ભરતસિંહ સોલંકીનો પત્ની વિવાદ દિવસે ને દિવસે નવા રંગ રૂપ લેતો જોવા મળી રહ્યો છે, તેવામાં તાજા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ નેતા ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ દ્વારા જે યુવતીને માર મારવામાં આવ્યો હતો તે યુવતીએ રેશ્મા પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ભરતસિંહ સોલંકીનો પત્ની વિવાદ ફરી વકરતો જોવા મળી રહ્યો છે
આણંદ પોલીસ સ્ટેશનમાં ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ વિરુદ્વ અરજી, ભરતસિંહની પત્નીએ થોડા દિવસ અગાઉ ઘરમાં આવી હુમલો કરવાની ફરિયાદ યુવતીએ કરી, વીડિયો પુરાવા પણ આપ્યા@INCGujarat @BharatSolankee #Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 3, 2022
મળતી માહિતી મુજબ આણંદ પોલીસ સ્ટેશનમાં ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ વિરુદ્વ અરજી દાખલ થઇ છે, ફરિયાદી યુવતીએ ભરતસિંહની પત્નીએ થોડા દિવસ અગાઉ ઘરમાં ઘૂસીને હુમલો કરવાની ફરિયાદ દાખલ કરી છે, અને ફરિયાદ નોંધાવતી વખતે ઘટનાના વિડીયો પુરાવા રૂપે રજુ કાર્ય છે. આપને ખ્યાલ જ છે કે ભરતસિંહ આ યુવતી સાથે તેના ઘરમાં હતા ત્યારે તેમની પત્ની રેશમા પટેલે ત્યાં પહોંચીને યુવતી સાથે મારઝૂડ કરી હતી અને વીડિયોગ્રાફી પણ કરી હતી, જે બાબતને લઈને આ ફરિયાદ અરજી દાખલ કરવામા આવી છે.
શું છે આખો વિવાદ અને ઘટનાક્રમ?
પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં કથિત રીતે ભરતસિંહ સોલંકી, તેમના પત્ની રેશ્મા પટેલ અને અન્ય એક યુવતી જોવા મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, રેશ્મા પટેલ અચાનક ઘરમાં ઘૂસી ગયા હતા અને ભરતસિંહ સાથે એક યુવતી મળી આવતા હોબાળો મચાવ્યો હતો.
ભરતસિંહ સોલંકીના ઘરમાં થયું દંગલ: નેતાજી, પૂર્વ પત્ની અને તેમની કથિત પ્રેમિકાની ઝપાઝપીનો વિડીયો થયો વાયરલhttps://t.co/7132kOoHGL
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 1, 2022
વિડીયોમાં જોવા મળ્યું હતું કે, રેશ્મા પટેલ દરવાજો ખોલીને જેવા ઘરમાં પ્રવેશે છે. ત્યારે ભરતસિંહ દોડતા આવે છે અને રેશ્મા પટેલને અટકાવીને પોલીસ બોલાવવા માટે કહે છે. જોકે, રેશ્મા પટેલ અને તેમની સાથે આવેલા લોકો ઘરમાં ઘૂસી જાય છે અને રેશ્મા પટેલ યુવતીને પકડીને મારવાનું શરુ કરી દે છે અને તેના વાળ પણ ખેંચે છે. જોકે, આ દરમિયાન ભરતસિંહ તેમને અટકાવતા દેખાયા ન હતા.
ભરતસિંહ અને તેમના પત્ની વચ્ચે લાંબા સમયથી ચકમક
ભરતસિંહ સોલંકી અને તેમનાં પત્ની રેશ્મા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ રેશ્મા પટેલ અને ભરતસિંહ બંનેએ એકબીજાને જાહેર નોટિસ પણ પાઠવી હતી. રેશ્મા પટેલે આરોપ લગાવ્યો હતો કે તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેમજ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. ભરતસિંહ તેમની સાથે ગાળાગાળી કરતા હોવાનો તેમજ રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરીને છૂટાછેડા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ નોટિસના જવાબમાં ભરતસિંહ સોલંકીએ પણ નોટિસ પાઠવીને કહ્યું હતું કે, તેઓ છેલ્લા ચારેક વર્ષથી રેશ્મા પટેલ સાથે રહેતા નથી અને કોઈએ પણ તેમના નામ અને ઓળખનો ઉપયોગ કરી તેમનાં પત્ની સાથે નાણાકીય લેવડદેવડ કરવી નહીં અને કરે તો તેમની જવાબદારી રહેશે નહીં તેમ જણાવ્યું હતું. જે બાદ આ વર્ષે પણ રેશ્મા પટેલે આ બાબતની ફરિયાદ રાહુલ ગાંધીને કરી હતી, જે બાદ મામલો ફરીથી ચર્ચામાં આવ્યો હતો. ઉપરાંત, તેમણે ઘરે જાય તો ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવતાં હોવાનું કહીને પોલીસ પાસે રક્ષણ પણ માગ્યું હતું.
વિડીયો વાઇરલ થયા બાદ રાજકારણમાંથી ટૂંકો વિરામ
ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથે વાઇરલ થયેલ વિડીયો બાદ ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજકારણમાંથી ટૂંકો વિરામ લેવાની જાહેરાત કરી હતી. ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યુ હતું કે, “છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ચાલતો હતો, ત્યારે લોકો કહેતા કે હુ આ મામલે કેમ કંઈ કહેતો નથી. સાત મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને મારા માટે વ્યક્તિગત વિવાદ થયા છે. રાજકીય રીતે 1992 માં આવ્યા બાદ નિરંતર ચાલ્યા કરી. 30 વર્ષના મારા જાહેરજીવનમાં મારી સામે કંઈ આરોપ થયા નથી. અચાનક ચૂંટણી આવે ત્યારે કંઈને કંઈ નવી શરૂઆત થઈ જાય છે.”
આણંદની યુવતીના ઘરે ‘આઈસ્ક્રીમ ખાવા’ ગયેલ ભરતસિંહ સોલંકી વિડીયો વાઇરલ થયા બાદ રાજકારણમાંથી લેશે ટૂંકો વિરામ: પ્રેસ કોન્ફરન્સમાં કર્યા અનેક ખુલાસા – @journolinc નું વિશ્લેષણ https://t.co/8yQeL0GLJw
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 3, 2022
ત્રીજા લગ્ન કરશે સોલંકી
તેમણે વીડિયો દેખાતી યુવતી વિશે કહ્યુ કે, “મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમારનું હતું. નિખાલસ વાત કરુ છુ કે, હું પત્નીથી છુટી થઈશ તો જે મને સ્વીકારવા તૈયાર થશે તેની સાથે હું ત્રીજા લગ્ન પણ કરીશ, મને સ્વિકારવા કોઇ તૈયાર થાય તો ત્રીજુ લગ્ન હશે એ મારુ નસીબ.”
ત્યારબાદ આજે ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ દ્વારા જે યુવતીને માર મારવામાં આવ્યો હતો તે યુવતીએ રેશ્મા પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો ફરી ગરમાયો છે, અગામી સમયમાં આ વિવાદ કેવા કેવા રૂપ રંગ બદલશે તે જોવું રહ્યું.