેખાઈ રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ ટાઈમ્સ નાઉની એક ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિશે કથિત આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જે બાદ ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરે તેમની એક ક્લિપ ઉઠાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી અને કટ્ટરપંથી ઇસ્લામીઓને ઉશ્કેર્યા હતા. આ ક્લિપ વાયરલ થયા બાદ નૂપુર શર્માને હત્યા અને રેપની ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી.
નૂપુર શર્માને પાકિસ્તાનમાંથી પણ ધમકીઓ મળી છે. તેમજ પાકિસ્તાન તહેરીક-એ-લબ્બૈક નામની પાર્ટીના એક ટ્વિટર અકાઉન્ટ દ્વારા નૂપુરના માથે પચાસ લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ પાકિસ્તાની યુઝરોએ તેમને હત્યાની ધમકી પણ આપી હતી. જોકે, આ ધમકીઓ અને તેમના અને તેમના પરિવારના જીવને જોખમ હોતાં દિલ્હી પોલીસે નૂપુર શર્માને સુરક્ષા પૂરી પાડી છે.
બુધવારે સુરતના જિલાની બ્રિજ પર જૂતાનાં નિશાનવાળા નૂપુર શર્માના પોસ્ટરો જોવા મળ્યા હતા, જેની ઉપર તેમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ મામલે વિવાદ વકરતા એક તરફ ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરી દીધાં હતાં, ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર નૂપુરને અપાર સમર્થન મળી રહ્યું છે.