Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહેલિકોપ્ટર દુર્ઘટનામાં સવાર બંને પાયલોટે જીવ ગુમાવ્યા: અરૂણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું...

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં સવાર બંને પાયલોટે જીવ ગુમાવ્યા: અરૂણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું ‘ચીતા’, સેનાએ પુષ્ટિ કરી

    દુર્ઘટનાની તુરંત બાદ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને થોડા કલાકોની શોધખોળ બાદ અધિકારીઓએ બંને પાયલટે જીવ ગુમાવી દીધા હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

    - Advertisement -

    અરૂણાચલ પ્રદેશમાં 2 પાઈલટ સાથે ઉડેલું સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભારતીય સેનાનું આ હેલિકોપ્ટર અરૂણાચલના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલોટ મૃત્યુ પામ્યા છે.

    દુર્ઘટનાની તુરંત બાદ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને થોડા કલાકોની શોધખોળ બાદ અધિકારીઓએ બંને પાયલટે જીવ ગુમાવી દીધા હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમના મૃતદેહોને આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

    આ ઘટના બાબતે ગુવાહાટીમાં ડિફેન્સ PRO લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, અરૂણાચલ પ્રદેશમાં ચીતા હેલીકોપ્ટર ક્રેશ દરમિયાન હેલિકોપ્ટર બોમડિલા નજીક ઉડાન પર હતું. આ હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક સવારે 9.15 વાગ્યાની આસપાસ તૂટી ગયો હતો. બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પાયલોટને શોધવા માટે એક સર્ચ ટીમ મોકલાઈ છે.

    - Advertisement -

    ક્રેશને લઈને ગુવાહટી ડિફેન્સ પીઆરઓ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે વધુમાં જણાવ્યુ હતું કે, અરુણાચલ પ્રદેશના બોમડિલા નજીક ઓપરેશન સોર્ટી ઉડાન ભરી રહેલા એક ચીતા હેલીકોપ્ટરનો ગુરુવારે સવારે 9.15 કલાકે એટીસી સાથેની સંપર્ક તૂટી જવાની સૂચના મળી હતી. તેમણે કહ્યું કે, હેલીકોપ્ટર બોમડિલાના પશ્ચિમ મંડલા નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું સૂચના મળી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અરુણાચલ પ્રદેશમાં ચિતા હેલીકોપ્ટર ક્રેશ થવાની ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ એકશનમાં જોવા મળી રહી છે.

    આ બાબતે પોલીસનું પણ કહેવું છે કે સેનાના હેલિકોપ્ટરનો સંપર્ક અધવચ્ચે જ તૂટી ગયો હતો અને તે પછી તે શોધી શકાયું ન હતું. લગભગ બપોરે 12:30 વાગ્યે, બંગજાલેપના ગ્રામજનોએ જાણ કરી હતી કે ત્યાં એક હેલીકોપ્ટર ક્રેશ થયું છે. સેના અને એસએસબી અને પોલીસની બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં સિગ્નલ ન હોવાથી હજી સુધી કોઈ ફોટો મળી શક્યો નથી.

    HALએ તૈયાર કર્યું છે આ અત્યાધુનિક હેલિકોપ્ટર

    હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ ચિત્તા હેલીકોપ્ટરે તમામ કેટેગરીના હેલિકોપ્ટરમાં સહુથી વધુ ઉંચાઇ પર ઉડાન ભરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. HALના જણાવ્યા અનુસાર ચીતા પાંચ સીટર હેલિકોપ્ટર છે. તેના ઉત્તમ પાવર-વેઇટ રેશિયોને કારણે ચીતા ગરમ હવામાનમાં અને વધુ ઊંચાઇ પર પણ કામગીરી માટે સૌથી યોગ્ય હેલિકોપ્ટર છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચીતા હેલિકોપ્ટરને ખાસ કરીને પેસેન્જર ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ સપોર્ટ (કાર્ગો અને મટિરિયલ ટ્રાન્સપોર્ટ), કેઝ્યુલિટી ઇવેક્યુએશન, રાહત કામગીરી, શોધ અને બચાવ કામગીરી, તપાસ, સ્લંગ ઓપરેશન્સ હેઠળ વિવિધ મિશન માટે વિકસાવવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં