પોલીસે હવે હૈદરાબાદ જ્યુબિલી હિલ્સમાં એક સગીર બાળકી પર ગેંગરેપ કેસમાં પાંચમા આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે, આ દાવાને હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ઓમૈર ખાન જણાવવામાં આવી રહ્યું છે. દાવા મુજબ, ઓમૈર ખાનની ધરપકડ સોમવારે (6 જૂન 2022) કર્ણાટકના બિદરથી થઈ હતી.
હૈદરાબાદ ગેંગરેપ કેસમાં પાંચમા આરોપીની ધરપકડ થઇ હોવાનો દાવો કરતા ડેક્કન ક્રોનિકલ અનુસાર, પોલીસે ઓમૈર ખાનને શોધી કાઢવાનો દાવો કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં સદુદ્દીન મલિક સિવાય બાકીના તમામ સગીર હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ આરોપીઓએ ગેંગરેપના દિવસે પબમાં અન્ય યુવતી સાથે પણ ગેરવર્તન કર્યું હતું. તે છોકરી પણ સગીર હોવાનું કહેવાય છે.
Omair Khan, the fifth accused in the May 28 Jubilee Hills minor girl’s gangrape case, who was absconding, was allegedly caught from Bidar, Karnataka, on Monday.#JubileeHillsCase #Hyderabadrapecase
— Deccan Chronicle (@DeccanChronicle) June 7, 2022
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે (6 જૂન 2022) મેજિસ્ટ્રેટ સમક્ષ 17 વર્ષની સગીર પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ નિવેદનની કૉપી પોલીસને મળી ગઈ છે. પીડિતાએ કોર્ટમાં આપેલા નિવેદનોને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પોલીસ ટીમ ઘટનામાં વપરાયેલી ઈનોવા કારની પાછળની સીટ પરથી મળેલા વીર્ય અને અન્ય પુરાવાના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે.
બીજી તરફ, પોલીસે સગીર પીડિતાનો વીડિયો વાયરલ કરવા અને તેની ઓળખ છતી કરવા બદલ કેટલાક યુટ્યુબ ચેનલ ઓપરેટરો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે તેને સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
#Hyderabad police filed two cases against a couple of #YouTubers for allegedly uploading a video clip of Jubilee Hills gang rape victim and thus revealing her identity in violation of #SupremeCourt guidelines.@hydcitypolice pic.twitter.com/NQ24DPfSPY
— IANS (@ians_india) June 6, 2022
ઉલ્લેખનીય છે કે આ ઘટના 28 મે 2022ની છે. 17 વર્ષની પીડિતા પાર્ટી કરીને ઘરે પરત ફરી રહી હતી. દરમ્યાન હૈદરાબાદ જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદ પર, પોલીસે આઈપીસીની કલમ 354 અને 323 અને POCSO એક્ટની કલમ 9 અને 10 હેઠળ 5 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
રિપોર્ટ અનુસાર, આરોપીએ પહેલા પીડિતાને ઘરે મૂકી દેવા માટે કહ્યું હતું. જે બાદ એક અવાવરુ જગ્યાએ પાર્ક કરેલી ગાડીમાં વારાફરતી તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓ કારની બહાર ચોકી કરી રહ્યા હતા. ભાજપના પ્રવક્તા કે કૃષ્ણસાગર રાવે હૈદરાબાદ પોલીસ પર AIMIM અને TRSના રાજકીય દબાણ હેઠળ તપાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.