Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યકાજલ હિંદુસ્તાનીની એ વાતો જેના માટે તેમને મળી રહી છે ‘સર તન...

    કાજલ હિંદુસ્તાનીની એ વાતો જેના માટે તેમને મળી રહી છે ‘સર તન સે જુદા’ની ધમકીઓ: જાણીએ શા માટે તેની ઉપર ચર્ચા કરવી જરૂરી છે

    હવે કેટલાક બની બેસેલા ટ્વીટર ખલીફાઓએ ટૂંકા વિડીયો મૂકીને, ઇસ્લામવાદીઓના ટોળાઓને તેમની તરફ ભડકાવીને એવું કહેવાનું શરૂ કર્યું છે કે તે નફરત ફેલાવી રહી છે અને હિંદુઓને મુસ્લિમો સામે હથિયાર ઉપાડવાનું કહી રહી છે.

    - Advertisement -

    ગત 31 માર્ચે, ગીર સોમનાથના ઉનામાં ઇસ્લામીઓએ કાજલ હિંદુસ્તાની ઉપર મુસ્લિમવિરોધી ભાષણ કરવાનો આરોપ લગાવીને ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. આ સૂત્રોચ્ચાર પોલીસ સ્ટેશનની સામે થયો હતો. 

    ઉનામાં 30 માર્ચે રામ નવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા બાદ એક જાહેર સભા પણ યોજાઈ હતી જ્યાં વક્તાઓમાં રાજકીય-સામાજિક કાર્યકર કાજલ હિંદુસ્તાની પણ એક હતાં. તેમણે ભાષણમાં બળજબરીપૂર્વક થતાં ધર્માંતરણ અંગે વાત કરી હતી, જેમાં બિનહિંદુઓ દ્વારા ઓળખ છુપાવીને હિંદુ છોકરીઓને ફસાવવામાં આવે છે અને આખરે તેમને ધર્માંતરણ કરવા માટે દબાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ડેમોગ્રાફીમાં ફેરફારો સહિતના ઘણા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી.

    તેમના ભાષણનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, અને તેની પ્રતિક્રિયા તરીકે, હજારો ઇસ્લામવાદીઓ વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેમણે કાજલ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી અને શિરચ્છેદની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. રમઝાન દરમિયાન શુક્રવારે, 31 માર્ચે તેમણે રેલી કાઢી હતી અને આખરે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

    - Advertisement -

    હવે કેટલાક બની બેસેલા ટ્વીટર ખલીફાઓએ ટૂંકા વિડીયો મૂકીને ઇસ્લામવાદીઓના ટોળાઓને તેમની તરફ ભડકાવીને એવું કહેવાનું શરૂ કર્યું છે કે કાજલ નફરત ફેલાવી રહ્યા છે અને હિંદુઓને મુસ્લિમો સામે હથિયાર ઉપાડવાનું કહી રહ્યા છે.

    વિડીયોનો એક ટૂંકો ભાગ શૅર કરીને ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ વૈશ્વિક સ્તરે ઇસ્લામી ટોળાંને ઉશ્કેરનાર ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરે કાજલ હિંદુસ્તાનીના ભાષણની ટૂંકી ક્લિપ શૅર કરીને દાવો કર્યો કે તેઓ હિંદુઓને હથિયારો ઉપાડવા માટે કહી રહ્યાં છે. તેણે દિલ્હી પોલીસને પણ ટેગ કરીને કહ્યું કે ‘શસ્ત્રો ઉપાડવા માટેની આ ઉશ્કેરણી’ વિરુદ્ધ તેમણે કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે તેણે ‘હિંદુત્વ વૉચ’ નામના એક મુસ્લિમ હેન્ડલનું ટ્વિટ શૅર કર્યું હતું. આ જે ક્લિપ છે તે કાજલના દિલ્હી ખાતેના એક ભાષણની છે. આ જ હેન્ડલે તેમના ઉના ખાતેના ભાષણની ક્લિપ પણ પોસ્ટ કરી હતી.

    કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ દુષ્પ્રચાર અને ઉશ્કેરણી શરૂ કરવામાં ‘હિંદુત્વ વૉચ’ સૌથી પહેલાં હેન્ડલો પૈકીનું એક હતું. 1 એપ્રિલ, 2023ના દિવસે આ ટ્વિટ કરવામાં આવ્યાં હતાં. 

    આની તુરંત બાદ કાજલને ઓનલાઇન ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ અને તેમની ઉપર હત્યા, બળાત્કારની ધમકીઓ અને અપશબ્દોનો વરસાદ શરૂ થઇ ગયો.

    જ્યારે હિંદુત્વ વૉચ, ઑલ્ટ ન્યૂઝના ઝુબૈર સહિતના ઇસ્લામીઓ અને ડાબેરીઓએ કાજલ વિરુદ્ધ દુષ્પ્રચાર શરૂ કર્યો ત્યારે બીજી તરફ ઉનામાં તેમની વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવી ચૂક્યા હતા. પરંતુ અહીં પણ ઝુબૈરે નૂપુર શર્મા કેસની જેમ બચાવ શોધી કાઢ્યો. 

    ઝુબૈરે બચાવ કરતાં એ બાબતનો સ્વીકાર કરી લીધો કે કાજલ હિંદુસ્તાનીને અપાયેલી ‘સર તન સે જુદા’ની ધમકીઓ વિશે તેને જાણ હતી પરંતુ એક મુસ્લિમ તરીકે તેની ટીકા કરવાને બદલે તેણે તેમની દિલ્હીના ભાષણની ક્લિપ શૅર કરીને કાજલ માટે વધુ મુશ્કેલીઓ સર્જી દીધી હતી અને ખોટો દાવો કર્યો હતો કે તેમણે હિંદુઓને શસ્ત્રો ઉપાડવા માટે કહ્યું હતું અને એ વાતની સ્પષ્ટતા પણ ન કરી કે તેઓ આત્મરક્ષાની વાત કરી રહ્યાં હતાં.

    બીજી તરફ, હિંદુત્વ વોચે ઉનામાં મુસ્લિમો દ્વારા કાજલ હિંદુસ્તાનીના વિરુદ્ધમાં લાગેલા આપત્તિજનક આતંકી નારાને માત્ર એક ‘વિરોધ’માં ખપાવી દીધા હતા. કન્હૈયાલાલ, ઉમેશ કોલ્હે અને અન્ય અનેક લોકોની શું હાલત થઇ તે જાણવા છતાં ઝુબૈર અને હિંદુત્વ વોચે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું.

    હવે જ્યારે ઇસ્લામીઓ અને તેમના સાથીઓએ તેમની આદત મુજબ કામ શરૂ કરી દીધું છે ત્યારે કાજલ હિંદુસ્તાનીના ભાષણને પરિપેક્ષ્યમાં મૂકીને ઇસ્લામીઓ દ્વારા થતા તેમના ભાષણને તોડીમરોડીને રજૂ કરવાના પ્રયાસને જોતાં તેમાંના મુદ્દાઓને સમજવામાં આવે તે બહુ જરૂરી છે. સૌથી પહેલાં એ જાણવાની જરૂર છે કે કાજલે સ્પષ્ટ રીતે આત્મરક્ષાની વાત કરી હતી પરંતુ ઝુબૈરે તેમનો વિડીયો શૅર કરીને ભ્રામક દાવા કર્યા કે તેમણે હિંદુઓએ શસ્ત્રો ઉપાડવા માટે કહ્યું હતું અને આક્ષેપ મૂક્યો કે તેઓ હિંદુઓને શસ્ત્રો ઉપાડવા અને હિંસા કરવા માટે ભડકાવી રહ્યાં છે.

    ઝુબૈર કે હિંદુત્વ વોચ જેવાં હેન્ડલોએ એ ઉલ્લેખ ન કર્યો કે તેઓ હિંદુઓને ઇસ્લામિક આક્રમતા સામે પોતાનો બચાવ કરવા માટે કહી રહ્યાં હતાં. હાલમાં જ આપણે જોયું કે કઈ રીતે રામનવમી પર ભીડે હિંદુઓ પર પથ્થરમારો અને આગચંપી કર્યાં હતાં. આત્મરક્ષા દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને તેને તોડી-મરોડીને રજૂ કરવું અને હથિયારો ઉપાડવાનો મુદ્દો વચ્ચે લાવવો એ બહુ ખતરનાક છે. ખાસ કરીને ત્યારે જ્યારે ‘સર તન સે જુદા’ માટે તત્પર રહેનારાઓ આ પ્રકારના ખોટા દાવા કરતા હેન્ડલોને ફૉલો કરતા હોય.

    આ તેનું એક ઉદાહરણ છે.

    તો આખરે કાજલ હિંદુસ્તાનીએ ઉનામાં કહ્યું શું હતું? તેમાં એવું તે શું ખતરનાક હતું કે વાત ‘સર તન સે જુદા’ સુધી પહોંચી ગઈ અને સાંપ્રદાયિક હિંસામાં બદલાઈ ગઈ?

    હિન્દુ રાષ્ટ્ર વિશે શું કહ્યું

    કાજલ હિંદુસ્તાનીએ હિંદુ રાષ્ટ્રને લઈને કહ્યું હતું, “ભાઈઓ, હાલ ભારતમાં હિંદુ રાષ્ટ્રનો મુદ્દો ચર્ચામાં છે. આવી જ એક ચર્ચામાં મેં પણ ભાગ લીધો હતો અને તેમાં એક જાળીદાર ટોપી પહેરીને દાઢીવાળા મૌલાના પણ આવ્યા હતા. ત્યારે હિંદુ રાષ્ટ્રની ચર્ચા પર મૌલાનાએ મને કહ્યું, “અમે ભારતને હિંદુ રાષ્ટ્ર નહીં બનવા દઈએ.” ત્યારે મેં મૌલાનાને કહ્યું કે, “તમે તો એમ પણ કહેતા હતા કે રામ મંદિર નહીં બનવા દઈએ, બની રહ્યું છે ને? તમે એમ પણ કહ્યું હતું કે ધારા 370 નહીં હટવા દઈએ, પણ એ પણ હટી ગઈ. ત્યારે તેમણે કહ્યું કે, “સભી કા ખૂન શામિલ હૈ ઇસ મિટ્ટી મેં, કિસી કે બાપ કા હિંદુસ્તાન થોડી હૈ.” મેં તેમને કહ્યું કે, તમારી વાત સાચી છે મૌલાના સાહેબ, પણ જેમના અબ્બુજાન 1947માં પાકિસ્તાન લઇ ચૂક્યા છે હવે હિંદુસ્તાન પર તેઓ દાવો માંડી શકે નહીં. ત્યારે મૌલાનાએ કહ્યું કે આ હિંદુ આતંકવાદ છે. મેં કહ્યું કે, જે લોકોને પડોશીમાં અબ્બા અને પાકિસ્તાનમાં જીજા દેખાય તેમને જ હિંદુત્વમાં આતંકવાદ દેખાતો હોય શકે. મૌલાનાએ કહ્યું કે, હું તિરંગાનું અપમાન નથી કરતી અને ભગવાકરણ કરવા માંગે છે. ત્યારે મેં જવાબ આપ્યો કે, તિરંગો મારી શાન છે અને ભગવો મારી ઓળખ છે. 

    ભાષણના આ ભાગમાં કાજલ હિંદુસ્તાનીએ કશું જ ખોટું કહ્યું નથી. તેમણે ભારતીય ગણરાજ્યના ચરિત્રને બદલવાની વાત નથી કરી, કારણ કે ભારત પહેલેથી જ હિંદુ સભ્યતા ધરાવનારો દેશ છે. તેમણે જે કહ્યું તેમાં માત્ર એટલું જ સમજવાનું છે કે હિંદુઓ માટે ભગવો તેમની ઓળખ છે અને ભારતીય સાર્વભૌમત્વને પ્રતિબિંબિત કરતો રાષ્ટ્રધ્વજ તેમનું ગૌરવ છે. જ્યારે પાકિસ્તાન વિશે વાત કરતાં તેમણે એ ઇસ્લામીઓ તરફ ઈશારો કર્યો હતો જે ઉમ્માહ (મુસ્લિમ ભાઈચારો)ની અવધારણામાં વિશ્વાસ ધરાવે છે.

    લવ જેહાદ, લેન્ડ જેહાદ અને લંકા જલાયેંગેની ટિપ્પણી 

    કાજલ હિંદુસ્તાનીએ હિંદુઓને તેમની સમસ્યાઓ સામે લડવા માટે એકતા દર્શાવવા માટે આહવાન કર્યું હતું અને કહ્યું કે, જેહાદીઓ, આતંકવાદીઓ અને તાલિબાની માનસિકતા ધરાવનારાઓ સામે તેમણે એક થવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે આ લવ જેહાદીઓ અને લેન્ડ જેહાદીઓની લંકા સળગાવવી પડશે અને તે માટે એક રામસેના બનાવવી પડશે. 

    ‘લંકા સળગાવવી’ શબ્દોનો ઉપયોગ અધર્મ સામે લડવાની વાત કરતી વખતે ઉપમા તરીકે કરવામાં આવે છે. હિંદુઓ જ્યારે ‘લંકા સળગાવવાની’ વાત કરે ત્યારે તે કોઈ ગામ કે શહેર સળગાવવાના સંદર્ભમાં નહીં પરંતુ અસત્ય અને અધર્મના નાશ કરવા માટેના સંદર્ભમાં હોય છે. કાજલ હિંદુસ્તાનીના કહેવાનો અર્થ એ હતો કે હિંદુઓનું ખોટું કરતી ખોટી શક્તિઓ અને ઇસ્લામવાદીઓના નાપાક મનસૂબાઓને પરાસ્ત કરવાની જરૂર છે અને તે માટે હિંદુઓએ એક થવું પડશે.

    ઘણા લોકોને આ ગુનાઓ માટે આવા શબ્દો યોગ્ય ન લગતા હોય પણ એ વાત એટલી જ સાચી છે કે લવ જેહાદ અને લેન્ડ જેહાદ એ ચિંતાજનક વિષયો છે. 2022 ના અંતમાં ઑપઇન્ડિયાએ લવ જેહાદના કુલ 153 કેસની વિગતો દર્શાવતો રિપોર્ટ કર્યો હતો. એ દરેકમાં મઝહબી એન્ગલ હતો અને હિંદુ મહિલાને તેના ધર્મના કારણે પ્રતાડિત કરવામાં આવી હોય. અમુક મુસ્લિમ યુવાનો હિંદુ ઓળખ ઉભી કર્યાના, હિંદુ મહિલાઓને ગૌમાંસ ખાવા દબાણ કર્યાના, ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા. લેન્ડ જેહાદની જ્યાં સુધી વાત છે તો તેના પણ અનેક કિસ્સાઓ નોંધાયેલા છે જ્યાં ડેમોગ્રાફિક બદલાવ માટે જેહાદીઓએ હિંદુઓને હાંકી કાઢવા માટે તેમની વિરુદ્ધ હિંસા આચરી હોય. જે સમુદાય સતત આ પ્રકારની હિંસાનો સામનો કરી રહ્યો હોય તેમને તેની સામે લડવા કહેવું ક્યારેય ઉશ્કેરણીજનક ગણાવી શકાય નહીં.

    હિંદુ મહિલાઓને આહવાન  

    તેમના ભાષણમાં આગળ કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે હિંદુ મહિલાઓએ પોતાના માટે ઉભા રહેતાં શીખવું પડશે અને લવ જેહાદ અને અન્ય ઇસ્લામિક આક્રમતાનો સામનો કરવો પડશે. તેમણે ઇસ્લામીઓ દ્વારા પ્રતાડિત કરવામાં આવતી દીકરીઓની રક્ષા કરવા માટે આહવાન કર્યું હતું.

    તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કઈ રીતે ઇસ્લામીઓ દ્વારા મંદિરોની જમીન કબ્જે કરી લેવામાં આવે છે અને ઉમેર્યું કે આ મંદિરોની જાળવણીની જવાબદારી આપણા હાથમાં છે. તેમણે કહ્યું, તેઓ નારા લગાવે છે, “લડ કે લિયા પાકિસ્તાન, હસ કે લેંગે હિંદુસ્તાન.” તેનો શું અર્થ થાય? કઈ રીતે હસીને લેશે? લવ જેહાદ કરીને? લેન્ડ જેહાદ કરીને? બળજબરીથી ધર્માંતરણ કરાવીને? આપણે 1947ની ભૂલોનાં પરિણામો ભોગવી રહ્યા છીએ અને જો સાવચેતી નહીં રાખી તો આવનારી પેઢીઓ કહેશે કે આ કેવો દેશ આપીને ગયા.

    અહીં કાજલે જે કહ્યું કે કદાચ મુસ્લિમ સમુદાયને કઠોર લાગી શકે. પરંતુ એ પણ સત્ય છે કે મુસ્લિમ સમુદાયનો એક વર્ગ હજુ પણ ઉમ્માહ પ્રત્યે નિષ્ઠા ધરાવે છે અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન માટે સહાનુભૂતિ પણ રાખે છે. એ પણ સાચું છે કે મુસ્લિમ સમાજનો એક વર્ગ ભારતને દાર-ઉલ-હરબમાંથી દાર-ઉલ-ઇસ્લામ બનાવવાનાં પણ સપનાં જુએ છે. તાજેતરમાં જ PFIનું એક ડોક્યુમેન્ટ સામે આવ્યું હતું જેમાં 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની અને હિંદુઓના નરસંહારની વાતો લખવામાં આવી હતી. અગાઉ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હોવાના કિસ્સાઓ પણ આપણે જોયા છે. ખિલાફત આંદોલન અને મલાબારના હિંદુઓના નરસંહારની સ્મૃતિઓ હજુ વિસરાઈ નથી. એ પણ સાચું છે કે પાકિસ્તાનના સર્જન માટે મુસ્લિમોએ મોટી સંખ્યામાં સહમતિ દર્શાવી હતી અને ડૉ. આંબેડકર સહિતના તે સમયના નેતાઓએ વસ્તીના સંપૂર્ણ ફેરબદલના પણ સમર્થનમાં હતા. જેથી આ અભિપ્રાય અસ્પષ્ટ લાગે પરંતુ તે સાવ ખોટો નથી કે કઠોર લાગે તોપણ એવું નથી કે આ વાત પહેલી વખત કહેવામાં આવી હોય.

    આગળ તેઓ કહે છે કે તેઓ મુસ્લિમ મહિલા માટે પણ એટલી જ ચિંતા કરે છે અને ત્યારબાદ તેમણે વિસ્તૃત કારણો પણ આપ્યાં હતાં કે શા માટે તેમણે હિંદુ સાથે લગ્ન કરવા માટે વિચારવું જોઈએ જેથી તેઓ હલાલા, ત્રણ તલાક અને અનેક બાળકો પેદા કરવાં જેવી સમસ્યાઓમાંથી બહાર આવી શકે. 

    હિંદુઓમાં જાતિવાદ અને એકતાની જરૂર 

    કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે, હિંદુઓમાં જાતિવાદના રોગે સમાજને ખૂબ મોટું નુકસાન કર્યું છે અને તેમણે આ જાતિવાદ બાજુ પર મૂકી દઈને એક અને મજબૂત બનવું જોઈએ. તેમણે ભગવદ ગીતાને ટાંકીને કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ચાર વર્ણો તેમણે જ બનાવ્યા છે પરંતુ તે ગુણ અને કર્મના આધારે હતા. પરંતુ મુઘલો, બ્રિટિશરો અને આખરે નહેરુ-ગાંધી પરિવારે આ બાબતોને તોડી-મરોડીને રજૂ કરી અને હિંદુઓમાં ભાગલા પડાવ્યા.

    ત્યારબાદ તેમણે હિંદુઓએ કરેલી ચાર ભૂલો ટાંકી હતી- 

    -ઇતિહાસ વામપંથીઓના ભરોસે છોડી મોકાયો 

    -શિક્ષણ ખ્રિસ્તીઓના ભરોસે છોડી મૂક્યું 

    -ફિલ્મો જેહાદીઓના ભરોસે, અને 

    -દેશ નહેરુ-ગાંધી પરિવારના ભરોસે છોડી મૂકવામાં આવ્યો 

    હિંદુ-મુસ્લિમ ભાઈચારો અને જેહાદીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાઓ 

    રામનવમીની શોભાયાત્રાઓ પર થયેલી હિંસા અને પથ્થરમારા વિશે પણ કાજલ હિંદુસ્તાનીએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે બરોડામાં રામનવમી પર થયેલા પથ્થરમારા અને ઇસ્લામીઓ દ્વારા થયેલી હિંસાની વાત કરી. ત્યારબાદ તેમણે પ્રશ્ન કર્યા કે શું આ જ હિંદુ-મુસ્લિમ ભાઈચારો છે, જ્યાં અવારનવાર હિંદુઓની હત્યા થતી રહે છે. 

    તેમણે ગયા વર્ષે ઉનામાં લાગેલા સર તન સે જુદાના નારાનો પણ ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે શું આ જ ભાઈચારો છે? ત્યારબાદ તેમણે એક કવિતા પણ રજૂ કરી જેમાં જણાવ્યું કે કઈ રીતે હિંદુઓને હનુમાન ચાલીસાના પાઠ બદલ જેલમાં નાંખવામાં આવ્યા અને મુસ્લિમોને દિવસમાં 5 વખત નમાઝ માટે છૂટ આપવામાં આવે છે, કઈ રીતે જેહાદીઓ ખુલ્લેઆમ તલવારો લઈને ફરે છે અને હિંદુ શોભાયાત્રાઓ પર પથ્થરમારો કરે છે અને કઈ રીતે શિવજીનું ખુલ્લેઆમ અપમાન થાય છે અને જેઓ વાંધો ઉઠાવે તેમના શિરચ્છેદ થઇ જાય છે.

    તેમણે પ્રશ્ન કર્યા કે, આપણે ગાયને માતા માનીએ અને તેઓ તેની હત્યા કરી નાંખે તો ભાઈચારો કઈ રીતે શક્ય છે? આપણે દીકરીઓની પૂજા કરીએ અને ઇસ્લામીઓ દ્વારા સગીર દીકરીઓનું યૌન શોષણ કરવામાં આવે છે તો આ બંધ ન થાય ત્યાં સુધી ભાઈચારાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? 

    કાજલ હિંદુસ્તાની એક બહુ જાણીતાં હિંદુ એક્ટિવિસ્ટ છે, જેમણે માત્ર કઠોર વાસ્તવિકતાઓ અને સત્ય રજૂ કર્યાં હતાં જે હિંદુ સમુદાયે સ્વીકારવાની જરૂર છે. તેમણે જે કહ્યું એ પહેલાં ક્યારેય કહેવામાં આવ્યું નથી અને તેમણે જે કહ્યું તે તથ્યાત્મક રીતે ખોટું સાબિત થઇ શકે નહીં. 

    વાસ્તવિકતા એ છે કે જ્યારે નૂપુર શર્માને ‘સર તન સે જુદા’ની ધમકીઓ આપવામાં આવી રહી હતી ત્યારે અમુક હિંદુઓએ એમ પણ દલીલો કરી હતી કે તેમણે ઇસ્લામ અને તેમના પયગમ્બર વિશે આ પ્રકારની ટિપ્પણીઓ કરવાનું ટાળવું જોઈતું હતું અને જો તેમ કર્યું હોત તો તેઓ આ સ્થિતિમાં મૂકાયાં ન હોત અને તેમની ટિપ્પણીઓ ‘બિનજરૂરી’ હતી. આ ભાષણમાં કાજલ હિંદુસ્તાનીએ એવું કંઈ પણ નથી કહ્યું તેમ છતાં તેમની સામે ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા. 

    સત્ય એ છે કે હિંદુઓ માટે પોતાના સમુદાયના હકો માટે ઉભા રહેવું પોતાની હત્યાને આમંત્રણ આપવા જેવું છે કારણ કે ઇસ્લામીઓ અને ડાબેરીઓ ઈચ્છે છે કે તેઓ કોઈ પણ જાતના વિરોધ વગર આધીનતા સ્વીકારી લે. તેઓ ઈચ્છે છે કે હિંદુઓ પોતાના નરસંહાર, રેપ, તેમની હત્યા અને તેમના જ તહેવારો પર થતી હિંસાઓ સ્વીકારી લે અને ધીમે-ધીમે હિંસાના અને પોતાની સુરક્ષાના ડરથી તેઓ અવાજ ઉઠાવવાનું બંધ કરી દે. 

    આ વિવાદ બાદ કાજલ હિંદુસ્તાનીએ ઇન્ડિયા ટીવીને આપેલો ઇન્ટરવ્યૂ અહીં જોઈ શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં