Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદ ગેંગરેપમાં AIMIM ધારાસભ્યનો પુત્ર હતો સામેલ, ભાજપ નેતાએ વિડીયો જારી કરીને...

    હૈદરાબાદ ગેંગરેપમાં AIMIM ધારાસભ્યનો પુત્ર હતો સામેલ, ભાજપ નેતાએ વિડીયો જારી કરીને રજૂ કર્યા પુરાવા : રિપોર્ટ

    પોલીસે આપેલ જાણકારી અનુસાર, આ તમામ બાળકો ધોરણ 11-12 માં અભ્યાસ કરી રહ્યા છે અને તમામ શ્રીમંત પરિવારમાંથી આવે છે.

    - Advertisement -

    હૈદરાબાદ સ્થિત જ્યુબિલી હિલ્સ ખાતે એક સગીર કિશોરી સાથે ગેંગરેપ કેસમાં AIMIM પાર્ટીના ધારાસભ્યના પુત્રના બચવાના તમામ રસ્તાઓ બંધ થતા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ભાજપ નેતાએ એક વિડીયો જારી કરીને સાબિત કરી દીધું છે કે આ કેસમાં હૈદરાબાદના એક ધારાસભ્યના પુત્રની સંડોવણી છે.

    રવિવારે (5 જૂન) પોલીસે આ હૈદરાબાદ ગેંગરેપ કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ કરી હતી. જે પણ સગીર જ છે. ઉપરાંત, અન્ય ટીમો આરોપી ઓમર ખાનની શોધખોળ કરી રહી છે. 

    ડેક્કન ક્રોનિકલે પોતાના રિપોર્ટમાં અતિવિશ્વસનીય સૂત્રોના હવાલે કહ્યું કે, ભાજપ ધારાસભ્ય એમ રઘુનંદન રાવે શનિવારે (4 જૂન) એક પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્યના પુત્રનો વિડીયો જારી કર્યો હતો. આ વિડીયોમાં આરોપી સગીર છોકરીને અડપલાં કરીને પોક્સો એક્ટનું ઉલહન કરતો સ્પષ્ટ દેખાય છે. રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો કે તપાસ અધિકારીઓએ શરૂઆતમાં ધારાસભ્યના પુત્ર સાથે વાતો કરી હતી. જે બાદ પોલીસ અધિકારીઓએ એ પણ દાવો કર્યો હતો કે ધારાસભ્યનો પુત્ર ઇનોવા ગાડીમાં ન હતો. જોકે, 28 મેના રોજ તે મર્સીડિઝ બેન્ઝમાં હાજર હતો તે હવે જગજાહેર થઇ ચૂક્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે સગીર સાથે ગેંગરેપના કેસમાં ભાજપ નેતા રઘુનંદન રાવે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં AIMIM પાર્ટીના ધારાસભ્યના પુત્રનું નામ લઈને સવાલ કર્યો હતો કે શા માટે પોલીસ કાર્યવાહી કરી રહી નથી. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે તેઓ પીડિત સગીર સાથે પૂછપરછ કરીને આરોપીઓના નામ જાણી રહ્યા છે. જો પીડિતા અન્ય કોઈના નામો કહેશે તો તેમની સામે પણ એક્શન લેવામાં આવશે. 

    આ કેસ 28 મે 2022 નો છે. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં એક પાર્ટીમાંથી પરત ફરતી વખતે એક સગીર છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પીડિતાના પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં પીડિતા એક પબ બહાર સંદિગ્ધ આરોપીઓ સાથે જોવા મળી હતી.

    અહેવાલો અનુસાર, આરોપીઓએ પીડિતાને તેના ઘરે મૂકી દેવા માટે પૂછ્યું હતું. જે બાદ એક પાર્ક કરેલી ગાડીમાં તેની સાથે મારપીટ કરીને એક પછી એક તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, અન્ય આરોપીઓ કારની બહાર ઉભા રહીને ચોકી કરી રહ્યા હતા. 

    ઘટના અંગે જાણકારી મળ્યા બાદ પીડિતાના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 354 અને 323 અને પોક્સો એક્ટની ધારા 9 અને 10 હેઠળ કેસ દાખલ કર્યો હતો. જોકે, પીડિતાના મેડિકલ પરીક્ષણ અને પૂછપરછ બાદ પોલીસે ગેંગરેપની કલમ પણ જોડી હતી.

    પોલીસે આપેલ જાણકારી અનુસાર, આ તમામ બાળકો ધોરણ 11-12 માં અભ્યાસ કરી રહ્યા છે અને તમામ શ્રીમંત પરિવારમાંથી આવે છે. રાજકારણીઓ અને અધિકારીઓના સંતાનો દ્વારા આ પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં