Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં અરાજકતા યથાવત: દરવાજો તોડીને પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ઘરમાં ઘૂસી પંજાબ...

    પાકિસ્તાનમાં અરાજકતા યથાવત: દરવાજો તોડીને પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ઘરમાં ઘૂસી પંજાબ પોલીસ, ઇમરાન ખાનને બુશરા બીબીની ચિંતા

    તોશખાના મામલે કોર્ટમાં હાજર થવા જી રહ્યા છે ત્યારે જ ઇમરાન ખાનના ઘર પર પંજાબ પોલીસનો હુમલો. કાર્યકતાઓ અને પોલીસ વચ્ચે મોટી ઝડપ.

    - Advertisement -

    પાકિસ્તાન તમામ તરફથી ઘેરાયેલું છે. સાથે જ તે રાજકીય રીતે પણ અસ્થિર થઇ ચુક્યું છે. જો કે પાકિસ્તાન હંમેશાથી જ રાકીય રીતે અસ્થિર રહ્યું છે. હાલમાં સ્થિતિ વણસી ચૂકી છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ઘર પર બુલડોઝર ફેરવ્યાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આ ઘટના ત્યારે બની જયારે ઇમરાન ખાન તોશખાના મામલે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, ઇમરાન ખાન પર તોશાખાના મામલે એક કેસ ચાલી રહ્યો છે. આ કેસ તેમના ગળાની ફાંસી બની ગયો છે. આ જ મામલે ઇમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે. જેમાં એકથી વધુ વાર ઇમરાન ખાનની ધરપકડના પ્રયત્નો થઇ ચૂક્યા છે. પરંતુ ઇમરાન ખાનના સમર્થકોનો જુવાળ જોઈને ધરપકડ કરવામાં આવી નથી. હાલમાં તેઓ આ જ મામલાને લઈને ઇસ્લામાબાદની એક કોર્ટમાં તારીખ ભરવા લઇ રહ્યા છે. ત્યારે જ તેમના ઘર પર સરકારી બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. 

    મળતી જાણકારી અનુસાર, ઇમરાન ખાન પોતાના ઘરથી ઇસ્લામાબાદ માટે નીકળ્યા ત્યારે તેમના આવાસસ્થાને પોલીસ પહોચીને દરવાજો તોડીને ઘરમાં ઘૂસી હતી. આ વાતની જાણ ઇમરાન ખાનની પાર્ટી PTI  દ્વારા કરવામાં આવી છે. જેને ઇમરાન ખાને પણ એક ટ્વીટ કરીને પુષ્ટિ કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે “હું અહીં કોર્ટમાં હાજર થવા માટે નીકળ્યો છું, ત્યારે પંજાબ પોલીસે મારા જમના પાર્ક સ્થિત આવાસમાં ઘૂસણખોરી કરી છે. હું ત્યાં નથી અને ઘરે બુશરા બીબી એકલા છે. આ ક્યાં કાયદા હેઠળ થઇ રહ્યું છે?”

    - Advertisement -

    આ સાથે જ પંજાબ પોલીસની ઇમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તા સાથે મારામારી પણ થઇ હતી. પોલીસે 20થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી છે. સામે પોલીસે એવો દાવો કર્યો છે કે ઇમરાન ખાનના આવાસ પરથી પોલીસ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આવા હુમલા થવાના કારણે જ પોલીસે નાછુટકે પગલું ભર્યું છે.

    શું છે તોષાખાના કેસ?

    ઇમરાન ખાન પર આરોપ લાગ્યો છે કે તેમણે વડાપ્રધાન રહેતાં વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટો સરકારી ખજાનામાંથી સસ્તા ભાવે ખરીદી લીધા બાદ વેચી નાંખી હતી. એવો પણ આરોપ છે કે ઇમરાન ખાને ઈન્ક્મ ટેક્સ રિટર્નમાં આ ભેટના વેચાણ અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. 

    ઇમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. ત્યારથી તેમણે વિવિધ દેશોની યાત્રા કરી તે દરમિયાન તેમને જે-તે દેશોના વડા અને અન્ય લોકો-સંસ્થાઓ પાસેથી જે ભેટો મળી હતી તેને નિયમાનુસાર સરકારી ખજાનામાં તો જમા કરાવી દીધી હતી, પરંતુ આરોપ છે કે તેમણે ત્યારબાદ આ ભેટોને સસ્તા ભાવે ખરીદી લઈને ઊંચી કિંમતે વેચી નાંખી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં